Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અણગારનાં અજવાળા ]
[ ૭૭ પૂર્વના ધર્મના સંસ્કારો જાગૃત થયા. પૂ. પ્રાણગુરુની પ્રવચન ધારાએ વૈરાગ્યભાવ પ્લાવિત થયો. પૂ. ગુરુ મહારાજને વંદન કરી પોતાની અંતરદશાને પ્રગટ કરતાં બોલ્યા કે મને દીક્ષા આપો.
ગુરુજીએ કહ્યું કે માતા પિતાની આજ્ઞા વિના દીક્ષા ન આપી શકાય.
કુટુંબના વડીલો પાસે આજ્ઞા મેળવવાની ગડમથલ ચાલતી હતી તેવામાં જેતપુર મુકામે પૂ. જયચંદ્રજી મ.સા. કાળધર્મ પામ્યા. ૧૯૮૭ ચાતુર્માસમાં પૂ. અંબાબાઈ અને પૂ. મણીબાઈને ખબર પડી કે રતિલાલને તાવ આવ્યો છે પણ ઉતરતો જ નથી. પૂ. મણીબાઈએ માંગલિક સંભળાવ્યું અને તાવ ઉતરી ગયો ત્યારથી મણીબાઈનું સ્થાન હૃદયમાં ગુણીરૂપે કોતરાઈ ગયું.
સં. ૧૯૮૮ના પૂ. પ્રાણગુરુજીના ચાતુર્માસ વખતે પિતાએ સંમતિ આપી માતાએ કહ્યું કે મારા અંતિમ સમયે ધર્મ પમાડવા આવ તો તને રજા છે. અને ગીરી તળેટી અને કુંડ દામોદરથી શોભાયમાન પ્રભુને નેમનાથની પાવનભૂમિમાં સં. ૧૯૮૯ ફાગણ વદ-૫ને ગુરુવારે જૂનાગઢમાં એક મહાત્માના મહાભિનિષ્ક્રમણને નિહાળવા સૂર્ય ઉદિત થયો. પૂ. પ્રાણગુરુના મુખેથી દીક્ષાના પાઠ ભણાયા અને રતિલાલમાંથી પૂ. શ્રી રતિલાલજી મહારાજ બની ગયા.
મીન અને તપ જાણે રતિલાલજી મહારાજના જીવનમાં પર્યાય બની ગયા.
ઓગણીશ સિદ્ધાંતો કંઠસ્થ કર્યા દિગંબર શ્વેતાંબર સર્વ સાહિત્યનું અવલોકન કર્યું. ન્યાય, વ્યાકરણ, તત્ત્વજ્ઞાન, કર્મગ્રંથિક અભ્યાસ કર્યો.
૧૯ વર્ષ એકાંતર ઉપવાસ, નિર્મૂળા ઉપવાસ પછી પારણામાં છાશની પરાશ વાપરતાં ૨૩ વર્ષ પાણીનો ત્યાગ, ત્રણ વર્ષ સુધી છઠ્ઠનો વર્ષીતપ, ત્રણ વર્ષ અટ્ટમનો વર્ષીતપ, સળંગ ૯૯૯ આયંબિલ તપ, નવ વર્ષ મકાઈ સિવાય સર્વ અનાજનો ત્યાગ કરી લોકહૃદયમાં “તપસમ્રાટ' તરીકે સ્થાન મેળવ્યું.
૧૯૯૧માં મુંબઈમાં ૭૦૦ આરાધકોને વર્ષીતપની પ્રેરણા કરી.