Book Title: Aatm Samprekshan
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 134
________________ પરભવે ભલે નિર્ધન બનું, ભલે નરકના દુઃખો મળે, હૈયે મળે શાસન તમારૂં એટલી કરજો કૃપા. આટલું... હોય તો ય ગુરુજીને સ્પષ્ટ ના કહેવાનો મને કોઈ અધિકાર નથી. હું ખાનગીમાં એમને વિનંતિ કરી શકત... પણ જીદ્દી સ્વભાવે મારી પાસે ઉદ્ધતાઈ ભરેલું વર્તન કરાવી જ દીધું. વળી મારી સમજણ પણ શાસ્ત્રવિરુદ્ધ ! જો વ્યાખ્યાન એ બહિર્મુખતા જ ગણાય, તો તીર્થંકરોથી માંડીને મારા ગુરુજી સુધીના બધાને બહિર્મુખ માનવા પડે, કેમકે બધા સ્તુ વ્યાખ્યાનકાર છે. स्मै त ‘ગુર્વાશા ન માનવી એ બહિર્મુખતા છે.' એ સીધી-સાદી વાત મને ત્યારે ન સ્મ ← સમજાણી, પણ ‘વ્યાખ્યાન બહિર્મુખતા છે’ એ તદ્દન અસત્ય વાત મારા મનમાં ઘર || કરી ગઈ. शा trFF?_ _z__FFFF ગુરુજીની વૈયાવચ્ચ બાબતમાં પણ હું જીદ્દી બન્યો. ગુરુ ના કહે તો પણ એમના ગા બધા કપડા લઈને કાપ કાઢી નાંખતો એ મને ઠપકો પણ આપતા કે ‘આ બરાબર નથી. એમ ગમે ત્યારે કાપ ન કઢાય, જ્યારે મને યોગ્ય લાગશે, ત્યારે હું કહીશ.' પણ એ સાંભળવા મારા કાન કે એ સાંભળીને અટકવા મારા હાથ-પગ તૈયાર જ ક્યાં હતા ? હું ગુરુજીની વાતને હસી કાઢતો. ગુરુજી દુ:ખ પામતા, પણ મને તો એમ જ લાગતું કે ‘હું વૈયાવચ્ચ કરું છું. ભક્તિ કરું છું. મારો ગુરુપ્રેમ અવ્વલકોટિનો છે. આ રીતે જીદ કરીને ગુરુની રજા વિના પણ ગુરુના વસ્ત્રોનો કાપ કાઢવો એ ભક્તિ જ છે, ગુણ જ છે.' અને મુગ્ધ લોકો મારી સમજણને પ્રોત્સાહિત કરવા તૈયાર જ હતા. આમ દીક્ષાજીવનમાં ઘણી બધી વાર મારો જીદ્દી સ્વભાવ તગડો ને તગડો બનતો જ ગયો. મારું દુર્ભાગ્ય એટલું કે એ જીદનો બાહ્ય દેખાવ ખૂબ સરસ - સારો - પ્રશસ્ત હતો, એટલે જ મને મારો આ દોષ કદી પકડાયો નહિ, મુગ્ધ લોકો પણ એ દોષને આ ગુણ સમજી પ્રશંસી જ રહ્યા એટલે એ દોષ આત્માના પેટાણમાં ખૂબ ખૂબ ખૂબ ઉંડો ઉતરી ગયો. આ ભ મ પણ આ અવિધિ હતી, શાસ્રાજ્ઞાભંગ હતો... અને એનો પરચો મળ્યા વિના રહે ખરો ? સં સં મારી પ્રશસ્ત ગણાતી જીદ ધીમે ધીમે અપ્રશસ્તરૂપે પણ પરિણમવા લાગી. એકવાર ગુરુજીએ મને કહ્યું કે ‘તું આ વખતે ફલાણા સાધુ સાથે ચોમાસું જઈશ ? ક્ષ તને મોકલ્યા વિના ચાલે તેમ નથી...' ક્ષિ શ મારે એ સાધુ સાથે જવું ન હતું, કેમકે એમાં લાંબો વિહાર કરવો પડે એમ હતો ણ જીદ (૧૨૭) M m.....................

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156