________________
triડ
– ૧ ધર્મનો પાયો, સાચી માન્યતા - 117 –
–
૭
નીતિ, સત્ય અને દયા બે રીતે પળાય છે. એક રીતે પછાતી નીતિ, સત્ય અને દયા ધર્મરૂપ છે જ્યારે બીજી રીતે પછાતી તે ધર્મરૂપ નથી પણ ઊલટું અધર્મને પોષનાર છે. “અનીતિ આત્માને મલિન કરનાર છે અને આત્માને નિર્મળ રાખવા માટે નીતિ પાળવી એ મનુષ્ય તરીકેનો ધર્મ છે.” એમ માનીને જે નીતિ પાળે છે તેની નીતિ ધર્મકોટિમાં છે : પરંતુ “અનીતિથી બજારમાં પ્રતિષ્ઠા ઊઠી જાય છે, ગ્રાહકસંખ્યા ઘટે છે, તેથી આવક સારા પ્રમાણમાં થતી નથી અને નીતિ, એ ભોળા જીવોને તાબામાં લેવાનું સારામાં સારું સાધન છે.” એ બુદ્ધિએ જેઓ, નીતિ પાળે છે તેઓની નીતિ વિપરીત પરિણામરૂપ હોઈને અધર્મરૂપ છે. જે પારધી, જાળ પાથરી અંદર શેર-બશેર અનાજ નાખે છે : ત્યાં આવેલાં પક્ષીઓને શાંતિથી બેસવા દે છે : બીજા માણસોને ત્યાં આવવા દેતો નથી, બોલવા પણ દેતો નથી અને શાંતિપૂર્વક ખાવા દે છે અને બધાં આવી ગયાં પછી જાળને સમેટી લે છે તે દયાળુ અને ઉદાર ખરો કે નહિ ?
સભા: નહિ.
જો નહિ, તો સમજો કે સારી માન્યતા વિનાની દેખાતી સારી એવી પણ કરણી સાચી અને સારી નહિ, આથી સ્પષ્ટ છે કે સારી અને સાચી કરણીનું મૂળ શુદ્ધ માન્યતા છે. નીતિનો આદર ધર્મ ક્યારે બને ? સભા: નીતિપૂર્વક વેપાર ચલાવે તે ધર્મ ખરો કે નહિ?
વેપારમાં અનીતિનો ત્યાગ કરવો અને નીતિનો આદર કરવો એ તો ધર્મ છે જ : પણ અહીં તો, કમાણીના હેતુથી જ થતા અનીતિના ત્યાગનો અને નીતિના આદરનો સામનો કરવામાં આવે છે, કારણ કે પૈસા માટે જ અનીતિનો ત્યાગ અને નીતિનો આદર એ કાંઈ ધર્મ નથી. આ તો, પૈસા માટે વેપાર વધારવો અને એમ લાગે કે “અનીતિના ત્યાગથી અને નીતિના આદરથી વેપાર વધશે.” : એટલે અનીતિના ત્યાગ અને નીતિના આદર માટે સજ્જ થવું, એ કાંઈ વસ્તુતઃ ધર્મ નથી : કારણ કે એના મૂળમાં લક્ષ્મીનો મોહ છે : એ મોહના પ્રતાપે પૈસા આવ્યા પછી હિંસા વધવાની કે ઘટવાની ? ઝૂંપડીવાળાને પૈસો આવે તો તેને હવેલી બાંધવાનું મન થવાનું કે બીજું કાંઈ ? પૈસા આવવાથી જ હિંસા ઘટતી હોત, મમતા છૂટતી હોત, મોહ ઓછો થતો હોત, પાપથી પાછા હઠાતું હોત, તો તો પૈસાની પ્રાપ્તિને અને પૈસાપ્રાપ્તિના પાપને ધર્મ માની લેત;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org