________________
૨૮
આશા રાખીએ કે એવા પુણ્યવંત આત્માઓ આ ગ્રન્થનું તત્ત્વદષ્ટિથી અધ્યયન કરી ઉચ્ચરેલાં પાંચ મહાઘતેનું યથાશક્ય નિરતિચાર પાલન કરે. પંચ મહાવ્રતનું પાલન એટલે અપેક્ષાએ સ્વાશ્રયી જીવન, સમજી શકાય તેવી સાદી વાત છે કે-આપણા સુખની ઈચ્છાએ આપણે બીજાને ભારભૂત બનીએ તે અન્યાય છે. માટે જ સ્વાશ્રયી જીવન એ ન્યાય છે. ન્યાય એજ ધર્મ છે અથવા ધર્મના પ્રાણુ છે. ધર્મ ન્યાયથી (ન્યાયસંપન્ન વૈભવથી) શરૂ થાય છે અને સંપૂર્ણ ન્યાયમાં એટલે સિદ્ધાવસ્થામાં પૂર્ણ થાય છે. જ્યાં કેઈ જડતત્ત્વને આશ્રય લેવાનું રહેતું નથી. તાત્પર્ય એ થયું કે ધીમે ધીમે પણ મક્કમતાથી જરૂરીઆતે ઘટાડતાં જરૂરીઆતેમાંથી સંપૂર્ણ મુક્ત થવું તે જ મુક્તિ છે, તે જ સંપૂર્ણ સ્વાશ્રય છે, તે જ સંપૂર્ણ ન્યાય છે. શરીર, સંપત્તિ, સંબંધીઓ કે એવા કોઈપણ બાહ્ય સંગોને આનંદ અનુભવ તે અન્યાય છે તેમ કીર્તિના કોટડાં ઉભાં કરી તેને આનંદ અનુભવ તે પણ અન્યાય છે. આ કારણે જ જ્ઞાનીએ, ચોગીઓ, મહાત્માઓ કીર્તિથી સદા દૂર રહે છે. કર્મના આવરણના પડદા ચીરીને તેની નીચે ઢંકાએલા આત્માની નિર્મળતાને આનંદ અનુભવ એ જ સાચું સુખઆત્માનંદ છે.
આ ગ્રન્થની પંક્તિ પંક્તિ આત્માને પરાશ્રયમાંથી મુક્ત થવાનું સ્વાશ્રયી બનવાનું શીખવે છે. જરૂરીયાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org