Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૩૨ ]
[ અણગારનાં અજવાળા બંને ભાઈઓ જયચંદભાઈ તથા માણેકચંદભાઈ બધા વડીલોને દીક્ષા આપવા માટે વિનવે છે પણ કોઈની આજ્ઞા મળતી નથી. શ્રી માણેકચંદભાઈનો દીક્ષા અંગીકાર કરવાનો નિર્ણય દઢ હતો. માણેકચંદભાઈએ સરળ ઉપાય શોધી કાઢ્યો, “મોટાભાઈ! તમારી દીક્ષાનો કાળ હજી પાક્યો હોય એમ લાગતું નથી. મારે તો હવે સંસાર અવસ્થામાં નકામો સમય ગાળવો નથી. બહેન ગુજરી ગયાં. આપણો નાનો ભાઈ માવજી દીક્ષા દીક્ષા કરતો કરાળ કાળનો કોળિયો થઈ ગયો અને આપણે પણ કેટલા દિવસના મહેમાન છીએ તે જ્ઞાની સિવાય કોણ જાણી શકે? તો કપા કરી મને મહારાજશ્રીના ચરણોમાં સોંપી દો અને દીક્ષાની આજ્ઞા આપી કતાર્થ કરો.” ભાઈની આ વિનંતીએ જયચંદભાઈને વિચારતા કરી મૂક્યા. શ્રી માણેકચંદભાઈને દીક્ષાની આજ્ઞા આપવાનો પોતાનો નૈતિક અધિકાર છે તેમ સમજતાં, વિલંબ કર્યા વગર પૂ. શ્રી દેવજીસ્વામીની સેવામાં તેઓ બંને પહોંચી ગયા. પૂ. શ્રી એ સમયે માંગરોળ મુકામે બીરાજતા હતા. તેઓની સમક્ષ વિનંતી કરી કહ્યું. “ગુરૂદેવ આપ એને આપના ચરણનો સેવક બનાવો.” શ્રી દેવજીસ્વામીએ માણેકચંદ્રની વૈરાગ્યવૃત્તિની આકરી કસોટી કરી.
શ્રી માંગરોળ સંઘે પણ દીક્ષાનો નિર્ણય કર્યો અને શુભ મુહૂર્ત સં. ૧૯૨૮ના પોષ સુદ ૮ રવિવારનું કરાવ્યું. દીક્ષાની ભવ્ય તૈયારીઓ આરંભાઈ. અને ખૂબ ઠાઠમાઠથી દીક્ષા મહોત્સવ ઉજવાયો. સાધુના શ્વેત વેશમાં તેર વર્ષના માણેકચંદભાઈ ખૂબ શોભી ઊઠ્યા. જૈન શાસનને એક મહાન સંત મળ્યા. પરમશ્રદ્ધેય, તપસ્વી શ્રી માણેકચંદજી મહારાજ સાહેબ તો બાલ્યવયથી સાંસારિક વિષયોમાંથી નિર્વેદ પામ્યા હતા. તેથી તેઓ ભાગવતી માર્ગ ઉપર ખૂબ મક્કમ પગલે પ્રગતિ કરવા લાગ્યા. વિનોથી ડરવાને બદલે શૈર્ય અને સ્થિરતાનો સહારો લઈ, જીવનના આદર્શ અને સાધનાના ઉન્નત માર્ગમાં અડગ રહ્યા. શારીરિક પ્રતિભામાં જ્ઞાન અને ચારિત્રનું તેજ ભળતાં તેમનું સંયમી જીવન સોળે કળાએ દીપી ઊઠ્યું.
દીપક જેમ સ્વ અને પરનો પ્રકાશક છે તેમ જ્ઞાન પણ સ્વ અને પરનું પ્રકાશક છે. જ્ઞાનનું સાક્ષાત્ ફળ કષાય ઉપશાન્તિ છે, માત્ર અજ્ઞાન નિવૃત્તિ નહીં. જે જ્ઞાનમાં સ્વ અને પરના વિવેકની બુદ્ધિ જાગૃત ન થાય તે જ્ઞાન,