Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૨૪ ]
[ અણગારનાં અજવાળા
એક વખત હીરાબાઈએ સ્વપ્નમાં લીલોછમ પર્વત જોયો ને પર્વતમાળામાં શુભ પગલાં ભરતો હાથીને હંફાવનાર મહાકાય વનકેસરીને આનંદપૂર્વક ડોલતો ડોલતો પોતાના તરફ આવતો જોયો. હીરાબાઈએ ગર્ભાવસ્થાનું યથાર્થ પાલન કર્યું. યથા સમયે પુત્રનો જન્મ થયો. ખૂબ આનંદ ઉત્સવ ઉજવાયો. તેમનો જન્મ વિ.સ. ૧૭૯૨ માં થયો. કમળસિંહભાઈને ચાર પુત્રીઓ અને બે પુત્રો થયા. મોટાં વેલબાઈ પછી ડુંગરસિંહજીભાઈ, સ્વપ્નામાં ડુંગર પર સિંહ જોયો તેથી ડુંગરસિંહજી નામ પાડ્યું. ડુંગરસિંહજીભાઈમાં નાનપણથી જ સહૃદયતા, કોમળતા સર્વ જીવો પ્રત્યે પ્રેમભાવ સમભાવ વગેરે ગુણો બધાને આકર્ષિત કરતા હતા. તેમનાં સર્તન તથા સદ્ગુણોની છાપ પડ્યા વગર રહેતી નહિ.
સમય જતાં વેલબાઈને ખાનદાન કુટુંબના રતનશી શેઠ સાથે દીવ બંદરે પરણાવ્યાં. તેમને હીરાચંદ નામે પુત્ર ને માનકુંવરબાઈ નામે પુત્રી એમ બે સંતાન થયાં. આ સુખી કુંટુંબ પર અચાનક વજ્રપાત થયો ને રતનશી શેઠ ભરયૌવનમાં અવસાન પામ્યા. વૈધવ્યના દુઃખનું તો પૂછવું જ શું? આ કરૂણ બનાવથી ડુંગરસિંહજીભાઈને સંસારની અનિત્યતા સમજાણી ને તેના હૃદયમાં વૈરાગ્યનાં બીજ રોપાયાં. વેલબાઈની સંભાળ રાખવા શ્રી કમળશી શેઠ સપરિવાર દીવબંદરે રહેવા ગયા. દિવસો પસાર થતા રહ્યા. એક દિવસે દીવનગરીમાં પૂ. મુનિરત્ન શ્રી રત્નસિંહજી મહારાજ સાહેબની પધરામણી થઈ. આત્માની દિવ્યતા ધર્મદેશનાના ગળે ઊતરી જાય તેવી પૂ. મુનિની વાણીથી શ્રાવક-શ્રાવિકાઓ પ્રભાવિત થયાં.
ડુંગરસિંહજી ભાઈએ પણ ધર્મદેશના સાંભળી. યુવાન ડુંગરસિંહજી ભાઈનું હૃદય વૈરાગ્યથી રંગાયેલું હતું. તેમાં વધુ દૃઢતા આવી. માતા પિતા પાસે દીક્ષા માટે રજા માગી. ખૂબ પરીક્ષા કરી. તેમનાં બેન વેલબાઈ અને તેનાં બંને સંતાનોને માતા હીરબાઈ એમ પાંચે વ્યક્તિઓએ વિ.સ. ૧૮૧૫ કારતક વદ ૧૦ (દસમ) ના દિવસે દીવનગરીમાં દીક્ષા અંગીકાર કરી.
પૂ. ડુંગરસિંહજી મહારાજ તથા માનકુંવરબાઈ મહાસતીજીનાં તીક્ષ્ણ બુદ્ધિ હોવાથી ખૂબ અભ્યાસ કર્યો. આહાર અને નિંદ્રા સાધક દશામાં