Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અણગારનાં અજવાળા ]
[ ૨૭
અધ્યાત્મ પુરુષ પૂજ્ય શ્રી અજરામર સ્વામી
સૌરાષ્ટ્રના હાલાર પ્રાંતમાં જામનગર ઉર્ફે નવાનગર પાસે પડાણા ગામમાં ઓશવાળ જ્ઞાતિના માણેકચંદ શાહ, તેમનાં ધર્મ-નિષ્ઠ પત્ની કંકુબાઈ સાથે આદર્શ ગૃહસ્થજીવન વિતાવતા હતા.
સં. ૧૮૦૯ના તેમને ઘેર પુત્રરત્નનો જન્મ થયો. અજરામરજી માત્ર પાંચ વર્ષના થયા ત્યારે તેણે પિતાની છત્રછાયા ગુમાવી. માતુશ્રી ધૈર્યથી પુત્રને સંસ્કાર આપતાં. માતા તરફથી સંસાર અસારતાનો પાઠ શીખવા મળતાં અજરામરજીમાં નાનપણથી જ સંસાર ઉદાસીનતા અને વૈરાગ્યનાં બીજ રોપાયાં. માતા અને પુત્ર બન્ને ગોંડલ ગયાં. જ્યાં હીરાજી સ્વામી તથા કાનજીસ્વામી થાણા બે ચાતુર્માસ બીરાજતા હતા.
માતાએ પુત્રના સંયમના ભાવ અને વૈરાગ્ય પ્રતિ જીવનનાં વલણની વાત કરી. પોતાને પણ એવો જ ભાવ છે તેની વાત જણાવી. ગુરુજીએ માતા પુત્રને રાહ જોવા કહ્યું. સગા-વહાલાની સંમતિ અને સંઘના અનુમોદના પત્ર મેળવવાની વાત કરી.
પૂજ્ય હીરાજી સ્વામી ફરી ગોંડલ પધાર્યા ત્યારે ૧૮૧૯ના મહા સુદ૫ના રોજ હીરાજી સ્વામીએ દીક્ષા આપી. પૂ. અજરામરજી સ્વામીને કાનજી સ્વામીના શિષ્ય અને કંકુબાઈ મહાસતીજીને જેઠીબાઈ આર્યાજીનાં શિષ્યા જાહેર કર્યાં.
દીક્ષા પછી સ્વામીજીએ આગમનું અધ્યયન કરવાનું નક્કી કર્યું. સં. ૧૮૨૬ ની સાલમાં લીંમડીથી પૂજ્ય હીસ્જી સ્વામી, પૂ. કાનજી સ્વામી અને શ્રી અજરામરજીએ સૂરત તરફ પ્રયાણ કર્યું. ભરૂચ પહોંચ્યા ત્યા રસ્તામાં સૂરત નિવાસી ખરતરગચ્છના પંડિત શ્રી ગુલાબચંદજી મિયાનામાં બેસી ભરૂચ થી પાછા ફરતા સૂરત જતા હતા તેણે માર્ગમાં ચાલનાર ના શુભ લક્ષ્મણથી અંકિત પગલાં જોયાં. રસ્તે મળતા મુનિઓને વંદન કરી પરિચય થતા સૂરત દર્શન કરવા આવશે તેવી પંડિતજીએ વાત કરી અને સૂરતમાં તેમણે પૂજ્યશ્રીને અભ્યાસ પણ કરાવેલ.