Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૮૪]
[ અણગારનાં અજવાળા પૂજ્ય સંતબાલે તેના જીવનકાળ દરમ્યાન ચિંતનાત્મક ધાર્મિક સાહિત્યનું સર્જન કર્યું હતું, તેમાં મહાવીરવાણી રજૂ કરતાં સૂત્રો, દશવૈકાલિક સૂત્ર, આચારાંગ સૂત્ર, સર્વધર્મ પ્રાર્થનાપીયૂષ, તત્ત્વાર્થ સૂત્ર, સિદ્ધિના સોપાન વિશ્વ વાત્સલ્ય મહાવીર, બ્રહ્મચર્ય સાધના અને ધર્માનુબંધી વિશ્વદર્શનનાં ૧૦ પુસ્તકો વગેરેનો સમાવેશ થાય છે. વૈદિક સાહિત્યમાં, ફુરણાવલી, મૃત્યકાળ નોઅમૃતખોળો, રામાયણ, મહાભારત અને જૈનદષ્ટિએ ગીતાનો સમાવેશ થાય છે. અનંતની આરાધના અને સંતબાલ પત્રસુધા ભા-૧ અને ૨ માં પત્રસાહિત્ય સચવાયું છે. આમ બધાં મળીને સાઠેક જેટલાં પુસ્તકોમાં તેમનું ચિંતન ગ્રંથસ્થ થયું છે. પત્રકારત્વક્ષેત્રે, વિશ્વ વાત્સલ્યપ્રયોગદર્શન, નવાં માનવી પાક્ષિકોનું પ્રકાશન મુનિશ્રીની પ્રેરણાથી શરૂ થયેલું. જાહેરજીવનને કારણે સંપ્રદાયથી જુદા થયા પરંતુ સાધુવેષ ન છોડ્યો અને પોતાના ગુરુદેવ સાથે અંતિમસમય સુધી વિનયભાવે સંબંધ સાચવ્યો. ગુરુનાનચંદ્રજી મહારાજ કહેતા કે સંતબાલ જૈન સાધુ નહિ, જગતસાધુ છે.
જૈનપરંપરા આધુનિક યુગના વિચારના અનુસંધાન દ્વારા આગળ ધપાવવી એ જ તેમનું કાર્ય રહ્યું. તેઓશ્રીને લાગતું કે, સામાન્ય જનમાનસ એવી એક છાપ છે કે જૈનધર્મ માત્ર કર્મત્યાગ તરફ ઝોક આપતો ધર્મ છે. પરંતુ સદ્ભાગ્યે શ્રીમદ્રાજચંદ્ર પોતાના ગાંધીજી જેવા સાથી દ્વારા સમાજગત સાધનોને ઝોક આપ્યો. આ વાત શ્રીમદ્જીના અનુરાગીજનો માનવા લાગશે ત્યારે શ્રીમદ્જીના નામે જેમ ભક્તિ અને જ્ઞાનધારાઓ વિકસી તેમ કર્મધારા પણ વિકસશે જ.
વિરમગામ, સાણંદ, ધોળકા અને ધંધુકાનો પ્રદેશ જે સૌરાષ્ટ્ર અને ગુજરાતના સીમાડા પર આવેલ છે તેને ભાલનળ કાંઠાનો પ્રદેશ કહેવાય છે ગ્રામ્ય પ્રદેશના લોકો અને ખેડૂતોના આંતર અને બાહ્ય જીવનના સુચારુ પરિવર્તન અર્થે ભાલનળકાંઠા પ્રાયોગિકસંઘની મુનિશ્રીએ સ્થાપના કરી. લોકસેવક રવિશંકર મહારાજને તેના પ્રથમ પ્રમુખ બનાવ્યા. જૈનધર્મના માર્ગાનુસારીના પાંત્રીશગુણ જીવનમાં ઉતારવાની પ્રેરણા આપી લોકોને અંધશ્રદ્ધામાંથી સમ્યક શ્રદ્ધા તરફ વાળ્યા. વ્યસનમુક્તિ કરાવી. શિકાર બંધ કરાવ્યો. શોષણ અને ભ્રષ્ટાચાર સામે જેહાદ જગાવી. ગામડાઓ સ્વાવલંબી