Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અણગારનાં અજવાળા ]
. [ ૮૯
શાસ્ત્રજ્ઞાનની સાચી જિજ્ઞાસાનો ઋષિ નાગરમલજીને પણ પરિચય થયો. ઘરે આવીને પોતાની માતાને પણ નાગરમલજીની વાત કરી. એ સાંભળીને માતાજીએ એમને નાગરમલજી પાસે દીક્ષા લેવાની અનુમતિ આપી.
ઋષિ નાગરમલજી તે સમયે પંજાબમાં વિચરતા અને મોટો સમુદાય ધરાવતા સ્થાનકમાર્ગી મહાત્મા ઋષિ મુલકચંદજી મહારાજની ટોળીના સાધુ હતા. વિહાર કરતાં કરતાં તેઓ દિલ્હી પહોંચ્યા હતા. એમની પાસે દીક્ષા લેવા બૂટાસિંહ દિલ્હી ગયા. દિલ્હીમાં ગુરુમહારાજ નાગરમલજીએ એમને વિ.સં. ૧૮૮૮માં ૨૫ વર્ષની ઉંમરે દીક્ષા આપી. એમનું નામ ઋષિ બૂટારાયજી મહારાજ રાખવામાં આવ્યું.
બૂટેરાયજી મહારાજે પોતાના ગુરુમહારાજ નાગરમલજી સાથે દિલ્હીમાં ચાતુર્માસ કર્યું. ચાતુર્માસ દરમિયાન નાગરમલજી આચારાંગ સૂત્ર અને સૂયગડાંગ સૂત્ર ઉપર વ્યાખ્યાનો આપતા હતા. એ વ્યાખ્યાનો બૂટેરાયજી ધ્યાનપૂર્વક સાંભળતા હતા. વળી એ સૂત્રોની પોથીઓ લઈને ગુરુમહારાજ પાસે બેસીને તેઓ વ્યવસ્થિત અધ્યયન કરવા લાગ્યા હતા. બીજા ચાતુર્માસ દરમિયાન સંસ્કૃત અને અર્ધમાગધી ભાષા પણ એમણે શીખી લીધી હતી. વળી, પોતાની મેળે આગમગ્રંથો વાંચવાની સજ્જતા તેઓ પ્રાપ્ત કરતા જતા હતા. એમની તીવ્ર સમજશક્તિ, વધુ અધ્યયન માટેની લગની, અઘરા વિષયોની ગ્રહણશક્તિ, અસાધારણ સ્મરણશક્તિ વગેરે જોઈને ગુરુ મહારાજને પણ બહુ હર્ષ થતો.
કેટલાક સમય પછી ગુરુમહારાજ વધુ બિમાર પડ્યા. બૂટેરાયજીએ દિવસ-રાત જોયા વગર અથાગ પરિશ્રમપૂર્વક એમની સેવા-ચાકરી કરી. તેમનાં હલ્લો–માત્રુ પણ તેઓ જરા પણ કચવાટ વગર, બલકે હોંશથી સાફ કરતા અને આસપાસ ક્યાંય જવું હોય તો બૂટેરાયજી તેમને ઊંચકીને પોતાના ખભા પર બેસાડીને લઈ જતા. રોજ ઉજાગરા થતા તો પણ તેઓ ગુરુમહારાજની પાસે ખંતથી, ઉત્સાહથી અને ગુરુસેવાના ભાવથી બેસી રહેતા અને તેમની સતત સંભાળ રાખતા અને રાત્રે જ્યારે જ્યારે સમય મળે ત્યારે પોતે ગોખેલાં સૂત્રો, થોકડા, બોલ વગેરે બોલીને યાદ કરી લેતા. બૂટેરાયજીની વૈયાવચ્ચ નાગરમલજી મહારાજના હૃદયને સ્પર્શી ગઈ. તેમના