Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અણગારનાં અજવાળા ]
હોય તેવું લાગ્યું. એમ કરતાં બાળક મોટું થવા લાગ્યું.
બાળકનું નામ ‘ટલસિંહ’ રાખવું એવી ભલામણ સાધુ મહાત્માએ કરી હતી. પંજાબી ભાષામાં ટલ એટલે વાજિંત્ર. સાધુ મહાત્માએ કહ્યું હતું કે, આ બાળક જ્યારે મોટા સાધુ–સન્યાસી થશે ત્યારે તેઓ જ્યાં જશે ત્યાં એમની આગળ બેન્ડવાજાં વાગતાં હશે માટે બાળકનું નામ ટલસિંહ રાખશો, એટલે માતા–પિતાએ બાળકનું નામ ટલસિંહ રાખ્યું, પરંતુ લોકો માટે આવું નામ તદ્દન નવીન અને અપરિચિત હતું. પંજાબનાં લોકોમાંથી લશ્કરમાં– દળમાં જોડાનારા ઘણા હોય છે એટલે બાળકનું નામ ટલસિંહને બદલે દલસિંહ પ્રચલિત બની ગયું. જોકે આ નામ પણ વધુ સમય ચાલુ રહ્યું નહીં, કારણ કે માતાપિતા એક ગામ છોડીને બીજે ગામ રહેવા ગયાં. ત્યાં શેરીનાં છોકરાંઓએ ટલસિંહનું નામ બૂટાસિંહ કરી નાખ્યું.
[ ૮૭
બૂટાસિંહને પોતાના બાળપણથી જ ખાવાપીવા વગેરેમાં કે બીજી આનંદપ્રમોદની વાતોમાં બહુ રસ પડતો નહોતો. એમને સાધુ–સન્યાસીઓની સોબતમાં અને ત્યાગ-વૈરાગ્યની વાતોમાં વધુ રસ પડતો હતો.
દુલુઆ નાનું સરખું ગામ હતું. ત્યાં પ્રાથમિક શાળા પણ નહોતી એટલે બૂટાસિંહને શાળમાં અભ્યાસ કરવાની કોઈ તક મળી નહોતી. ગામમાં શીખ ધર્મનું મંદિર ગુરુદ્વારા હતું. બૂટાસિંહનાં માતા-પિતા શીખ ધર્મ પાળતાં હતાં અને ગુરુદ્વારામાં જતાં.
બૂટાસિંહ જ્યારે આઠેક વર્ષના થયા ત્યારે એમના પિતાનું અવસાન થયું હતું. હવે કુટુંબમાં મા અને પુત્ર બે જ રહ્યાં હતાં. માતા પોતે જ્યારે ગુરુદ્વારામાં જતી ત્યારે તે સાથે નાના બાળક બૂટાસિંહને લઈ જતી. ગુરુદ્વારામાં નિયમિત જવાને કારણે માતાની સાથે બૂટાસિંહ પણ ધર્મપ્રવચન કરનાર ગ્રંથસાહેબ જે ધર્મોપદેશ આપતા તે સાંભળતા હતા. વળી બપોરે
બૂટાસિંહ ગુરુદ્વારામાં જતાં. ત્યાં છોકરાઓને શીખોની ગુરુમુખી ભાષાલિપિ શીખવવામાં આવતી. આમ કરતાં કરતાં બૂટાસિંહને ગુરુમુખી ભાષા લખતાંવાંચતાં આવડી ગઈ. શીખ ધર્મના ગ્રંથો જેવા કે, ‘ગ્રંથસાહેબ’, ‘મુખમણિ’, ‘જપુજી’ વગેરે વાંચવાની તક પણ તેમને સાંપડી. વળી ગુરુદ્વારામાં પધારનાર સંતોનો પરિચય પણ થવા લાગ્યો. આમ રોજ નિયમિત ગુરુવાણીના શ્રવણ