Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૪૦ ]
[ અણગારનાં અજવાળા જન્મજાત પ્રતિભામાં તીવ્ર સ્મરણશક્તિ, તીક્ષ્ણબુદ્ધિ અને ગ્રાહકતા, એકનિષ્ઠા, સેવામાં તત્પરતા અને આત્યંતિક વિનયશીલતા ભળતાં સરસ્વતીદેવીને પ્રસન્ન થયા સિવાય છૂટકો નહોતો. થોડા સમયમાં પ્રતિક્રમણ, સામાયિક, સૂત્રો, પ્રાર્થના-પદો, ગાથાઓ વગેરે સેંકડોની સંખ્યામાં તેમને કંઠસ્થ થઈ ગયા. દીક્ષા પછી દોઢ માસની અંદર જ મહારાજશ્રીને પોતાના ગુરુ શ્રી મગનલાલજી મહારાજનો પટલાવાદ મુકામે વિયોગ થયો. તપસ્વીશ્રી મોતીલાલજી મહારાજે તેમને ધીરજ બંધાવી અને દરેક રીતે સંભાળી લીધા. આ યુવામુનિના જીવનમાં સેવા, તપ, ત્યાગ, સહનશીલતા વગેરે અનેક ઉત્તમ ગુણોનો સંચાર કરવાનું મુખ્ય કાર્ય શ્રી મોતીલાલજી મહારાજે આ સમય દરમિયાન કર્યું. પહેલા ચાતુર્માસમાં ધાર ખાતે તેઓશ્રીએ કાવ્યશાસ્ત્રનું અધ્યયન કર્યું અને બીજા ચાતુર્માસ વખતે રામપુરામાં શાસ્ત્રજ્ઞ શ્રી કેસરમલજી પાસેથી દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂત્રકૃતાંગ, પ્રશ્નવ્યાકરણ વગેરે આગમસૂત્રોનો ખૂબ ખંતપૂર્વક અભ્યાસ કર્યો. પોતાના વિશિષ્ટ બુદ્ધિબળને લીધે તેઓશ્રી અભ્યાસમાં સૌ મુનિઓમાં આગળ જ રહેતા. ત્યાર પછીનાં ત્રણ ચાતુર્માસ જાવરા, પાંદલા-શિવગંજ અને સૈલાનામાં થયાં. આ સ્થળોમાં અધ્યયનની વૃદ્ધિ સાથે સાથે લોકોમાં નિર્વ્યસનનો સારો પ્રચાર થયો. વિ.સં. ૧૯૫૪ના ચાતુર્માસમાં તેઓશ્રીને યુવાચાર્યશ્રી ચોથમલજી મહારાજ અને તેમના મુનિઓના સમાગમનો લાભ પ્રાપ્ત થયો. બે ચાતુર્માસ પછી જાવરા મુકામે આચાર્યશ્રી ચોથમલજી મહારાજના વિશાળ સંઘના સંત-સતીઓના સમાગમનો લાભ પણ તેમને મળ્યો.
વિ.સં. ૧૯૫૬માં શ્રી ચોથલજી મહારાજે પોતાના શરીર અવસ્થાને વધતી જોઈને વિશાળ સંઘની જવાબદારી ચાર વિશિષ્ટ મુનિઓને સોંપી દીધી, જેમાં માત્ર આઠ વર્ષથી દીક્ષિત, ચોવીસ વર્ષની ઉંમરના શ્રી જવાહરલાલજી પણ એક હતા. ૧૯૫૭નો ચાતુર્માસ ઉજ્જૈન પાસે મહિદપુરમાં થયો.
જવાહરની કિંમત ઝવેરીએ કરી ઃ ૫. શ્રી લાલજી મહારાજને આચાર્યપદની પ્રાપ્તિ થઈ ત્યાર પછી તેઓ ઈન્દોર આવ્યા અને ત્યાંથી મેવાડ