Book Title: Aatm Samprekshan
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 152
________________ मणस्स भगवओ महावीरस्स णमो त्थु णं समणस्स भगवान 'T ૧૩. ઉપસંહાર , ૫ F બ E લ F “E - 5 F E આ રીતે ૧૪ જેટલા દોષો પર આત્મસંપ્રેક્ષણ કર્યું. આમાં નીચેની બાબતો ધ્યાનમાં રાખવી - + આત્મસંપ્રેક્ષણમાં જે જે પ્રસંગો-ટુચકાઓ લીધા છે, એ “કોઈકના જીવનમાં તે જે બનેલા જ છે' એવું નથી. પણ માનવીના સ્વભાવ પ્રમાણે તે તે દષ્ટાન્તો કલ્પના દ્વારા fa, પણ દર્શાવવામાં આવ્યા છે. અર્થાત્ અમુક પ્રસંગો કાલ્પનિક પણ હોઈ શકે છે. હા ! ન ને ખરેખર કોઈના જીવનમાં એવા પ્રસંગો બન્યા હોય એવું સંભવિત પણ ખરું. 17 + દરેકે દરેક દોષોમાં અનેકાનેક દષ્ટાન્તો દર્શાવ્યા છે. આમ તો એક-બે ના દષ્ટાન્તથી પણ પદાર્થ દર્શાવી શકાય. પરંતુ દરેકના જીવનમાં એક સરખા પ્રસંગો ના ય બનતા નથી હોતા, એટલે જ દસ-બાર પ્રસંગો દર્શાવાય, તો એમાંથી એક-બે તો એના દર જીવનમાં લાગુ પડતા સંભવી શકે છે. એટલે જ એના આધારે એ પોતાનો દોષ કરે = સ્વીકારી શકે, સમજી શકે. આ માટે જ પ્રત્યેક દોષમાં અનેક પ્રસંગો દર્શાવ્યા છે. દર + ઘણા પ્રસંગોને લીધે લખાણ લાંબુ પણ લાગે. સંક્ષેપરુચિવાળાને રસ ન પણ E પડે... છતાં વિસ્તાર રુચિવાળા માટે આ ઉપયોગી બનશે. એમ સમજીને વિસ્તૃત = લખાણ કરેલું છે. + આ બધું વાંચીને કોઈક વળી એમ સમજી બેસે કે “સાધુ-સાધ્વીજીઓમાં તો છેકેટલા બધા દોષો છે... જૂઓને ! આ આત્મસંપ્રેક્ષણના લખાણમાં સેંકડો પ્રકારના Eસ દોષો દર્શાવ્યા છે.” || આ સમજણ બરાબર નથી. કેમકે આ - પ્રત્યેક સંયમીમાં આવા સેંકડો પ્રકારના દોષો છે જ નહિ, અમુકમાં અમુક આ| ભ હોય, તે બીજામાં વળી બીજો ! - જેમ આ દોષો છે, તેમ બીજી બાજુ સેંકડો પ્રકારના ગુણો પણ સંયમીઓમાં છે જ. ૧૦૦ માર્કના પેપરમાં ૨૦ પ્રશ્નોમાં ખોટો જવાબ આવે, તો પણ વિદ્યાર્થી [ ૮૦% વાળો સારો અભ્યાસુ ગણાય છે. ૨૦ ચોકડી જોઈને કોઈ એ વિદ્યાર્થીને ડફોળ " મ નથી કહેતું. પણ ૮૦ રાઈટ જોઈને એને First Class Pass થયેલો જ ગણે છે. માં * એમ સંયમીમાં નાના-નાના ૨૫-૫૦ દોષો હોય, તો ય તેની સામે ૨૫૦-૫૦૦ લો જેટલા ગુણો પણ છે જ. એ ૯૦% ગુણો જોઈને એમને શાબાશી આપવી ઘટે, ૧૦% | ઉપસંહાર (૧૪૫) mani TO C

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156