________________
શ્રી ગોપવતા ના દોષ કદીયે, છેદાદિકના ભયથી. ધન તે..
યશકીર્તિની લાલચથી કે ગુર્નાદિકના ભયથી ગોપવતા ના
' =
=
49 F
E
F
=
બીજા દિવસથી જ મારી અગ્નિપરીક્ષા શરૂ થઈ ગઈ, સાત વાગ્યાનો સૂર્યોદય ન હતો અને હું તો પોણાસાતે ઘડાઓ તૈયાર કરવા લાગ્યો. વડીલે કહ્યું કે, “સૂર્યોદય બાદ આ જ ઘડા પડિલેહણ કરાય..” અને પંદર મિનિટ માટે નકામી (!) પસાર કરવી પડી, | તે સાત વાગ્યા બાદ ઘડાઓ તૈયાર કરી પાણી લેવા ગયો, ત્યાં પાંચ મિનિટની વાર હતી. | . એટલે ત્યાં રાહ જોવી પડી. ઘડાઓ લાવીને મેં તો મૂકી દીધા અને મારી જગ્યાએ બેસી “ ગયો. તરત વડીલ મારી પાસે આવ્યા. “આવું ધગધગતું પાણી કોણ પીએ ? આ બધું પાણી પરાતમાં ઠારવાનું, ઠરી જાય પછી ગાળવાનું, ગુરુને પહોંચાડવાનું...'
હું અકળાઈ ગયો, મોઢું મચકોડીને ઉભો થયો, ધડાધડ પરાતો ગોઠવવા માંડ્યો, શા ત્યાં વળી બીજા સાધુ આવ્યા, “મહાત્મન્ ! આ પરાતોને પુંજણીથી પૂંજી લેવી પડે. નહિ
તો એમાં જો નાના-મોટા જીવો હોય તો ગરમ પાણીથી મરી જાય. અને નીચેની જમીન પણ બરાબર પૂંજી લેવાની. ઉતાવળ કરો એ ન ચાલે.'
મનમાં તો મને ગુસ્સો આવ્યો, સામે બોલવાનું મન થઈ ગયું. પણ હું નાનો- ક 8 નવો હતો. સામેની વ્યક્તિ સાચી વાત કરતી હતી, એટલે મહામહેનતે મેં ગુસ્સો 8 દબાવી રાખ્યો. આર્તધ્યાન સાથે પરાતો પૂંજીને એમાં પાણી ઠાર્યું.
અડધો કલાક બાદ ત્રીજા મહાત્મા મારી પાસે આવ્યા, “મહાત્મન પાણી 8 ગાળવાનું છે...' હું કંઈ ન બોલ્યો, ભારે અજંપા સાથે મેં પાણી ગાળ્યું...આમ ૨ ૩ ગચ્છભક્તિનું સૌ પ્રથમ કામ આર્તધ્યાન-અસદ્ભાવ-અરુચિ-અણગમા સાથે મેં પૂર્ણ ૩ રૂ કર્યું.
મને એવા વિચારો ન આવ્યા કે “પંચમહાવ્રતધારી, રત્નાધિક તમામ 8 મહાત્માઓને ઠંડુ પાણી પીવડાવવાનો આ મોંઘો અવસર અનંતભવોમાં ક્યારેય મળે આ એમ નથી. આ તો અણમોલ લ્હાવો છે, જેટલો લુંટાય એટલો લુંટવાનો છે. આ
મને એવા વિચારો ન આવ્યા કે, “એ જ મહાત્માઓ દિવસ દરમ્યાન મને પણ ઘણી સહાય કરે જ છે. બીજા કાળનું પાણી તેઓ લાવે છે, હું વાપરું છું. બપોરની ગોચરી તેઓ લાવે છે, હું વાપરું છું. ગોચરીમાં ઢોળાયેલો મારો કાજો તેઓ કાઢે છે, | હું નહિ. મારા પાત્રા લુંછવાના લુણા તેઓ ધૂએ છે, હું નહિ..તો એમને સવારે સી છે, શીતલજલ વપરાવવાનું એક ભક્તિકૃત્ય મારે ન કરવું જોઈએ ?'
મને એ વિચારો ન આવ્યા કે, “મહાત્માઓને શીતલજલ વપરાવવાને બદલે છે એમને ગમે તેવું પાણી વપરાવનારા મારે કદાચ આવતા ભવોમાં કોઈક રણપ્રદેશમાંથ
DISTRICT આળસ - કામચોરી ૦ (૩૦)
TI