________________
1717
-
- ૧ : ધર્મનો પાયો, સાચી માન્યતા - 117 –
૯
લોકોમાં જિવાતું હોત તો તેઓ હરગિજ નીતિને પણ ન પાળત. લોભિયો વેપારી પણ, ગ્રાહકને ચાનો પ્યાલો શું કામ પાય છે ? વેપારી કોઈની ગાળ સાંભળે ? ના, છતાં ગ્રાહકની ગાળ હસતે મોઢે સાંભળે છે, તેનું કારણ શું ? કહેવું જ પડશે કે લક્ષ્મીની લાલસા. એ જ રીતે લોભિયો જ્યારે ઉદાર થઈ જાય ત્યારે પણ માની લેવું કે કાંઈક સ્વાર્થ છે. વાણિયો પડે નહિ અને પડે ત્યારે ધૂળમાં કાંઈક પડેલું હોવું જોઈએ એમ દુનિયામાં મનાય છે. તેવી જ રીતે દુનિયાદારીના જ લોભિયા, વિષયકષાયના જ અર્થી અને દુનિયાની સાહ્યબીમાં જ આનંદ માનનારા ધર્મ કરે ત્યારે સમજી લેવાનું કે કંઈક પ્રપંચ છે. તેઓ તો પ્રભુભક્તિ કરતાં પણ એમ જ કહે કે “અમે જ્યારે ભૂખ્યા મરીએ ત્યારે ભગવાન, ભગવાન શાના ! આપની સેવા ન કરે એઓને ઘેર મોટરો દોડે અને અમારે ઘેર તેમ કેમ નહિ!” પણ એ બિચારાઓ જાણતા નથી કે “શ્રી વીતરાગની પૂજા મોટરો છોડવા માટે છે પણ મેળવવા માટે નથી ! દેવ, ગુરુ, ધર્મનું કામ દુનિયાની મમતા વધારવા માટે નથી પણ ઘટાડવા માટે છે !” આવું અજ્ઞાન તમારામાં પણ ન રહી જાય એ માટે તમે સમજો કે “દેવ, ગુરુ અને ધર્મ એટલે શું અને તેની ઉપાસના શા માટે ?” વિચારમાં તો એકતા જ જોઈએ ?
સાધુ અને ગૃહસ્થના કપડામાં અને આચરણમાં ભલે ફરક હોય, પણ વિચાર તો એ ઉભયના એક જ હોવા જોઈએ ? કારણ કે સાધુ, જેમ ધર્મ સિદ્ધિપદની પ્રાપ્તિ માટે કરે છે ? તેમ ગૃહસ્થ પણ, ધર્મ ઘરબારની સિદ્ધિ માટે નહિ પણ સિદ્ધિપદની પ્રાપ્તિ માટે જ કરવાનો છે, કારણ કે જવું તો, સાધુઓને પણ મુક્તિમાં છે અને ગૃહસ્થોને પણ મુક્તિમાં છે ? એ કારણે, ઉભયના વિચારોમાં એકતા જ જોઈએ? સાધુ જેમ શરીરને પર માને તેમ તમારે પણ તેને પર જ માનવું જોઈએ : અર્થાત્ જે રીતે જે વસ્તુને સાધુએ હેય માનવાની છે તે જ રીતે તમારે પણ હેય જ માનવાની છે. ફરક એટલો જ કે જેનામાં બહુ શક્તિ હોય તે બહુ છોડે અને થોડી શક્તિવાળો થોડું છોડે. “જુઠું નહિ બોલવું કારણ કે અસત્ય એ પાપ છે.” આ સંબંધમાં બંન્નેના વિચાર તો એક જ છે પણ તમે એવા સંયોગોમાં બેઠેલા છો કે અસત્યને પૂરેપૂરું છોડી શકતા નથી. જ્યારે સાધુઓ સર્વથા અસત્યનો ત્યાગ કરી શકે છે. એ જ રીતે, સાધુઓને પરિપૂર્ણ બ્રહ્મચર્ય પાળવાનું છે અને તમારે નથી જ પાળવા યોગ્ય એમ નથી કારણ કે સ્ત્રીસંસર્ગમાં તમને પણ પાપ નથી લાગતું એમ નથી : આથી સ્પષ્ટ છે કે દરેક વસ્તુમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org