Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૯૨ ]
[ અણગારનાં અજવાળા છોડી દઈને ગૃહસ્થ વેશ અંગીકાર કર્યો હતો. આથી બૂટેરાયજી એકલા પડી ગયા હતા. પરંતુ આવી ધાકધમકીઓથી તેઓ ડરતા નહોતા, કારણ કે તેઓ આત્માર્થી હતા અને જિનતત્ત્વમાં અડગ શ્રદ્ધા ધરાવનાર હતા.
સં. ૧૯૦૨નું ચાતુર્માસ બૂરાયજી મહારાજે પર્સરમાં કર્યું. તે વખતે એક નવયુવાન એમના સંપર્કમાં આવ્યો. એમનું નામ મૂળચંદ હતું. એમની ઉંમર નાની હતી, પણ એમની બુદ્ધિની પરિપક્વતા ઘણી હતી. વળી એમણે જુદા જુદા સાધુઓ પાસે શાસ્ત્રાભ્યાસ પણ કર્યો હતો. બૂટેરાયજીના મુહપત્તી અને પ્રતિમાપૂજનના વિચારો એમણે જાણી લીધા હતા, અને તે પોતાને સાચા જણાતાં તેમણે પણ ચર્ચા ઉપાડી હતી. ત્યારપછી સોળ વર્ષની વયે એમણે બૂટેરાયજી પાસે દીક્ષા લીધી. એમનું નામ મૂળચંદ હતું એટલે સાધુ તરીકે એમનું નામ મૂળચંદજી રાખવામાં આવ્યું. તેમણે ગુરુમહારાજ બૂટેરાયજી સાથે રામનગરમાં ચાતુર્માસ કર્યું.
મૂળચંદજી મહારાજ જેવા તેજસ્વી અને નીડર શિષ્ય મળતાં બૂટેરાયજીની નૈતિક હિંમત હતી તે કરતાં પણ વધી ગઈ. વિ.સં. ૧૯૦૩નું ચાતુર્માસ તેઓ બંનેએ લાહોર પાસે ચંદ્રભાગા નદીના કિનારે આવેલા રામનગરમાં કર્યું. તે વખતે ગુરુ-શિષ્ય વચ્ચે મુહપત્તી વિશે ઘણી વિચારણા થઈ, અને ચાતુર્માસ પછી માગશર મહિનામાં તેઓ બંનેએ રામનગરમાં મુહપત્તીનો દોરો છોડી નાખ્યો. તેઓએ મુહપત્તિી હવેથી હાથમાં રાખશે એમ જાહેર કર્યું. પંજાબમાં આ ક્રાંતિકારી ઘટનાથી ઘણો ખળભળાટ મચી ગયો. હવે સ્થાનકમાર્ગી ઉપાશ્રયમાં જવું તેમને માટે મુશ્કેલ બની ગયું. અલબત્ત આટલા સમય દરમિયાન તેમની સાથે સંમત થનાર શ્રાવકોનો સમુદાય હતો, પરંતુ પરિસ્થિતિ હવે વિકટ થવાની હતી.
આ સમય દરમિયાન દીક્ષા છોડી જનાર પ્રેમચંદજીને ગૃહસ્થ જીવનના કડવા અનુભવો થતાં અને વૈરાગ્યનો ઉદય થતાં તેઓ ફરી દીક્ષા લેવા તૈયાર થયાં. પરંતુ તે વખતે બૂટેરાયજીએ શિયાલકોટ જવાનું અનિવાર્ય હતું. એટલે એમણે પોતાના શિષ્ય મૂળચંદજી મહારાજને પિંડદાદનખા નામના ગામે પ્રેમચંદજીને ફરી દીક્ષા આપવા મોકલ્યા પરંતુ પ્રેમચંદજી હવે દીક્ષા લેવા માટે એટલા અધીરા થઈ ગયા હતા કે વિહાર કરીને મૂળચંદજી