________________ ર શાસનપતિ ત્રિલોકગુરુ શ્રમણ ભગવાન મહાવીર દેવ ! આત્માના પ્રદેશ પ્રદેશે સંસ્કાર રૂપે ગાઢ બનેલા ઢગલાબંધ દોષોના નાશ માટે સૌ પ્રથમ તો સદ્ગર પાસે એ તમામ દોષોનો ભીની આંખો સાથે એકરાર કરવો જરૂરી છે. પણ એ માટે એ દોષોને બરાબર જોવા-નિહાળવા એ અત્યંત જરૂરી છે. | દોષો સ્પષ્ટ રીતે જોઈ શકાય, એ માટેની દિવ્યદૃષ્ટિ તો માત્રને માત્ર તે જ આપી શકે છે. * બસ !એવી કૃપા વરસાવ કે, (1) મારા તમામ દોષોને હું બરાબર નિહાળી શકું, (2) ઘોર પશ્ચાત્તાપ સાથે પુષ્કળ રડી શકું, (3) અહંકાર છોડીને સદ્ગર પાસે મારા તમામ પાપોનો એકરાર કરી શકે, (4) ફરી ક્યારેય એ અપરાધો ત કરવા માટેનું પ્રચંડ સQફોરવી શકું. આટલી કૃપા વરસાવશો ને ? લિ. તારા શાસનના સાચા શ્રમણ-શ્રમણી બનવા ઝંખતા આત્માર્થી શ્રમણ-શ્રમણીઓ