Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અણગારનાં અજવાળા ]
[ ૫૭ તેમના સમગ્ર જીવનમાં આ વિચારધારા સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે. ચીંચણના આશ્રમમાં તેમણે શ્રીમદ્ રાજચંદ્ર, મહાત્મા ગાંધીજી, પૂ.શ્રી નાનચંદ્રજી અને શ્રી જવાહરલાલ નહેરુના નામે ચાર મુખ્ય વિભાગોનું આયોજન કર્યું. આમ આ શિષ્ય યુગલે પૂ. મહારાજશ્રીની વિચારધારા અને સત્કાર્યોની ભાવનાની જ્યોતને જલતી રાખીને પોતાના ગુરુનું ઋણ અદા કર્યું. તેમના શિષ્ય મુનિશ્રી સંતબાલજીની પ્રેરણાથી, ભાલના કાંઠા પ્રાયોગિક સંઘ, ગુંદી વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ, મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ચીંચણી અને માતૃસમાજ મુંબઈ-અમદાવાદ સંસ્થાઓ ધર્મ-અધ્યાત્મ અને સમાજગત સેવાકીય કાર્યોમાં પ્રવૃત્ત છે.
શિષ્ટ, સંસ્કારી અને આધ્યાત્મિક સાહિત્યનું સર્જન : સુંદર કાવ્યો રચવાની જન્જાત શક્તિ અને પ્રાર્થનાના વિશિષ્ટ અભ્યાસને લીધે તેઓએ ધર્મ-આરાધનાને લગતાં લગભગ ૪૦૦ સુંદર ગેય પદોની વિવિધ છંદોમાં રચના કરી છે, જે પ્રાર્થના મંદિર” અને “સુબોધ સંગીતમાળા' (ભાગ ૧૨–૩)માં પ્રસિદ્ધ થયાં છે. આ ઉપરાંત તેઓએ લખેલા–સંપાદિત કરેલા સંસ્કૃત કાવ્યાનંદ' (ભાગ ૧-૨-૩) તથા “માનવતાનું મીઠું જગત’ નામના ગ્રંથો પણ પ્રકાશિત થયા છે.
બરવાળા સંપ્રદાયના આચાર્ય શ્રી ચંપકમુનિજી મ.સા. પંચમહાવ્રતો અને રત્નત્રયીથી વિભૂષિત આચાર્યશ્રી ચંપકમુનિનું વતન ગુજરાત સૌરાષ્ટ્રના ભાલ પંથકનું ભાડિયાદ ગામ.
શ્રેષ્ઠીવર્ય પૂ. શ્રી અમરચંદભાઈ પિતા અને તેમાં સહધર્મચારિણી માતા સંતોકબા ધર્મલક્ષ્મી હતાં.
મોસાળના લાખેણી ગ્રામમાં સંવત ૧૯૬૧ના ફાગણ માસના પૂર્ણિમાને દિવસે જન્મ થયો.
કુટુંબીજનો આ બાળકને લાડપ્યારથી બાબુના નામે બોલાવે. તેજસ્વી