________________
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર
આત્મિક શુદ્ધિનો વિકાસપથ દર્શાવતા આ ગ્રંથના પ્રથમ અધિકારમાં શાસ્ત્રયોગશુદ્ધિ દર્શાવી. અનાદિકાળથી સ્વચ્છન્દ પ્રવૃત્તિ કરવાની વૃત્તિનો ત્યાગ કરી, “મારે દરેક પ્રવૃત્તિ શાસ્ત્ર પ્રમાણે જ કરવી છે. પ્રભુની આજ્ઞા પ્રમાણે જ કરવી છે” આવા પ્રકારના શ્રદ્ધાગર્ભિત નિર્ણયથી થતી આત્મિક શુદ્ધિ તે “શાસ્ત્રયોગશુદ્ધિ” છે. આવી વૃત્તિથી શાસ્ત્રાનુસારે ઉચિત પ્રવૃત્તિઓ કરતાં એટલે કે ચારિત્રયોગની આરાધના કરતાં સાધક કાંઈક સૂક્ષ્મ તત્ત્વનો અનુભવ કરે છે. ઉપશમ ભાવના સુખને માણે છે. સુખકર આત્મિક ભાવોનો આ આંશિક અનુભવ તે જ અનુભવજ્ઞાન છે. શ્રુતજ્ઞાન તેમાં દિશાસૂચક ચોક્કસ છે, પણ મુખ્યતયા આ જ્ઞાનયોગની પ્રાપ્તિમાં ચારિત્ર મોહનીયના ક્ષયોપશમથી પ્રગટેલી આત્મીક અનુભૂતિ પૂર્વકનો મતિજ્ઞાનનો ક્ષયોપશમ કામ કરે છે.
જ્ઞાનયોગની શરૂઆત ક્યાંથી ? આનો જવાબ નય સાપેક્ષ રીતે જ આપી શકાય. કેમ કે, વિધવિધ નયની અપેક્ષાએ જ્ઞાનયોગનો પ્રારંભ અલગ અલગ ગુણસ્થાનકથી થતો હોય છે. વ્યવહારનયની અપેક્ષાએ વિચારીએ તો, જ્યારે અતીન્દ્રિય આત્માના સામાન્યબોધપૂર્વક તેના સ્વરૂપની વિશેષ જિજ્ઞાસા થાય ત્યારે જ્ઞાનયોગનો પ્રારંભ થાય. આ જિજ્ઞાસા અપુનબંધક કક્ષામાં આવેલા જીવને પહેલી યોગદૃષ્ટિ પ્રાપ્ત થતાં ઉત્પન્ન થાય છે. સંજ્ઞાઓના શમન અને કષાયોના વમનથી ચિત્તમાં જે નિર્વિકાર આલાદ પ્રાપ્ત થાય છે અને જે ઉપશમ ભાવનો આનંદ અનુભવાય, તેને વ્યવહારનયથી જ્ઞાનયોગની શરૂઆત કહેવાય છે. જ્યારે નિશ્ચયનયથી તો મુનિભાવ પ્રગટ થયા પછી જ રત્નત્રયી આંશિક લોલીભૂત પરિણામરૂપ જ્ઞાનયોગ આવે છે. આ રીતે જુદી જુદી ભૂમિકામાં પ્રારંભાયેલ જ્ઞાનયોગની પરાકાષ્ઠા પ્રાભિજ્ઞાનમાં છે, તો વળી સ્વયં કેવળજ્ઞાન પણ નિર્ટન્દ્ર અનુભવ જ છે.
આમ, અનુભવજ્ઞાન તરતમતાના ભેદથી અનેક પ્રકારનું હોય છે. તેથી જ આ અધિકારમાં જુદા જુદા કથનો દ્વારા જુદી જુદી ભૂમિકાનો અનુભવીનું વર્ણન કરેલ છે. તે વર્ણન ઉત્તરોત્તર વૃદ્ધિ આદિના ક્રમવાળું નથી, તો પણ સર્વ અવસ્થાને સાંકળી લે તેવું તો ચોક્કસ છે.
શ્લોકાન્તર્ગત વિષયાનુક્રમઃ શબ્દોની મર્યાદામાં રહીને શબ્દાતીત એવા “અનુભવ”નો બોધ કરાવવા માટે ગ્રંથકારશ્રીએ પ્રથમ બે શ્લોકમાં જ્ઞાનયોગની ઉપયોગિતા અને તેના વિશેષ સ્વરૂપનું વર્ણન કર્યુ છે. અહીં પ્રાતિજજ્ઞાનને જ અનુભવજ્ઞાનરૂપે ગ્રહણ કરેલ છે. તે શ્રેષ્ઠ જ્ઞાનયોગ છે અને તેના દ્વારા કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
ત્યારપછી કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટે શ્રુતજ્ઞાન કરતાં અનુભવજ્ઞાન વધુ જરૂરી છે, એવું ત્રીજાથી પાંચમા શ્લોકમાં જણાવ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org