Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૯૦ ]
[ અણગારનાં અજવાળા હૃદયનું પરિવર્તન થયું. અંતિમ સમયે એમણે કહ્યું, “બૂટા, તેં મારી બહુ સેવાચાકરી કરી છે, મેં તને જોઈએ તેટલો અભ્યાસ કરાવ્યો નથી. તારી જિજ્ઞાસા અને જ્ઞાનની ભૂખ ઘણી મોટી છે, માટે તું આ મારી પાંચ મૂલ્યવાન હસ્તલિખિત પ્રતો તારી પાસે જ રાખજે. તું સદા સુખી રહેજે અને ધર્મનો પ્રચાર કરજે. તું કોઈ પણ કદાગ્રહી સાધુનો સંગ કરતો નહીં. જ્યાં તને શુદ્ધ ધર્મની પુષ્ટિ થતી લાગે ત્યાં તું રહે છે અને તે પ્રમાણે કરજે.” આમ આશિષ આપી ઋષિ નાગરમલજી મહારાજ કાળધર્મ પામ્યા. પોતાના ગુરુમહારાજના કાળધર્મ પછી બૂટેરાયજી મહારાજ વિહાર કરીને પતિયાલા પધાર્યા.
તેઓ ત્યાર પછી માલેસ્કોટલામાં ચાતુર્માસ હતા ત્યારે લગભગ છે મહિના સુધી રોજેરોજ અભિગ્રહપૂર્વક ગોચરી વહોરી લાવતા. આમ બૂટેરાયજી મહારાજ યુવાન વયથી જ ઉગ્ર તપસ્વી બન્યા હતા.
બૂટેરાયજી મહારાજ તપશ્ચર્યાની સાથે સાથે સ્વાધ્યાય પણ કરતા અને ઉપાશ્રયમાં વ્યાખ્યાન પણ આપતા. આથી એમનો ચાહકવર્ગ વધતો ગયો હતો. દરમિયાન ખાનદાન કુટુંબના બે યુવાનોએ એમની પાસે દીક્ષા લીધી હતી.
તેઓ પંજાબથી વિહાર કરી દિલ્હી પધાર્યા. ત્યાં સ્થાનકમાર્ગી સમુદાયના ઋષિ રામલાલજીનું ચાતુર્માસ હતું. તેઓ કવિ પણ હતા. તેમની પાસે અમૃતસરના એક ઓસવાલે દીક્ષા લીધી હતી. એમનું નામ ઋષિ અમરસિંહજી રાખવામાં આવ્યું હતું. અમરસિંહે ગુરુમહારાજ પાસે સારો સ્વાધ્યાય કર્યો.
એક દિવસ અમરસિંહજીએ બૂટેરાયજીને “વિપાકસૂત્ર'ની પોથી બતાવી પુછ્યું. “આ તમે વાંચ્યું છે?” પોથી જોઈ બૂટેરાયજીએ કહ્યું, “વિપાકસૂત્ર' મેં વાંચ્યું તો નથી, પણ એનું નામ પણ આજે પહેલી વાર તમારી પાસેથી સાંભળું છું. અમરસિંહજીએ “વિપાકસૂત્ર' વાંચતાં તેમાં આવતો મગાલોઢિયાનો પ્રસંગ પણ તેમણે વાંચ્યો. તેમાં વર્ણવ્યા પ્રમાણે ગૌતમસ્વામી, માંસના લોચા જેવા, સતત લોહી અને પરુ નીકળતા, તીવ્ર દુર્ગધ મારતા પુત્રને જોવા જાય છે, તે વખતે દુર્ગધને કારણે મૃગાવતી ગૌતમસ્વામીને મોઢે વસ્ત્ર ઢાંકવા કહે છે. એનો અર્થ એ થયો કે ત્યારે ગૌતમસ્વામીએ મોઢે