Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
[ અણગારનાં અજવાળા વઈ કે ભગવાન મહાવીરે જે અહિંસા ધર્મની પ્રરૂપણા કરી છે તેનાથી આપણે વિપરિત દિશા તરફ જઈ રહ્યા છીએ. સૂક્ષ્મ ચિંતનના પરિણામે તેમણે તેમનું આખુંય જીવન ધર્મક્રાંતિના મંથન અને વિકાસમાં ખરચ્યું.
શ્રમણોમાં શિથિલતા, ચૈત્યવાદનો વિકાર અને અધિકારવાદની શંખલા લોકાશાહના ક્રાંતિબીજ હતાં. સત્યની ભૂમિમાં ધરબાયેલા આ બીજને નિષ્ઠા અને પુરુષાર્થનું જળ મળતાં તે વિશાળ વૃક્ષ બની ગયું. સમકિતના આ પવિત્ર વૃક્ષની છાયામાં જિનકથિત મૂળ માર્ગની પુનઃ પ્રતિષ્ઠા થઈ. • મુનિશ્રી સંતબાલજી લોકાશાહને ધર્મપ્રાણ કે કાંતિનો યુગસૃષ્ટા કહે છે. તેમના મતે લોંકાશાહને કોઈ નવો પંથ સ્થાપવો ન હતો. તેને કારણે જ તેની પ્રતિભા એક નિર્ભય સમાજ સુધારક તરીકે ઊપસી. સાધુ સંસ્થાનું શૈથિલ્ય દૂર કરી, સંઘની છિન્ન-ભિન્નતા દૂર કરી, તેમાં એકવાક્યતા લાવવાની પ્રવૃત્તિ આચરે તે જ ભગવાન મહાવીરનો સાઓ અનુયાયી અને આ જ વાત તે સર્વને ગળે ઉતારવા માગતા હતા.
તેમની સુધારણામાં શ્રમણોની શિથિલતા, ચૈત્યવાદના વિકાર કે અધિકાર શૃંખલા સામે વિરોધનું પ્રબળ આંદોલન જરૂર હતું. પરંતુ સામેની વ્યક્તિઓ પ્રત્યે તેમનો નકારાત્મક અભિગમ લગીરે ન હોતો.
શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન કોન્ફરન્સના સાતમા અધિવેશનમાં ગુજરાતના મહાકવિ નાનાલાલે અપ્રતિમ ગર્જના સાથે લોંકાશાહના કાર્યની સમીક્ષા કરતાં અનુમોદક વિધાનો કર્યા છે.
મોક્ષમાર્ગનો મૂળ પાયો સમકિત છે. ત્યાંથી શરૂ કરી જીવદયાથી મોક્ષ એમ લોંકાશાહના અઠ્ઠાવન બોલનો અભ્યાસ કરતા ધર્મના શુદ્ધિકરણ માટેની પ્રક્રિયામાં તેમનું સૂક્ષ્મ ચિંતન કેટલું સમયોચિત અને ઊંડાણપૂર્વકનું હતું તેનાં દર્શન થાય છે.
એક દિવસ શિરોહી, અહંતવાડા, પાટણ અને સૂરતથી ચાર સંઘો આવ્યા. તે તે સંઘોના ચાર સંઘવીઓ સાથેની પ્રશ્નોત્તરી તથા એ સમયના અણહિલપૂર પાટણના લખમશીભાઈ નામના પ્રતિષ્ઠિત શ્રાવક સાથે જે વાર્તાલાપ થયો તેમાં લોંકાશાહે સ્પષ્ટ જણાવ્યું કે અહિંસા માત્ર સ્થળ આચાર