Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અણગારનાં અજવાળા ]
[ ૪૯ માર્ગોપદેશિકા', “હિતોપદેશ', સિદ્ધાંતકૌમુદી', ઉ, ફારસી, અરબી તથા પ્રાકૃત વ્યાકરણનું અધ્યયન કર્યું. દિવસ-રાત આળસનો ત્યાગ કરીને તેઓ આગમનો અભ્યાસ કરતા રહેતા. આમ તેમણે આગમ સિદ્ધાંત, દર્શન, જ્યોતિષ, આદિનું સારું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. તેમની કાવ્યશક્તિ પણ મુગ્ધ કરાવે તેવી હતી. તેમની કેટલીય કાવ્ય-રચનાઓ શ્રાવકવૃંદમાં ગવાતી હતી.
ઈન્દોરના ચાતુર્માસ પછી તેમના ગુરુશ્રી જવાહરલાલજી મહારાજે પોતાના શિષ્ય મુનિશ્રી ઘાસીલાલજીને વિશિષ્ટ વિદ્વાન બનાવવા માટે મહારાષ્ટ્ર-દક્ષિણ તરફ વિહાર કરવાનો સંકલ્પ કર્યો અને તે અનુસાર દસમું ચાતુર્માસ અહમદનગરમાં કર્યું. દક્ષિણ પ્રાંતમાં વિહાર કરતી વખતે મુનિશ્રીએ મરાઠી ભાષા શીખી લીધી, તેમજ સંત જ્ઞાનેશ્વર, તુકારામ, નામદેવ વગેરે દક્ષિણના પ્રસિદ્ધ સંતોના સાહિત્યનો અભ્યાસ કર્યો. તેમની અનેક રચનાઓ પણ કંઠસ્થ કરી લીધી. આ બધું તેમની તીવ્ર બુદ્ધિમત્તા, અદ્ભુત સ્મરણશક્તિ અને વિશાળ હૃદયનું દ્યોતક છે.
ત્યારબાદ અગિયારમું ચાતુર્માસ જુન્નરમાં, બારમું ધોડનદીમાં, તેરમું જામગામ, ચૌદમું અહમદનગરમાં, પંદરમું ધોડનદીમાં, સોળમું મિરીમાં તથા સત્તરમું ચાતુર્માસ કર્યું. વિ.સં. ૨૦૦૦ પછી થોડા ચાતુર્માસ સૌરાષ્ટ્રમાં પણ કર્યા. વિરમગામનો પંચાવનમું ચાતુર્માસ પૂરું કરીને વિ.સં. ૨૦૧૪ની સાલથી તેઓ અમદાવાદમાં ચાતુર્માસ માટે પધાર્યા, ત્યાર પછી સતત ૧૯ ચાતુર્માસ સુધી અમદાવાદમાં જ સ્થિર થઈને આગલેખનના ભગીરથ કાર્ય માટે રહ્યા. ગુરુકૃપા, સતત જ્ઞાનાભ્યાસ તથા સંયમની અદ્ભુત નિષ્ઠા દ્વારા મુનિશ્રી ઘાસીલાલજીએ વ્યાકરણ, ન્યાય, દર્શન અને સાહિત્ય ઉપરાંત કુલ ૧૬ જુદી જુદી ભાષાઓનું પ્રખર જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. તેઓશ્રીએ ભારતના ઘણા પ્રાંતોમાં ચાતુર્માસો કર્યા. એ દરમિયાન તેમના અગાધ જ્ઞાનનો અપૂર્વ લાભ જૈન-જૈનેતરોએ મેળવ્યો. ભારતભરમાંથી અનેક મુમુક્ષુઓની વિનંતીઓને માન આપી તેઓશ્રીએ ૩૨ આગમોના અનુવાદનું કાર્ય આરંભ્ય. આ કાર્ય વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય એ માટે તેઓએ જીવનના અંત સુધી અમદાવાદમાં જ સ્થિરવાસ કર્યો.
આગમોના અનુવાદનું ભગીરથ કાર્ય તેઓશ્રીએ ૧૬ વર્ષના