Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૯૮ ].
[ અણગારનાં અજવાળા એક દિવસ જેલમાંથી ભાગી જઈને ગણેશચંદ્ર અત્તરસિંઘ સામે બહારવટે ચડ્યા. એમ કરવામાં અંગ્રેજ કંપની સરકાર સાથે પણ તેઓ સંઘર્ષમાં આવ્યા, પકડાયા, દસ વર્ષની જેલ થઈ. આગ્રાની જેલમાં તેમને રાખવામાં આવ્યા. એક વખત ઉપરીઓ સાથેની બંદૂકની ઝપાઝપીમાં ગોળી વાગવાથી તેઓ મૃત્યુ પામ્યા. એક બહાદુર સરદાર ગણેશચંદ્રજીના જીવનનો આમ કરુણ અંત આવ્યો.
ગણેશચંદ્રનો પુત્ર બાળક દિત્તારામ તેમની જેમ બહાદુર અને નીડર હતો. જ્યારે તે અગિયાર વર્ષનો હતો ત્યારે એક વખત તેમના લહેરા ગામ ઉપર બહારવટિયાઓની એક ટોળકીએ હુમલો કર્યો. ગણેશચંદ્રની આગેવાની હેઠળ ગામના લોકોએ બહારવટિયાઓને માર્યા અને ભગાડ્યા. પછી તેઓ
જ્યારે ઘરે પાછા આવ્યા ત્યારે ગણેશચંદ્ર જોયું કે ઘરના બારણામાં નાનો દિતારામ તલવાર લઈને ઊભો હતો, પિતાએ પુત્રને પૂછ્યું, “આ તું શું કરે છે?” દિત્તારામે કહ્યું, “તલવાર લઈને ઘરનું રક્ષણ કરવા ઊભો છું.” એ જવાબ સાંભળી પિતાએ બાળક દિત્તારામને શાબાશી આપી.
એક બ્રહ્મક્ષત્રિય બંડખોર યોદ્ધાનો પુત્ર દિત્તારામ (અથવા દેવીદાસ અથવા આત્મારામ) તે જ આપણા આત્મારામજી મહારાજ. પિતા કેદમાં જતાં પિતાના એક જૈન મિત્ર જોધમલ ઓસ્વાલને ત્યાં દિતાનો ઉછેર થયો. જોધલના એક ભાઈનું નામ દેવીદાસ રાખવામાં આવ્યું. જોધમલને ઘરે જૈન સાધુઓ આવતા હતા. એમના સતત સંપર્કને કારણે સામાયિક-પ્રતિક્રમણ વગેરે ધર્મક્રિયાઓ કરવી અને સૂત્રો કંઠસ્થ કરવા ઈત્યાદિ પ્રકારના સંસ્કાર બાળક દિત્તાના મન ઉપર પડ્યા. એ દિવસોમાં લહેરામાં આવેલા બે સ્થાનકવાસી સાધુઓ ગંગારામજી મહારાજ અને જીવનરામજી મહારાજની છાપ દિત્તાના મન ઉપર ઘણી મોટી પડી. એણે એમની પાસે દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. પોતાના પુત્રની જેમ ઉછેરનાર જોધમલને પણ, નામરજી છતાં દિત્તાને દીક્ષા માટે છેવટે સંમતિ આપવી પડી. દિતાએ વિ.સં. ૧૯૧૦માં
અઢાર વર્ષની વયે માલેરકોટલામાં દીક્ષા લીધી અને જીવનરામજી મહારાજના તેઓ શિષ્ય બન્યા. એમનું નામ આત્મારામજી રાખવામાં આવ્યું.
આત્મારામજી મહારાજને જોતાં જ હરકોઈ કહી શકે કે આ તેજસ્વી