________________
1ts ----- ૧ : ધર્મનો પાયો, સાચી માન્યતા - 117 - ૫ તેઓએ, કમળની માફક શ્રી જિનરૂપ સૂર્યનાં વાણીરૂપ કિરણોથી વિકસિત થવાની અને વિકસિત થયા પછી સાધુપુરુષો દ્વારા યોગ્ય સ્થાને સ્થાપિત થવાની પણ યોગ્યતા કેળવવી જોઈએ. આવી યોગ્યતા હોય તો, ઉત્તમ ઉપમા માટે અવશ્ય યોગ્ય બનો : માટે સારી ઉપમાઓ પણ છે, પણ વાત એટલી કે એ ઉપમા મેળવવાની લાયકાત અવશ્ય મેળવવી જોઈએ ? કારણ કે ઉપમાનો આધાર લાયકાત ઉપર છે. અસંભવિત ઉદય :
યોગ્યતા નહિ છતાં, કમળ જેવા કહેવડાવવાની કામના રાખવી : એ તો વધુ અયોગ્યતા છે. કાદવ અને જળથી અલગ થયા પછી પણ ત્યાં ને ત્યાં રહેલા કમળને બગડી જવાનો જેટલો સંભવ છે તેટલો જ સંસારમાં રહેલા અને સંસારમાંથી નહિ નીકળવા ઇચ્છનારા આત્માઓને, પાયમાલ થવાનો સંભવ છે. સંસારમાં રહેલા પણ જે, સારા થયા છે : તેઓ “સંસારમાં રહેવું એ સારું છે” એમ પણ માનતા નહોતા : માટે સારા થયા છે. સંસારમાં રહેવાની ભાવનાવાળા કોઈ સારા થયા જ નથી. સંસારમાં રહેલા પણ, જે કોઈ સારા થયા છે તે જ કે “જેમને સંસારમાં રહેવું ગમતું નહોતું, રહેવાને સારું માનતા નહોતા છતાં રહેવું પડ્યું હતું.'
તમને બીમારી ભોગવવી પસંદ નથી છતાં ભોગવો છો ને ? ઇચ્છા નહિ છતાં ભોગવવું પડે છે એ વાત ખરી ને ? કારણ કે ઇલાજ નથી : તેમ કોઈ કોઈ આત્માને, એવો તીવ્ર કર્મોદય હોય છે કે ઇચ્છા ન હોવા છતાં પણ ભોગવ્યા સિવાય તેનો છૂટકો થતો નથી. શ્રી નંદિષણ જેવા, જે પડ્યા છે તે ઇચ્છાથી નહિ પણ તીવ્ર અશુભોદયના યોગે : આથી સ્પષ્ટ છે કે જેઓ, “સંસારમાં રહીને પણ ઘણા તરી ગયા છે, સંસારમાં રહેવાની બુદ્ધિએ સંસારમાં રહેવું જોઈએ, અરે એટલું જ નહિ પણ સંસારમાં તો સારું માનીને રહેવું જોઈએ.” આ પ્રમાણે કહે છે : તેવાઓનો ઉદય, અત્યાર સુધી થયો નથી. થવાનો નથી અને થશે પણ નહિ : અર્થાત્ એવાઓનો, તેઓની એ ભાવના ફર્યા વિના ઉદય અસંભવિત છે. મિથ્યાદષ્ટિ અને સમ્યગ્દષ્ટિ :
કોઈ પાપ કરે એટલા જ ઉપરથી મિથ્યાદૃષ્ટિ થાય નહિ પણ પાપ સારું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org