Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અણગારનાં અજવાળા ]
[ ૭૧ ચાતુર્માસ પછી કચ્છના કાંઠાના ગામોમાં વિહાર કરતાં તેઓને શીતળાની બિમારી થયેલી, પણ તેમાંથી ધીમે ધીમે સારું થઈ ગયું. ન્યાયશાસ્ત્રના અધ્યયનના છેલ્લા તબક્કાની પૂર્ણાહુતિ ચોટીલા મુકામે શાસ્ત્રી બાલકૃષ્ણ મિશ્ર પાસેથી વ્યુત્પત્તિવાદ', “શક્તિવાદ', સાધારણ, હેત્વાભાસ ઈત્યાદિ ગ્રંથોના અભ્યાસથી વિ.સં. ૧૯૬૪માં થઈ.
અવધાનશક્તિ કેળવવાનો અને સાહિત્યરચનાનો પ્રારંભઃ વિ.સં. ૧૯૬૩થી તેમણે અવધાનશક્તિ કેળવવાનો પ્રારંભ કર્યો હતો. સંવત ૧૯૬૪ના ચાતુર્માસ દરમ્યાન “ભાવનાશતક અને કર્તવ્યકૌમુદી નામના સંસ્કૃત ગ્રતો લખવાની તેમણે શરૂઆત કરી. મહારાજશ્રીની બુદ્ધિ, તેજસ્વિતા, ગ્રહણશક્તિ અને ધારણાશક્તિ અભુત હોવાથી આ વિષયમાં પ્રારંભથી જ તેઓને સારી સફળતા પ્રાપ્ત થવા લાગી, જેથી અનુક્રમે આઠ અવધાન, સત્તર અવધાન અને પચાસ અવધાન કરવાની શક્તિ તો તેઓએ પહેલા જ વર્ષમાં પ્રાપ્ત કરી લીધી! એકીસાથે અનેક વસ્તુઓને ચિત્તમાં ધારણ કરી રાખવાની આ અવધાનની કળા મનની એક વિરલ શક્તિ છે અને વિશિષ્ટ સ્મરણશક્તિવાળી વ્યક્તિ જ તેને સિદ્ધ કરી શકે છે.
અજમેરના સાધુસંમેલનમાં ઃ સ્થાનકવાસી સાધુસમાજમાં તેમજ શ્રાવકોમાં તે જમાનામાં ઠીકઠીક પ્રમાણમાં શિથિલતા, કુસંપ, ઈર્ષ્યા અને વાદવિવાદ આદિ દુર્ગુણો વ્યાપકપણે દૃષ્ટિગોચર થતા હતા. આ કારણથી સમાજના પ્રબુદ્ધ વર્ગમાં એવી માન્યતા પ્રવર્તતી હતી કે આ દૂષણોને દૂર કરવા માટે સાધુઓ અને શ્રાવકો માટે નિશ્ચિત આચારસંહિતા ઘડાય તો સંપ વધે અને શિથિલાચારનો યોગ્ય પ્રતિકાર થઈ શકે. ઉપર્યુક્ત ધ્યેયને સિદ્ધ કરવા માટે જે અનેક પ્રયત્નો થયા તેના અનુસંધાનમાં અને પરિપાકરૂપે અજમેરમાં બૃહદ્ સાધુસંમેલન ભરવાનું નક્કી થયું. આ આ કાર્યમાં પંજાબ, રાજસ્થાન, માળવા અને ગુજરાત-સૌરાષ્ટ્રના સમસ્ત સાધુસમાજે તથા દુર્લભજીભાઈ ઝવેરી, શ્રી ધીરજલાલ તુરખા, શ્રી હેમચંદભાઈ મહેતા આદિ પ્રખર સમાજ હિતેચ્છુઓએ તેમજ મહાકવિ શ્રી ન્હાનાલાલ, પ્રજ્ઞાચક્ષુ શ્રી સુખલાલજી, પ. બેચરદાસજી, શ્રી જિનવિજયજી અને લીંબડીના ઠાકોર શ્રી દોલતસિંહજીએ યોગ્ય સહકાર આપ્યો હતો. આ સંમેલનમાં ૨૩૮ સંતો,