Book Title: Anagarna Ajwala
Author(s): Gunvant Barvalia, Pravina R Gandhi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અણગારનાં અજવાળા ]
[ ૧૫ આરાધનાની પ્રધાનતા ઓછી દેખાણી, આરંભ-સમારંભ અને આડંબરમાં તેને ચૈત્યવાદનો વિકાર લાગ્યો.
જૈનોના આગમનો કબજો સાધુ પાસે હતો. તે કહેતા, “શ્રાવકોથી શાસ્ત્ર વંચાય નહિ.” અને તેમાં એટલી બધી ધાક બેસાડેલી કે જે વાંચે સૂત્ર તેના મરે પુત્ર. આવી બીકથી લોકો સૂત્રો વાંચતા ડરતા હતા, અને લોકોને એમ ઠસાવતા કે સૂત્રો વાંચવાનો અધિકાર ફક્ત સાધુઓનો છે અને આવી કેટલીક વાતો અધિકારવાદની શંખલા જેવી લાગી ઉપરાંત શ્રમણવર્ગની શિથિલતા જોઈ.
સુંદર અક્ષરને કારણે લોકાશાહને જ્ઞાનજી નામના યતિશ્રીએ આગમોના પુનર્લેખનનું કાર્ય સોંપ્યું. આગમોનું પુનર્લેખન કરતાં, તેનું ચિંતનમનન કરતાં લોંકાશાહને લાગ્યું કે ધર્મમાં વિકૃતિ પેસી છે. તેથી તેણે ક્રાંતિની મશાલ જગાવી અને માર્ગ ભૂલેલા લોકોને સત્યધર્મની સમજણ આપવા પ્રચંડ પુરુષાર્થ આદર્યો.
લોકાશાહની પ્રેરણાથી ૪૫ વ્યક્તિઓએ દીક્ષા લઈ ધર્મપ્રચારનું કાર્ય શરૂ કરી દીધેલું. પછી પાટણમાં ૧૫ર દીક્ષા થઈ અને શિરોહી અહંતવાડા વિ. અનેક નગરોમાં દીક્ષા થઈ. માગશર સુદ ૫ સંવત ૧૫૩૬માં સોહનમુનિ પાસે લોંકાશાહ પણ દીક્ષિત થયા. સતત દસ વર્ષ સુધી ગામેગામ ફરી ધર્મપ્રભાવના કરી દિલ્હી ચોમાસુ પૂર્ણ કરી અલવરમાં અટ્ટમના પારણામાં કોઈ વિરોધી પરિબળે ખોરાકમાં વિષ વહોરાવતાં સમાધિભાવે સંવત ૧૫૪૬ના ચૈત્ર સુદી ૧૧ના દિને મૃત્યુંજય બન્યા.
લોકાશાહની વિદાય પછી મુનિ ભાણજી, મુનિ નન્નાજી, મુનિ જગમલજી અને રૂપઋષિજીએ ધર્મનું કાર્ય આગળ ધપાવ્યું. જે લોકાગચ્છ' કે “દયાગચ્છ' રૂપે ઓળખાવા લાગ્યા.
ત્યારપછી અઢી સૈકા બાદ શ્રી લવજીઋષિ, શ્રી ધર્મસિંહજી મુનિ અને શ્રી ધર્મદાસજીએ ધર્મમાં પુનઃ પેઠેલી શિથિલતાને ખંખેરી પુરુષાર્થ કર્યો તેથી તે ‘ક્રિયોદ્ધારક તરીકે ઓળખાયા.
લોકાશાહને આગમો લખવાની તક મળી ત્યારે તે લખતાં લખતાં તેણે આગમોમાં રહેલા જૈન તત્ત્વનું ચિંતન પરિશીલન કર્યું. પરિણામે તેને પ્રતીતિ