Book Title: Aatm Samprekshan
Author(s): Gunhansvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 116
________________ શરણ્ય છો દેવ કૃપા કરોને, મોહાન્યકારે દીવડો ધરોને, વિશ્વાસ વિશ્વે જિનજી તમારો, નથી અનેરો સહારો અમારો. ૧ ‘કૈમ મહાત્મન ! વરસાદના છાંટા તો ચાલુ હતા, છતાં તમે દેરાસરે કેમ ગયા ?' દેરાસરથી પાછા ફરેલા મને વડીલોએ સૂચના કરી, અને મેં તરત બચાવ કરી જ લીધો કે ‘ના, ના ! છાંટા આવતા ન હતા. મને તો સંપૂર્ણ વરસાદ બંધ લાગ્યો એટલે જ દર્શન કરવા ગયેલો...' FEE FEE F હકીકત સ્પષ્ટ હતી કે જીવદયાના મારા પરિણામ નબળા ! એટલે જ રોજની त મૈં આવશ્યક વિધિઓ ધડાધડ પતાવી દેવાની મને કુટેવ છે. એમાં જીવહિંસા થાય તો પણ સ્મ ← મને સદ્બુદ્ધિ જાગતી નથી. પછી જ્યારે કોઈ ઠપકો આપે, ત્યારે બીજી-ત્રીજી વાતો નિ 7 લાવીને નિર્દોષ છુટવાનો પ્રયત્ન કરું. 11111111 એકવાર મેં હોંશમાં ને હોંશમાં અઠ્ઠમનું પચ્ચક્ખાણ લઈ લીધું. પણ પહેલા જ દિવસે સાંજે તો એવો અશક્ત થઈ ગયો કે બેસી રહેવાના પણ મારામાં હોંશ ન રહ્યા. મારી આ હાલત જોઈને કેટલાક સાધુઓએ તરત મને પૃચ્છા કરી કે “ઉપવાસ સારો નથી થયો લાગતો, તમારું શરીર નબળું છે. તો શા માટે ખોટા ઉછાળા મારો છો...” S स्तु હું નબળો છું અને હું ખોટે ખોટો ચડી જનારો છું, એવું મારા સ્વભાવમાં રહેલું દુષણ હું સ્વીકારવા તૈયાર ન હતો. મેં બચાવ કરી જ દીધો કે ‘આમ તો મારું શરીર સારું છે. અઢાઈ કરું ને, તો પણ મને વાંધો ન આવે. પણ ગઈકાલે અત્ત૨વા૨ણું બરાબર ન થયું. એમાં વળી રાત્રે બે-ત્રણ વાર સ્થંડિલ જવું પડ્યું, એટલે આજે અશક્તિ વધારે લાગે છે. બાકી તો મારું શરીર જોરદાર છે. હું કોઈના ચડાવવાથી ચડી જાઉં એવો નથી.' #FF000dddddddd न शा स ना य એકવાર મેં સ્વામીવાત્સલ્યની મનભાવતી મીઠાઈઓ આસક્તિથી પ્રેરાઈને વધારે વાપરી, એનું ફળ મને મળ્યું જ. ઝાડા થવા લાગ્યા, અજીર્ણ થઈ ગયું. સહવર્તીઓએ તરત કહ્યું કે ‘તમે ગઈકાલે મીષ્ટ વધારે વાપર્યું ને, એટલે આ હાલત થઈ. પ્રમાણસ૨ વાપર્યું હોત તો વાંધો ન આવત.' આ ભા પણ આ શબ્દો દ્વારા તો હું ‘ખાઉધરો-આસક્ત' સાબિત થાઉં ને ? એ મારાથી કેમ સહન થાય વળી ભવિષ્યમાં મને ફરી આ રીતે મીષ્ટ વાપરવા ન મળે. આ સિં બધા મને અટકાવે... એટલે મેં મારી ભૂલો ઢાંકવા માટે કાળો કપડો ઓઢી લીધો કે સં પ્રે‘મીષ્ટ તો આના કરતા દોઢું વાપરું ને, તો પણ મને પચી જાય છે. પણ ગઈકાલે પ્રે ક્ષ પૂરીઓ કાચી હતી, મોગરદાળ પણ એકદમ કાચી હતી. વળી માંડલીમાં બંને વસ્તુ ક્ષ વધેલી, એટલે મંગાવ્યા ઉપરાંત ખપાવવા પણ લેવી પડી. ખપાવવાની ના કેમ પડાય ? r ણ 111 ( સ્વદોષ બચાવ ૭ (૧૦૯) આ મ

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156