Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“જેન સિદ્ધાંતના” તંત્રીશ્રીને અભિપ્રાય
સ્થાનકવાસીઓમાં પ્રમાણભૂત સૂત્રે બહાર પાડનારી આ એકની એક સંસ્થા છે અને એના આ છેલા રિપોર્ટ ઉપરથી જણાય છે કે તેણે ઘણી સારી પ્રગતિ કરી છે તે જોઈ આનદ થાય છે.
મૂળ પાઠ, ટીકા, હિંદી તથા ગુજરાતી અનુવાદ સહિત સુત્ર બહાર પાડવા એ કાંઈ સહેલુ કામ નથી. એ એક મહાભારત કામ છે અને તે કામ આ શાસોદ્ધાર સમિતિ ઘણું સફળતાથી પાર પાડી રહી છે તે સ્થાનકવાસી સમાજ માટે ઘણું ગૌરવનો વિષય છે અને સમિતિ ધન્યવાદને પાત્ર છે
સમિતિ તરફથી નવસૂત્ર બહાર પડી ચૂક્યાં છે, હાલમાં ત્રણ સૂત્ર છપાય છે. નવ સૂત્રે લખાઈ ગયા છે અને જે બુદ્વીપ પ્રજ્ઞપ્તિ તથા નંદીસૂત્ર તૈયાર થઈ રહ્યાં છે.
હાલમાં મંત્રી શ્રી સાકરચંદ ભાઈચંદ સમિતિના કામમાં જ તેમને આખો વખત ગાળે છે અને સમિતિના કામકાજને ઘણે વેગ આપી રહ્યા છે. તેમની ખત માટે ધન્યવાદ.
અને આ મહાભારત કામના મુખ્ય કાર્યકર્તા તે છે વયેવૃદ્ધ પડિત મુનિશ્રી ઘાસીલાલજી મહારાજ, મૂળ પાઠનું સંશોધન તથા સંસ્કૃત ટીકા તેઓશ્રી જ તૈયાર કરે છે મુનિશ્રીને આ ઉપકાર આખાય સ્થા જૈન સમાજ ઉપર ઘણે મહાન છે. એ ઉપકારને બદલે તે વાળી શકાય તેમજ નથી
પરત આ સમિતિના મેમ્બર બની, તેને બહાર પડેલા સૂત્રે ઘરમાં વસાવી તેનું અધ્યયન કરવામાં આવે તે જ મહારાજશ્રીનું થોડું ઘણું અદા કર્યું ગણાય.
ભગવાને કહ્યું છે કે રામ ના તમો રચાં પહેલું જ્ઞાન પછી દયા, દયા ધર્મને યથાર્થ સમજે હોય તે ભગવાનની વાણીરૂપ આપણું સૂત્ર વાંચવાં જ જોઈએ તેનું અધ્યયન કરવું જોઈએ અને તેને ભાવાર્થ યથાર્થ સમજવો જોઈએ.
એટલા માટે આ શાસ્ત્રોદ્ધારસમિતિના સર્વ સુત્રો દરેક સ્થા જેને પિતાના ઘરમાં વસાવવા જ જોઈએ સર્વ ધર્મજ્ઞાન આપણું સુત્રોમાં જ સમાયેલું છે અને સૂત્ર સહેલાઈથી વાંચીને સમજી શકાય છે, માટે દરેક સ્થા જેન આ સુ વાચે એ ખાસ જરૂરનું છે.
જેન સિદ્ધાંત ડીસેમ્બર- પદ