Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
9
અણગારનાં અજવાળા ]
[ ૯૯
નવયુવાન સાધુ છે. એમની મુખમુદ્રા એવી પ્રતાપી હતી. એમની ગ્રહણશક્તિ અને સ્મરણશક્તિ અજોડ હતી. રોજની ત્રણસો ગાથાઓ તેઓ કંઠસ્થ કરી શકતા. ભાષા ઉપર તેમનું અસાધારણ પ્રભુત્વ હતું. પોતાના ગુરુમહારાજ સાથે તેમણે પંજાબ, રાજસ્થાન અને ઉત્તર ભારતમાં જયપુર, પાલી, હોશિયારપુર, જીરા, લુધિયાણા, દિલ્હી, આગ્રા વગેરે સ્થળે વિહાર કર્યો હતો.
આત્મારામજી મહારાજની અધ્યયન-ભૂખ ઘણી મોટી હતી. તીવ્ર ગ્રહણશક્તિ અને સ્મરણશક્તિને લીધે કોઈ પણ ગ્રંથ તેઓ ઝડપથી વાંચી લેતા. તે સમયે છાપેલા ગ્રંથો ભાગ્યે જ મળતા. હસ્તપ્રત–પોથીઓ રૂપે ગ્રંથો મળતા તે વાંચતાં તેમની બધી વિગતો એમને યાદ રહી જતી. તેમણે જૈન આગમ ગ્રંથો ઉપરાંત વેદો, ઉપનિષદો, પુરાણો, ભગવદ્ગીતા, રામાયણ, મહાભારત, ભગવત, શાંકરભાષ્ય ઇત્યાદિ હિન્દુ ધર્મના પણ ઘણા બધા ગ્રંથો વાંચી લીધા હતા. કુરાન અને બાઇબલનો અભ્યાસ પણ તેમણે કરી લીધો હતો. જૈન ધર્મના આગમો અને તેની ચૂર્ણિ, ભાષ્ય, ટીકા વગેરે ગ્રંથો ઉપરાંત બીજા ઘણા બધા ગ્રંથોનું તેમણે પરિશીલન કર્યું હતું. તેથી પ્રતિમાપૂજન તથા અન્ય બાબતો વિશે તેમના મનમાં કેટલાક પ્રશ્નો ઊઠતા હતા, પરંતુ તેમના મનનું સમાધાન કરાવી શકે તેવી, સમર્થ જ્ઞાની એવી કોઈ વ્યક્તિ પંજાબમાં ત્યારે દેખાતી ન હતી.
ઈ.સ. ૧૯૨૦માં આગ્રામાં તેમણે ચાતુર્માસ કર્યું. તે વખતે સમર્થ સ્થાનકવાસી સમાજના વૃદ્ધ પંડિત, વ્યાકરણશાસ્ત્રના નિષ્ણાત રત્નચંદ્રજી મહારાજનો તેમને મેળાપ થયો. પોતાની શંકાઓનું સમાધાન કરાવી શકે એવી સમર્થ વ્યક્તિનો આ મેળાપ હતો. આત્મારામજી મહારાજના પ્રશ્નો અને સત્યશોધનની સાચી લગની જોઈને રત્નચંદ્રજી મહારાજને પણ થયું કે પોતે ખોટા અર્થો કરી ખોટ માર્ગે આત્મારામજીને દોરવા ન જોઈએ, એટલે એમણે મૂર્તિપૂજા અને મુહપત્તિ વિષે આત્મારામજી મહારાજના મનનું સાચું સમાધાન કરાવ્યું અને કહ્યું, “ભાઈ! આપણે સ્થાનકવાસી સાધુ ભલે રહ્યા, પણ જિનપ્રતિમાની પૂજાની તું ક્યારેય નિંદા કરતો નહીં.' આત્મારામજીએ રત્નચંદ્રજીને વચન આપ્યું અને એમનો ઘણો ઉપકાર માન્યો.
શાસ્ત્રોનું અધ્યયન-મનન આ સંઘર્ષમાં ફરી એક વાર આત્મારામજી