Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૨૮ ]
[ અણગારનાં અજવાળા છ વર્ષમાં વ્યાકરણ, કાવ્ય, અલંકાર, સાહિત્ય, નાટક, સંગીત, છંદ, જ્યોતિષનો અભ્યાસ કર્યો.
તે વખતે લીંબડીની ગાદીએ પૂ. મૂલચંદજી મહારાજના શિષ્ય પંચાસજી સ્વામી આચાર્ય હતા.
લીમડીના ખેતશી શેઠ અજરામરજી સ્વામીને પ્રશ્નો પૂછતા અને શંકાનું સમાધાન મેળવતા. શેઠના પ્રયત્નથી સૂત્ર શાસ્ત્રવેત્તા પૂ. દોલતરામજી મ. સાહેબને લીમડી સંઘે વિનંતી પત્ર લખ્યો અને પ્રાર્થના કરી કે પૂ. અજરામરજી સ્વામીની જ્ઞાન પિપાસા સંતોષવા આપ પધારો પૂ. દોલતરામજી મહારાજે વિનંતી સ્વીકારી અને શાસ્ત્રાભ્યાસ કરાવ્યો.
સં. ૧૮૩૬માં સ્વામીજીએ કચ્છ તરફ વિહાર કર્યો. કચ્છમાં તે વખતે ધર્મદાસજી મ.ના સંપ્રદાયના શિષ્યો વિચરતા.
ધર્મદાસજી મ.ના સં.મા દરેક સ્થળે છ કોટિનું પ્રવર્તન હોવા છતાં અહીં આઠ કોટીની પ્રવર્તનની શરૂઆત કેમ થઈ હશે? તેનું મૂળ તપાસતાં બે અભિપ્રાય ઉપસ્થિત થાય છે. મહાત્મા શ્રી વ્રજપાળજીના અભિપ્રાય પ્રમાણે પરદેશથી પહેલ વહેલા આ દેશમાં સાધુઓ જ્યારે આવ્યા ત્યારે તેમના પહેલા એકલપાત્રીય શ્રાવકે કચ્છમાં આઠ કોટીએ સામાયિક વિ. કરાવતા જેથી નવા આંગતુક સાધુઓએ ગમે તે કારણથી તેનું અનુકરણ કર્યું. શ્રાવકોએ એજ ચલાવ્યું. દરિયાપુરી ધર્મસિંહ મુનિના સંતો આવશ્યક સૂત્રની પ્રત ઉપરથી કચ્છમાં વિચરતા સાધુઓએ આઠ કોટિની પ્રવૃત્તિઓ કરાવી.
ધોળકાના રહીશ તલકશીભાઈ અને કુતીયાણાના રવજીભાઈએ ૧૮૩૭માં ભૂજમાં અને બીજાએ સંવત ૧૮૩૮માં દીક્ષા લીધી. ૧૮૪૧માં ગોંડલમાં ઓસવાલ નાગજીભાઈ શાહ અને તેમના પુત્ર દેવરાજભાઈએ દીક્ષા
લીધી.
આ વખતે લીંબડી સં.મા સાધુઓની સંખ્યા ત્રણસોની હતી પણ જોઈએ તેટલી વ્યવસ્થા સુંદર ન હતી. પૂ. અજરામરજી સ્વામીએ સુવ્યવસ્થાનો પુરૂષાર્થ ચાલુ રાખ્યો.