Book Title: Aatm Samprekshan
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 124
________________ નથી નાથ મારી પાસે કાંઈ, શું તને અર્પણ કરૂં, કરૂં કોટિકોટિ વંદના, સ્વીકારજો સ્વામી તમે, આટલું... શું ગુરુની ફરજ નથી કે શિષ્યના તપની અનુમોદના કરવી, એને બદલે હિતશિક્ષા આપવાના બહાને મારું અવમૂલ્યન જ કર્યું ને ? શું હું ખાઉધરો છું ? કે મને આવી શિખામણ આપવી પડે. ઙ i - त ત તુ ‘મારા પારણા ન સચવાયા, મને સારી વસ્તુઓ વપરાવવામાં ન આવી, સુ પારણામાં કોઈએ મારી કાળજી લીધી નહિ, મારી ૯૫મી ઓળીની કોઈએ પોતાની મન નોટમાં નોંધ ન કરી...' એ બધું મને કેટલું બધું આઘાત પમાડી ગયેલું. ગુરુ પ્રત્યે- મ સહવર્તીઓ પ્રત્યે કેટલા બધા ખોટા વિચારો જન્માવી ગયેલું, માટે જ તો બીજા ગ્રુપના - સાધુઓ આગળ હું કેવી નિંદા કરી બેઠેલો કે ‘અમારા ગ્રુપમાં ભાઈચારો બિલકુલ ૧ ગા નથી. ગુરુ અને સહવર્તીઓ બધા સ્વાર્થી છે. કોઈને કોઈની પડી જ નથી.' जि स શું મેં પારણામાં સારી વસ્તુઓ વાપરવા તપ કરેલો ? ‘બધા મને વપરાવવાનો આગ્રહ કરે.' એવું સન્માન મેળવવા કરેલો ? જાહેરમાં ગુરુ મારા માટે ઉચ્ચતમ શબ્દો બોલે એ માટે કરેલો ? ગુરુ મને અનાસક્ત તરીકેનો મુકુટ પહેરાવે એ માટે કરેલો ? હા ! હા ! માટે જ તો આ બધી અપેક્ષા નંદવાતા, હું નંદવાઈ ગયો ને ? બાકી મારો તપ મને નિર્જરા-કામવિકારશમનાદિ અનેક લાભો તો કરાવી જ ચૂક્યો હતો. ખરેખર નિઃસ્પૃહતાના સોહામણા મહોરા નીચે છુપાયેલો અપેક્ષાઓના ઝુંડથી ખરડાયેલો બિભત્સ ચહેરો કેટલો બધો ભયાવહ છે ! પારણા વખતના ગુરુના એ હિતશિક્ષાના શબ્દો મારે તો અમૃત માનવાના હતા, પારણાના દૂધમાં સાકર સમાન માનવાના હતા, પણ મને એ શબ્દો લીમડાના રસ જેવા લાગ્યા. ‘પારણામાં મારી વિશેષ કાળજી ન થઈ.' એ તો મારે અનાસક્તિની અપૂર્વ સાધવાનો અવસર માનવાનો હતો, પણ મને એ મારી ઘોર ઉપેક્ષા, ઘોર અપમાન સમાન અવસર લાગ્યો. આ न ભા મૈં ક. કઈ રીતે હું મારા મનની વાત માની શકું કે ‘હું નિઃસ્પૃહ છું.' મારા પરિચયમાં આવેલા એક યુવાનને મેં ખૂબ ભણાવ્યો, ઘણી હિતશિક્ષાઓ આપી, મહાનાસ્તિક એને પ્રતિક્રમણ-એકાસણા-પૌષધાદિ અનેકાનેક ધર્મોમાં એકદમ દૃઢ બનાવી દીધો. ધીરે ધીરે એને દીક્ષાના ભાવ થયા, એ મુમુક્ષુ તરીકે પણ મારી સં પાસે રહ્યો, મેં એને સંયમજીવનની તમામ પ્રકારની તાલિમ આપી. પાંચ મહાવ્રતોનું પ્રે સૂક્ષ્મ સ્વરૂપ સમજાવ્યું. પૌષધમાં લાંબો સમય રાખી અષ્ટપ્રવચનમાતાનું જીવન જીવતો પ્રે કરી દીધો. દસ શ્રમણધર્મો અને દસ સામાચારીના ય પાઠો શીખવાડ્યા. મન મૂકીને, સમય અને શ્રમને ગણકાર્યા વિના હું મુમુક્ષુ ઉપર ઉપકારવર્ષા કરતો જ રહ્યો. ત્યાં સં ક્ષા ક્ષ ણ ણ m અપેક્ષા ) (૧૧૦) mmm E_d_r_FF E F 5 દ

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156