Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૩૮ ].
[ અણગારનાં અજવાળા હતી. તેથી ખ્રિસ્તી મિશનરીઓની એક શાળામાં જવાહરને મૂકવામાં આવ્યો. શાળા છૂટી ગઈ અને મામા સાથે દુકાનમાં બેસવાનું શરૂ થઈ ગયું. સાહસ, એકાગ્રતા અને સતત ઉદ્યમથી થોડા જ વર્ષોમાં બાળકની પોતાના વિષયની તજજ્ઞતા આખા ગામમાં પ્રસિદ્ધ થઈ ગઈ, પરંતુ ભાવિનાં એંધાણ કંઈક જુદાં જ હતાં. જીવનના રંગો કોઈ નવી જ દિશા ધારણ કરવાના હતા, એટલે એક અણધાર્યો બનાવ બન્યો.
વૈરાગ્ય અને અંતરમંથન : બાળક જવાહર ૧૩ વર્ષની ઉંમરે પહોંચ્યો ત્યાં તો ૩૩ વર્ષની ઉંમરના તેના મામા-પાલક પિતા–એકાએક સ્વર્ગવાસી થઈ ગયા. “આ શિરચ્છત્રરૂપ બનીને જીવનભર મારા માર્ગદર્શક અને રક્ષક બની રહેશે” એવી જેના માટે આશા સેવી હતી તે એકાએક ચાલ્યા જવાથી તેર વર્ષની ઉંમરના જવાહરના કોમળ હૃદય ઉપર વજપાત જેવી અસર થઈ. વળી વિધવા મામી અને તેના પાંચ વર્ષના બાળક ઘાસીલાલની જવાબદારી પણ જવાહર ઉપર આવી પડી.
કોઈ કોઈ વાર જવાહરના માનસપટલ પરથી તેના નાનકડા જીવનનું ચલચિત્ર પસાર થઈ જતું. માતા ગઈ, પિતા ગયા, મામા ગયા. હવે દુકાનદારીમાં લાભ મેળવીને મારે શું પ્રયોજન સિદ્ધ કરવાનું છે? મામી અને તેના બાળક માટે સામાન્ય વ્યવસ્થા થઈ શકે તેમ છે, તો હવે ગમે તેમ કરીને ગુરુની પ્રાપ્તિ કરી પ્રભુએ ચીંધેલા માર્ગે જવું જ મારે માટે હિતકારી છે. જોકે મામાએ કરેલો ઉપકાર વારંવાર સાંભરી આવતો હતો અને તેથી કોઈ વાર તે ગદગદ્ થઈ જતો હતો. છતાં સતત ચિંતન, દેઢ અને સ્થાયી નિશ્ચયબળ અને સાહસ કરવાની ટેવવાળો એ બાળક આગળ વધી રહ્યો હતો.
ધનરાજજી દ્વારા રુકાવટ : “જવાહર આજકાલ દુકાનના કામમાં બરાબર રસ લેતો નથી. એવી ખબર જવાહરના બાપુજી (પિતાના મોટાભાઈ)ને પડતાં તેમણે તેને બોલાવીને સમજાવ્યો ત્યારે જવાહરે તેમને પોતાના આંતરિક વૈરાગ્યની વાત જણાવી. આ વાત સાંભળી ધનરાજજી ઘણા ગુસ્સે થઈ ગયા અને ગામમાં કોઈ સંત, સતી આવે તો તેનો સમાગમ જવાહર ન કરી શકે તે માટે પોતાના બે પુત્રોને તેના ઉપર સતત ચોકી ભરવા