________________
સન્મુખ આવે નારી રૂપાળી તો યે ન નેત્રે ભાળે, તીશું તે જ તારક મુનિ જગનો, જિનશાસન અજવાળે, ધન તે...૩૯
૫. દોષ નં. ૪ - આસક્તિ
(૪) આસક્તિ : સંસારીપણામાં જ્યારે વૈરાગ્ય પામ્યો ન હતો. ત્યારે તો મને S સ્તુ જીભના ચટાકા ભારે હતા. અમુક શાક ખૂબ ભાવે, અમુક શાક બિલકુલ ન ભાવે, સ્તુ 7 અમુક દાળ બે વાટકી પી જઉં, અમુક દાળ મોઢે પણ ન અડાડું, સાંજની રસોઈમાં त # ફરસાણ ખાવા જોઈએ, ભાખરી-ખીચડી-ઢોકળી બનાવી હોય તો મને ગુસ્સો આવે. સ્મ બાને બે-ચાર સંભળાવી દેતો, જમવાનું છોડી દેતો. ના-છુટકે મારી બાને મારા માટે - રોજ કંઈ ને કંઈ ફરસાણ બનાવવું પડતું.
Iન
શા
स
F G
111111111111111
હોટલોના જલસા ઠંડા પીણા લારી પર મળતી ચટાકેદાર આઈટમો-શા આઈસ્ક્રીમો... છપ્પનીયા દુકાળમાંથી આવેલો ભૂખ્યો ડાંસ માણસ ન હોઉં એમ હું 5 ખૂબ ખાતો-પીતો. પણ સંસારમાં તો આવું ઘણા કરતા હોય એટલે ‘આ દોષ છે' એવું કોઈને ન લાગે, મને પણ ન લાગ્યું.
પણ, ગુરુનો સંપર્ક થયો, વૈરાગ્ય પામ્યો, અભક્ષ્ય ત્યાગ્યા, એકાસણા-બેસણાઆંબિલાદિ કરતો થયો, મને લાગતું કે ‘મારી આસક્તિ ઘણી ઘટી ગઈ છે. એ વિના હું આટલો બધો ત્યાગ કેમ કરી શકું ?' પણ શું એ મારી ભ્રમણા હતી ? જાતને ઓળખવામાં મેં કંઈ થાપ ખાધી છે ?
આ
મ
न
દીક્ષા થઈ, એકાસણા શરૂ થયા, હવે સ્વજનોનો પરિચય બંધ થયો, મિત્રોની મૈત્રી બંધ થઈ, ટી.વી-સિનેમાનો સંપર્ક બંધ થયો, છાપાના વાંચન બંધ થયા, મસ્તીભરી નિંદ્રા બંધ થઈ, ગ૨માગરમ રસોઈ બંધ થઈ, ઈચ્છા પ્રમાણે બા પાસેથી માંગી લેવાનું બંધ થયું. હોંશે-હોંશે મને મનભાવતી આઈટમ ખવડાવતી બા હવે અલોપ થઈ ગઈ...
EEF F
H
આ
ભ
મનને પ્રસન્ન કરનારી અનેક ભૌતિક વસ્તુઓ સાથેનો સંપર્ક તૂટ્યો. જાણે કે સાવ નીરસ જીવન શરૂ થયું. મને ખ્યાલ છે કે મને હવે ખાવામાં વધારે રસ પડતો હતો. મારું દરેક વસ્તુનું પ્રમાણ વધતું જતું હતું. ગોચરી માંડલીમાં કંઈપણ સારી વસ્તુ આવેલી દેખાય એટલે ‘એ મને મળે તો સારું' એવા વિચારો ઝટપટ ઉભા થવા લાગ્યા. સંસારીપણામાં તો ઘરે કોઈપણ સારી વસ્તુ બનતી ત્યારે તરત સાધુભગવંતોનો પ્રે ક્ષ લાભ લેવાનો વિચાર આવતો, વિનંતિ કરીને સાધુઓને ઘરે બોલાવતો. સાધુઓ ક્ષ ‘બસ, બસ' કરતા, અને હું પાત્રા-તર૫ણી છલકાવી દેતો. એ સુપાત્રદાનનો અનેરો
ણ
ણ
- આસક્તિ
(૩૯)