Book Title: Aatm Samprekshan
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 126
________________ .. બી જે ઘોર પાપો મેં કર્યો, તે આસુઓ પાડી પખાળું દુર્ગતિમય તા. સઓ પાડી પખાળું દુર્ગતિમય વારવા. માટલું.. તુજ શિખામણ અવગણી જે થી, E F 45 F S E F " એમાં મને આપના કરતા પણ એ મહાત્મા વધુ સારા લાગ્યા. આપનામાં મને કોઈ . : ખામી નથી દેખાઈ, પણ એ મહાત્મામાં મને વધુ ઉંચાઈ દેખાઈ છે. આપ મારા ના Sા ઉપકારી છો અને રહેવાના છો. ભવિષ્યમાં એ ઉપકાર હું સદા યાદ રાખીશ. પરંતુ...”ST તું એ રાત્રે હું રડેલો, આંખોમાંથી વહેતી અશ્રુધારાએ હિમાલયમાંથી વહેતો તું ગંગાપ્રવાહ યાદ કરાવી દીધો. સૂર્યની ગરમીથી બરફ પીગળે, અને પાણી બનીને પર્વત પરથી નીચે ઉતરવા લાગે, એમ સંતાપ-આઘાતની ગરમીથી મારું હૈયું પીગળી રે ત્તિ રહ્યું હતું, એના ફળ રૂપે આંસુઓ વહી રહ્યા હતા. અંતે મેં મુમુક્ષુ ગુમાવ્યો, મારી નજર સામે એ બીજાનો શિષ્ય થઈ ગયો. પણ આજે પણ મને યાદ છે કે મુમુક્ષુએ જે દિવસથી બીજા સાધુને ગુરુ તરીકે નક્કી કર્યા, એ દિવસથી મેં એની કાળજી કરવાનું છોડી દીધું, એને હિતશિક્ષા આપવાનું, એનામાં ગુણો ઉગાડવાનું કામ તરછોડી દીધું. એની સાથે વાત કરવાનું ? પણ લગભગ છોડી દીધું. # શું આ બધું મેં યોગ્ય કરેલું? અત્યાર સુધી એને ભણાવ્યો - તાલીમ આપી એની # # પાછળ, શું ઉડે ઉડે એ અપેક્ષા હતી જ ને કે “એ મારો શિષ્ય થાય...” અને માટે જ જ્યારે ? # એ અપેક્ષા ભાંગી, ત્યારે હું પણ ભાંગી પડ્યો ને? જો મેં માત્ર પરોપકાર કરવા માટે ? જ અને એના દ્વારા આત્મ-કલ્યાણ માટે જ તાલીમ આપી હોત, તો એ મુમુક્ષુ ભલેને ગમે કે તેનો શિષ્ય થાય, મને શું ફરક પડે ? એક આત્માને જ્ઞાન-સંયમ આપવા દ્વારા મેં એના ક 8 ઉપર ઉપકાર કર્યો છે, એ રીતે મેં મારા આત્મા પર પણ ઉપકાર કર્યો છે. બસ, જો રે 8 આત્મવિશુદ્ધિની જ લાલસા મને હોત, તો એ મારી પૂરી થઈ જ ગઈ હતી. પણ . પણ જ્યાં સુધી “એ મુમુક્ષુ મારો શિષ્ય થવાનો છે' એવી ધારણા હતી ત્યાં સુધી આ એના ઉપર ઉપકારોની હેલી વરસાવી. અને જેવી ખબર પડી કે “એ મારો શિષ્ય આ થવાનો નથી ત્યારથી હું બારવર્ષીય દુષ્કાળના આકાશ જેવો બની ગયો, જેમાંથી ઉપકારોની હેલી તો શું? પણ ઉપકારનું એક ટીપું પણ એ મુમુક્ષુ પર ન વરસે. એકદમ સ્પષ્ટ વાત છે કે હું તે વખતે લાલચુ હતો, સસ્પૃહ હતો, અપેક્ષાવાન || | હતો. બિચારા એ મુમુક્ષુનો શું વાંક ! એને પોતાના ગુરુ નક્કી કરવાનો હક છે. એને સી માટે આખી જીંદગીનો પ્રશ્ન છે. પોતાની જીંદગી માટેનો નિર્ણય એ લઈ જ શકે છે. એ મારી શેહ-શરમમાં આવીને એ પોતાની જીંદગી હોડમાં મૂકે એ તો યોગ્ય નથી જ. ક્ષા બ શાસ્ત્રોએ ગુરુ માટે બાર વર્ષ ૭00 યોજન સુધી તપાસ કરવાનું ફરમાન કર્યું છે... C RIMIT અપેક્ષા ૦ (૧૧૯) DIGITAL

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156