Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અણગારનાં અજવાળા ]
[ ૪૩ ચાતુર્માસ જીવદયાના કાર્યોને લીધે, શ્રાવકોની એકતાને લીધે, મુનિશ્રી સુંદરલાલજીના' ૮૧ દિવસના ઉપવાસને લીધે અને વિવિધ વિષયો ઉપરનાં જાહેર પ્રવચનોના સામૂહિક આયોજનને લીધે ખૂબ સફળ રહ્યું. જેન તેમજ જૈનપ્રેમી સમસ્ત જનતા માટે આ કાર્યક્રમ અત્યંત પ્રેરક અને પ્રભાવશાળી રહ્યો. અહીંથી ભૂસાવળ, જલગાંવ, રતલામ, મંદસૌર, નિમ્બાહેડા, ઉદેપુર અને બાવર થઈ વિ.સં. ૧૯૮૪માં મહારાજશ્રી બીકાનેર પધાર્યા. અહીં સાધુમાર્ગી જૈન હિતકારિણી સંસ્થાની સ્થાપના થઈ, જે હજુ સુધી સુચારુ રીતે કામ કરી સાધુઓનાં શિક્ષણ, વિહાર અને આચારસંહિતાને ઉપકારી થવામાં પોતાનું યોગદાન આપે છે.
આગળના વિહારમાં મહારાજશ્રી સરદાર શહેર થઈ ચુરુ પધાર્યા. અહીં શ્રી શેખચંદજીની દીક્ષા ભવ્ય રીતે સંપન્ન થઈ. અહીં ચાતુર્માસ કરી મહારાજશ્રીએ બીકાનેર, રોહતક, દિલ્લી તરફ પ્રસ્થાન કર્યું. ત્યાં સમાજ તરફથી મહારાજશ્રી માટે ખાસ પદવીદાન સમારંભનું સુંદર આયોજન કરવામાં આવ્યું. અહીંથી આગ્રા થઈ જોધપુર તરફ વિહાર કર્યો અને જયતારણમાં શ્રી મોતીલાલજી કોટેચાની દીક્ષા થઈ. ત્યાંથી ક્રમે ક્રમે અજમેર થઈ ઉદેપુરમાં આવ્યા. અજમેરમાં મુનિશ્રી ગણેશલાલજીનો યુવાચાર્ય સમારોહ સંપન્ન થયો. તેઓની ૨૮ વર્ષની દીર્ધ જ્ઞાન–સાધના અને સંયમ–સાધના સમસ્ત સંઘને અને ખાસ કરીને ત્યાં હાજર રહેલા કુલ ૬૫ સંત-સતીઓને માટે પ્રેરક, માર્ગદર્શક અને અનુકરણીય બની રહી.
સૌરાષ્ટ્ર-ગુજરાત તરફ ? આવા સમર્થ વિદ્વાન અને સુધારાવાદી મહાપુરુષનો લાભ હજી સૌરાષ્ટ્ર-ગુજરાતને મળ્યો નહોતો, તે સમાજના આગેવાનોને ખટકતું હતું. અગ્રગણ્ય ગુજારીત શ્રાવકનું એક ડેપ્યુટેશન બેત્રણ વાર મહારાજશ્રીને વિનંતિ કરી આવ્યું. તેઓશ્રીએ સંમતિ આપી અને પાલનપુર, વીરગામ, વઢવાણ થઈ તેઓ રાજકોટ પધાર્યા. વિ.સં. ૧૯૯૩થી ચાર ચાતુર્માસ અનુક્રમે રાજકોટ, જામનગર, મોરબી અને અમદાવાદમાં થયાં. અહીં સર્વત્ર જૈનોનો, જૈન પ્રેમીઓનો, રાષ્ટ્રીય નેતાઓનો અને સૌરાષ્ટ્રના રાજવીઓનો તેમના પ્રત્યેનો સદ્ભાવ અને ભક્તિ ખૂબ પ્રશંસનીય રહ્યાં.