Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૫૮ ]
[ અણગારનાં અજવાળા બાળકની ચાપલ્ય સભરતાને જોઈ વિદ્યાગુરુએ ચંપક નામ આપ્યું.
માતાપિતાના સંસ્કાર અને પોતાના ખંતને કારણે અભ્યાસમાં નિરંતર પ્રગતિ થતી રહી
અભ્યાસ પૂરો થયો ત્યાં ટૂંક સમયમાં માતા-પિતાનું છત્ર ગયું. વાણિજ્ય અર્થે કલકત્તા અને મલાયા જઈ આવ્યા.
પૂ. વિનયચચંદ્રજી મહારાજ લિખિત વૈરાગ્ય શતકરૂપ ગ્રંથરત્નના અધ્યનથી વૈરાગ્ય વિણાના તાર ઝંકૃત થયા. સત્યમાર્ગની ખોજ શરૂ થઈ. શારીરિક બિમારી આવતી-જતી. એકવાર સખત તાવ આવ્યો ત્યારે સંકલ્પ કર્યો કે આ તાવ ઉતરી જાય પછી ઝડપથી દીક્ષા ગ્રહણ કરવી.
સ્વસ્થ છતાં જ પૂ. વિનયચંદ્રજી મહારાજ પાસે ઉપલેટા ઉપાશ્રયમાં પહોંચી ગયા અને ગુરુના ચરણોમાં નમ્રતાપૂર્વક દીક્ષા અંગીકાર કરવાના ભાવો જણાવી સંયમ માર્ગ પ્રદાન કરવા વિનંતી કરી. * સંવત ૧૯૯૭ના માગશર સુદ પને બુધવારે હાટકોલાની પુણ્યભૂમિમાં દીક્ષાના પાઠ ભણાવાયા. દીક્ષા ખૂબ જ સાદાઈથી થઈ. વડી દીક્ષા ભાવનગર મુકામે થઈ.
પૂ. શ્રી ચંપકમુનિએ વડી દીક્ષાના માંગલ્ય દિવસથી જ દેહદમનના પગરણ આદર્યા.
તપ વિના મુક્તિ નથી, તપશ્ચર્યા એ જ જીવનના અમૃત છે. તેથી છઠને પારણે છઠ આદર્યો પારણામાં વિગઈ સિવાયના માત્ર ત્રણ દ્રવ્ય જ એ પણ પાંચ ઘરે જ જવાનું તેમાંથી મળે તો જ નહીં તો અઠ્ઠમ તપ. ભાવેણાના ચાતુર્માસમાં શ્રી બેચરભાઈ વિ. શ્રાવકોએ મળીને આવી ઉગ્ર તપશ્ચર્યા બંધ કરાવી પરંતુ તપ આરાધના પર કદી પૂર્ણવિરામ આવ્યું જ નથી.
ઘેલાશાહની પુણ્યભૂમિ બરવાળા, સંપ્રદાયનું ગાદીનું ગામ જ્યાં વિનયચંદ્રજી મહારાજ સાહેબને આચાર્યપદ અર્પણ થયું.
વ્યાવરમાં ધીરજલાલ તુરખીયાના સહકારથી પૂ. ચંપકમુનિ વિદ્યાઅભ્યાસ માટે ગુરુકુળનિવાસની વ્યવસ્થા થઈ, પંડિત શોભાચંદ્ર