Book Title: Aatm Samprekshan
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 115
________________ દેવો કેસરમિશ્રિતજલથી દીક્ષોત્સવ મુજ કરતા, લોચથી વહેતી રુધિરની ધારા જોઈ આનંદને વરતા. ધન તે...૧૦૮ તરત મેં બચાવ કર્યો કે ‘પવન ઓછો હોય છે, એટલે પાણી ઠરતું નથી. વળી પરાતો પણ ઓછી છે. એટલે પાણી ઠરતું નથી. એમાં હું શું કરું ?' न ડ પણ ખરેખર તો કામ પતાવવા માટે હું જલ્દી જલ્દી પાણી ગળી લેતો હતો, 5 સ્તુ લાંબો સમય ઠરવા દેતો ન હતો. એક-બે ઘડા જો અલ્પ ગરમ પાણીના મળ્યા હોય, સ્તુ | ત તો ‘ઘડામાં પડ્યું પડ્યું આ પાણી ઠરી જશે.' એમ વિચારીને ઘડામાં જ મૂકી રાખતો. त મૈં પણ એ ઠારતો-ગાળતો નહિ... આ બધા મારા દોષો મેં પ્રગટ ન કર્યા અને ઓછો સ્મ પવન-ઓછી પરાતો અને છેલ્લે ઘડા રીઢા થઈ ગયા હોવાનું બહાનું આગળ કરી મારી ૬ જાતને શુદ્ધ દેખાડવા પ્રયત્ન કર્યો. Iન ना य શા ‘બહાર એક કિ.મી. ૫૨ સ્થંડિલ જવાની જગ્યા મળે જ છે, તો તમે કેમ વાડામાં શા स જાઓ છો. એમાં તો દોષ લાગે.' એક વડીલે મને કહ્યું અને મેં બચાવ કર્યો કે ‘હું વાડામાં નથી જતો, પ્યાલામાં જઈ બહાર પરઠવી આવું છું.' તરત વડીલે કહ્યું કે ‘ભલે તમે પ્યાલો પરઠવી દેતા હશો, પણ જ્યારે સીધી જ જગ્યા મળતી હોય, ત્યારે પ્યાલાનો ઉપયોગ શા માટે કરવો ? આ તો સુખશીલતા છે. નજીકમાં ગમે ત્યાં પરઠવી દેવાય, દૂર જવું ન પડે એ માટે આવું કરો એ બિલકુલ બરાબર નથી...' મારા ૫૨ સુખશીલતાનો - પ્રમાદનો - નિષ્ઠુરતાનો આરોપ આવતો હતો, હું શી રીતે મારી ભૂલ સ્વીકારું ?, મારી બુદ્ધિ રૂપી ભાથામાંથી એક નવું બચાવશસ્ત્ર કાઢી મુખ રૂપી ધનુષ્ય પર ચડાવી મેં એ બાણ છોડી મૂક્યું કે ‘મને એક કિ.મી. જવામાં કોઈ વાંધો નથી. પણ મને જ્યારે સ્થંડિલની શંકા થાય છે ત્યારે ઉતાવળ થઈ જાય છે. હું એક કિ.મી. પહોંચી જ ન શકું. વળી મને એ જગ્યામાં બરાબર ફાવતું નથી. ‘ભૂલથી પણ કોઈ આવી ચડશે તો ?' એવા ભયના કારણે મારી પેટશુદ્ધિ બરાબર નથી થતી. માટે જ હું પ્યાલાનો ઉપયોગ કરું છું.' આ મ 11 FFF #FFFFF શ આ મ હું વહેલી સવારે મારું પડિલેહણ કરીને વડીલોના વસ્ત્રોનું પડિલેહણ કરવા નીચે ઉતર્યો, પણ વડીલોએ મને ટોક્યો કે ‘હજી તો અંધારુ છે, આટલું વહેલું પડિલેહણ કેમ કરો છો ? થોડોક પ્રકાશ થવા દો. પછી કરજો...' ત્યારે હું અંધારામાં પડિલેહણ સં કરનારો અસંયમી સાબિત થઈ રહ્યો હતો, એટલે મેં બચાવ કર્યો કે ‘અમારે ઉપરના સં પ્રેમ માળે તો બહારની ગેલેરીમાં પ્રકાશ વહેલો થઈ જાય છે, એટલે જ મેં પડિલેહણ કરી પ્રે સ લીધું. આ નીચેના હોલમાં પ્રકાશ મોડો થાય છે. બાકી મેં મારું પડિલેહણ તો પ્રકાશમાં જ કર્યું છે.' | ક્ષ ણ સ્વદોષ બચાવ ૦ (૧૦૮) 11111111IIIIIII

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156