Book Title: Sanyamvir Sthulibhadra
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar
Catalog link: https://jainqq.org/explore/001988/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ યમવીર છે સ્થૂલિભદ્ર સુનંદાબહેન વોહોરા Page #2 -------------------------------------------------------------------------- ________________ સંયમવી૨ સ્થૂલિભદ્ર સંપાદક સુનંદાબહેન વોહોરા મંગલં ભગવાન વીરો, મંગલં ગૌતમ પ્રભુ, મંગલં સ્થૂલિભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલં. Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક: આનંદ સુમંગલ પરિવાર, અમેરિકા, અમદાવાદ વીર સંવત ૨૫૩૧ ઇ.સ. ૨00૫ પ્રથમ આવૃત્તિ: 2000 પૃષ્ઠસંખ્યા : ૨૨+૧૩૪ પ્રાપ્તિસ્થાન : ૧. સુનંદાબહેન વોહોર ૨. જૈન પ્રકાશન ૫ મહાવીર સોસાયટી, એલિસબ્રિજ) ખત્રીની ખડકી, ડોશીવાડાની પોળ અમદાવાદ-૩૮૦ ૦૦૭. ગુજરાત | અમધવાદ - ૩૮૦૦૦૧ ગુજરાત ફોન : ૨૬૫૮૯૩૬૫ ફોન : ૨૫૩૫૬૮૦૬ 3. Urvashi V. Shah 24122 Huber Ave Torrance CA U.S.A. 90501-67206 Tel 310 - 326 - 5685 4. Kalpana Shah 992 Mc Nair Dr. Lansdale PA 19446 U.S.A. Tel 215 - 362 - 5598 થઇપસેટિંગ : શારદા મુદ્રણાલય ૨૦૧, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-૩૮૦ ૦૦૬ મદ્રક : ભગવતી ઓફસેટ ૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ - પ્રસ્તુત કથાનું માહાભ્ય દરેક દર્શનકારોએ મહામાનવોની કથાને અગત્યતા આપી છે. એ કથાઓના પ્રસંગોમાંથી આ કાળના સંતપ્ત માનવીને કોઈ ગુરુચાવી મળી જાય, જો માનવી કથાના મર્મને સમજે, તેની પ્રરૂપણાના રહસ્યમાં ઊંડો ઊતરે તો તેને માનવજીવનની સફળતા માટે ઘણા ઉપાયો હાથ લાગે. સાંભળ્યું છે કે જૈનદર્શનમાં સાડા ત્રણ કરોડ કથાઓનો સંગ્રહ હતો. મને લાગે છે કે દુઃખમુક્તિ ઈચ્છતો માનવ સાડા ત્રણ જ કથાને હૃદયમાં ધારણ કરે, જેમ સારા સમયમાં બેંકમાં કરેલી સ્થાયી રકમ સમય આવે કામ લાગે છે. તેમ હૈયામાં ધારણ કરેલી કથા આપણા શુભાશુભ કર્મોના ઉદય વખતે આત્માના મૂળ સ્વરૂપ પ્રત્યે દૃષ્ટિ કરાવે આ કથાનાં પાત્રોમાં પણ એવા જ રહસ્યો મળે છે. ભોગ એ ભવરોગ છે તેમ સમજાયું કે તત્ક્ષણ ભદ્રે તે ત્યજી દીધા. અરે વિલાસીજીવનની ઝંખનાવાળી રૂપકોશાને પણ તે ભાન કરાવી ત્યાગમાર્ગે ચઢાણ કરાવ્યું. એવા સંયમવીર સ્થૂલિભદ્રની કથા અદ્દભુત છે. સાત બહેનોને તો જાણે માતાએ ગળથુથીમાં જન્મની સાર્થકતાનાં અમૃત પીવડાવ્યાં હતાં. આથી તેઓને સંસારના કોઈ પ્રલોભનો ચળાવી ન શક્યા. તેમના નામો પ્રાતઃ સ્મરણીય પાવનકારી છે. માનવ હૃદયના એક નાના ખૂણામાં સને જીવવાની જગા રાખવી, જે આ કથાઓ વડે વિસ્તાર Page #5 -------------------------------------------------------------------------- ________________ પામી સ્વરૂપપ્રાપ્તિનું કારણ બને. સંયમવીર, કામવિજેતા, પરમસાધુત્વની સિદ્ધિયુક્ત, ચૌદ પૂર્વના પારગામી સ્થૂલિભદ્રના પવિત્ર નામથી જૈનધર્મ પામેલા સાધકો કે જનતા અજ્ઞાત નહિ હોય. વિદ્યપિ આવા પરમપવિત્રતાને પામેલા યોગીઓથી અજ્ઞાત રહેવું તે જીવોની અલ્પતા અથવા પુણ્યહીનતા છે. આવા સંયમવીરના જીવનના પ્રસંગપટો આપણા અજ્ઞાનને, અવળી બુદ્ધિને, પુરુષાર્થની હીનતાને ઢંઢોળી જાગૃત કરી આત્મલક્ષી બનાવે - તે કાળે અને તે સમયે ભદ્રમુનિના – યુગપુરુષના સાનિધ્યથી કામીજનો નિષ્કામી થતા, સાધકો સાધુતા પામતા. તેમણે ભગવાન મહાવીરે ઉપદેશેલા શ્રુતજ્ઞાનને પુણ્યવંતા જીવો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું. સાંસારિકપણે જેનો જન્મ પુણ્યયોગે ઉત્તમ કુળમાં ધર્મપરાયણ માતાની કુક્ષિએ થયો. સામર્થ્યવાન પિતા મળ્યા. સ્વયં પોતે જ ભવ્યતા લઈને જન્મ્યા હતા. કર્મસંયોગે જીવનનું વહેણ પલટાઈ ગયું. એક ગણિકાને આધીન થઈ ભોગવિલાસથી ભરપૂર જીવનમાં અટવાઈ ગયા. જનસમૂહની લાજ મૂકી. સ્વજન પરિવારની દાઝ મૂકી. પરંપરાના મહામંત્રીપદનો તાજ મૂકી રૂપકોશામાં મોહિત થયા. યદ્યપિ દિલના ઊંડાણમાં પિતાએ આપેલા આદર્શના સંસ્કારકણો જડાયેલ હતા. તેથી પાપ ડંખતું હતું. પણ રૂપકોશા પ્રત્યેનું આકર્ષણ, કોશાની ભદ્રને વશ કરવાની ચતુરાઈ પાસે આ ભડવીર હાર પામ્યો. . પિતાના આત્મવિર્જનને કારણે પેલો ઊંડાણમાં પડેલો સંસ્કારકણ વિસ્ફોટ થયો અને પળના વિલંબ વગર સ્થૂલિભદ્ર ચાલી નીકળ્યા. ચિત્તમાં એક ચિનગારી પ્રગટી ગઈ, પાપના ઢગલાને કેમ નાશ કરું? ભોગવિલાસનું પાપ રોમે રોમ ડંખ મારતું હતું. એ પીડામાં એવું સત્ ભળ્યું કે તેમના ચરણ મહાસંયમી સંભૂતિમુનિ પ્રત્યે વળ્યા. અશ્રુ વડે Page #6 -------------------------------------------------------------------------- ________________ તેમના ચરણનું પક્ષાલન કર્યું, કે જેથી પેલાં પાપો ભસ્મીભૂત થતાં ગયાં. સંભૂતિમુનિનો હાથ મસ્તકે મુકાયો ત્યારે તેણે પરમશાંતિ અનુભવી. “ગુરુદેવ! મારાં પાપો કેમ નાશ પામશે ?” “વત્સ, સાધુત્વમાં એ સામર્થ્ય છે. ભૂતકાળને વિસ્તૃત કર અને સંયમનું આરાધન કર.” સ્થૂલિભદ્રમાં ગુરુદેવના વાત્સલ્ય ચમત્કાર સર્વો, સ્થૂલિભદ્ર કામી મટીને નિષ્કામી થયા. અભુત રીતે સંયમના ધારક થયા. સમાધિરસના પાનમાં વિષને અમૃત માની જે પીધું હતું તે વમાઈ ગયું. પુનઃ કોશાને આંગણે પહોંચ્યા. કલ્પાતીત કામવિજેતા થઈ કોશાને પણ ધર્મ પમાડડ્યો. એ જ સૌંદર્યમૂર્તિ એ જ વન – ઉપવનો એ જ શૃંગારરસ ભરપૂર ચિત્રશાળા, એ જ કામોત્તેજક ખાનપાન. યોગીઓ છળી ઊઠે તેવા સંયોગો, છતાં મુનિના એક રોમમાં વિકાર નહિ તેમની પરમ અવિકારી દશાનાં સ્પંદનોએ કોશાના રોમેરોમના ભોગવિલાસના વિકારોને બાળીને ભસ્મ કરી દીધા. સ્થૂલિભદ્ર મુનિ પાસે કામની મદન સેના લઈને ઊતરેલી કોશાએ સેના સહિત હાર પામી એવો મુનિનો દઢ સંયમ હતો. પવિત્રતાના પુંજ સમા સ્થૂલિભદ્ર ચોર્યાસી ચોવીસી સુધી પવિત્રતમ પ્રાતઃ સ્મરણિય રહેશે. આ કથાલેખનમાં સંયમવીર યૂલિભદ્ર પ્રત્યેનો મારો અહોભાવ જ મુખ્ય કારણ છે. અન્ય ગ્રંથોમાંથી કરેલું અધ્યયન, નવલકથાથી તથા વ્યાખ્યાનમાં વિવિધરૂપે શ્રવણમાં આવેલી આ કથા એવી અદ્ભુત છે કે એ કક્ષાએ ગહનતા પ્રગટ કરવાનું મારું શું ગજું? છતાં સદ્દભાવથી કથા આલેખી છે. તમે વાંચજો, વંચાવજો, વિચારજો અને સંયમને આરાધજો તેવી શુભભાવના સાથે. આ કથા લેખનમાં ક્ષતિ હોય તો વડીલો, વિદ્વાનો સુધારજો અને ક્ષમા આપજો. સુનંદાબહેન Page #7 -------------------------------------------------------------------------- ________________ કથા પાત્રદર્શન શકટાલ : આ કથાનક સ્થૂલિભદ્રનું છે પરંતુ તેમાં તેના પિતા શકટાલનું પાત્ર પણ અદ્વિતીય છે. સપ્રમાણ તામ્રવર્ણો ભરાવદાર દેહ, આજાનબાહુ, શરીરની ઊંચાઈ એવી હતી કે રાત્રે જો શકટાલ બહાર નીકળે તો તેમના પડછાયાથી પણ ચોકીદારો જાણી લેતા કે આ મહામંત્રી શકટાલ છે. રાજકારણના અટપટા સંયોગોમાં પણ અંદરની સ્વસ્થતા તેમના મુખારવિંદ પર હંમેશાં દૃશ્યમાન થતી. તેમની વિચારધારા તીક્ષ્ણ-કુશાગ્ર હતી. પૂરા સામ્રાજ્યમાં તેઓ વર્ચસ્વ ધરાવતા છતાં તેમનું હૃદય ન્યાયી હતું. તેમનો ચહેરો જ્ઞાનગંભીરતાની શાખ પૂરતો. મૂળ બ્રાહ્મણકુળમાં જન્મેલા, કવિહૃદય શકટાલની લાંછનદે પત્ની જૈન ધર્માવલંબી હતાં. આથી શકટાલ પણ જૈન ધર્મના સંસ્કારને અનુસરતા. કવિતા અને નાટકના રસિયા જીવને આઠમા નંદરાજાએ પારખી લીધા અને મંત્રીમુદ્રા પહેરાવી યુદ્ધવીર તરીકે બિરદાવ્યા અને શકટાલે પણ અકૈશ્વર્ય સ્વામીભક્તિ અંત સુધી જાળવી. છતાં મહારાજા જ્યારે શંકાશીલ થયા ત્યારે સ્વામીભક્તિ જાળવવા અને કુટુંબનો નાશ થતો બચાવવા એ વીર પુરુષે સ્વયં આત્મવિસર્જન કર્યું. શકટાલનું વ્યક્તિત્વ નિરાલું હતું. તેમને વૃદ્ધાવસ્થા કે મૃત્યુ જેવાં પરિબળો સ્પર્શતાં જ નહિ. એટલે યક્ષા કહેતી : “દેવતાઓને વૃદ્ધાવસ્થા સ્પર્શતી નથી.’ અર્થાત્ શકટાલ રાજકારણમાં ગળાબૂડ છતાં તેમના હૃદયમાં Page #8 -------------------------------------------------------------------------- ________________ પવિત્રતાનો દૈવી સંસ્કાર હતો. શ્રીયક કહેતો કે મારા પિતા વિષ અને અમૃત સાથે જીરવી શકતા હતા.” - સ્થૂલિભદ્ર કહેતો “હિમગિરિ જેવા પવિત્ર પિતાની આજ્ઞા એટલે ઈશ્વર આજ્ઞા.” પિતૃઆજ્ઞા સામે બળવો કરવા છતાં તેના હૃદયમાંથી એ પવિત્રતા ભૂંસાઈ ન હતી. સ્થૂલિભદ્ર કરેલું અનુચિત કાર્ય છતાં શકટાલના હૃદયના ખૂણામાંથી તે ભુલાયો ન હતો. - આત્મવિસર્જનની અંતિમ રાત્રે તેમણે યક્ષાને કહ્યું કે “સ્થૂલિભદ્રને મળી ન શકાયું, તેને મારા આશીર્વાદ કહેજે, અને જણાવજે કે સાચો પ્રેમ ભોગમાં નથી ત્યાગમાં છે.” “શ્રીયક તું મંત્રીપદને યોગ્ય છે, પરંતુ ધૂલિભદ્રમાં પિતા જેવા જ સર્જનની વિશેષતા છે. તેને કુળપરંપરાની સ્વામીભક્તિ સોંપી મારે નિવૃત્ત થયું હતું. શ્રી ભદ્રબાહુ પાસે યોગ્ય સમયે સંયમ લઈ સાધુ થવું હતું. પરંતુ વિજયની અને મહત્તાની મીઠાશે મને લોભાવ્યો છતાં મારો આત્મા હવે આત્મવિસર્જન કરીને મૃત્યુંજય વરવા ઇચ્છે છે.” શકટાલનું વ્યક્તિત્વ આવું વિલક્ષણ હતું. મગધપતિ જાણતા હતા કે શકટાલ એ મગધ છે. મગધ સામ્રાજ્યની રિદ્ધિ, સુવર્ણકોષ શકટાલને આભારી છે. મગધની પ્રજાને પણ જાણ હતી આ સામ્રાજ્યની સુખાકારી મહામંત્રીને આભારી છે. છતાં રાજકારણના પ્રપંચોએ શકટાલે સ્વૈચ્છિક ભોગ આપ્યો. કહો કે પરિસ્થિતિએ ભોગ લીધો. સ્થૂલિભદ્રઃ સ્થૂલિભદ્રના જન્મ સમયે શકટાલ મહામંત્રી ન હતા, કવિરાજ હતા. માતા લાંછનદે જૈનધર્મ પરાયણ હતાં. દંપતી ગુણસંપન્ન હતું અને જીવનમાં જ્ઞાન ધ્યાનનો અવકાશ હતો. આથી યૂલિભદ્રનો ઉછેર ખૂબ નિરાંતની ક્ષણોમાં થયો હતો. વળી સ્થૂલિભદ્રમાં પૂર્વના કોઈ સંસ્કારબળે અધ્યાત્મની રસરુચિ હતી. Page #9 -------------------------------------------------------------------------- ________________ પિતા જેવી પડછંદ કાયા અને માતા જેવી સુંદરતાનું મિશ્રણ તેના દેહને દીપાવતું. પ્રથમ નજરે જ સૌને તેનું લાવણ્ય અનુપમ લાગતું. સ્ત્રીઓ તેના દર્શનથી આશ્ચર્યમુગ્ધ થતી, પુરુષો તેના દર્શનથી આનંદ પામતા એવી ભવ્યતા તેનામાં પાંગરેલી હતી. તેમાં પણ પિતાના કવિત્વનો વા૨સો, પવિત્ર જીવનનો આદર્શ તેના હાડમાંસમાં વણાયો હતો. વય વધતાં રૂપ ખીલ્યું, અધ્યાત્મ ખીલ્યું. સ્થૂલિભદ્ર એકાંતપ્રિય થતો ગયો. તેમાં તેનાં સાથીદારો વીણાવાદન અને કવિતા હતાં. સમય જતાં વીણાવાદનમાં અજોડ મનાતો હતો. શકટાલ કવિ મટી મંત્રીપદે આવ્યા. કુળપરંપરામાં મંત્રીભક્તિ હતી, તેને તેમણે સ્વીકારી. પોતાની મંત્રીપદની સફળતા સાથે તેમના ચિત્તમાં એક આકાંક્ષા હતી કે સ્થૂલિભદ્ર ભાવિમાં આ પદ સંભાળશે. આથી તેમણે સ્થૂલિભદ્રને શાસ્ત્રવંદ્યાની જેમ શસ્ત્રવિદ્યા પણ આપી. સ્થૂલિભદ્ર પિતૃઆજ્ઞાને શિરસાવદ્ય માનતો. શસ્ત્રવિદ્યામાં પારંગત બન્યો, રથાધ્યક્ષ સુકેતુ પણ તેની સાથે શસ્ત્રવિદ્યા શીખતો, બંને રણવીર હતા. છતાં સ્થૂલિભદ્રની ભવ્યતા, માતાપિતાના પવિત્ર સંસ્કાર તેમાં શૂરવીરતા ભળી આથી તેનું વ્યક્તિત્વ અતુલ હતું. લોકો માનતા થયા કે સ્થૂલિભદ્ર એટલે ‘લઘુમંત્રી.’ તત્ત્વચિંતકો કહે છે કે સાગરનો તાગ પામી શકાય પણ માનવમનનો તાગ પામવો મુશ્કેલ છે. કર્મની વિચિત્રતા અને વિષમતાને આધીન જીવો શિખરેથી ઊતરી તળેટીએ પટકાય છે. અધ્યાત્મજીવનની રુચિયુક્ત, પિતૃઆજ્ઞાના ઉલ્લંઘનને પાપ માનનારો સ્થૂલિભદ્ર ઘણું મથ્યો પણ કોશાના મોહક સ્વરૂપમાં, તેના સ્પર્શના વશીકરણમાં પોતાના હૃદયમાં ધારણ કરેલા સંસ્કારને વીસરી જતો. હિમગિરિ જેવા પવિત્ર પિતાનું વાત્સલ્ય, પોતાના હૃદયમાં પિતા પ્રત્યેનો આદર, બીજી બાજુ સ્વપ્નમૂર્તિ, મનોહારિણી કોશાનો Page #10 -------------------------------------------------------------------------- ________________ ९ સ્વીકાર ? સ્થૂલિભદ્ર પોતાના મનમાં ખૂબ મંથન કરતો, પરંતુ કોશાનો પરિચય વધતાં હવે તેના મનના સિંહાસન ૫૨ કવિતા અને કોશા બે જ ઊપસી આવતાં. ક્યારેક તેને બંને એકરૂપ જ લાગતાં. કોઈ પ્રસંગે મગધપતિના મુખમાંથી ઉદ્ગાર નીકળ્યા હતા, “કેવી જોડી ? જાણે ઇંદ્ર-ઇંદ્રાણી, રૂપ અને સૌષ્ઠવ સ૨ખાં, કળા-કૌશલ્યમાં નિપુણ. જેવું રૂપ તેવી ભવ્યતા હતી.’’ કોશાના મિલનમાં પાપ જોનારો સ્થૂલિભદ્ર આખરે માનવીય વૃત્તિને આધીન થઈ કોશાના પાશમાં લપેટાયો. છતાં પિતાએ આપેલો મંત્ર કોશાનો પરિચય પાપ’ છે તે તેને ડંખતો. એ ડંખનો ખજાનો તેના હૃદયમાં સંગ્રહી ગયો કે શું ? તે સમય આવે પાપપંકને ધોવા સર્વનો ત્યાગ કરી ચાલી નીકળ્યો. સાધુતાની પરમ શોધ પ્રાપ્ત કરી સંયમવી૨ થયો. સાડાબાર વર્ષ કોશાના મોહબંધન લાગતાં હતાં કે અતૂટ છે. પણ એક જ ઝાટકે તે બંધન તોડવાનું સામર્થ્ય સ્થૂલિભદ્રમાં આચ્છાદિત હતું. સ્વર્ગીય સુખ ભોગવતાં છતાં ક્યારેય તૃપ્તિ થતી ન હતી, તેવો કામાસક્ત ભદ્ર સિંહબાળ હતો. સમય આવે ભોગ સામે ત્રાટક્યો. ભોગને ભગાડી દીધા. પિતાના આત્મવિસર્જનના પ્રસંગે પેલા મર્માળા હ્રદયના ખૂણાને વીંધી નાંખ્યું. કાયાની માયા, કોશાની મોહક માયા, પળવારમાં ખંખેરી નાંખી કેવળ લજ્જાવસ્ત્ર પહેરી તે ચાલી નીકળ્યો. ભાઈએ રોક્યો, બહેને રોક્યો, કોશાએ કહ્યું હતું, ‘“બાજી અધૂરી છે જલદી આવજો.’’ પણ તે ના રોકાયો, ડંખેલા પાપના પ્રાયશ્ચિત્ત માટે તે અજ્ઞાતસ્થળે ચાલી નીકળ્યો. કોશાની કમળ જેવી મૃદુ કેદમાંથી છૂટ્યો. હવે કોણ કોશા, કોણ ભાઈ ? કોણ બહેન ? બંધન તૂટ્યાં. તત્ત્વચિંતકો કહે છે એક વાર સ્પર્શેલું આત્મબળ કોઈ પરિબળોથી આચ્છાદિત થયેલું કાળલબ્ધિએ પરિપક્વ થઈ પ્રગટ થાય છે. સાપ કાંચળી ઉતારે પછી પાછું ન જુએ તે તો પ્રકૃતિવશ છે, પણ Page #11 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલિભદ્ર જેવા મહામાનવો પ્રકૃતિની પરવશતા ત્યજી આત્મશક્તિનો આશ્રય લે છે, તે શક્તિના પ્રકાશે અંધારા ઉલેચાઈ જાય છે. આશ્ચર્ય છે કે કોશા-ભદ્રની સાડાબાર વર્ષની હરેક પળ કેવળ રંગરાગ, વિલાસ, કામોત્તેજક વાતાવરણ. ઉપવન કે આવાસ કોઈ જગાનો ખૂણો એવો ન હતો માનવની કામવાસનાને ઉત્તેજિત ન કરે. યોગીઓ ચળે તેવો કોશાનો આવાસ હતો. અરે વાતાવરણમાં માદક સુગંધ પ્રસરેલી રહેતી તે પણ માનવને આકર્ષણ પેદા કરે તેવી હતી. સ્થૂલિભદ્ર પ્રથમવાર કોશાના આવાસમાં આવ્યો ત્યારે તેને લાગ્યું કે કોશા સ્વપ્નમૂર્તિ છે તો આ આવાસ સ્વપ્નસૃષ્ટિ છે. ભાઈ! આખરે આ બધું મર્યાદિત વર્ષોનું સ્વપ્ન છે. કોશાનો પરિચય પાપ છે” આ શબ્દોનું રટણ બદલાઈ ગયું અને સ્થૂલિભદ્ર એ દુનિયા વિસરી ગયો. સ્વર્ગની અપ્સરા તો તેણે જોઈ ન હતી પણ તે બોલી ઊઠયો “કોશા! ખરેખર તું સ્વર્ગની અપ્સરા છે.” અને કોશાના સ્પર્શથી તેના રોમેરોમ કામથી ભરાઈ ગયાં. તે પળે ભદ્ર હાર્યો કોશા જીતી ગઈ. છતાં ભદ્રમાં રહેલો પાપનો ડંખ કંઈ એમ ભુસાઈ જાય તેમ ન હતો. કારક તે ખૂંચતો ત્યારે તેની ઉદાસીનતા ચતુર કોશાથી છાની ન રહેતી. ભદ્રની ઉદાસીનતા દૂર કરવા તે સતત જાગ્રત રહેતી. આખરે પુરુષની વિજાતીય વૃત્તિને આધીન ભદ્ર કોશાને આધીન થઈ ગયો. દુનિયા, પિતા, ભાઈ, બહેનોથી હવે તે યોજનો દૂર હતો. એ જ સ્થૂલિભદ્રના અંતરાત્મા જાગ્યો ત્યારે પલકવારમાં સર્વ ત્યજી તેણે વનની ઘેરી વાટ પકડી લીધી. આશ્ચર્ય આશ્ચર્ય, કોશાના ઉપવન, આવાસની કણેકણ અને ક્ષણેક્ષણ ભોગવેલા ભોગવિલાસના સ્થાને તે યોગી બનીને આવ્યો ત્યારે એ જ સ્થાનો, વળી ભદ્રના આગમન પછી તેમાં વિશેષ સજાવટ થઈ છતાં યોગીના એક રોમમાં વિકાર ન જન્મ્યો. ચાર ચાર માસ એ જ ઉત્તેજિત આહાર અને વાતાવરણ, કોશાને Page #12 -------------------------------------------------------------------------- ________________ ११ પહેલાંનો ભદ્ર મેળવવાના કોડ, તેને માટે જાણે મદનસેના સાથે તે મેદાને પડી હતી. તે સમયનો તેનો સ્પર્શ કામીજન માટે સ્વર્ગ હતો. પરંતુ આ તો ગુરુકૃપા સાથે સમાધિયોગ સાધીને આવેલો હતો. આત્મસ્વરૂપ પ્રેમની જ્યોતિ લઈને આવ્યો હતો. યોગીએ આખરે કોશાને કહ્યું, પ્રેમજ્યોતિ પ્રગટાવવા આવ્યો છું. પ્રેમપતંગિયું તો ક્યારનુંયે નાશ પામ્યું છે.” આ યોગી કોશાના કમનીય અને મદનીય નૃત્ય સામે હિમગિરિની જેમ નિશ્ચલ અને પવિત્રતાનો પુંજ બનીને બેસતા. આખરે કોશા એની મદનસેના સાથે હારી એટલે તો કહ્યું છે કે કોશા જીતી હોત તો આ કથાનક પ્રગટ ન થાત. યોગીની જીત વડે કથાનક અમરતત્વ પામ્યું. ધન્ય યોગી. તમારું નામ અમરત્વ પામ્યું, તેમાં અદ્ભુત વિશદતા તો રહી કે સાથે જોડાયેલા સૌના નામને પણ એ અવસ૨ મળી ગયો. પિતા, ભાઈ-બહેનો, કોશા સૌ. નવમા નંદરાજા : આઠમા બૃહદરથના સમયમાં શકટાલે મંત્રીપદ લીધું. ત્યાર પછી નવમા ધનનંદનું શાસન આવ્યું. રાજાઓ રાજ્ય જીતે અને મહામંત્રીઓ તેનું રક્ષણ કરી વિકસાવે, સમયસૂચકતા વડે અન્ય રાજ્યોમાં સત્તા જમાવે. મગધનાથ સમ્રાટ થયા. તે જેવા રણશૂર હતા તેવા જ સાહિત્યપ્રેમી અને દાનશૂર હતા. તેમાં વળી પૂરા ભારતવર્ષના સમ્રાટની પદવી પ્રાપ્ત ચક્રવર્તીની જેવી સમૃદ્ધિને પામીને ધનનંદ, મગધપતિ ખૂબ નિરાંત અને સુખ અનુભવતા, નાના મોટા અંતરાયો તેમના એકૈશ્વર્ય મહામંત્રી સંભાળી લેતા. સાત સાત કિલ્લા વચ્ચે આવેલા મગધપતિના અંતઃપુરની રચના પણ અદ્દભુત હતી. સોનેરી કાંગરા અને રૂપેરી દીવાલોથી શોભતું, સુવર્ણરાશિથી ભરપૂર ખજાનો ધરાવતો એ પ્રાસાદ અતિ રમણીય હતો. પરંતુ સમ્રાટપદ એટલે રાત્રિદિવસ રક્ષિત રહેવું પડે તેવું પદ. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આથી આ પ્રાસાદ સેંકડો શિસ્તબદ્ધ સૈનિકોથી ધમધમતો. છતાં વાતાવરણમાં શાંતિ અને સૌરભ હતાં. સુખસમૃદ્ધિથી ચારે દિશાઓ છલકાતી હતી. મંત્રણાગૃહો સશક્ત અને કડક ચોકીપહેરાથી રક્ષિત રહેતું. મગધપતિની ભાગ્યરેખા બળવાન હતી. તેમને માટે જાન આપનાર મહામંત્રી મહાપ્રતિહાર, રથાધ્યક્ષ જેવા વિશ્વાસુ સેવકો હતા. મગધેશ્વર ઇન્દ્ર સમા હતા. સાહિત્ય કલાપ્રેમી મગધપતિ હવે ઘણો સમય કાવ્યવિનોદમાં ગાળતા. શાસ્ત્રના છંદોની નવરચનાઓને બિરદાવતા. જાણે તેઓ ભૂલી ગયા કે સામ્રાજ્ય સ્થાપ્યા પછી ચારે બાજુ મિત્રો સાથે શત્રુઓ પણ હોય, તેઓ ગમે ત્યારે ગેરલાભ ઉઠાવે. પરંતુ તેમનું આ કાર્ય તો મહામંત્રી સંભાળતા હતા. એકેશ્વર્ય ભક્તિવાળા મહામંત્રી વિચક્ષણ હતા, તેમને શસ્ત્રવિદ્યા ભોગે શાસ્ત્રવિદ્યામાં કોઈ છૂપો સંદેહ હતો કે અન્ય શત્રુરાજાઓ આનો ગેરલાભ ન ઉઠાવે. પરંતુ કાળનું ચક્ર વિપરીત ચાલ્યું. તેમની આ ભાવનાને મગધપતિ ઓળખી ન શક્યા, અને મહામંત્રીનું બલિદાન દેવાયું. કહે છે રાજા હાથના શૂરવીર અને કાનના કાચા હોય. પછી તો ક્રમે કરીને ધનનંદને હરાવી ચંદ્રગુપ્ત રાજ્ય પામ્યો. રૂપકોશા પૌરુષેય સામર્થ્યમાં યુવાન યૂલિભદ્ર અદ્વિતીય હતો. તેથી વિશેષ રૂપકોશા તે કાળે ભારતવર્ષમાં રૂપ, સૌંદર્ય અને નૃત્યકલામાં અજોડ હતી. હજાર અપ્સરાઓના રૂપસૌંદર્યનું જાણે એકમ હતું. ગણતંત્ર વૈશાલીની જીતમાં મહારાજા નંદીવર્ધનના શાસનકાળમાં વૈશાલીની ખ્યાતનામ રાજનર્તકી સુનંદા તેના પતિ સાથે પાટલીપુત્ર આવી હતી. સાથે તેની કન્યા તેનાથી પણ રૂપમાધુર્યમાં વિશેષ હતી તે રૂપકોશા. સુનંદા સ્વયે રાજનર્તકી છતાં ગુણસંપન્ન હતી. અનેક રાજા મહારાજાઓના સંપર્કમાં છતાં જીવન સાત્ત્વિક હતું. તે આખરે Page #14 -------------------------------------------------------------------------- ________________ १३ બૌદ્ધ ભિક્ષણી થઈ હતી. સુનંદાએ રૂપકોશાને કુમારનૃત્યાચાર્ય પાસે ઉત્તમ નૃત્ય કળાસાધના માટે મૂકી હતી. માતા અને આચાર્ય રૂપકોશાને નૃત્યકલા સાથે સંયમી જીવનના સંસ્કારનું સિંચન કરતા. માતાની ઈચ્છા હતી કે રૂપકોશા પણ શ્રેષ્ઠ નૃત્યાંગના થાય. તે કાળે રાજસેવા આપતી વિશિષ્ટ નર્તિકાઓ કેવળ હલકી મનોવૃત્તિવાળી ન હતી. તેઓને પણ કૌમાર્ય જેવા આદર્શો હતા. રૂપકોશાને પણ મહત્ત્વાકાંક્ષા હતી. ભારતવર્ષનું શ્રેષ્ઠ પદગૌરવ લેવાનું તે ભલે રાજનર્તિકાનું હોય, તે કાળે ગણિકા માત્ર નગણ્ય કે દુરાચારી મનાતી ન હતી. શ્રેષ્ઠ નૃત્યકલાની સાધનાને પરિણામે તેણે પદગૌરવ પ્રાપ્ત કર્યું, તે દરમ્યાન તેણે ભવ્યતા રૂપ અને કલાને વરેલા સ્થૂલિભદ્રનો પરિચય થયો અને તેનામાં નારીત્વની સાહજિક વૃત્તિ ઊઠી. આવા પુરુષને પ્રાપ્ત કરી ઉત્તમ કુળવધૂપદ પ્રાપ્ત કરવું. તે જાણતી હતી કે સ્થૂલિભદ્ર ભવ્ય નવજવાન છે. તેના યૌવનમાં ઓજસ છે. તેનાં નયનોમાં દિવ્યતા છે. પદગૌરવની પ્રાપ્તિ સાથે રાજ્યવ્યવસ્થાના નિયમથી તે બદ્ધ હતી કે રાજર્તિકાએ કૌમાર્ય પાળવાનું રહેશે. પદગૌરવની લાલસામાં તેણે માન્યું કે તે કંઈ કઠણ નથી. સ્થૂલિભદ્રમાં તેણે પોતાને યોગ્ય પુરુષનાં દર્શન થતાં ગજબનું આકર્ષણ પેદા થયું હતું. કામદેવ જેવી પ્રતિકૃતિનાં તેને દર્શન થતાં. આથી તેના ચિત્તમાં અનેક કલ્પનાઓ આકાર લેવા લાગી. રાજરાજેશ્વર જેવી સમૃદ્ધિ, કલાની પરમસિદ્ધિ, શ્રેષ્ઠ પદગૌરવ અને યોગીઓને ચલિત કરે તેવું યૌવન, કેવું અનુપમ? આ વિચારમાળાની વચમાં ઊંડાણમાં પડેલી સ્થૂલિભદ્રની સ્મૃતિ ક્યાંથી ઊપસી ! ઓહ એ સૌંદર્ય, સિદ્ધિ અને કલાઓ પુરુષસાથી વિહોણી સ્ત્રીને શું સુખ આપશે? અને તે ક્યાં સુધી? મારે માત્ર રાજનર્તકીની જેમ જ જીવવાનું? મારાં કોઈ અરમાન પૂરાં નહિ Page #15 -------------------------------------------------------------------------- ________________ १४ કરવાનાં? શા માટે મગધપતિએ આવી કપરી શરત મૂકી છે? પોતે સ્ત્રીસુખ ભોગવે છે, તેમને અન્યના સુખનો ખ્યાલ નહિ હોય? રૂપકોશામાં જેવું સૌંદર્ય છે તેવી જ કુશળતા છે. તરત જ એક વિચારની વીજળી ઝબકી. મગધપતિને ખુશ કરીને આ મહત્ત્વાકાંક્ષા જરૂર પૂરી કરીશ. તે ઉત્તમકુળની પુત્રવધૂ બનશે. ઉત્તમ માતૃત્વ ધારણ કરશે. આથી સમય આવે મગધપતિને રીઝવી વરદાન માંગી રાજસેવાથી મુક્ત થઈ. હવે તેને માટે વિશ્વમાં એક જ અરમાન ભદ્ર.' ભદ્રનું પૂરું અસ્તિત્વ કોશામય રહેવું જોઈએ. તેની માતાએ સંસ્કાર તો ઉત્તમ આપ્યા હતા પરંતુ જેમ કહે છે કે લોહીના સંસ્કારો ઊંડા હોય છે. રાજનર્તકી તરીકે સંસ્કાર અન્યને રીઝવવાનો, આકર્ષિત કરવાનો. રૂપકોશાએ પોતાના દેહના પૂરા સૌંદર્યને ભદ્રને સમર્પિત કરી દીધું. ભદ્ર માટે પદગૌરવ, સિદ્ધિઓ પણ ત્યજી દીધી. ભદ્રના હૃદયમાં સમાઈ જવું તે જ તેને માટે સર્વસ્વ હતું ને ? રૂપકોશાને જ્યારે ઉચ્ચ પત્નીપદના ભાવ ઊઠતા ત્યારે તે મનોમન કહેતી : અરે તું ગણિકા તને સતી જેવા પતિભાવ કેમ ઊઠે છે? યદ્યપિ ભદ્ર પ્રત્યે તેની પ્રીતિ સતી જેવી તો હતી. ભદ્રની પ્રાપ્તિ માટે તેનો ત્યાગ ઘણો મહત્ત્વનો હતો. છતાં અધ્યાત્મરસિક, પિતૃઆજ્ઞાને વરેલો, કોશાના પરિચયમાં પાપભીરુ, ગણિકાના કુળને હલકું માનનાર ચતુર અને રૂપમોહિની કોશાએ એવા ભડવીરને પણ વશ કર્યો. સવિશેષ ગણિકા તરીકેની કુશળતા ખરી જ. છતાં ઉત્તમતા પણ ખરી કે ભોગવિલાસ સાથે કલારસિકતાને જીવંત રાખી. છેવટે જે કંઈ ધનરાશિ હતી તે પણ ભદ્રને ખુશ કરવા ખર્ચી નાખી. છતાં ભદ્ર પાસેથી કોઈ અપેક્ષા નહિ સિવાય ભદ્રના હૃદયમાં, પૂરા જીવનમાં કોશાનો સ્વીકાર. રંગશાળાના સર્જન દ્વારા કોશાની એ મહત્ત્વાકાંક્ષા પણ પૂર્ણ થઈ. તે પ્રસંગે ભદ્ર કોશામાં રહેલી ઉત્તમ નારીત્વની ગરીમા પારખી Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૬ લીધી. તેવા ભાવાવેશના અંતિમ દિવસે કોશા વિષે વિકલ્પ રહિત થઈ પોતાના બાહુપાશમાં તેને સમાવી દીધી ત્યારે કોશાનું રોમેરોમ પોકારી ઊડ્યું ઃ આ જ સ્વર્ગ છે. સ્વર્ગથી અધિક છે. સઘળો શ્રમ યથાર્થતા પામ્યો. રૂપકોશા ક્યાં જાણતી હતી એની આ સ્વર્ગીય પળો ચાર દિવસની ચાંદની જેવી નીવડવાની છે. અને એને સ્વીકારનારો ભદ્ર તો સાધુતાના પરમપંથે ચાલી નીકળશે. બાર બાર વર્ષની પ્રેમથી ગૂંથેલી કડીઓ તૂટી પડશે ! - સ્થૂલિભદ્રના ચિત્તમાં પિતૃગૃહ ત્યાગનો કે પાપનો ડંખ ન રહે તેવી સતત ચિંતા સેવતી, કોશાએ અદ્ભુત રંગશાળાનું નિર્માણ કરી ભદ્રના હૃદયના ઊંડાણમાં એક શલ્ય હતું તેને પણ શમાવી દીધું. રંગશાળાના અંતિમ દશ્યમાં ભદ્ર પણ અનુપમ અભિનય પ્રગટ કર્યો, આમ ભદ્ર-કોશાએ જાણે સંતાનરૂપી રંગશાળાને જન્મ આપી નિરાંત અનુભવતા હતા. રૂપકોશાના રાત્રિદિવસ ભદ્રના સહવાસમાં આનંદભર્યા વરસો વીતતાં ગયાં. કોશાનો પ્રેમ ભદ્ર પ્રત્યે અપેક્ષારહિત હતો. છતાં તેના ગણિકાજન્ય સંસ્કારથી વિલાસી જીવનની મર્યાદા ન હતી. સામાન્ય સ્ત્રી ભોગવિલાસનું અંતર બાહ્ય આવું પરિબળ ઊપજાવી ન શકે તેણે ભદ્ર પાસે પોતાનું અસ્તિત્વ એવું ઊપજાવ્યું હતું, ભદ્ર તેના વગર એક ક્ષણ જીવી ન શકે. યદ્યપિ કોશાને ગણિકાજન્ય સંસ્કારથી એમાં કંઈ અયુક્ત લાગતું ન હતું. આવા મનોભાવવાળી કોશાને ત્યજીને ભદ્ર ગયો ત્યારે કારમાં વિરહની મૂછમાંથી તેને જાગતા ઘણા દિવસો વીતી ગયા. તે સમયના તેના હૃદયની વ્યથા કોઈ કવિ પણ કરી શકવા સમર્થ ન બને. તેના એક એક રોમમાં દરેક ક્ષણ વિરહની પીડાથી – દર્શનથી ભરેલા હતા. સુખભર્યા એ જ ઉદ્યાનો એ જ ચિત્રશાળા સ્મશાનવત લાગતા હતા. કોશા રોજ સવારે એક આશાએ ઊઠતી ભદ્ર આવશે. તેના Page #17 -------------------------------------------------------------------------- ________________ १६ શણગાર છૂટી ગયા હતા. શૃંગારનાં સાધનો પણ જાણે વ્યથામાં સૂર પુરાવતા, ઉદ્યાનના પક્ષીઓનો કલરવ પણ જાણે વિરહમાં પૂરક થતો હતો. હૃદયમાં લાગેલી આગને કોઈ ઉપવન – બાગ શીતળતા આપતો ન હતો. તેના અશ્રુપ્રવાહને રોકવા સખી જેવી દાસીઓ પણ મુંઝાઈ જતી. આવા વિરહાગ્નિએ તેને માટે સંસારમાં કોઈ સુખની છાયા રહેવા ન દીધી. દુઃખના દિવસો વીત્યા, એક દિવસ ભદ્ર પુનઃ તેને આંગણે આવ્યો. પણ મુનિના મુખમાંથી નીકળેલા શબ્દોનું તેને કંઈ મૂલ્ય ન હતું. ‘સ્વપ્નમૂર્તિ મનોહારિણી’ને બદલે ધર્મલાભ? કોશાને આ શબ્દોએ દુઃખી કરી, મારે તો પહેલાંનો ભદ્ર જોઈએ, આ ભદ્ર તો નવા જ શણગાર સજીને અણગાર થઈને આવ્યો હતો. સામાન્યપણે સ્ત્રી વિરહનું દુઃખ તો અનુભવ પણ કોશામાં જેટલી વિલાસની પ્રચુરતા હતી તેટલી જ વિરહની પ્રચુરતા હતી. કોશાનું ખાવું, પીવું, સૂવું તેના સુંદર અલંકારો, વસ્ત્રો, સૌ તેને માટે ઝેર જેવા લાગતા, જેમાં તેણે અમૃતપાનની ભ્રમણા સેવી હતી. દિવસો જતા, અને વિરહનો ડંખ વધુ ઊંડો જતો. ભદ્રમુનિ તેને આંગણે પધાર્યા, કોશાને આશા બંધાણી તે જરૂર ભદ્રને રીઝવી શકશે અને નૃત્યો, ગીતોની મદનસેના સાથે લઈને રોજે રીઝવવા પ્રયત્ન કરતી. ભાદરવો ભર જળ વરસે, પંખીયુગલ માળે ઠરસે, વિરહે નારી કિશ્ય કરશેઅમે રસીલા સાથે રમશું. આખરે કોશા સ્વયં બૂઝી અને સન્માર્ગ પકડી લીધો. યક્ષા: જૈનદર્શનાવલંબી, પ્રાતઃ પ્રતિક્રમણ કરનારા સૌને પરિચિત એવી યક્ષા, સતી-સાધ્વી પ્રાતઃ સ્મરણીય છે. માતાના સુસંસ્કારનો વારસો દીપાવ્યો. ગુરુજનો પાસે શાસ્ત્રાભ્યાસ કરવો એ પુણ્યયોગ પણ કેવો જબરો. એક રંગે રંગાયેલી બીજી છ સતી બહેનો. સૌના હૃદયમાં સંયમની ભાવના. યક્ષા, લક્ષદિના, ભૂયા, ભૂયદિન • સેણા વેણા, રેણા. દરેક પાસે શાસ્ત્રજ્ઞાનની વિશિષ્ટતા હતી. Page #18 -------------------------------------------------------------------------- ________________ १७ જ્ઞાનનો ક્ષયોપશમ પણ અદ્ભુત! યક્ષા એક જ વાર શ્રવણ કરે અને શબ્દો ટંકાત્કિર્ણ થઈ તેમની સ્મૃતિમાં જડાઈ જાય તે પ્રમાણે બીજી બહેનને બેવારનું શ્રવણ ટંકાઈ જતું, એમ સાતનો ક્રમ હતો. મગધેશ્વર નંદરાજાની કાવ્યસભામાં શ્રેષ્ઠ કવિરાજ વરરુચિને આ વિદ્યાબળે હાર મળી હતી. જેના કારણે વરરુચિ શકટાલના શત્રુપણે ઊભો થયો, તે પ્રસંગના વિષે શકટાલના આત્મવિસર્જન સુધી પહોંચ્યા. શકટાલનાં બધાં જ સંતાનો સત્ત્વશાળી હતાં એથી યક્ષાને એક વિકલ્પ ઊઠ્યો કે અમારી વિદ્યા આવા કપટમાં વપરાશે? પિતાએ તે પ્રસંગની પાછળ રહેલી પોતાની મગધેશ્વરની ભક્તિ, રાજ્યની રક્ષા, જેવાં કારણોથી તેના મનનું સમાધાન કર્યું હતું. શકટાલ પણ માનતા કે આવાં સંતાનોનું પિતૃપદ ભાગ્યવંતુ છે. અને સંતાનો તો આવા પવિત્ર હૃદયવાળા પિતા પામીને પોતાને ધન્ય માનતાં હતાં. શ્રીયકના લગ્ન સમયે પિતાએ પૂછ્યું, “યક્ષા શ્રીયકનાં લગ્ન પછી તમારાં લગ્ન પણ ગોઠવી દઈએ !” ના, પિતાજી અમે તમારી હયાતીમાં શાસ્ત્રાભ્યાસ કરશે અને પછી સંયમ ધારણ કરશું.” યુવાનવય, સાંસારિક સુખનો પુણ્યયોગ છતાં સાત પુત્રીઓ સંયમમાર્ગે વળી, સાધ્વી સતીપણે જીવી પોતાની પવિત્રતાથી નામ ઉજમાળ કરી ગઈ. યક્ષાના કહેવાથી શ્રીયકે ઉપવાસના પચ્ચખ્ખણ લીધા. અંતે દેહકાળને જીરવી ન શકવાથી અનશન કરી કાળધર્મ પામ્યા, ત્યારે યક્ષા દુઃખી થઈ અને કાયોત્સર્ગનો આધાર લીધો. શાસનદેવી પ્રગટ થયાં. તેઓ તેને મહાવિદેહ ક્ષેત્રમાં લઈ ગયાં. શ્રી સીમંધર સ્વામી પાસેથી નિર્દોષતાનું સમાધાન મેળવ્યું. વિશેષ તો ચાર અધ્યયનો ભેટ લઈ આવ્યા. ધન્ય છે તે યક્ષાને. શ્રીયકઃ તે મહામંત્રી શકટાલનો નાનો પુત્ર હતો. બંને ભાઈઓ સત્ત્વશીલ, પરાક્રમી અને સરળ સ્વભાવી હતા. છતાં બંનેમાં એક અંતર Page #19 -------------------------------------------------------------------------- ________________ ઉર્ ન કળાય તેવું હતું. શ્રીયક પિતૃઆજ્ઞાને આધીન રહ્યો. તેનામાં પિતા જેવું પ્રભુત્વ કે કવિત્વ ન હતું, શૂરવીર જરૂર હતો. પિતાની આજ્ઞાને આધીન થઈ શ્રીયકે સ્વહસ્તે પિતાનો શિરચ્છેદ કર્યો હતો. તે પહેલાં તેણે પિતાને કહ્યું હતું કે “મહામંત્રીને શત્રુ માનનારને શ્રીયક ક્ષણમાત્રમાં મરણને શરણ કરી દેશે. શ્રીયકમાં બીજું સામ્રાજ્ય સરવાની તાકાત છે” છતાં સ્થૂલિભદ્રમાં જે સામર્થ્યની વિશેષતા હતી, શકટાલમંત્રીના જેવી વિચક્ષણતા હતી તેવી ભોળા શ્રીયકમાં ન હતી. પરંતુ સામર્થ્યવાન છતાં સ્થૂલિભદ્ર જુવાનીના તરવરાટમાં કોશા જેવી સૌંદર્યવતીમાં મોહી પડ્યો અને શ્રીયક તે સત્ત્વ જાળવી શક્યો. અંતે સાધુધર્મ પાળી ઉત્તમગતિ પ્રાપ્ત કરી. વરરુચિ : મહાન વિદ્વાન, મહાત્મા પાણિનિના ગ્રંથો પર પણ ટીકા લખે. શીઘ્ર કવિ, કાવ્યત્વ તો તેમનું જીવન. જેવા કવિ તેવા જ અધ્યાપક હતા. કૌરવોની માતા ગાંધારીની જન્મભૂમિ ગાંધાર. તેની રાજધાની તક્ષશિલા. તક્ષશિલા એટલે અનેક વિદ્યાઓનું સંસ્કારધામ. દેશવિદેશથી સેંકડો વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા. કોઈ વિદ્યાઓ અહીં અપ્રાપ્ય નહોતી. તે પછી આયુર્વેદ હોય કે શસ્ત્રવિદ્યા હોય, જાદુમંત્ર હોય કે રાજતંત્ર હોય, સઘળી વિદ્યાકળાનું એ ધામ હતું. તેમાં પણ વ્યાકરણકાર પાણિનિ, વિષ્ણુગુપ્ત ભારે વિચક્ષણ, વરુચિ મહાકવિ ત્રણેની જોડી અજોડ હતી. ગાંધારના વિજય સાથે આ ત્રણ વિદ્વાનોએ મગધરાજ્યનો આશ્રય લીધો. તેમાં કવિત્વની અજબની શક્તિને કારણે વરરુચિએ મગધેશ્વરની ખૂબ ચાહના મેળવી હતી. મહામંત્રી શકટાલ મગધને સાહિત્યક્ષેત્રે ભારતવર્ષમાં પ્રસિદ્ધિ મળે તેમ ઇચ્છતા હતા. પરંતુ મગધના સામ્રાજ્યનું ભારતવર્ષમાં અપ્રતિબદ્ધ વર્ચસ્વ રહે તેવું તેઓ માનતા હતા. Page #20 -------------------------------------------------------------------------- ________________ १९ વરરુચિને રાજ્યસભામાં કવિત્વમાં હાર મળ્યા પછી મહામંત્રીને શત્રુ તરીકે જોતો. તેમાં તેને ગુરુપુત્રી ઉપકોશાના પરિચયે જાણ્યું કે ઉપકોશાની મહત્ત્વાકાંક્ષા વિદ્વાન કરતાં રાજ પદવીધર પતિની છે. આ કારણે વરરુચિમાં મહામંત્રીપદની તીવ્ર ઝંખના પેદા થઈ. તે વિચારતો કે શકટાલની બરોબરીનું મંત્રીપદ સ્થલિભદ્ર શોભાવે તેવો હતો તે તો હવે સંભવ નથી. શ્રીયક તો ભોળો છે તેને દૂર કરવો સહેલું છે અને મહામંત્રી હવે વૃદ્ધાવસ્થાને પહોંચ્યા છે. સવિશેષ મગધપતિ મારા પર ખુશ છે. તેથી આ પદને મેળવવું સરળ છે. તેણે પોતાના હૃદયની આ વાત ઉપકોશાને કહી. ઉપકોશાએ સહસા જ સમજાવી દીધું કે “જો જો કવિરાજ સિંહની બોડમાં પ્રવેશ કરતા.” છતાં ઉપકોશાને મેળવવા આ પદ માટે તે પ્રવૃત્ત હતો. તેમાં તેને રથાધ્યક્ષ મળ્યો. જેને રૂપકોશા મેળવવાનાં અરમાન હતાં. ઉપકોશા અને રૂપકોશા મેળવવામાં આ બંને ભયંકર ભૂલ કરી રહ્યા હતા. તેઓએ શ્રીયકના લગ્નપ્રસંગના શસ્ત્રઉત્પાદનના કાર્યને કાવતરુ બનાવી મગધમાં વહેતું મૂક્યું. લોકના મોંને ગરણું ન બંધાય. વરરુચિએ કવિત્વનો દુરુપયોગ કર્યો. મગધશ્વરની વિરુદ્ધ મહામંત્રીની અને મહામંત્રીની વિરુદ્ધ મગધેશ્વરની વાતો લોકજીભે મૂકી પ્રસાર કર્યો. નગરચર્ચામાં મગધેશ્વર પોતાની વિરુદ્ધ કાવતરું ઘડાઈ રહ્યું છે તેવી આશંકાથી ભરમાઈ ગયા અને મહામંત્રીનો કુટુંબ સહિત વિનાશ કરવા તત્પર થયા. રાજા કાનના કાચા નીવડ્યા છે. નગરચર્ચામાં મહામંત્રીએ પોતાની વિરુદ્ધ ચર્ચાઓ સાંભળી. મગધેશ્વરનો નિર્ણય જાણ્યો. આવા દાવાનળથી સામ્રાજ્યને બચાવવા પોતે આત્મવિસર્જન કર્યું. એવા મહાન બલિદાને મગધશ્વર પુનઃ નિઃશંક થયા તે સમયે વરરુચિ સ્વયં ભાગી જ ગયો. તેની બધી જ મહત્ત્વાકાંક્ષાઓ ઓગળી ગઈ. કવિત્વ જેવું પવિત્ર સાધન કપટથી કેવી રીતે ટકે? WWW.jainelibrary.org Page #21 -------------------------------------------------------------------------- ________________ અંતિમ શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામીઃ સકલ શ્રુતજ્ઞાનના અને ચૌદ પૂર્વના પરમજ્ઞાતા – શ્રુત કેવળી હતા. અનેકવિધ અદ્ભુત સિદ્ધિઓના ધારક હતા. ભગવાન મહાવીરના ઉપદેશેલા, ગણધરોએ શાસ્ત્રબદ્ધ કરેલાં અંગોનું સંશોધન કર્યું હતું. તે કાળના સાક્ષાત શ્રેષ્ઠ ઉપદેશક જ્ઞાની હતા. વિશેષ-ઉત્કૃષ્ટ સાધના માટે તેઓ હિમગિરિના એકાંત-ઉત્તેગ શિખરોની ગુફામાં મહાપ્રતિમા ધારણ કરી ધ્યાનસ્થ રહેતા હતા. હિમગિરિની હાડ ગાળી નાખે તેવી અસહ્ય ઠંડી તેમની કાયાને સ્પર્શતી. નહિ. અરે વર્ષોની ઝડીઓ પણ તેમને કંપાવતી નહિ. બાવીસ પરિષહો તો તેમના મિત્રો થઈને રહેતા. એમનાં વચનો મંત્ર બનતા. આથી તો અસ્થિગ્રામના ઉપદ્રવને દૂર કરવા તેમણે પવિત્ર ઉવસગ્ગહર સ્તોત્રની રચના કરી હતી. આવી કેટલીએ પરમસિદ્ધિઓ તેઓની સેવામાં રહેતી, છતાં તેઓ નિરપેક્ષ અને નિરહંકારી હતા. એમની મુખમુદ્રામાં જ એવા પરમ પવિત્રતાના દર્શન થતા કે પાપી પણ પવિત્રતા પામતા. તેઓ પોતાનાં અંતિમ વર્ષો ગુપ્તસાધનામાં ગાળવા ઇચ્છતા હતા, છતાં પણ સંઘોના શ્રેય માટે તે હંમેશાં તત્પર રહેતા. તેમણે સંઘને સૂચવ્યું કે તમે સ્થૂલિભદ્રને યુગપ્રધાનપદે સ્થાપો. પોતે હવે નિવૃત્ત થશે. જેનશાસનના આવા સર્વોત્કૃષ્ટ યુગપુરુષથી જૈનધર્મ જયવંતો વર્તે છે. ધ્યાનની ગુપ્તસાધના છતાં તેઓએ સ્થૂલિભદ્રને પોતાના પૂર્વનું જ્ઞાન પ્રદાન કરવા સંઘબળની આજ્ઞાને અગ્રિમતા આપી પોતાની સંઘસેવાની ભાવના પ્રગટ કરી હતી. મહાશ્રુતજ્ઞાની છતાં સંઘ પ્રત્યે આદરસહિત નમ્રતા ધારણ કરતા. સંભૂતિનિઃ શ્રી ભદ્રબાહુ હિમગિરિમાં નેપાળ તરફ એકાંતની સાધના માટે જતાં તેમણે સંઘની સંભાળ ગુરુબંધુ સંભૂતિમુનિને સોંપી હતી. તેઓ પણ મહાવિદ્વાન હતા. મધુરભાષી, તપસ્વી અને શ્રુતધારક Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨9. હતા. ઇન્દ્રિયવિજયી, કરુણાથી ભરપૂર, સમભાવી, મુનિગણોમાં શ્રેષ્ઠ સ્થાન ધરાવતા હતા. પ્રભુ મહાવીરના આઠમા પટધર હતા. પ્રભુના ઉપદેશનો સાર તેમને કંઠસ્થ હતો, સુધર્માસ્વામીની પાટને દીપાવે તેવા શાસ્ત્રજ્ઞ હતા. તેમની વાણીમાં એવી સંજીવની હતી કે સેંકડો નરનારીઓનો સંસારભાવ ક્ષય થઈ જતો. તેમના સમયમાં સંઘમાં ચાર વર્ણોનો સમાન ભાવે સમાવેશ હતો, વર્ણભેદ વગર જનતા તેમની આજ્ઞા અને ચરણસેવામાં અપૂર્વ શ્રદ્ધા ધરાવતી. તેમનો સંઘ જૈનસંઘ કે આહંત સંઘ કહેવાતો. સેંકડો સાધુસાધ્વગણના તે નેતાપદે હતા. તેમનાં બોધવચનો ચમત્કારિક હતાં. સ્થૂલિભદ્રના પાપડંખને, હૃદયમાં ઊઠેલી આગને ફક્ત ધર્મલાભ' શબ્દ વડે અપૂર્વ શીતળતા પ્રાપ્ત થઈ હતી તેથી તેમની કૃતવાણી એ સંજીવની હતી. તેમના યોગબળે સ્થૂલિભદ્રનું જીવન પણ નિર્મળતા પામ્યું. જેનાથી તેઓ સંયમવીરતાને વર્યા. ધન્ય તે મુનિવરો. નિર્મળ રોહણ ગુણમણિભૂધરા, મુનિજન માનસ હંસ, જિનેશ્વર ધન્ય નગરી ધન્ય તે વેળા ઘડી, માત-પિતા કુલ વંશ જિનેશ્વર.” શ્રી આનંદઘનજી Page #23 -------------------------------------------------------------------------- ________________ २२ I ( પુનઃ કોશાને આંગણે વાટડી જોતી કોશાની આંખડી (૨) આવી ઊભા સ્થૂલિભદ્ર આંગણે જી રે કે, વાટડી પંખો નાખું કે ઢોલિયા ઢળાવું (૨) તમે કહેજો હો મારા નાથજી રે... કે, વાટડી. ગુરુએ લીધી છે આકરી પરીક્ષા મોકલ્યા તમારે બારણે જી રે... કે, વાટડી... ઇંદર ચળાવું હું તો આસનો ડોલાવું, મારા મનના એ અરમાન જી રે કે વાટડી. એવું ધારીને ઘેલી કોશા આવી ઉમંગે, ચિત્રશાળાએ રાતડી નાચતી રે. કે વાટડી.. દિનો વિત્યાને માસો વિત્યા છે, નવા નવા વહાણલા વાતા જી રે કે, વાટડી.. રાત્યોની રાત્યો કોશા નાચી છતાંયે, મેરુ સમ ભદ્ર ના ડગિયા જી રે. કે વાટડી... રીઝો રીઝો મારા હૈયાના ટુકડા, એમ શ્વાસે શ્વાસે ઓવારતી રે... કે વાટડી.. મુનિ ભદ્ર કરુણાથી એમ વદે કે, બૂઝ બૂઝ રૂપરાણી કોશિયા રે... કે વાટડી.. ભદ્ર છોડો આ વેશ અને વિરાગી વાતો મારે જોઈએ સલૂણો ભરથાર રે. કે વાટડી... કોશિયા ભોગ તો મહાપાપનું મૂળ છે એમ સૂણી છેવટે કોશા બૂઝિયા રે. કે, વાટડી Page #24 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર હિજ જ અનાજ જ તે કાળે સમયે, તે કાળે તે સમયે ચરમપતિ ભગવાન મહાવીરના પરમ પવિત્ર પાદસ્પર્શથી મગધ સામ્રાજ્યની રાજધાની રાજગૃહી પાવન થઈ હતી. ભાવિ ચોવીશીના તીર્થકર નામકર્મ પ્રાપ્ત મગધ સામ્રાજ્યના સમ્રાટ શ્રેણિકના સમયની રાજગૃહી એટલે ધર્મનું આશ્રયસ્થાન મનાતી. સમ્રાટ શ્રેણિક ભગવાનના મહાભક્ત હતા. તેમણે ભગવાનના ઉપદેશ દ્વારા અહિંસાધર્મનો સ્વીકાર કરી વ્યાપક પ્રસાર કર્યો હતો. જૈનધર્મની સંસ્કૃતિને શ્રેણિકે વિશદતાથી વિકસાવી હતી. ભગવાન બૌદ્ધ પણ ભગવાન મહાવીરના સમકાલીન અહિંસાધર્મના પ્રવર્તક હતા. ભગવાન મહાવીરના બોધથી ચેલણારાણી જૈનધર્માવલંબી હતાં. શ્રેણિકરાજાએ ચેલણારાણીના અનુરોધથી જૈનધર્મનો સ્વીકાર કર્યો હતો. રાજગૃહી ધર્મતીર્થનાં સ્થાપત્યોથી સુશોભિત હતી. પ્રજા સમૃદ્ધ અને સુખી હતી. તે નગરીમાં સુલસા જેવી પવિત્ર શ્રાવિકા, સુદર્શન જેવા શીલવાન પુરુષ, શાલિભદ્ર જેવા દૈવી સુખવૈભવવાળો ભદ્ર પુરુષ, પુણિયા શ્રાવકની સામાયિક જેવી બહુમૂલ્ય આરાધનાનો મહિમાવંત પ્રસંગ એ આ ભવ્ય નગરીની સાત્ત્વિક અને ગૌરવશાળી શોભા હતી. તે કાળે અને તે સમયે ભગવાન મહાવીરનું ધર્મચક્ર પ્રજાના રોમે રોમે Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર સ્થાન ધરાવતું હતું. ઊંચનીચના ભેદરહિત પ્રભુ મહાવીરનો પંથ મહામહિમાવંત હતો. ધર્મચક્ર તીર્થંકરના સમયમાં પ્રવર્તે છે પણ કાળચક્ર તો નિરંતર પ્રવર્તે છે. સમ્રાટ શ્રેણિકની રાજગૃહી અને પૂરા સામ્રાજ્યમાં સમયના વહેણ બદલાતા અનુક્રમે નંદવંશનો જન્મ થયો. તેમાં નવમા ધનનંદ રાજા થયા. તેમણે મગધના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. મગધદેશની રાજધાની પાટલીપુત્ર અસ્તિત્વમાં આવી. ધનનંદ રાજાના મહામંત્રી તરીકે શકટાલ અત્યંત વફાદાર અને સમર્થ પુરુષ હતા. મહામંત્રી શકટાલ જન્મે બ્રાહ્મણ કુળના હતા. તેમનાં પત્ની જૈનધર્મથી સંસ્કારયુક્ત હતાં. દંપતીનાં દિલ ઉદાર હતાં, આથી અન્યોન્ય પૂરક થઈ તેઓ આદર્શ જીવન જીવતાં હતાં. મહામંત્રીપદને સ્વીકાર્યા પહેલાં તેમને સ્થૂલિભદ્ર નામે પુત્રનો જન્મ થયો હતો. ત્યાર પછી યક્ષા, યક્ષદિના, ભૂયા ભૂયદિના, સણા, વેણા, રેણા સાત પુત્રીઓનો જન્મ થયો હતો. ત્યારબાદ શ્રીયક નામે નાનો પુત્ર જન્મ્યો હતો. નવ સંતાનોને જન્મ આપી માતાએ ચિરવિદાય લીધી હતી. તે પહેલાં તેઓ મહામંત્રીપદે નિયુક્ત થયા હતા. ( સ્થૂલિભદ્રના જન્મની વિશેષતા પતિપત્ની જેવાં ધર્મસંસ્કારી હતાં. તેવા સંસ્કારોનું સિંચન તેમણે બાળકોમાં કર્યું હતું. આથી સંતાનો માતાપિતાની જેમ સંસ્કારસંપન. ધર્મપરાયણ, સંયમ અને શીલનાં આરાધક હતાં. પત્નીના મરણ પછી બાળકોના ઉછેરની અને મહામંત્રી તરીકે રાજકારભારની જવાબદારી આવી પડી. પરંતુ કુશળ, મેધાવી કર્તવ્યપરાયણ મહામંત્રી બંને જવાબદારીઓ વહન કરતા હતા. માતાપિતાની જેમ સંતાનો પુણ્યશાળી હતાં. તેમાં સવિશેષ સ્થૂલિભદ્રનો જન્મ કોઈ ધન્ય પળે અને સુનક્ષત્રમાં થયો હોય તેવું જણાતું હતું. કોઈ રૂપસુંદરીને બ્રહ્માએ નવરાશે ઘડી હોય તેમ Page #26 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર ચૂલિભદ્ર - ૩ સ્થૂલિભદ્ર વિષે હશે તેવું જણાતું. તેના લલાટની રેખાઓ જોઈ જ્યોતિષીઓ આશ્ચર્ય પામતા એવી ભવ્યતા તેનાં ચરણ સેવતી. જન્મ મગધ સામ્રાજ્યના મહામંત્રીનો પુત્ર, ભાવિનો મહામંત્રી, તેમાં વળી પૌરૂષીય સૌંદર્ય, દેહનું પ્રમાણ સૌષ્ઠવ, મુખકાંતિ અને શરીરનો વર્ણ સુવર્ણકળશની જેમ ઝળકતો. યુવાનીમાં પ્રવેશ થયો હતો તેથી સઘળું સૌંદર્ય અજબ રીતે ખીલ્યું હતું. સ્થૂલિભદ્ર શાસ્ત્રાભ્યાસ, શસ્ત્રવિદ્યા, કાવ્ય, સંગીત જેવી કળાઓની અપૂર્વ નિપુણતા ધરાવતો હતો. સ્થૂલિભદ્ર જ્યારે રાજમાર્ગે પસાર થતો ત્યારે સ્ત્રીઓ તેના સૌંદર્ય પર વારી જતી, ઓવારણાં લેતી. પુરુષો પણ પ્રભાવિત થઈ તેના પ્રત્યે અહોભાવ સેવતા, અને સહજપણે સૌ ઝૂકી જતાં. તેમાં વળી કાવ્યકલા અને વીણાવાદનમાં સ્થૂલિભદ્ર અજોડ હતો. તેની વિદ્વત્તા એમાં પૂર્તિ કરતી. મનુષ્ય જીવનની સઘળી ગુણસંપન્નતા તેને વરી હતી. છતાં તેમાં એક ગૂઢતા હતી. સ્થૂલિભદ્ર એકાંતપ્રિય હતો. ક્યારેક નૌકાવિહાર કરતો ત્યારે કલાકો સુધી તેની વીણાના સ્વરો અવકાશમાં ગુંજતા રહેતા, પોતે તેમાં લીન બની પાર્થિવ જગતને ભૂલી જતો. - સ્થૂલિભદ્રના જન્મસમયે શકટાલને મહામંત્રી પદે જવાબદારી ન હોવાથી, વળી પોતે કવિહૃદય અને ધર્મપરાયણ હતા તેથી સ્થૂલિભદ્રને શિક્ષણ આપવામાં ઘણો સમય ગાળતા સ્થૂલિભદ્ર પણ પુણ્યવંતો હતો. એટલે પિતાની કાવ્યકલા તેને રુચતી હતી. માતા જૈનધર્માવલંબી હતાં, તેથી સ્થૂલિભદ્રને જૈનધર્મનું વૈરાગ્યમય સંસ્કાર સિંચન થયું હતું. પરિણામે તે સહજ રીતે જ અધ્યાત્મરુચિ પ્રત્યે રસ ધરાવતો હતો. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ સ્થૂલિભદ્ર ક્યારેક ઉદાસીનતામાં સરી જતો. તેનું લક્ષ્ય ગૂઢ રીતે મુક્તિની અભિલાષા તરફ ઝૂકતું હતું. યૌવનવયમાં જ્યારે પિતા તેને લગ્ન માટે પૂછતા ત્યારે તે કહેતો કે “મને તો લગ્ન બંધન લાગે છે. સાંસારિક સુખમાં Page #27 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સંયમવીર ચૂલિભદ્ર મને રસ નથી. હું આત્મીય સુખની ઝંખના રાખું છું.” પિતાએ તેને વિદ્વાનો પાસે શાસ્ત્રાભ્યાસ, ષટદર્શનનો અભ્યાસ કરાવ્યો હતો. વીણાવાદનમાં તે અપૂર્વ નિપુણતા ધરાવતો. તેમજ શસ્ત્રકળામાં શૂરવીર હતો. છતાં તેના ચિત્તમાં સહજ રીતે જ અધ્યાત્મરસ વૃદ્ધિ પામતો હતો. મિત્રોમાં પ્રિય હતો. મિત્રો પણ સમજાવતા કે ભરયૌવનવયમાં આત્મમુક્તિના રસ્તે ભાગે) જવું અને સંસારની મોહિનીનો ત્યાગ કરવો કઠણ છે. અપરિપક્વ દશામાં ભરેલું ઉતાવળું પગલું ભાવિમાં પાછા પડવા જેવું થવાનો સંભવ છે. માટે એક વાર તું સંસારનો પુરુષાર્થ કરી લે પછી સમય આવે સંસાર ત્યાગ કરી આત્મમુક્તિનો પુરુષાર્થ કરજે. વળી મિત્રો કહેતા કેટલાયે મહાપુરુષોએ સંસારની ફરજ બજાવી સમય ઓળખી ત્યાગ કર્યો હતો. તારા પિતાની તારા માટે કેવી મોટી આશા છે કે તું કુળ પરંપરાનું મહામંત્રીપદ ભાવિમાં શોભાવે ! અમે પણ તારી ભાવિની કલ્પના કરીએ છીએ કે તારા જેવો સમર્થ, પિતાથી સવાયો મહામંત્રી મગધની પ્રજાને પ્રાપ્ત થાય ! સ્થૂલિભદ્ર આ વાતો સાંભળતો અને જાણતો હતો કે પિતાની મહત્ત્વાકાંક્ષા કેટલી મોટી છે અને ભાઈબહેનનો પ્રેમ કેવો ગાઢ છે ! છતાં તેનું અંતર કહેતું આ બાહ્ય સુખોની પાછળ દુઃખ છુપાયેલું છે. આથી તે મિત્રોને કહેતો “તમે મારા સાચા મિત્રો હો તો મારા આત્મીયસુખની ઇચ્છા રાખો પણ તેમાં બાધક ન થશો.” રે ભાવિ ! તારી યોજના ગજબની છે. ભર યૌવનવય છતાં સ્થૂલિભદ્રમાં જગત પ્રત્યેની ઉદાસીનતા કોશાના પ્રેમ અગ્નિથી મીણબત્તી જેમ ઓગળી જશે! આવા વૈરાગીને પણ ઊંધે પાટે ચઢાવી ગૃહ, પિતા, બહેનો, ભાઈઓ સર્વ સ્વજનો છોડાવી દીધા. તે પણ સ્ત્રીમોહની જેલમાં પૂરીને ! હે ભાવિ ! તેં વૈરાગીનો સ્વાંગ જ પલટી નાંખ્યો. Page #28 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર - ૫ ભાવિ કહે છે થોભો, ભવિતવ્યતા મિથ્યા થતી નથી. વૈરાગના સંસ્કારોનું બી પાપના ડંખથી કે પુણ્યના કિરણથી જીવંત રહેશે અને મહારાગી, મહાવૈરાગી બની જશે. છતાં યૂલિભદ્રના જીવનમાં કવિતા અને વીણાવાદના બે આત્મસાત હતાં. તે ક્યારેક પ્રાસાદના જિનમંદિરમાં કલાકો સુધી વીણાવાદન દ્વારા ભક્તિમાં લીન થઈ જતો. ઘણુંખરું એકાંતપ્રિય હતો. આ વીણાવાદનના સૂર જ એને ભાવિમાં પલટો થવામાં નિશાન બનવાના છે તે એ જાણતો ન હતો. મહામંત્રીનો ભવ્યાતિભવ્ય પ્રાસાદ ગંગાના તટ પર મહામંત્રી શકટાલનો ભવ્યાતિભવ્ય પ્રાસાદ આવેલો હતો. યદ્યપિ આ પ્રાસાદ પૂર્વજોના સમયથી મગધમાં મંત્રીપ્રાસાદ તરીકે પ્રસિદ્ધ હતો. અતિ વિશાળ આ પ્રાસાદમાં પુત્ર, પુત્રીઓ, સ્વજન, મિત્રો, મહાપદાધિકાર ધરાવતા અતિથિઓની ઉત્તમ સુવિધાઓથી સુશોભિત ખંડ ઉપખંડ આવેલા હતા. દરેક ખંડોની રચના મનોહર હતી. દરેક ખંડોમાં સુવર્ણ અને રજતની દીપિકાઓ શોભતી હતી. તેમાં પુરાતા તૈલી પદાર્થમાં વિશેષ ચૂર્ણ મેળવેલું જેથી દીપકો ઝગમગી ઊતા હતા. સવારે સાંજે ખાસ પ્રકારના ધૂપની સૌરભ ફેલાતી જે આરોગ્યવર્ધક અને મધુર સુગંધયુક્ત હતી. પ્રાસાદની દીવાલો આકર્ષક અને સૌમ્ય ચિત્રોથી શોભતી હતી. પૂરો પ્રાસાદ ભવ્ય અને સુશોભિત હતો. વિવિધ સામગ્રીઓથી ભરપૂર હતો. સૈનિકોથી રક્ષિત હતો. વિશેષમાં વંશજોના વખતથી એક જિનચૈત્ય પણ હતું. તેમાં બિરાજમાન વીતરાગ ભગવાન મહાવીરની ભવ્ય પ્રતિમાજી હતા. રાત્રિના સમયે જિનચૈત્ય સુવર્ણ અને હીરાજડિત દીપકોથી ઝગમગી ઊઠતું. રોજ રાત્રે સૌ પરિવાર ભાવથી આરતી કરતાં. સ્થૂલિભદ્ર Page #29 -------------------------------------------------------------------------- ________________ ૬ • સંયમવીર સ્થૂલિભદ્ર પોતાના એકાંતપ્રિય સ્વભાવને કારણે જિનચૈત્યમાં સમય ગાળતો, પ્રભુભજનમાં કાવ્યરસથી લીન થઈ જતો. ( રૂપરાણી રૂપકોશાના દિલમાં સ્થૂલિભદ્ર વસી ગયો સ્થૂલિભદ્રની આ કથામાં રૂપકોશા મહત્ત્વનું અંગ અને પાત્ર છે. રૂપકોશારહિત આ કથા અહીં જ પૂર્ણ થાત કે વિરાગી યૂલિભદ્ર સંસારત્યાગ કર્યો, મુક્તિ સાધ્ય કરી, અને કથા સમાપ્ત. મહામંત્રી શકટાલના ભવ્યાતિભવ્ય પ્રાસાદથી, ગંગાના સામા તીરે રૂપકોશાનો ભવ્ય આવાસ હતો. રાત્રિનો બીજો પ્રહર શરૂ થયો હતો. ગંગાના પટ પર અતિશોભાયમાન એક નૌકા સરતી હતી. તેમાં રૂપકોશા કેટલીક પરિચારિકાઓ સાથે નૌકાવિહારે નીકળી હતી. સૌંદર્યવાન રૂપકોશા નૌકાના મુલાયમ વિરામસ્થાન પર આરૂઢ થઈ આકાશ સામે મીટ માંડીને સૂતી હતી. એવામાં તેના કર્ણપટ પર અતિ મધુર વિણાના સ્વરોનો ગુંજારવ ગુંજ્યો. તે સહસા બેઠી થઈ ગઈ. તેણે પરિચારિકાને પૂછ્યું: આવો અતિ મધુર સ્વર ક્યાંથી આવે છે ?” પરિચારિકા ચિત્રાએ કહ્યું: આપણે મહામંત્રી શકટાલના પ્રાસાદ પાસેથી જઈ રહ્યાં છીએ, આ સ્વરગુંજન એ પ્રાસાદમાંથી આવે છે.” રૂપકોશા: ઓહ! મહામંત્રી રાજકીય ક્ષેત્રની જેમ કવિતામાં પણ નિપુણ છે!” “ના.” “તો શું તેમની પુત્રી વીણાવાદનમાં નિપુણ છે” “ના, દેવી, મહામંત્રીના જ્યેષ્ઠ પુત્ર સ્થૂલિભદ્ર વીણાવાદનમાં અજોડ છે.” ચિત્રા જરા સંકોચ સાથે બોલી “ઉદ્દાલક મારા પ્રિય છે તે Page #30 -------------------------------------------------------------------------- ________________ સંયમવર સ્થૂલિભદ્ર - ૭ સ્થૂલિભદ્રની નૌકાના ચાલક છે. તેમની પાસેથી મેં સાંભળ્યું છે.” રૂપકોશાએ નૌકાની ગતિ ધીમી કરાવી. સ્વરગંજનનું માધુર્ય તેના દિલને ખૂબ ઊંડે સ્પર્શી ગયું. તેને સ્થૂલિભદ્રનો હજી સહવાસ નથી થયો. પરંતુ તે પળે તેનામાં સ્ત્રીસહજ એક તીવ્ર જિજ્ઞાસા ઊઠી. આ પુરુષનો યોગ થાય તો જીવન સફળ, આ નૃત્યકલા, કાવ્યરસ, સૌદર્ય બધું સફળ. બાકી વ્યર્થ. રૂપકોશા દિલમાં ઊઠેલી લાગણીને વ્યક્ત કરતાં બોલી: “શું જે મુઠ્ઠી તલવાર પકડી શકે તે મુઠ્ઠીની આંગળીઓમાં આવી કોમળતા હોઈ શકે ! નિર્જીવ વીણાના સ્વરમાં આવું સંવેદન પેદા કરી શકે ! મેં તો સાંભળ્યું છે કે સ્થૂલિભદ્ર વિરક્ત સ્વભાવના છે.” ચિત્રા: “હા પણ વીણાવાદનમાં અજોડ છે.” રૂપકોશા: “હોવા જ જોઈએ, જો ને કેવા મધુર સ્વર આ અવકાશમાં પણ માધુર્ય રેલાવી રહ્યા છે.” જાણે અજાણે રૂપકોશાના દિલમાં સ્થૂલિભદ્ર સ્થાન જમાવી દીધું. લાચાર્ય પાસે રાજવંશી વિદ્યાર્થીઓની સાથે સ્થૂલિભદ્ર અભ્યાસ કરતા ત્યારે ક્યારેક જોવામાં આવ્યો હતો પરંતુ મધુરા સ્વરના ગુંજનમાં સાથે રૂપકોશાને કોઈ અનેરું સંવેદન સ્પર્શી ગયું. અને સાથે સ્થૂલિભદ્ર પ્રત્યેનું આકર્ષણ પેદા થયું. મોડી રાત્રે આવાસમાં પહોંચી, પર્યકાસનમાં પોઢી મીઠાં સ્વપ્ન સેવતી રાત્રિ પૂરી કરી. ( રૂપકોશાની માતા સુનંદાનો પરિચય ગણતંત્ર વૈશાલીના વિજય સાથે મગધેશ્વર સુનંદા નામની રમણીય સુંદરી અને તેના પતિને પાટલીપુત્ર લાવ્યા હતા. તે સમયે ગણતંત્રમાં સુંદર રમણીય નૃત્યાંગના રાજની મિલકત ગણાતી, તેમનું સ્થાન ઊંચું ગણાતું. વળી તે રમણીઓ રાજ્યને વફાદાર રહી કૌમાર્યવ્રત પાળતી. તે નૃત્યાંગનાઓ નૃત્ય, સંગીત, કાવ્યકલા આદિમાં નિપુણતા Page #31 -------------------------------------------------------------------------- ________________ ૮ • સંયમવીર ચૂલિભદ્ર ધરાવતી. રાજસભામાં રાજા મહારાજાઓના આનંદપ્રમોદ માટે તેમની કલાઓ પ્રસ્તુત કરવામાં આવતી. વળી જેને રાજ્ય તરફથી વિશેષ સ્થાન મળતું તેને તો રાજસેવામાં જીવન સમર્પિત કરવું પડતું. છતાં જો તે રાજનર્તકી કોઈ પુરુષને જીવનસાથી બનાવે તો વધસ્તંભને માર્ગે જવું પડતું. સિવાય કે વિશિષ્ટ પ્રસંગે રાજાને પ્રસન્ન કરી નિવૃત્ત થઈ કોઈ પુરુષને વરી શકતી. આથી રાજનર્તકી કઠણ એવો સંયમ પાળી કૌમાર્યવ્રતને જાળવતી. અર્થાત્ તે સમયે રાજનર્તકી માત્ર હલકી મનોવૃત્તિની હોય તેવું મનાતું ન હતું. સુનંદા પતિ સાથે આવી હતી પરંતુ તેની નૃત્યાદિ કલાનિપુણતાને કારણે તેણે મગધ સામ્રાજ્યનું કલાલક્ષ્મીનું પદગૌરવ મેળવ્યું હતું. તે દરમિયાન તેણે બે પુત્રીઓને જન્મ આપ્યો હતો. રૂપકોશા મોટી હતી, રૂપનો કોશ હોય તેવી સૌંદર્યવાન હતી. દેવલોકની અપ્સરા પણ ઝાંખી લાગે તેવું અજબનું રૂપ તેને વર્યું હતું. નાની પુત્રી ચિત્રલેખા નિર્દોષ અને સૌંદર્યવાન હતી. સુનંદા પોતાની કલાઓની સિદ્ધિઓથી ભારતવર્ષમાં કલાલક્ષ્મી તરીકે અજોડ મનાતી. પતિ સાથે આવેલી તેથી તેને પતિ સાથે રહેવાની છૂટ હતી છતાં તે રાજસેવામાં સમર્પિત હતી. રૂપકોશા યૌવનમાં આવી હતી, અનેક કળાઓમાં મા કરતાં પણ વિશેષ સિદ્ધિઓ તેણે પ્રાપ્ત કરી હતી. મા તેને ભાવિ કલાલક્ષ્મીના પદગૌરવને પ્રાપ્ત કરે તેવી અપેક્ષાએ ઉચ્ચ સંસ્કાર અને સંયમજીવનના પાઠ શીખવતી. સુનંદાના પતિનું એકાએક અવસાન થતાં તેને ઘણો આઘાત લાગ્યો. પદગૌરવને કારણે જીવનમાં કંઈક સંયમ હતો, વળી બુદ્ધ ભગવાનના સંપર્કમાં બોધ પામી હતી. આથી તે રાજનર્તકી પદેથી નિવૃત્ત થવા માંગતી હતી. આ વાત તેણે મહારાજાને જણાવી હતી. પોતાની નિવૃત્તિ પછી કલાલક્ષ્મીનું પદગૌરવ રૂપકોશા શોભાવે તેવી આશાથી તેણે રૂપકોશાને સર્વ પ્રકારે તૈયાર કરી હતી. નૃત્યાચાર્ય કુમાર Page #32 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર ગુરુ પણ રૂપકોશાની યોગ્યતા જાણી પોતાની સર્વ કળાઓની સિદ્ધિઓ રૂપકોશાને પ્રદાન કરતા હતા. રૂપકોશા સંસ્કારે, સંયમથી અને કલાથી સંપન્ન થઈ હતી. આથી સુનંદાએ હવે શીઘ્રતાથી નિવૃત્ત થવાનો વિચાર કર્યો. તે માટે મગધેશ્વરના દર્શને તે રાજપ્રાસાદે પહોંચી. મહામંત્રી ત્યાં હાજર હતા. મગધેશ્વરે સુનંદાના આગમનથી મહામંત્રીને જણાવ્યું કે “સુનંદા હવે નિવૃત્ત થવા માંગે છે અને તેનું સ્થાન તેમની પુત્રી સર્વશ્રેષ્ઠ સુંદરી રૂપકોશાને મળે તેવું ઇચ્છે છે. વળી કલાચાર્યના કહેવા પ્રમાણે તે સર્વ પ્રકારે યોગ્ય છે.” ૯ મહામંત્રી : “દેવી તમે નિવૃત્ત થઈ ભગવાન બુદ્ધના શરણે સમર્પિત થવા માંગો છો તેમાં મગધેશ્વરની સહાનુભૂતિ છે. તમારું સ્થાન તમારી પુત્રી રૂપકોશા લે તેમાં તેઓ ખુશ છે. પણ તેમાં એક મહત્ત્વની વાત વિચારવાની છે.” સુનંદા ઃ મગધેશ્વરની આજ્ઞા પ્રમાણે થશે.’” મહામંત્રી : તમે પાટલીપુત્રનું રાજનર્તકીનું પદ શોભાવ્યું ત્યારે લીધેલી પ્રતિજ્ઞાઓ યાદ છે ને ? તમે પરિણીત હતાં એથી વાત જુદી હતી.’’ સુનંદાઃ “હાજી હું તે પ્રતિજ્ઞાઓ જાણું છું.' મહામંત્રી : “રૂપકોશા માટે પણ એ જ પ્રતિજ્ઞાઓ પાળવાની રહેશે. મગધેશ્વર કલા, નૃત્ય, સંગીત, સાહિત્ય માટે અતિ આદર ધરાવે છે. તેથી તેઓ એમ માને છે કે સાહિત્ય આદિ ક્ષેત્રો સાત્ત્વિક છે તેમ તે કલા રજૂ કરનારનું જીવન સાત્ત્વિક અને નિર્દોષ હોવું જોઈએ. તે વિષયવાસનાથી હીણાં ન થવાં જોઈએ.” “તમારી પુત્રી રૂપકોશા સૌંદર્યમાં ભારતવર્ષમાં અજોડ છે તેમ સાંભળ્યું છે. તમારી જેમ તે પણ સંસ્કારયુક્ત હોય જ તેમ માનું છું. છતાં તે નવયૌવના છે. રૂપ, વૈભવ, કલા તેને આત્મસાત છે. વળી જ્યારે તે રાજનર્તકીનું પદગૌરવ લેશે ત્યારે રાજા, મહારાજાઓ, યુવાન રાજકુમારના પરિચયમાં આવશે. તે સમયે યૌવનના વેગને રોકવો કઠણ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર છે. તમારે સ્થાને આવતાં તેને આવો કઠોર સંયમ પાળવાનો રહેશે.” “મગધ સામ્રાજ્યની કલાલક્ષ્મી કોઈ પુરુષને જીવનસાથી બનાવી ન શકે તેવો મગધપતિનો આદેશ છે. તેમાં ક્ષતિ થતાં રાજનર્તકીને વધસ્તંભને માર્ગે જવું પડશે.” સુનંદા અતિ નમ્રભાવે બોલી: “મહામંત્રી ! આપે કહ્યું તે પ્રતિજ્ઞાઓનો મને પૂરો ખ્યાલ છે. મારી પુત્રી સંસ્કારથી ઘડાયેલી છે. તે મગધ સામ્રાજ્યની કલાને દિપાવશે. નિર્દોષ રહેશે તેની મને ખાતરી છે. કુમાર કલાચાર્યે તેને ઉત્તમ કલાનું શિક્ષણ પ્રદાન કર્યું છે.” મગધેશ્વર : “દેવી, મહામંત્રી કહે છે તે વાત લક્ષમાં રાખજો. રૂપકોશા રાજનર્તકી તરીકે જાહેર થશે એટલે તેની સામે ચારે બાજુ આકર્ષણો ઊભાં થશે. તેણે દુષ્કર સંયમ પાળીને પદગૌરવ સાચવવું પડશે. અગર વધસ્તંભનો ભોગ થવું પડશે. રૂપકોશા ભારતવર્ષની કલાલક્ષ્મી બને તેમાં અમે ખુશી છીએ ગૌરવ અનુભવીએ છીએ.” સુનંદાઃ હા, મહારાજા આપની વાત મને સ્વીકાર્ય છે.” પોતાની પુત્રીની ઊગતી યુવાનીમાં કલ્પનાતીત ભારતવર્ષનું પદગૌરવ મળે તેના ઉત્સાહમાં અને પુત્રીના સંસ્કારમાં વિશ્વાસને કારણે સુનંદાએ એ પ્રતિજ્ઞાઓનો સ્વીકાર કરી લીધો. સુનંદાએ પ્રસ્તાવ મૂક્યો કે શરદપૂર્ણિમાને દિવસે રૂપકોશાની જાહેરમાં નૃત્યકલા રજૂ થાય, તે દિવસે આ પદગૌરવનું પ્રદાન કરી મગધેશ્વર શુભાશિષ આપે. મગધેશ્વરે તેમાં સંમતિ આપી. સુનંદા પ્રસન્ન થઈ. મનમાં અનેક મનોરથો સેવતી પોતાના આવાસે પહોંચી. રાતનું અનુષ્ઠાન પૂર્ણ કરી શયનગૃહમાં આરામ માટે ગઈ. ( શરદોત્સવમાં રૂપકોશાને પદગૌરવ) સુનંદાએ મહામંત્રી અને મગધેશ્વર સાથે કરેલા સંવાદથી રૂપકોશા અજાણ હતી. પ્રભાતે સુનંદાએ ભગવાન બુદ્ધની પ્રતિમા સામે Page #34 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર • ૧૧ પ્રાર્થના વિધિ કરી, વિરામગૃહમાં રૂપકોશાને બોલાવી. રૂપકોશાનું મન હજી રાત્રિએ સેવેલા મીઠા સ્વપ્નની અસરમાં ઘેરાયેલું હતું. રૂપકોશાએ આવીને માને પ્રણામ કર્યા. માએ તેના મસ્તકે વાત્સલ્યપૂર્ણ હાથ મૂક્યો. રૂપકોશા માતાની સામે બેઠી. સુનંદા : “બેટા મગધશ્વરે મારી વિનંતીનો સ્વીકાર કર્યો છે. શરદપૂર્ણિમાને દિવસે જાહેરમાં તારી નૃત્યકલા પ્રગટ કરવામાં આવશે અને તને ભારતવર્ષનું કલાલક્ષ્મીનું શ્રેષ્ઠ પદગૌરવ પ્રાપ્ત થશે. તું તે પદને શોભાવશે તેની મને પૂર્ણ ખાતરી છે.” રૂપકોશા ઊગતી યુવાનીમાં હતી. આવા શ્રેષ્ઠ પદગૌરવની પ્રાપ્તિનો તેને ઉન્મેશ થયો, ખૂબ પ્રસન્ન થઈ ઊઠી. સુનંદાઃ “બેટા તું આ પદને પ્રાપ્ત કરે પછી હું નિવૃત્ત થઈ તથાગત બુદ્ધ ભગવાનને શરણે મારું જીવન સમર્પિત કરીશ.” આ સાંભળીને રૂપકોશાનો ઉમંગ મંદ થઈ ગયો. વાત્સલ્યમથી માને છોડવાની? હજી હું તો ઘણી નાની છું. મા વગર આ બોજો કેવી રીતે વહન કરીશ? ના મા, જો તમે નિવૃત્ત થવાનાં હો તો મારે આ પદગૌરવ જોઈતું નથી. તમારી છાયામાં હું સુખી છું.” “બેટા તું સમજે છે કે માનવમાત્રનું કર્તવ્ય છે કે અવસરને ઓળખીને આત્મકલ્યાણ કરી લેવું. ભગવાન બુદ્ધનો ઉપદેશ એમ જ છે. વળી મારા શુભાશિષ તો તારી સાથે જ છે. તું પણ ભવિષ્યમાં પવિત્રપંથે જ આવજે.” વળી સુનંદાએ કહ્યું કે “મગધેશ્વરના સામ્રાજ્યનું પદગૌરવ લેતાં તેનું મૂલ્યાંકન જાણવું જરૂરી છે. ભારતવર્ષની રાજનર્તકીના પદગૌરવની પ્રતિષ્ઠા છે કે તે સાત્ત્વિક અને નિર્દોષ હોવાં જોઈએ. અર્થાતુ રાજનર્તકી કોઈ પુરુષને જીવનસાથી બનાવી શકે નહિ, તેને કૌમાર્ય સાચવવું પડશે.” રૂપકોશાનો સ્વખકેફ પદગૌરવની પ્રતિષ્ઠાને કારણે ઊતરી ગયો Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૦ સંયમવર સ્થૂલિભદ્ર હતો. “મા તારી પુત્રી એ સંસ્કાર પામેલી છે. તેને માટે આ શરત કઠિન નથી. વળી ગુરુવર કલાચાર્યે નૃત્ય સાથે મારા રોમેરોમમાં એ સંસ્કાર સિંચ્યા છે.” - સુનંદાઃ “છતાં તું કલાલક્ષ્મી તરીકે જાહેર થશે ત્યારે મધપૂડાની ઉપર માખીઓ ફરે તેમ તારા રૂપ પાછળ રાજા-મહારાજાઓ બલાધિકારીઓની કામવાસના તેમને તારા ચરણોમાં નમાવશે. ત્યારે તારા યૌવનના વેગને રોકવો પડશે.” રૂપકોશા : “તમારી પુત્રી એ ગૌરવને સાચવશે. તમે નિશ્ચિત રહેજો.” બેટા હવે હું નિશ્ચિત થઈને ભગવાનને શરણે જઈશ. આમ પ્રસંગોચિત વાત કરી મા-પુત્રી છૂટાં પડવાં. અને કળા શિક્ષણના વ્યવસાયમાં દિવસ પૂરો થયો. સાંજે માપુત્રી ભોજનકાર્ય પતાવી સૌના શયનગૃહમાં પહોંચ્યાં. વસ્ત્રપરિવર્તન કરી રૂપકોશા શય્યામાં પડી, અને વિચારોનાં વમળ ઊઠ્યાં. ભારતવર્ષની કલાલક્ષ્મીના પદગૌરવ મેળવવાના ઉત્સાહમાં માની સાથે શું શરતો કબૂલી? નિર્દોષ જીવન જીવવાનું, યૌવનના મદને સંયમમાં રાખવાનો, ગમે તેવા રાજપુરુષોના પ્રલોભનોથી દૂર રહેવાનું. પોતે દઢતાથી સંયમ કરી શકશે તેમ કહી તેણે માતાને નિશ્ચિત કર્યા હતાં. પરંતુ રાત્રિએ અંતરમાંથી અવાજ ઊઠ્યો. ‘સ્થૂલિભદ્ર અને તેના વીણાવાદનના મોહક સ્વરોનું ગુંજન. રૂપકોશાની નીંદ રિસાઈ ગઈ. ભાવિ કલ્પનાઓમાં સરી પડી. કલાઓની સિદ્ધિ પછી શું? અને એ બધું કોને માટે ? પરપુરુષ એવા રાજા-મહારાજાઓના કામી, મન બહેલાવવા માટે કે રાજખટપટનાં કાર્યોમાં જીવન વેડફવા માટે ? મારે આ પદગૌરવ નથી જોઈતું. મારે માત્ર સ્થલિભદ્ર જેવો એક સમર્થ પુરુષ બસ છે. પદગૌરવ પછી શરતભંગ થાય તો વધસ્તંભનો Page #36 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર - ૧૩ આશરો લમણે લખાય. આ બધું શા માટે બીજી બાજુ ભારતવર્ષમાં કોઈને ન મળે તેવું શ્રેષ્ઠ પદગૌરવ, રાજકીય ધોરણે વૈભવ, અપૂર્વ કલાઓની સિદ્ધિ, કેવું અદ્ભુત છે ? તે સર્વે ત્યજીને ફક્ત એક જ પુરુષની સામાન્ય જીવનસંગિની થવાનું ? ના ના એ તો બધું તુચ્છ છે. ભારતવર્ષની કલાલક્ષ્મીના ચરણોમાં કેટલા ઝૂકશે? કેવું અનુપમ ! આમ વિકલ્પોના વમળમાં ઘૂમતી રૂપકોશાના ચિત્તમાં બેઠેલો સ્થૂલિભદ્ર ઊપસતો અને રૂપકોશામાં રહેલી સહજ સ્ત્રી પ્રકૃતિ જાગ્રત થતી. આ સૌંદર્ય, વૈભવ જીવનસાથી વગર શૂન્ય છે. શું દિવસ-રાત નાચ્યા કરવું? હા પણ તેમાં વીણાના સ્વર ભળે તો જ પ્રાણ પુરાશે. વળી તે વિચારતી કે નારીત્વ તો કુળવધૂમાં અને માતૃત્વમાં દીપી ઊઠે તે સિવાય સઘળું વ્યર્થ. વળી તે વિચારવા લાગી મગધેશ્વર કાવ્યરસિક છે. તેઓ આવી કઠોર શરતોનો શા માટે આગ્રહ રાખે છે ? પોતે ભોગવિલાસ ભોગવે છે. તેમને આ શરતો મૂકવાનો શો અધિકાર છે ? કલા એકલી નારી જ શોભાવી શકે ! નરનારીનું ઐક્ય કલાને વધુ પ્રદાન ન કરી શકે ! આમ અનેક તરંગોની જાળમાં મુંઝાઈ ગઈ. એક બાજુ માતાની નિવૃત્તિથી માતાનો વિયોગ, એ પણ દુઃખદાયક હતો. માએ આશ્વાસન આપ્યું હતું કે જૂની પરિચારિકાઓ બધો કારભાર સંભાળી લેશે. મગધેશ્વરનો તારા પર અપાર પ્રેમ છે. તારી પાસે કળાકૌશલ્ય છે. સંસ્કારમાં સંયમ છે. માટે નિશ્ચિત થઈ જા. રૂપકોશાના મનમાં એક તીવ્ર આવેગ ઊઠ્યો કે આ રાજનર્તકીપદ જહન્નમમાં જાય. મારે તો સ્થૂલિભદ્ર જેવો સમર્થ કલારસિક વિદ્વાન, પરાક્રમી પુરુષ જીવનસાથી જોઈએ. શું મહારાજા આવી મારી એક ઇચ્છા પૂરી નહિ કરે ? આમ વિચારતાં એને આશાભર્યો એક ભાવ ઊઠ્યો. મારી કલાઓ વધુ વિકસાવી મગધશ્વરને ખુશ કરીશ. મારી કલાને વિજયની Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૪ • સંયમવીર સ્થૂલિભદ્ર વરમાળ વરશે, સમગ્ર સામ્રાજ્ય અને રાજકુલના રાજવીઓ મારી કલાથી મુગ્ધ બનશે. એવા કોઈ સમયે મગધેશ્વર અતિ પ્રસન્ન થઈ વરદાન આપશે ત્યારે હું રાજનર્તકીના પદગૌરવથી નિવૃત્તિ માંગીશ. અથવા સાથી મેળવવાની છૂટ માંગીશ. મારી માએ વૃદ્ધાવસ્થામાં નિવૃત્તિ માંગી, હું યૌવનકાળે માંગીશ. મગધેશ્વરે જેમ માતાને મુક્ત કરી તેમ વરદાન દ્વારા હું જરૂર મુક્ત થઈશ. અને સ્થૂલિભદ્ર જેવા ભવ્ય પુરુષને જીવનસાથી બનાવી મારા મનોરથ પૂરા કરીશ. અમારા જીવનનો મેળાપ એટલે કળા, નૃત્ય, સંગીત સર્વનું ઐક્ય સધાશે. જીવનની એ સુંદરતા જ જીવનમાં સ્વર્ગ ખડું કરશે. સૃષ્ટિને પણ તે માન્ય રહેશે. આવા આશાભર્યા મનોરથો કરીને પાછલે પહોરે તે નિદ્રાધીન થઈ. પ્રભાતે જાગ્રત થઈ. મનમાં સેવેલી આશાભરી અભિપ્સાથી તે કંઈક હળવી હતી. હવે એક જ લગની હતી. કલાઓની સિદ્ધિ દ્વારા મગધેશ્વર પાસે વરદાન મેળવી સ્થૂલિભદ્રને મેળવવો. માતા અને નૃત્યાચાર્યે નક્કી કર્યા મુજબ હવે તેણે શરદપૂર્ણિમાના નૃત્યોત્સવ માટે મનને તૈયાર કર્યું. પણ તેના મૂળમાં જે ઉત્સાહ હતો તે તો મહારાજા પાસેથી વરદાન મેળવી સ્થૂલિભદ્રને પ્રાપ્ત કરવાનો હતો. ( રૂપકોશાના શ્રેષ્ઠ પદગૌરવના મનોરથો ) માતાના જણાવ્યા પ્રમાણે રાજનર્તકીનું પદગૌરવ મગધેશ્વરના સ્વહસ્તે પ્રદાન થવાના ઉમંગમાં રૂપકોશાએ રાત્રિ દિવસના ભેદ વગર નૃત્યાચાર્ય પાસે અભ્યાસ શરૂ કર્યો. હજી તો યૌવનમાં માંડ પ્રવેશ થયો હતો તેમાં ભારતવર્ષમાં કોઈને ન મળેલું એવું પદગૌરવ પ્રાપ્ત કરવાનો અવસર તેને રુચ્યો ખરો, પણ પેલી કઠણ શરતો ચિત્તમાં ઊઠતી ત્યારે સ્થૂલિભદ્રને મેળવવાની અદમ્ય લાલસા આડે તે અવરોધ Page #38 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર ચૂલિભદ્ર ૧૫ જણાતો. રૂપકોશા હજી તો સ્થૂલિભદ્રના વિશેષ સહવાસમાં આવી ન હતી. ક્યારેક કળાના માધ્યમે ભેગાં થતાં ત્યારે તે જોતી કે સ્થૂલિભદ્ર તો સાવ ઉદાસીન છે. છતાં તેનું મન કહેતું કે તે ભલે ઉદાસીન હોય પણ તે કલારસિક છે. તેની સંગીતકલા અને મારી નૃત્યકલા બંનેનું ઐક્ય જરૂર સધાશે. તે આવા ઘણા આશાભર્યા મનોરથો સેવતી. ચાર ચાર માસ કેવળ નૃત્યકળાની અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા રૂપકોશાએ ભારે શ્રમ ઉઠાવ્યો. નૃત્યાચાર્યું પણ તેમની બધી જ કલાઓ રૂપકોશાને અર્પણ કરવાનો ભાવ સેવતા. વાસ્તવમાં તેમની કળાને સર્વ પ્રકારે અપનાવે તેવો આજ સુધી તેમનો કોઈ શિષ્ય પણ તૈયાર થયો ન હતો. તેમની આ મહત્ત્વાકાંક્ષા રૂપકોશામાં તેમને સાકાર થતી જણાઈ. આથી તેમણે પણ તેમની સર્વ કળાઓ રૂપકોશાને પૂરા પ્રેમથી શીખવી દીધી. શરદ પૂર્ણિમાનો દિવસ આવી પહોંચ્યો. ગુરુશિષ્યા બંનેની પૂર્ણ તૈયારી હતી. પૂર્વ તૈયારીઓ પણ થઈ રહી હતી. મગધેશ્વરે પણ પ્રસન્નતાપૂર્વક પ્રસંગના ગૌરવને સમજી દૂર દૂરથી રાજા-મહારાજાઓને આમંત્રણ આપ્યાં હતાં. પૂરા સામ્રાજ્યમાં આ પ્રસંગની જાહેરાત થઈ હતી. સ્થૂલિભદ્ર પ્રત્યેનું રૂપકોશાનું આ પ્રેમાર્પણ અંતરના ભાવથી રસાયેલું હતું. તે જાણતી હતી કે એ પદગૌરવની મહાનતા મગધ સામ્રાજ્યમાં કેવી ટોચે હતી. તેનો ત્યાગ કરવો એટલે ઘણા માનસન્માન-વૈભવ, રાજકીય સવલતો સર્વ સમાપ્ત. છતાં કોશાના મનનો એક જ ધ્વનિ હતો. સ્થૂલિભદ્રના સાનિધ્ય પાસે એ સર્વ તુચ્છ છે. ભલે પોતે ભારતવર્ષની અજોડ સુંદરી, કલાલક્ષ્મી, મહાન મગધેશ્વરની પ્રિય નૃત્યાંગના અને સમૃદ્ધિથી ભરપૂર, છતાં તેને સ્થૂલિભદ્રની અંતરંગ રમણીયતા, કલા, કવિતા, વિદ્વતા, અને દિવ્ય ભવ્ય સૌંદર્ય, દેહ સૌષ્ઠવ વધુ આકર્ષક લાગ્યા. નારી હૃદયની સહજ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સંયમવીર સ્થૂલિભદ્ર ઝંખનાએ તેને સ્થૂલિભદ્રના આકર્ષણે પોતાની સર્વશ્રેષ્ઠતા ગૌણ લાગી. બસ એક જ લગની સ્થૂલિભદ્રમાં હું સમાઈ જાઉં. મારી કલા અને સ્થૂલિભદ્રની કવિતાનું ઐક્ય કુદરતમાં સત્ત્વશીલ બનશે. તેને લાગ્યું કે સ્થૂલિભદ્ર અજોડ પુરુષત્વ ધરાવે છે. તેના ચરણોમાં ઝૂકવું એ સદ્ભાગ્ય છે, એમ તે માનતી. પરંતુ તે જાણતી હતી કે કર્તવ્યમૂર્તિ મહામંત્રીનો તે પિતૃભક્ત છે. તેમની આજ્ઞાપાલનમાં પોતાનું કર્તવ્ય સમજે છે. વળી સંસાર પ્રત્યે ઉદાસીન છે. મારા પરિચયમાં તેના મનમાં માધુર્ય પ્રગટે છે ત્યારે વળી પાછું તેનું મન પિતાના આદર્શોની તરફ ખેંચાય છે ત્યારે તે મારા પરિચયમાં પાપ માને છે. છતાં પણ મારા પ્રેમાર્પણને યૂલિભદ્ર જરૂર સ્વીકારશે તેવી આશા રૂપકોશાને હતી. માતાનાં પ્રોત્સાહન અને વાત્સલ્ય, નૃત્યાચાર્યનો અથાગ પરિશ્રમ, અન્ય વાદ્યકારોનો સહકાર રૂપકોશાના પદગૌરવમાં અનન્ય હતાં. રૂપકોશાને પોતાને પણ આ પદગૌરવનું માહાસ્ય હતું. છતાં ઊંડે ઊંડે સ્થૂલિભદ્ર કેન્દ્રમાં હોય તેવું તે અનુભવતી. શરદોત્સવની શોભાયાત્રા પૂરા સામ્રાજ્યમાં સૌ શરદપૂર્ણિમાના રૂપકોશાના જાહેર નૃત્યકલાના પ્રસંગને જોવા આતુર હતાં. મગધેશ્વરના આદેશ મુજબ ઘર ઘર, શેરીએ શેરીએ, તમામ દરવાજા, પૂરી નગરી સ્વર્ગની જેમ શણગારવામાં આવી હતી. શરદપૂર્ણિમાનો દિવસ ઊગ્યો. સુનંદાના આવાસમાં ચારે દિશાએ તૈયારીની ધમાલ મચી હતી. સમય થતાં મગધેશ્વરે મોકલેલા સોનેજડેલા રથમાં રૂપકોશા સાથે સુનંદાનો, કલાચાર્યનો એમ વિવિધ રથો સાથે શોભાયાત્રા નીકળી. આ શોભાયાત્રાના સર્વ રથોનો સંચાલક સુકેતુ રથાધ્યક્ષ હતો. તે મગધેશ્વરના તમામ રથોનો રથપતિ હતો. આ રથપતિ પણ પરાક્રમી અને મગધેશ્વરનો પ્રિય વિશ્વાસુ પદવીધર હતો. રૂપકોશાને રથ પાસે આવકારતા રૂપકોશાને જોતાં Page #40 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર – ૧૭ તેને પણ તેના પ્રત્યે એક આકર્ષણ પેદા થયું. તેણે મનમાં મનોરથ ઘડ્યો કે મગધેશ્વરને કે મહામંત્રીને સમય આવે પ્રસન્ન કરી રૂપકોશાને મેળવવી. રે માનવી ! આ સંસારમાં જીવોની મનોવૃત્તિમાં કેટલો ઝંઝાવાત પડ્યો છે. માનવીનું મન એક અને તરંગો અનેક. માનવી એ તરંગોની જાળમાં ફસાઈ જાય છે. સ્ત્રીને પ્રાપ્ત થયેલા સહજ સૌદર્યને સાચવવા કેટલો સંઘર્ષ વેઠીને સાવધાની રાખવી પડે છે ! શોભાયાત્રામાં થમાં સૌનું અભિવાદન ઝીલતી રૂપકોશા સ્વર્ગથી ઊતરેલી અપ્સરા જેવી લાગતી હતી. માનવ મહેરામણમાંથી શોભાયાત્રા મંથર ગતિએ પસાર થતી હતી. રથોનું સંચાલન કરતા થપતિના હૃદયના તાર પણ ઝણઝણી ઊઠ્યા હતા. મનમાં કેટલાયે મનોરથો ઘડતો હતો. ખરેખર સંસારની લીલા અજબ છે. એક દિવસ આ પ્રણયત્રિકોણની લીલા સમાપ્ત થઈ સ્થૂલિભદ્રને વૈરાગી બનાવશે. રૂપકોશાને પણ ધર્મ માર્ગે જવા પ્રેરશે. સ્થૂલિભદ્ર યુગો સુધી પ્રાતઃ સ્મરણીય બનશે. તે સાથે સુકેતુ જેવા થાધ્યક્ષ, કેટલાયે કામી પુરુષો પણ સંયમના માર્ગે વળશે. રૂપકોશા વારાંગના મટી ધર્મ માર્ગે વીરાંગના – સુશ્રાવિકા બનશે. કર્મની વિચિત્રતા જાણે છે તે જ જાણે છે. રૂપકોશાની શોભાયાત્રા સમયે પ્રજાનો ઉત્સાહ અદમ્ય હતો, મહેરામણ ઊમટ્યો હતો. શેરીઓ અને બજારોમાંથી પસાર થઈ છેક સાંજે શોભાયાત્રા રાજસભા નજીક પહોંચી. રૂપકોશા, સુનંદા, સૌનો ભવ્ય આવકા૨ થયો. સૌને વિરામસ્થાને લઈ ગયા પછી સમય થતાં સુનંદાની સૂચના મુજબ રૂપકોશાનાં વસ્ત્ર પરિધાન માટે પરિચારિકાઓનો સમૂહ કાર્યરત થઈ ગયો. રાત્રિનો બીજો પ્રહર શરૂ થયો. સ્વર્ગની શોભા સજાવાઈ હોય તેવી રાજસભામાં દરેકના પદાધિકાર પ્રમાણે ભદ્રાસનોમાં સૌ ગોઠવાઈ ગયાં હતાં. મગધેશ્વર અને મહારાજ્ઞી હીરા-માણેક-જડિત સિંહાસન Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૮ • સંયમવીર સ્થૂલિભદ્ર પર અલંકારોથી પૂર્ણ સજ્જ થઈ બિરાજમાન હતાં. મહામંત્રી શકટાલ તેમની તદ્દન નજીકના સિંહાસન પર બિરાજેલા હતા. સ્થૂલિભદ્ર અને ભાઈબહેનો પણ ઉપસ્થિત હતાં. અતિ શોભાયમાન રાજસભાના સ્વર્ગીય શોભા ધરાવતા રંગમંચ પર વાજિંત્રોના સૂરોથી શુભ પ્રારંભ થયો. હજારો માનવોની દૃષ્ટિ રંગમંચ પર મંડાયેલી હતી. પડદો ઊંચકાયો અને એ સ્વર્ગીય શોભાયુક્ત રંગમંચ પર આકાશમાંથી અપ્સરા ઊતરી આવે તેમ રૂપકોશા પ્રગટ થઈ. મગધેશ્વરને પ્રણામ કર્યા. મગધેશ્વર અતિ વાત્સલ્યભાવે રૂપકોશાને નિહાળીને પ્રસન્ન થયા. ઉપસ્થિત સૌ પ્રેક્ષકોએ પણ તાળીઓના ગુંજનથી રૂપકોશાને વધાવી. પ્રારંભનું માંગલિક નૃત્ય પૂરું થયું. પછી અનેક પ્રકારના દૈવી રૂપકના નૃત્યની કલા પ્રગટ થતી રહી. સૌની આંખમાં અને મુખમાં એક જ ભાવ વ્યક્ત થયો – અદ્દભુત. સૌને લાગ્યું કે મા કરતાં દીકરી રૂપમાં અને નૃત્યકલામાં અજોડ છે. આખરી નૃત્યમાં રૂપકોશાએ પાતળી રેશમની દોરી પર અનેક પ્રકારના અભિનય કર્યા. સૌ સ્તબ્ધ થઈ જોઈ રહ્યા હતા, આ ચિત્ર છે કે સાચી રૂપકોશા નૃત્ય કરે છે ? તેમાં પણ જ્યારે તેણે રેશમના પાતળા દોર પર શીઘ્રગતિ પકડી ત્યારે સૌની આંખોની પલક પણ અટકી ગઈ. સૌના દિલમાં ક્ષણિક ભયનો કંપ પણ થઈ આવ્યો. રૂપકોશા તો જાણે રેશમી પાતળી દોરી પર ફૂલની જેમ ગતિમાં વૃદ્ધિ કરી વિવિધ અભિનય કરીને કેવી રીતે દોર પરથી ઊતરી પડદામાં અદશ્ય થઈ તે પણ સૌ આશ્ચર્યથી જોઈ રહ્યા. સૌ રૂપકોશાને નિહાળતા હતા ત્યારે રૂપકોશાની દૃષ્ટિ સ્થૂલિભદ્રને શોધતી હતી. તેની દૃષ્ટિએ મહામંત્રીની બાજુમાં બેઠેલા સ્થૂલિભદ્રને શોધી કાઢ્યા અને સ્થૂલિભદ્રની દૃષ્ટિ તો તેના પર મંડાયેલી હતી. વૈરાગી યૂલિભદ્ર નૃત્ય અને નૃત્યાંગનાથી ઘણો પ્રભાવિત થયો. આમ આ પ્રસંગે તેની દૃષ્ટિમાં એક આકર્ષણ પેદા થયું. Page #42 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર • ૧૯ રાત્રિના ચાર પ્રહર સુધી નૃત્યકલાનો કાર્યક્રમ અવિરત ગતિએ ચાલ્યો. છેલ્લા નૃત્ય માટે સૌ એકી અવાજે બોલ્યા અભુત અભુત અભુત, અજોડ અજોડ અજોડ. થોડી વાર સંગીતકારોએ વિવિધ મધુર નાદો રેલાવ્યા. રૂપકોશા વસ્ત્ર પરિવર્તન કરી રંગમંચ પર આવી. મગધેશ્વરને પ્રણામ કરી ઊભી રહી. ( કલાલક્ષ્મીનું પદગૌરવ પ્રદાન છે મગધેશ્વરે પોતાના સ્વહસ્તે સોનાનો હીરાજડિત મુગટ પહેરાવી તેને ભારતવર્ષની અજોડ કલાલક્ષ્મીનું પદગૌરવ આપ્યું. મહારાણીએ હીરા જડેલા અલંકારોથી તેને વિભૂષિત કરી મસ્તકે હાથ મૂકી આશિષ આપ્યા. મગધેશ્વરે કહ્યું “રૂપકોશા તારી નૃત્યકલા અદ્દભુત અને અજોડ છે. માંગી લે મનઈચ્છિત વરદાન.” રૂપકોશાને તે સમયે કંઈક સંકોચ થયો છતાં તે ઝડપથી બોલી ગઈ, “પિતાતુલ્ય હે મહારાજા, આપની પ્રસન્નતા એ જ વરદાન છે. છતાં એક માંગણી કરું છું જ્યારે હું કોઈ જીવનસાથી શોધું ત્યારે તેને અપનાવવાની મને છૂટ આપજો.” મગધેશ્વર વરદાનબદ્ધ હતા, રૂપકોશાની માંગણીથી આશ્ચર્ય પામ્યા પરંતુ તેમણે કહ્યું ભલે તારા મનવાંછિત પ્રમાણે થશે. મહારાણીએ પણ તેમાં સહર્ષ સંમતિ દર્શાવી. પોતાના હીરાજડિત બને વલય ભેટ આપ્યાં. ત્યાર પછી હોદ્દા પ્રમાણે સૌએ રૂપકોશાનું અભિવાદન કર્યું. રૂપકોશાએ તે ઝીલ્યું પરંતુ તેનાં નયનો તો શોધતાં હતાં યૂલિભદ્રને. ( પ્રેમ-પ્રણયનો પ્રારંભ આખરે સ્થૂલિભદ્ર પણ રૂપકોશાની સામે અભિવાદન માટે ઉપસ્થિત થયો. ચતુર છતાં રૂપકોશા જાણે મનોમન લજવાઈ ગઈ. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર બંનેની દષ્ટિ મળી, બંનેના હૃદયમાં કંઈ ગૂઢ ભાવ ઊપજાવી ગયો. આખરે મૌન છોડી સ્થૂલિભદ્ર રૂપકોશાને સ્નેહભર્યું અભિવાદન આપ્યું. “તમારી નૃત્યકલા અજોડ છે.” રૂપકોશાએ જવાબમાં જણાવ્યું “તમારી વીણાના સ્વરની કલાનો પણ લાભ મળશે ને ?” જરૂર, દેવી તમે જ્યારે ઇચ્છશો ત્યારે હાજર થઈશ.” અને રૂપકોશાને લાગ્યું કે પૂરો શરદોત્સવ સફળ થયો. નૃત્યકલાની સિદ્ધિઓ સાર્થક થઈ. માતાજી, નૃત્યાચાર્ય, સંગીતકારો સૌ પ્રસન્ન પ્રસન્ન હતાં. તેમની પ્રસન્નતા રૂપકોશાના પદગૌરવ માટેની હતી. રૂપકોશાની પ્રસન્નતા સ્થૂલિભદ્ર સાથે સ્નેહભર્યા મિલનની હતી. શ્રમિત થયેલા સૌ પોતપોતાને સ્થાને પહોંચ્યા. રૂપકોશાને શ્રમ જણાતો ન હતો. તેનો શ્રમ સ્થૂલિભદ્રના એક “જરૂર ધ્વનિથી પલાયન થઈ ગયો હતો. પ્રભાત થવાનાં ચોઘડિયાં બજતાં હતાં. સૌ સ્વસ્થાને વિદાય થયાં. આ શરદોત્સવમાં હાજર રહેલામાં કોઈ રાજકુમાર, કોઈ ધનાઢ્ય શ્રેષ્ઠિ, સુકેતુ રચાધ્યક્ષ મનમાં રૂપકોશાને પોતાની બનાવવાના મનોરથો સેવતા હતા. તેમને ક્યાં ખબર હતી તેમની આ મનોકામના ક્યારે પણ પૂરી થવાની નથી. રૂપકોશા હવે કોઈને પ્રાપ્ત થાય તેવી શક્યતા જ નથી. શરદોત્સવ પૂરો થયો. સુનંદાએ કરેલા નિર્ણય પ્રમાણે તેણે નિવૃત્ત થઈ બુદ્ધના શરણે જવાની તૈયારી કરી. રૂપકોશાએ માને ઘણી રીતે સમજાવવા પ્રયત્ન કર્યો કે થોડો સમય રોકાઈ જાય પણ મા કહેતાં કે કાળનો ભરોસો ન રખાય વળી તારા પ્રત્યેની ફરજનું મારું કામ પૂર્ણ થયું છે. પ્રૌઢ પરિચારિકાઓ તને બરાબર સાચવશે. આમ રૂપકોશાને સમજાવી એક દિવસ સુનંદાએ પાટલીપુત્રથી વિદાય લીધી. ભગવાન બુદ્ધના માર્ગને શરણે સમર્પિત થઈ. Page #44 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર યૂલિભદ્ર - ૨૧ ( પુનઃમિલન રૂપકોશા પોતાની કલાસાધનામાં ગોઠવાઈ ગઈ. તેણે એક પ્રસંગ ગોઠવી ધૂલિભદ્રને આમંત્રણ મોકલ્યું. સ્થૂલિભદ્રને પણ રૂપકોશા પ્રત્યે કંઈક આકર્ષણ પેદા થયું હતું. તે પોતાની વીણા લઈને હાજર થયો. સ્થૂલિભદ્રની આંગળીઓ વીણા પર મુક્તપણે ફરવા લાગી ત્યારે થતું કે ભાલા, તીરકામઠાં પકડનાર સ્થૂલિભદ્રની આ આંગળીઓ છે? રૂપકોશાનું નૃત્ય શરૂ થયું. સ્વરમાં નૃત્ય ભળી જતું અને નૃત્યમાં સ્વર ભળી જતા. સ્વરની અને નૃત્યની જેમ સ્થૂલિભદ્ર અને રૂપકોશાના હૃદય પણ ભળી જતા! રાત્રિના મધ્ય ભાગે સમારંભ પૂરો થયો. સ્થૂલિભદ્ર વિદાય થયા પણ તેમનું હૃદય રૂપકોશા પાસે મૂકતા ગયા ! અને રૂપકોશાનું તો જાણે સર્વસ્વ લેતા ગયા. માતાની વિદાય પછી રૂપકોશાને એક મોટો સહારો મળી ગયો. ત્યાર પછી કોઈ કોઈ પ્રસંગો શોધી રૂપકોશા સ્થૂલિભદ્રની નજીક આવવા પ્રયત્ન કરતી હતી. જોકે સ્થૂલિભદ્રમાં રૂપકોશાનું આકર્ષણ થવા છતાં હજી તેનામાં પડેલો પેલો વૈરાગનો સંસ્કાર સાવ બુઝાઈ ગયો ન હતો. તેના પિતાએ તેના લોહીમાં એક વાત વણાવી દીધી હતી કે રૂપકોશાનો પરિચય પાપ છે. પિતા કહેતા યુવાનીમાં સંયમ રાખી પરાક્રમ કરવાના હોય. તારે કુળ પરંપરાના મહામંત્રી પદને શોભાવવાનું છે. આવી દ્વિધાજનિત પરિસ્થિતિને કારણે સ્થૂલિભદ્રને રૂપકોશા પ્રત્યે થયેલું પ્રેમજાનત આકર્ષણ કોઈ વાર અજંપો પેદા કરતું. અને મનને પાછું વાળવા વારંવાર વિચારતો. પણ રૂપકોશાના પૂરા અસ્તિત્વ પર તે એવો છવાઈ ગયો હતો કે રૂપકોશા તો તેને હવે છોડે તેમ નથી. તે તો માનતી સ્ત્રી-પુરુષનું અનઅપેક્ષિત સાહચર્ય, તેમાં પણ ઉત્તમ સંગીતકલાનું ઐક્ય હોય ત્યાં પાપ પલાયન થઈ જાય. એવા દિવ્ય જીવનમાં ભોગવિલાસ તો ગૌણ અંગ છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર માતાની વિદાય પછી તેના પ્રત્યે આકર્ષિત થયેલા મોટા રાજ્યના રાજકુમાર તેને મેળવવા પ્રયત્ન કરતા. કોઈ ધનશ્રેષ્ઠિએ પૂરી ધનરાશિ અર્પણ કરી રૂપકોશાને મેળવવા પ્રયત્ન કર્યો. પરંતુ રૂપકોશા માતા પાસેથી સંયમથી શિક્ષણ પામી હતી. તેનાથી વિશેષ તેના હૃદયમાં, રોમેરોમે સ્થૂલિભદ્ર વસી ગયા હતા. એટલે આ સૌને તેની આગળ તે તુચ્છ ગણી, થોડો આવકાર આપી વિદાય જ કરી દેતી. રથાધ્યક્ષ રૂપકોશાનું સામ્રાજ્યમાં પદગૌરવ જાણતો હતો. એટલે તેને યોગ્ય તે અવસર શોધતો હતો કે કોઈ પ્રસંગે મગધેશ્વર કે મહામંત્રી પ્રસન્ન થાય ત્યારે રૂપકોશાની માંગણી કરવી. તેવી મનોકામના સેવતો બિચારો તે એકાકી જીવન જીવતો હતો. સંસારની મોહનીય કેવી વિચિત્ર છે? માનવ એની જાળમાં ફસાઈને જીવનમાં વ્યર્થ ઉપાધિ ઊભી કરે છે. રૂપકોશાના રૂપ ઉપર કેટલી કહાણી ઊભી થઈ? ( મહામંત્રીનું વિરલ વ્યક્તિત્વ સ્થૂલિભદ્ર સંસારના વ્યવહારિક જીવનમાં રસ લેતો થાય તેવા વિચારથી મહામંત્રી કલાવિદ્યાના પ્રયોજનથી તેને રૂપકોશા પાસે કલાવિદ્યા માટે જવા દેતા, ત્યારે સ્થૂલિભદ્ર જોકે અલિપ્ત રહેતો. રૂપકોશાના પદગૌરવ-પ્રદાન સમયે સ્થૂલિભદ્રમાં કંઈક આકર્ષણ થયું. નૃત્યકલામાં તેને કાવ્યની મધુરતા લાગી નૃત્ય ગમ્યું, નૃત્યાંગના ગમી. પ્રસંગોપાત મિલન થતાં પરિચય વૃદ્ધિ પામ્યો. પ્રારંભમાં મહામંત્રી એમ માનતા કે સ્થૂલિભદ્ર સંયમના સંસ્કાર પામેલો છે એટલે વાંધો નહિ આવે. પોતે તે માટે સજાગ હતા. સ્થૂલિભદ્રને સમજાવતા યૌવન સંયમ માટે છે. વળી રૂપકોશા સાથે નિકટનો પરિચય પાપ છે. માટે તેનાથી દૂર રહેવું. સ્થૂલિભદ્ર પણ એમ જ માનતો હતો. ભાવિના ઋણાનુબંધ શું ખેલ ખેલશે તે સૌથી અજ્ઞાત હતું. Page #46 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર - ૨૩ મહામંત્રી શકટાલની પૌરૂષીય ઊંચાઈ, શારીરિક બાંધો સૌષ્ઠવપૂર્ણ અને કસાયેલો, પોતે પ્રતિભાસંપન્ન અને પરાક્રમી હતા. ધર્મ અને કર્તવ્યપરાયણ હતા ધીર ગંભીર છતાં દાક્ષિણ્યતાને વરેલા હતા. મગધેશ્વર પ્રત્યે તેમની એકેશ્વરી ભક્તિ હતી. જોકે મગધ સામ્રાજ્યમાં તેમની યશકીર્તિ અને વર્ચસ્વ ખૂબ વ્યાપક હતાં. જેવું મગધેશ્વરનું પ્રજાના હૃદયમાં સ્થાન હતું તેવું મહામંત્રીનું હતું. મગધ સામ્રાજ્યની આણમાં આવેલા રાજકુલો મગધેશ્વરની જેમ જ મહામંત્રીની આણને માન આપતા. પાટલીપુત્રનાં આબાલવૃદ્ધો સૌ તેમને અતિ માન, આદર આપતા. શત્રુઓ મહામંત્રીની વિચક્ષણતા અને સામર્થ્ય સામે માથું નમાવતા. અરે! નગરના કોટકાંગરા પણ તેમને આધીન હોય તેવું લાગતું. આમ તેમનું જીવન ગૌરવશાળી હતું. મગધેશ્વર આ હકીકત જાણતા હતા, અને મહામંત્રીની એકેશ્વરી ભક્તિ તથા તેમના આગવા સામર્થ્યને આવકારતા. મહામંત્રીના શબ્દને માન્ય કરતા. તેઓ જાણતા હતા આ સામ્રાજ્યનો વિસ્તાર વૈભવ અરે ! સામ્રાજ્યનો સુવર્ણકોષ પણ મહામંત્રીને આભારી છે. મહામંત્રી ન્યાય પરાયણ અને સત્ત્વશીલ હોવાથી રાજ્યમાં કે પ્રજામાં તાપ સંતાપ ન હતા. મગધેશ્વર જાણતા હતા કે મહામંત્રી નથી તો આ સામ્રાજ્યનું ઐશ્વર્ય નથી. પોતાની ચક્રવર્તી જેવી, રિદ્ધિ પણ મહામંત્રીને આભારી છે. મગધનું સામ્રાજ્ય અને મહામંત્રી એકત્વ ધરાવતા હતા. પાટલીપુત્ર અદ્દભુત નગરી તરીકે પ્રસિદ્ધ હતી. મહામંત્રી ખરેખર અદ્વિતિય હતા. તેમના કારણે પ્રજા સુખી અને સમૃદ્ધ હતી. તેઓને મોટી મહત્ત્વાકાંક્ષા એ હતી કે કુળપરંપરાના મહામંત્રીપદના ગૌરવને સ્થૂલિભદ્ર દીપાવે તેવો પરાક્રમી અને ગુણસંપન્ન છે. આથી તેમણે તેને શાસ્ત્રવિદ્યા સાથે શસ્ત્રકળામાં નિપુણતા પ્રાપ્ત કરે તેવું શિક્ષણ આપ્યું હતું. સ્થૂલિભદ્રની એકાંતપ્રિયતા અને સંસાર પ્રત્યે ઉદાસીનતાથી તેઓ ચિંત હતા. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૦ સંયમવીર યૂલિભદ્ર તેને સંસારમાં રસ લેતો કરવા તથા પુત્ર શ્રીયક અને પુત્રીઓને પણ શિક્ષણ આપવા પોતે જ નાટક લખતા અને સૌને અભિનય શીખવતા. મહામંત્રીએ કુળ પરંપરાના વડવાઓના સાહસની સ્મૃતિરૂપે એક નાટક લખેલું હતું. તેમના પ્રાસાદના ઉદ્યાનમાં તે ભજવવાનું આયોજન કર્યું હતું. તેમાં પોતાનાં સંતાનો, તેમના મિત્રો, અભિનય કરવાના હતા રૂપકોશાનો પણ એમાં સમાવેશ હતો. નાટકનો મુખ્ય અભિગમ વડવાઓની રાજ્ય પ્રત્યેની વફાદારી અને પરાક્રમનો હતો. તેમાં મુખ્ય પાત્ર સ્થૂલિભદ્ર હતો. તે પાત્ર તેણે અદ્ભુત રીતે ભજવ્યું હતું. રાત્રિના બીજા પ્રહરે નાટક પૂરું થયું. સૌ સ્વસ્થાને જવા રવાના થયાં. ( નાટક પછી શું બન્યું ? ) નાટક પૂરું થતાં સૌ સ્વસ્થાને જવા નીકળ્યાં. સ્થૂલિભદ્ર એક નિર્જન માર્ગેથી જઈ રહ્યો હતો ત્યાં તેણે મધુર સ્વર સાંભળ્યો “ભદ્ર.' કોશા સ્થૂલિભદ્રને હવે ભદ્ર કહી બોલાવતી. સ્થૂલિભદ્ર અવાજ તરફ જોયું. કોઈ રૂપસુંદરી જાણે સ્વર્ગમાંથી ઊતરી આવી હોય ! તેનું મન પ્રસન્ન થયું. શું આ સ્વપ્નસુંદરી ગંગાને આરેથી ભૂલી પડીને ભેટવા આવી છે ! “કોણ કોશા ?” હા ભદ્ર” “તમે નાટકનું પાત્ર સુંદર ભજવ્યું. ધન્યવાદ આપવા આવી છું.” કોશાના ઘંટડી જેવા રણકારથી સ્થૂલિભદ્ર ડોલી ઊઠ્યો. વળી કોશાનો પૂરો દેહ જ સૌંદર્યથી ભરપૂર હતો. વાતો કરતી કોશા સ્થૂલિભદ્રની નજીક જતી. સ્થૂલિભદ્ર થોડો દૂર ખસતો, કારણ કે તેમનો પરિચય પિતાની ચકોર દૃષ્ટિથી છાનો ન રહે તેમ તે માનતો. પિતાએ સ્થૂલિભદ્રને વારંવાર ચેતવણી આપી હતી કે યુવાનીમાં સંયમ અને શીલનો આદર્શ પાળવો. તેથી કોઇના પરિચયમાં તે મૂંઝાતો, પરંતુ કોશા તેને મળવાની તક હંમેશાં શોધતી. વળી કોશા Page #48 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર ચૂલિભદ્ર ૦ ૨૫ એમ ભય પામી ભાગે તેમ ન હતી. તેણે ભદ્રની દૃષ્ટિમાં સ્નેહનો સંચાર જોયો હતો. તે કુમારની વધુ નજીક જઈને તેનો હાથ પકડીને તેની સામે નજર પરોવીને બોલી કે ભદ્ર અને કોશા હવે જુદાં થવાનાં નથી.” કોશા તેની તદ્દન નજીક ઊભી હતી. સ્થૂલિભદ્રે કહ્યું “કોશા નાટક ભજવવું અને તે આદર્શોને જીવવા તે બંનેમાં અંતર છે. પિતા કર્તવ્યમૂર્તિ છે. તેમના આદર્શો અનોખા છે તેઓ સંયમ-શીલ-પાલનના આગ્રહી છે. આમ છતાં યૂલિભદ્રનું અંતર તો કોશા પ્રત્યે ઝૂકી ગયું હતું. તેને લાગતું કે કોશા મારી મનોમૂર્તિ છે. શું કરવું ? ધર્મશીલ પિતાનો ત્યાગ કરવો કે સ્વપ્નમૂર્તિ કોશાનો? ભદ્ર ભારે મૂંઝવણમાં હતો. કોશા: “ભદ્ર હું તો જીવનને નાટક માનું છું. તેમાં કશું નક્કી નથી હોતું. માનવ ધારે કંઈ અને થાય કંઈ.” અઢાર વર્ષનો યુવાન ભદ્ર હજી પોતાની અધ્યાત્મ રુચિ અને પિતાના આદર્શથી રંગાયેલો હતો. તેણે કહ્યું “કોશા પિતાની આજ્ઞા છે કે આપણે અન્યોન્ય મળવું નહિ. સદાકાળ માટે જુદાં જ રહેવું; કારણ કે આપણા આ સમાગમમાં પિતાજી પાપ માને છે. આ શબ્દો સાંભળતાં જ કોશાના અવાજમાં ઉગ્રતા આવી ગઈ. શું પાપ !” “તારી માતા રાજનર્તકી છે એટલે તારું કુળ હીણું છે.” કોશા : “મહામંત્રી તો પરમશ્રાવક છે તે પણ આવી માન્યતા ધરાવે છે. જેનું રાજ અને સમાજ સન્માન કરે તે કુળ હીણું? કોઈ કુમાર કન્યાના નિર્મળ સ્નેહને પાપ માની શકાય ? કુમાર એમ વિચાર કે આપણી જોડી કેવી લાગશે! ઈંદ્ર ઇંદ્રાણીને પણ લોકો ભૂલી જશે ત્યારે કુળની માન્યતાઓ વ્યર્થ થશે. ભદ્ર! તું આ વૃદ્ધોની વિચિત્ર માન્યતાઓને છોડી દે. તેમણે જુવાની કેવી વિતાવી હતી તે તેઓ ભૂલી જાય છે. વળી અમને હીણ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર કુળની ગણનાર મહામાત્ય હીણ કુળની સ્ત્રી-ગણિકા સાથે સંબંધ રાખનાર નંદરાજાઓની સેવા શા માટે કરે છે? અમારા કુળની સ્ત્રીઓએ તો રાજની સેવા માટે કૌમાર્ય સ્વીકાર્યું છે. અનેક રાજાઓના સંપર્કમાં આવવા છતાં કૌમાર્ય સાચવ્યું છે. કોશાના શબ્દોમાં એક જાતની ઉત્કટતા આવી ગઈ. વળી ડહાપણનો ભંડાર હોય તેમ બોલી. “ભદ્ર ! સાચે જ પુરુષોમાં પરાક્રમ ગમે તેટલું હોય પણ બુદ્ધિ તો અપરિપક્વ હોય છે.” કોશાના રૂપમાં, વાણીમાં, શરીરમાં એવું માધુર્ય હતું કે યોગી પણ વશ થઈ જાય. ભદ્ર સ્તબ્ધ થઈને સાંભળી રહ્યો. તેનું હૈયું તો હિલોળે ચડ્યું હતું. “મારા ભદ્ર! તારું પૌરુષ, તેમાંય કલા-કવિત્વ, વળી આવા રૂપાળા કુમાર સાથે સૌંદર્યવાન કોશાની જોડી બને તે કેવો સુભગ યોગ છે. તેમાં તમારા પિતાએ જોયેલું પાપ હશે તો તે પણ દૂર થઈ જશે. નિર્વાજ પ્રેમમાં એ પાપ ધોવાની તાકાત છે.” ભદ્ર કોશાના શબ્દેશબ્દના માધુર્યને પી રહ્યો હતો. છતાં મનમાં એક વાત ઘૂંટાતી હતી, મારા અધ્યાત્મભાવનું શું ? પિતા આ પરિચયને પાપ માને છે. કોશાના પ્રત્યેક વચને ભદ્ર મંત્રમુગ્ધ બની પીગળતો હતો તેમાંથી મહાશ્રમે બહાર નીકળીને બોલ્યો. “કોશા મને તો તારો સમાગમ પ્રિય છે પરંતુ પિતાજી કહેતા હતા કે તું રાજાની રાજગણિકા. તે કોઈ એકને આધીન વર્તે નહિ. તારા રૂપલાવણ્યથી તું રાજા-મહારાજાઓને નમાવીશ. વળી તારે ગુપ્તચર બની યુદ્ધમાં કાર્ય કરવાનું છે.” “ભદ્ર એ બધું ગમે તેમ હોય, એક વાર એ બધું ત્યજીને પણ મારા શુદ્ધ પ્રેમ વડે હું તને જ વરવાની. તો પછી મને સ્વીકારવાનો વાંધો શું છે !” ભાવાવેશમાં આવીને કોશા બે હાથ વડે ભદ્રને વળગી પડી. Page #50 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર ૨૭ કોશાના પ્રેમનો શુદ્ધ રણકો, અને રૂપનો સ્પર્શ. પોતાની વિદ્યા અને કોશાના રૂપનો કેવો મેળ હતો ? આમ મનમાં સુખદ પળો માણતો ભદ્ર મંત્રમુગ્ધ બની ગયો. ત્યાં નજીકમાંથી અવાજ આવ્યો. “સ્થૂલિભદ્ર.” એ અવાજ પિતાજીનો હતો. અને એ સ્વપ્નમાંથી ઝબકે તેમ જાગીને કોશાના બાહુપાશને છોડીને તે અદશ્ય થઈ ગયો. કોશા પોતાના આવાસે પાછી ફરી. બંને જુદાં પડ્યાં પણ હૃદય મળી ચૂક્યાં હતાં. કોશાને પોતાના પ્રેમમાં, રૂપમાં, સમર્પણમાં વિશ્વાસ હતો તેથી તે માનતી ભદ્ર મારો થશે, મને સ્વીકારી લેશે. વિદ્યા અને કલાનો સુભગ યોગ થાય તેમાં ખોટું શું છે ! ત્યાં અમારા રૂપનું આકર્ષણ ગૌણ છે એવા ભાવાવેશમાં તે પોતાના આવાસે પહોંચી. પિતા પુત્ર ભારે ચિંતિત હતા. પિતાને આશા હતી સ્થૂલિભદ્ર ભાવિનો મગધનો સ્વામીભક્ત અને મહામંત્રી બને. તેનું જીવન એક નર્તકીના રૂપમાં – વાસનામાં સમાઈ જાય તેવું મુદ્ર ન હોય. તેમાં રાજનર્તકીનો સમાગમ તો પાપ છે. ભદ્રના જીવને પણ જંપ ન હતો. તેના મનમાં હજી અધ્યાત્મ ધબકતું હતું તેથી તેનામાં આવેગ આવી ગયો કે રૂપ પાછળ ઘેલી બનેલી આ આંખો ફોડી નાખું? અથવા મારી સ્વપ્નમૂર્તિ કોશાનો દેહ રોગથી ભરાઈ જાય તો કાયમનો ઉકેલ થાય. વળી મારી આંખોમાં કોશાના સૌંદર્યનું આકર્ષણ અને પરિચયથી પિતાજીના આદર્શોની વાતો વ્યર્થ બનશે. ભદ્ર ખૂબ મૂંઝાતો હતો. વાત્સલ્યમૂર્તિ, કર્તવ્યપરાયણ હિમાલય જેવા દઢ પિતાનો ત્યાગ કરવો કે મનોમૂર્તિ કોશાનો ત્યાગ ? અંતરમાં ચાલતો આ દાહ ક્યાં કહેવો અને કેમ સહેવો? - સ્થૂલિભદ્ર પોતાના પ્રાસાદે પહોંચ્યો. મહાઅમાત્ય પણ પ્રાસાદે પહોંચી પોતાના વિરામસ્થાનમાં આંટા મારી રહ્યા હતા. સ્થૂલિભદ્ર પિતાને મળવા વિરામસ્થાનમાં પહોંચ્યો. તેણે જોયું પિતાજી ચિંતામગ્ન Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૮ • સંયમવીર ટ્યૂલિભદ્ર છે. રાજ્યના કારભારની ચિંતા કરતા હશે ? આજે તેમની મુખમુદ્રા પર કંઈ જુદા જ ભાવો ઊપસ્યા હતા. મહામંત્રીની વિચારનિદ્રા તૂટી. તેમણે ઓરડામાં ચારે બાજુ એક નજર નાંખી, સામે જ તેમણે સ્થૂલિભદ્રને ઊભેલો જોયો. તેમણે ઈશારો કરી પાસે બોલાવ્યો. તેના ખભા પર ખૂબ વાત્સલ્યભર્યો હાથ મૂક્યો અને બોલ્યા, “બેટા તે આજે નાટકમાં ખૂબ કુશળતાથી અભિનય કર્યો. કોશા ગઈ!” પિતાજીના આ પ્રશ્ન પિતૃભક્ત અને ધર્મભીરુ સ્થૂલિભદ્ર મૌન રહ્યો પણ હૃદયમાં અપાર વેદના ઊઠી. કોશા પરની મુગ્ધતા તેની સાથેની પ્રેમગોષ્ઠિ જેવી વાતો પવિત્ર મૂર્તિ સમા પિતાને કાને પડી ? પિતૃઆજ્ઞા સામે કોશાની વાણીથી પિગળેલો એ લોખંડી પુરુષ ટકી ન શક્યો. પોતાની જાતને ધિક્કારવા લાગ્યો. મહામંત્રી તેની પીઠ પર હાથ પસારતા બોલ્યા : “બેટા, શ્રીયકને બોલાવી લાવ.” સ્થૂલિભદ્ર શ્રીયકને બોલાવી લાવ્યો. તે સમયે મંત્રીરાજ ગાદી પર તકિયાને ટેકવીને બેઠા હતા. તેમના શિર પરના ધોળા પૂણી જેવા કેશ પવનથી ફરફરતા હતા. વૃદ્ધાવસ્થાની નજીક છતાં મંત્રીનો દેહ વજ જેવો લાગતો હતો. છતાં કોઈ ઊંડા મનોમંથનમાં હતા. બંને ભાઈઓ આવીને વિનયપૂર્વક પિતાની સામે બેઠા. તેમને જોઈને પિતાને ઘડીભર ગર્વ થયો કે પુત્રો દેવતાઈ ઓજસ જેવા લાગે છે. બંનેને વાત્સલ્યપૂર્ણ નજરે નિહાળીને મંત્રીરાજ બોલ્યા. ( મહામંત્રી શકટાલનો યૌવનભર્યો ભૂતકાળ ) બેટા ધૂલિભદ્ર! આપણે કલિંગજિનના દર્શને ગયા હતા ત્યારથી મારા મનમાં અનેક સ્મરણો ઊડ્યાં હતાં. તારા નાટકના અભિનયથી તે સ્મરણો સતેજ થયાં. તું મારા સંસારી જીવનનું પ્રથમ સંતાન-ધન છે. મેં અને તારી Page #52 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૨૯ માતાએ તારી પાછળ ઘણી શક્તિ ખર્ચે લાડકોડ સાથે ઘણી કળાઓ શીખવી હતી.” મંત્રીરાજ ભૂતકાળમાં સરી પડ્યા. પોતાની યુવાનીમાં માણેલા કવિત્વના માધુર્યમાં ડૂબકી મારી કહે, “બેટા યૂલિભદ્ર, તારા જેવો અભિનય અને ઘણાં કાવ્યો મેં યુવાનીમાં રચ્યાં હતાં.” - એક વાર આઠમા નંદરાજાના બૃહસ્પતિ મિત્રે મને પાનો ચઢાવ્યો કે આ કાવ્યનાં ભૂંગળાં ફેંકી દે. ચાલ આપણે કલિંગદેશનો વિજય પ્રાપ્ત કરી ત્યાંથી મહાચમત્કારી જિનમૂર્તિને લાવીને પાટલીપુત્રની શોભામાં વૃદ્ધિ કરીએ. કલિંગદેશની જિનમૂર્તિ અભુત અને ચમત્કારિક મનાતી. અદ્ભુત જિનમૂર્તિનું નામ સાંભળી મારું પરાક્રમ જાગી ઊઠ્યું. મેં મંત્રીપદનો સ્વીકાર કર્યો અને તીરકામઠાં બાંધી ઘોડે ચઢ્યો. તે સમયે જિનધર્મને વરેલી તારી ગુણિયલ માતાએ વિદાયવેળાએ કહેલું : મંત્રી બન્યા તો મંત્રીપદ શોભાવજો. પણ શ્રાવકધર્મને વિસરશો નહિ. શ્રાવકનું કામ સંહારનું નહિ સર્જનનું છે.” કલિંગદેશનો વિજય પ્રાપ્ત કરી અદ્ભુત જિનમૂર્તિ લઈ પાછા ફર્યા ત્યારે પ્રજાએ અમારો અનેરો સત્કાર કર્યો અને જિન પ્રતિમાના. દર્શન કરી સૌ ધન્યતા અનુભવી રહ્યા. નિવાસે પહોંચ્યો. તારી માતાએ સ્નેહભર્યો આવકાર આપ્યો. સાથે એના શાણપણની શી વાત કહું! તેણે કહ્યું “સ્વામી ! કલિંગના રાજા અને પ્રજા સંસ્કૃતિના બળે સિંચાયેલી છે. તેમની ભાવના આ અપમાન સાંખી નહિ શકે.” કાલે દર્શન કર્યા પછી આ સ્મૃતિ તાજી થઈ. ત્યાર પછી એક પછી એક દેશ જીતી મગધના સામ્રાજ્યને વિસ્તૃત કર્યું. આજે મગધના સામ્રાજ્યને કોઈ આંબી શકે તેમ નથી પણ એકસરખા દિવસ કોઈના જતા નથી. કાળના વંટોળને કોણ રોકી શકે ! કેટલાય સમ્રાટો મંત્રીઓ તેમાં હોમાયા. મગધના સામ્રાજ્યની આણ Page #53 -------------------------------------------------------------------------- ________________ » • સંયમવીર સ્થૂલિભદ્ર સાથે નંદરાજને મિત્રો અને શત્રુ બંને સાથે વેર બંધાયાં છે.” બેટા, રાજવહીવટ તો સોહામણો, છતાં જ્વાળામુખીનો ભરોસો કેટલો ? છતાં આ રાજસેવાને આપણા પૂર્વજોએ જીવનધર્મ માન્યો છે. મેં પણ સ્વામીભક્તિ સ્વીકારી છે.” “સ્થૂલિભદ્ર, શ્રીયક તારા પિતા રાજપદના લોભી ન હતા. જુવાનીમાં કવિ અને રસિક જીવ હતા. કેટલીય રાજકુંવરીઓ માટે લાડીલા હતા.” મંત્રીરાજ ઘડીભર તે યુવાનીના સ્વપ્નમાં ખોવાઈ ગયા. પછી તરત જ જાગ્રત થઈ કહે “પરંતુ ચાલી આવતા કુળધર્મને મુખ્ય કરી આ મંત્રી મુદ્રા સ્વીકારી. નંદરાજાની યશોગાથા વિસ્તાર પામી. નંદરાજાના શાસનને ટકાવવા આ મંત્રીમુદ્રા સ્વીકાર્યા પછી મારે માટે નંદરાજા એકેશ્વર્ય છે. એટલે કે રાજા કે પ્રજા પર આફત આવે તો ભોગ આપવાનો પ્રથમ ધર્મ મંત્રીનો છે માટે ગમે ત્યારે કુલપરંપરાની આ ભક્તિ ભૂલશો મા. તે સમયે જાનની કે સંસારની માયાની પરવા ન કરતા.” સ્થૂલિભદ્ર, એ સમયના ગણતંત્રમાં રૂપસુંદરી રૂપકોશાના પૂર્વજોનું પણ સ્થાન હતું. તે સમયે રૂપસુંદરીઓ રાજ્યની મિલકત ગણાતી. તે અનેક કળાઓ શીખતી, આજીવન કુમારી રહેતી. રૂપકોશાની માતા એક એવી રમણી હતી. વૈશાલીની જીતમાં તેને તેના પતિ સાથે પાટલીપુત્ર લાવવામાં આવી હતી. તેઓની રાજસેવા પણ પ્રશંસનીય હતી. ધર્મપરાયણ સંયમમૂર્તિ પિતાના મુખે કી શાનું નામ સાંભળતાં ભાવિની પરમ સાધુતા છુપાયેલી છે તેવા સ્થૂલિભદ્રને એક ક્ષણ માટે રોમાંચ થયો. કોશાનું રૂપમાધુર્ય નજર સામે તરવર્યું. પરંતુ પુનઃ પિતાની સંયમશીલ મુખમુદ્રા જોતાં જ સ્વસ્થ થયો. તે પછી મહામંત્રીએ પૂર્વજોના પરાક્રમની યશગાથા કહી. રાત પૂરી થવા આવી હતી. પિતા ભૂતકાળમાં સરી તન્મય થઈ અખ્ખલિતપણે પુત્રોને મંત્રી મુદ્રાનું માહાસ્ય સમજાવતા હતા. પુત્રો પણ સજાગપણે રસપૂર્વક સાંભળી રહ્યા હતા. Page #54 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૩૧ અંતે મહાઆમાર્યે કહ્યું, “સ્થૂલિભદ્રા બેટા તારો ઉછેર તારી માતા અને મારી નવરાશની પળોમાં ધર્મ પરાયણતા, કૃળા-કૌશલ્ય અને અનેક વિદ્યાઓના સિંચનથી થયો છે, પરંતુ શ્રીયક જન્મ્યો ત્યારે હું તો મંત્રી તરીકેના રાજકારણમાં ગળાબૂડ હતો. વળી માતા પણ મરણ પામી હતી એટલે તેને આજ્ઞાવશ રહેવા સિવાય કાંઈ શીખવા મળ્યું નથી. છતાં તમને કાંઈ વિશેષ કહેવાનું ન હોય,” તેમના અવાજમાં ગંભીર છતાં આંતરિક શીખ હતી. બંને પુત્રોના મુખ પર કુળનો ધર્મ દીપાવવાની ભાવના જોઈ પિતા સંતુષ્ટ થયા. રાત્રિનો અંધકાર વિલીન થવાની તૈયારી હતી. પ્રભાતનો આછો પ્રકાશ પ્રગટ્યો. રાજ્ય દરવાજે પ્રભાતનાં ચોઘડિયાં બજી રહ્યાં. મહામંત્રીએ પુત્રોને આરામ લેવા જણાવ્યું. પોતે રાત્રિના જાગરણના ભાર વગર નિત્યક્રમમાં પ્રવૃત્ત થયા. ( સ્થૂલિભદ્રનું મનોમંથન પલંગમાં પડ્યો સ્થૂલિભદ્ર વિચારતો હતો કે કોશાના મધુરા મિલનનો સુખદ પ્રસંગ અને પિતાજીએ તે જ સમયે કરેલો સત્તાવાહી અવાજ! સ્થૂલિભદ્ર' એક તરફ પૂરા કુળની બદનામી, બીજી બાજુ પૂરા રાજ્યની સૌંદર્યસુંદરીનું આકર્ષણ અને સમર્પણ. આવા વિચારના ઉલ્કાપાતમાં ચાર દિવસથી સ્થૂલિભદ્ર કોઈને મળતો નહિ. કોઈ ગુપ્ત સ્થળોમાં અશ્વારૂઢ થઈ દિવસભર ઘૂમતો રહ્યો. ભૂખતરસના ભાન વગર વનમાં વિહરતો. કોઈ નિર્ણય પર આવી શકતો ન હતો. - કર્તવ્યમૂર્તિ પિતાની મુખમુદ્રા જોતો અને સ્વપ્નમૂર્તિ કોશા વિલીન થઈ જતી. પરંતુ વળી કોશાના પરિચયમાં તેણે કરેલા સંવાદના નેહભર્યા સ્વરો સ્મરણ થતાં ચિત્તમાં તીવ્ર આકર્ષણ પેદા થતું અને પિતાની પવિત્ર મુખમુદ્રા વિલીન થતી. પરાક્રમી, કળા કૌશલ્યવાન Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર યુવાનની મૂંઝવણનું વર્ણન કરવું પણ મુશ્કેલ છે. વળી અધ્યાત્મ સંસ્કાર ઝબકતો કે આ સંસારની પળોજણ છોડ. રૂપ અને સૌંદર્ય ચાર દિવસના ચાંદરણા જેવું છે. તેનું મનોમંથન પીડાયુક્ત હતું. રૂપકોશા નવા વેશમાં સૌંદર્ય તો સ્થૂલિભદ્રને ક્યાં ઓછું વરેલું હતું ? વળી જેવો વિદ્વાન અને કવિ હતો તેવો નિપુણ રણયોદ્ધો હતો. છતાં રે માનવ મન ! સ્થૂલિભદ્ર કેવી મૂંઝવણ અનુભવતો હતો ? ચાર ચાર દિવસોથી ઘૂમતો આજે રાત્રે શ્રમિત સ્થૂલિભદ્ર મધ્યરાત્રિએ નિદ્રાધીન થયો, ત્યાં તો તેણે કંઈક ભાસ થવાથી આંખ ખોલી જોયું, તેના ખંડમાં એક સૈનિક ધસી આવ્યો હતો. મંત્રીપ્રાસાદથી પરિચિત હોય તેમ સ્થૂલિભદ્રના ખંડ સુધી પહોંચી, સૂતેલા સ્થૂલિભદ્રની તેણે શાલ ખેંચી લીધી. સ્થૂલિભદ્ર સફાળો ઊભો થઈ ગયો. તેને કોઈ કાવતરાની ગંધ આવી, ગાંધા૨નો કોઈ શસ્ત્ર સહિત સૈનિક સામે ઊભો હતો. “તું કોણ છું? કોનું કામ છે ?”’ સૈનિક ભાષા જાણતો ન હોય તેમ મૌન રહ્યો. પુનઃ સત્તાવાહી અવાજે પૂછ્યું ‘કોણ છું ?” મૌન. સ્થૂલિભદ્ર વિચારવા લાગ્યો. મહાઅમાત્યના પ્રાસાદ ૫૨ નજ૨ માંડવાની કોઈ હિંમત ન કરતું, ત્યારે આ સૈનિક આ ખંડ સુધી કેવી રીતે ઘૂસી આવ્યો ! પુનઃ પૂછ્યું. “શત્રુ કે મિત્ર ’' સૈનિક પાકો નીકળ્યો મૌન જ રહ્યો. સ્થૂલિભદ્રની શંકા પાકી થઈ કે કંઈ કાવત્રું છે. તેણે સૈનિકને પરાસ્ત કરવા તેની સાથે બાથ ભીડી. સૈનિકે સામનો ન કર્યો. સ્થૂલિભદ્રના આશ્ચર્યનો પાર ન રહ્યો. છતાં તેની શંકા વધુ સબળ બની. સૈનિકને આખો જ ઊંચકીને નીચે પછાડવા માટે ઊંચક્યો ત્યાં તો માથાનું વસ્ત્ર નીકળી ગયું અને લાંબા સુગંધયુક્ત કેશકલાપે Page #56 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર ચૂલિભદ્ર ૦ ૩૩ સ્થૂલિભદ્રના મુખને ઢાંકી દીધો. - ભદ્ર, હું તમારી વિદાય લેવા આવી છું. “કોણ કોશા ? આ સાંભળતાં જ જાણે સાપ હાથમાં પકડ્યો હોય અને જે ત્વરાથી છોડી દે તેમ ભદ્ર કોશાને વેગથી નીચે ફેંકી. કોશાએ જાતને સંભાળી લીધી અને ઊભી રહી. ગાંધાર સૈનિકના વેશમાં સજ્જ કોશાનું સૌંદર્ય અજબ રીતે નિખરતું હતું. યોગી પણ ભાન ભૂલે તેવી એ ક્ષણ હતી. ક્ષણમાત્રના મૌન પછી બંને નિખાલસતાથી હસી પડ્યાં. સૈનિકને પરાસ્ત કરવાની પેરવી કરનાર યોદ્ધો મીણબત્તીની જેમ ઓગળી ગયો. ઓહ કોશા! મનોમૂર્તિ મારી સ્વપ્નસુંદરી ?” રૂપના આકર્ષણમાં ખેંચાયેલા આકુળ સ્થૂલિભદ્રને વળી પિતાજીના શબ્દો ઘૂમરાયા. કોશાનો સમાગમ પાપ છે.” વિહ્વળતાથી તેની આંખો બંધ થઈ ગઈ. કોશા તું પરદેશ જાય છે ? વિદાય લેવા આવી છું? જા ઓ સુંદરી તને વિદાય આપું છું અને ઇચ્છું કે પુનઃ તું મારી નજરે ન પડે, તારે કારણે મારા જીવનમાં કેટલું તોફાન જાગ્યું છે ! કુમાર, મારા પ્રત્યે આટલો તિરસ્કાર શા માટે ? બાળપણથી આપણે સાથે રમ્યાં છીએ, કળાઓ ખીલવી છે. એકબીજાની ગોદમાં બેઠાં છીએ. તો પછી અત્યારે કોશામાં શું કોઈ વિષ તમને સ્પર્શે છે ? બંધ આંખે ઊભેલા સ્થૂલિભદ્રને કોશાએ આર્તભાવે ખભે હાથ મૂકી હલાવ્યો.” કોશા આપણે ભેગાં થવું શક્ય નથી. પિતાજી કહે છે આ પ્રેમ એ પાપ છે.” તો પછી માતૃપ્રેમ, દેશપ્રેમ, ધર્મપ્રેમ પણ પાપ છે? જો તેમાં પાપ ન હોય તો સ્ત્રી-પુરુષના પ્રેમ પાપ શાથી? જે દિવસે કોશાઓ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ૦ સંયમવીર ચૂલિભદ્ર અને ભદ્રો જેવાં તત્ત્વો નહિ હોય ત્યારે દુનિયા ભૂતાવળ હશે.” “કોશા તું ગમે તેમ કહે પિતૃઆજ્ઞા એ મારે માટે પરમ ધર્મ છે. તેથી આપણે કોઈ કાળે ભેગાં નહિ થઈ શકીએ.” ભદ્ર ! તું માનજે કે કોશાનો પ્રેમ અચલ છે. તેને કોઈ હીણા કુળના કારણો ડગાવી નહિ શકે. ભલે જગત મને ગણિકાની પુત્રી કહે પણ આ સામ્રાજ્યના પાયામાં અમારા સૌંદર્યમાં શીલના આદર્શની કુરબાની રહેલી છે કોશાની વાણીમાં અડગતા હતી. તે મહામંત્રીના મંતવ્યને સ્વીકારવા તૈયાર ન હતી. “કુમાર તમારી કોશા ગુપ્તરાર બની ગાંધાર જાય છે. જીતની આશા ભરી છે. જીવતાં હોઈશું તો મળીશું. અથવા આવતા ભવે મળીશું. આપણા સાચા પ્રેમના મિલનને કોઈ રોકી નહિ શકે. કોશાએ જવાની તૈયારી કરી.” સ્થૂલિભદ્ર વિદ્વાન, પડદર્શનનો અભ્યાસી, વીરયોદ્ધો, આજે એક કુમળી કન્યાના તર્ક પાસે તેનું આ બધું જ જ્ઞાન, અભિમાન સરી ગયું. “કુમાર તમારો ઘણો સમય લીધો, હવે વિદાય માંગું છું. આશીર્વાદ આપશો ને ?” સ્થૂલિભદ્રનું મન કોશાના મંતવ્યોથી, વચનોથી પ્રભાવિત થઈ ગયું હતું. કોશા ખરેખર ભદ્ર અને કોશા જેવાં તત્ત્વો – જીવો હજી આ સંસારમાં રહેવા યોગ્ય છે. નહિ તો સંસાર પણ શુષ્ક બનશે.” હા કુમાર એ તત્ત્વોનો કોઈ નાશ નહિ કરી શકે.” કોશા ખંડની બહાર નીકળી ઘોડા પર સ્વાર થઈ રાજમાર્ગે ચઢી ગઈ. સ્થૂલિભદ્ર તેને જતી જોઈ રહ્યો. કેવું જીવંત સૌંદર્ય, માધુર્ય, અજબ કોશા. મારી સ્વપ્નમૂર્તિ. ખરેખર પિતાજીની નજર કેટલી દૂરંદેશી અને વિલક્ષણ હતી ! સ્થૂલિભદ્ર નિત્યક્રમ માટે પાછો ફર્યો ત્યાં સામે જ પિતાજીને ઊભેલા જોયા. મહામંત્રીના મનમાં એક સંકલ્પ પડ્યો હતો, કુળપરંપરાથી Page #58 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર ૦૩૫ આવતું મહામંત્રીપદ સ્થૂલિભદ્ર શોભાવે. આથી તેઓ સહજ બોલી ઊઠ્યા. સ્થૂલિભદ્ર, દષ્ટિરાગ, સ્નેહરાગ પાપ છે.” પિતાજીના શબ્દો કાને પડતાં જ સ્થૂલિભદ્ર વળી પાછો સંતાપમાં અટવાઈ ગયો. હૈયું વલોવાઈ ગયું. ઘડીભર કોશાના સૌંદર્યને માણેલું સુખ સરી પડ્યું. પિતાએ આપેલા સંસ્કારો સામે મોટો પડકાર હતો. બીજી બાજુ સમર્પિત કોશાના સૌંદર્યનું આકર્ષણ યોગીને ચલાયમાન કરે તેવું હતું. એથી કોશાને કહેતો હતો ‘તું પુનઃ નજરે ન પડે તેવું ઇચ્છું છું. તારું નામ મારા કાને ન પડે એવી પરભોમમાં પહોંચી જા !” પણ કોશા બહુ સાહસિક નીકળી. સ્થૂલિભદ્રને મનાવી લીધો. પુનઃ પિતાજીની શીખનું સ્મરણ. સ્થૂલિભદ્રની મૂંઝવણ ખરેખર હૃદયદ્રાવક હતી. પિતાજી આદર્શને માટે પ્રાણ પાથરતા હતા. કોશા હીણ કુળના કલંકને નિવારવા માંગતી હતી. બંને વચ્ચે સ્થૂલિભદ્ર ઝોલાં ખાતો હતો. તે કાળે રાજનર્તકીઓનું રાજ્યમાં સ્થાન ઊંચું મનાતું. તોપણ ઉચ્ચકુળમાં કુળવધૂ તરીકે સ્વીકાર ન થતો. રાજામહારાજાઓ તેમનો પરિચય ઝંખતા પણ કોઈ પોતાના રાજકુમારને રાજનીર્તિકા સાથે પરણાવતા નહિ. એવું હીણ કુળનું કલંક રાજર્તિકાને માથે રહેતું. મહામંત્રી એ સમાજના બંધારણમાં ચુસ્ત હતા. કોશા ગાંધાર પહોંચી. યુદ્ધની યોગ્ય બાતમી મળતા નંદમહારાજા મહાઅમાત્ય, સ્થૂલિભદ્ર સૌ ગાંધાર પહોંચ્યા. ત્યાં રણસંગ્રામ ખેલાયો. એ કાળે આ રીતે યુદ્ધો દ્વારા રાજવિસ્તાર થતો, સાથે રાજાઓની અન્ય અભિલાષાઓ પોષાતી. ( ગાંધાર રાજ્યની જીત સાથે શું બન્યું ગાંધારની જીત મેળવી સૌ પાછા ફર્યા. સાથે પાટનગર તક્ષશિલાના વિદ્વાન ત્રણ રત્નોને માનભેર લઈ આવ્યા હતા. વ્યાકરણકાર પાણિનિ, વિદ્વાન વરરુચિ અને વિષ્ણુગુપ્ત ચાણક્ય. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર મગધના પાટનગર પાટલીપુત્રમાં આજે ભવ્ય વિજય મહોત્સવ હતો. નગરીને સ્વર્ગની શોભા આપી હતી. પ્રજાના હૈયામાં આનંદ હતો. રાજવત્સલ રાજા અને મહાઅમાત્યને પ્રજાએ ઉત્સાહથી આવકાર્યા. મગધના રાજા, પ્રજા, સામંતો, સૌને માટે ગાંધાર વિજય અદ્વિતીય હતો. ઉત્સવના પૂરમાં દિવસ પૂરો થયો. વિજયની શોભાયાત્રામાં વિદ્વાન ત્રિપુટી શોભી રહી હતી. પ્રજાએ તેમનું સ્વાગત કર્યું. ઉત્સવ-વધામણાં પૂરાં થયાં, દિવસ આથમ્યો. તક્ષશિલાની માનનીય વિદ્વત ત્રિપુટીની યોગ્ય વ્યવસ્થા કરી સ્થૂલિભદ્ર પોતાના પ્રાસાદે પાછો ફરતો હતો. યુદ્ધના દિવસોમાં મનની દિશા અને દશાનાં વહેણ ફંટાયાં હતાં. પરંતુ પોતાની ભોમકામાં પગ મૂક્યો કે સ્થૂલિભદ્રના મનનું ઘમ્મરવલોણું ફરવા લાગ્યું. તેણે જોયું કે પોતાના હૃદયસિંહાસન પર કવિતા અને કોશા બે બિરાજમાન છે. પરંતુ જ્યારે કુળનાં ગૌરવ, સંયમ, શીલના સંસ્કારનો વિચાર કરતો ત્યારે કોશા લુપ્ત થતી. છતાં તેના સૂક્ષ્મભાવમાં જાણે કોશા ઊપસતી હોય તેવું ભાસતું ત્યારે મૂંઝાતો. સ્થૂલિભદ્ર પુનઃ પુનઃ પોતાના દિલનું નિરીક્ષણ કરતો. તેમાં તે જોતો કે તેના હૃદય સિંહાસન પર બે આકૃતિ ઊપસે છે. એક કવિતા અને બીજી કોશ. આ આકૃતિઓને જોતાં તેને સત્તા, મંત્રીપદ, સમૃદ્ધિ તુચ્છ લાગતાં. પરંતુ જ્યારે તે કોશા પાછળ તેના કુળને જોતો અને વિચારમાં પડી જતો કે પોતાનાં કુળ શીલ અને ધર્મસંસ્કારનું શું ? ત્યારે કોશાની આકૃતિ ભૂંસાઈ જતી અને તે કવિતા તરફ જોતો પણ ઊંડે ઊંડે કોશા વગરની કવિતા તેને નિરસ લાગતી. અથવા કવિતા અને કોશા તેને એક જ લાગતાં. ( યૂલિભદ્ર કોશાને આધીન આમ વિચારમગ્ન દશામાં અશ્વારૂઢ થઈ માર્ગે જતાં અચાનક તેને કોઈએ રોક્યો, ઉત્સવની રોશનીના અજવાળામાં તેણે જોયું કે જો કે Page #60 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૩૭ રોકનાર એક સ્ત્રી હતી. તે કોશાની દાસી હતી. “દેવી યાદ કરે છે” દાસીએ પ્રણામ કરીને કહ્યું. કોણ દેવી ! કોશા?” કોશાને દાસદાસીઓ દેવી કહેતા. સ્થૂલિભદ્ર વ્યંગમાં પૂછ્યું “તારા માનવંતા દેવી ક્યાં છે !” ચિત્રશાળામાં સ્થૂલિભદ્ર યુદ્ધમોરચેથી નખશિખ અક્ષત પાછો ફર્યો હતો. ઘરે જઈ પ્રિયજનોનું સ્વાગત માણવાનું દિલ હતું. મહર્ષિ જેવા પિતા, સાત વિદુષી બહેનો, શ્રીયક જેવો વહાલસોયો ભાઈ, આ સૌને મળવા આતુર દિલ કોશાના આમંત્રણે ભ્રમમાં પડ્યું. વીરતાભર્યો આવકાર માણું કે ગીત, સંગીત સૌંદર્યનો સ્વાદ? કોની અગ્રિમતા? પોતે નિર્ણય કર્યો કે આ સમયે મારે હળવા થવાની જરૂર છે. તેથી દાસીને કહ્યું: “જા ખબર આપ હું આવું છું.” એના મનમાં હતું કે રંગભવન જોવાશે. કોશા સાથે હાસ્યવિનોદ કરી હળવા થઈ પછી ઘરે જવાશે સ્વજનોને મળાશે. આમ મનનું સમાધાન કરી તે દાસીની પાછળ દોરવાયો. ભાવિના ભીતરમાં શું છુપાયેલું હતું? યૂલિભદ્રને માટે હવે ઘર, સ્વજન પરાયા થઈ જવાનાં હતાં? તે રંગભવને પહોંચ્યો. પ્રવેશદ્વારથી માંડીને રંગભવનના પગથાર સુધી ચારે બાજુ શૃંગારયુક્ત અને સૌંદર્યનાં સાધનો પથરાયેલાં હતાં. કોશાના રંગભવનની ચારે બાજુ મનોહારી વાતાવરણ સર્જતું ઉદ્યાન હતું. તેમાં વળી ચિત્રશાળા પૂરા ઉત્તમ આરસની હતી. આ દશ્યથી તેની અંતરની સૃષ્ટિમાં સ્વર્ગ ઊતર્યું હોય તેવું જણાતું હતું. કોશા – સ્વર્ગની પરીનું મિલન તો હવે થવાનું હતું. સ્થૂલિભદ્ર સ્તબ્ધ ચિત્તે દાસીની પાછળ ચાલી રહ્યો હતો. ચિત્રશાળા બતાવી દાસી ત્યાંથી દૂર જતી રહી. તે ચિત્રશાળામાં પ્રવેશ્યો. અત્યંત આકર્ષક રોશની, ઉત્તમ ગાલીચાઓથી ધરા શોભતી હતી. સુવર્ણપાત્રો એક ખૂણે શોભતાં હતાં. ખંડમાં માદક સુગંધ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૮ • સંયમવીર સ્થૂલિભદ્ર પ્રસરેલી હતી. વિજળીના ચમકારા જેવા ઝૂમરો ઝૂલતાં હતાં. એક મોટા વિરામ આસન પર કોશા સૂતી હતી. અતિ આકર્ષક વસ્ત્રસજાવટ કરેલી કોશા, કલામય ગૂંથેલા કેશકલાપ, પવન દ્વારા ઊડતું ઓઢણી જેવું વસ્ત્ર તેના મોહક અંગોને પ્રગટ કરતું હતું. જ્યાં યોગી છળી ઊઠે ત્યાં આ યુવાનનું શું ગજું? કુમાર” જાણે ઘંટડી રણકી, અને અંગભંગ કરતી કોશા સ્થૂલિભદ્રના સ્વાગત માટે ઊભી થઈ. સ્થૂલિભદ્ર કોશાને પ્રથમ નજરે જોતાં જ કુળ, શીલ, સંયમ, પિતાની શીખ, બધું જ વિસરી ગયો. કોશા” પછી તે કંઈ બોલી જ ન શક્યો. સ્તબ્ધ બનીને ઊભો જ રહ્યો. કોશા તેને હાથ પકડીને પોતાના વિરામાસન પર બેસાડી પોતે તેને અડીને બેઠી. કોશા સાચેસાચ તું દેવલોકની અપ્સરા છે?” હા કુમાર તેથી પણ વિશેષ, તારા હૃદયની રાણી” એમ કહીને કોશાએ સ્થૂલિભદ્રને ગાઢ આલિંગન આપ્યું. સૃષ્ટિનું સૌંદર્ય જાણે કુમારના ચરણે ન્યોછાવર થઈ ગયું. - કુમાર જવા દે શીલ સંયમ અને સ્વર્ગ-નરકની વાતો. આ જ સ્વર્ગ છે માણી લે. પિતાજીની વાતો જવા દે.” પિતાજીનું નામ આવતાં જ સ્થૂલિભદ્ર મદનના સકંજામાંથી જાગ્રત થઈ ગયો હોય તેમ તે કોશાને દૂર કરી ઊભો થઈ ગયો. કોશા તું શું કરી રહી છે. દૂર જા. મને સર્વનાશને માર્ગે ન લઈ જા. આખરે તું ગણિકા. તને કુળ અને શીલનું શું ભાન હોય?” કોશા: “કોશા ગણિકા ભલે હોય પણ તેનામાં પવિત્ર પ્રેમ છે. તું કદાચ ભવિષ્યમાં મંત્રી કે મગધપતિ થાય, અનેક રાણીઓ પરણે પણ આ ગરીબ દાસી જેવા પ્રાણ પાથરનાર તને નહિ મળે ત્યારે તને હું સાંભરીશ.” આમ બોલતી કોશાના વાગુબાણ વિશ્વામિત્ર જેવાને પણ ચલિત કરે તેવાં હતાં. Page #62 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૩૯ સ્થૂલિભદ્ર વિચારમાં પડ્યો. શું સ્નેહ, કેવો ઋણાનુબંધ ! વળી પ્રશ્ન ઊઠ્યો : પિતાજીનું શું? એ વિચારથી તે ખૂબ વિવળ બની ગયો. કોશા તેનું મંથન કળી ગઈ. હાથમાં આવેલા પ્રાણપ્રિયને તે છોડી દે તેવી નિર્બળ ન હતી. કોશા: “કુમાર એ બધું વિસરી જા. તારા કવિહૃદયને પિછાણનારું કોણ મળશે? તારો મારો જન્માંતરનો સંબંધ છે, પિતાજી આજે દુઃખી થશે કાલે ભૂલી જશે તેમ લોકો પણ ભૂલી જશે. પરંતુ આ રૂપનો અને કલાનો મેળ, ફરીથી નહિ મળે. તારી સામે વિશ્વવિજયી સૌંદર્ય ઝૂકતું આવ્યું છે, મને અપનાવી લે ! આજની રાત માણી લે અને કોશા પુનઃ કુમારની નજીક સરી.” બંને માટે એ સૌભાગ્યની પળ હતી ? ધર્મપરાયણ પરાક્રમી પિતાના આદર્શને તે ભૂલી ગયો. તેના ચિત્તમાં કોશા કોશા ગુંજી રહ્યું. ભાઈ, બહેન, રાજ, કાજ, કુળ, શીલ સર્વ વિસરાઈ ગયું અને કોશાને બાહુમાં પકડી ગાઢ આલિંગનમાં જકડી લીધી. બંનેએ પુષ્પ આચ્છાદિત શૈયામાં સુહાગરાત માણી લીધી. પાછલી રાત્રે બંને શ્રમિત થઈ નિદ્રાને આધીન થયાં. ( આ શું અધઃપતન હતું? રાત્રિ પૂર્ણ થઈ. દિવસ ઊગ્યો ચૂલિભદ્ર જાગ્યો. અને રાત્રિના સ્મરણે તેને ઘેરી લીધો. એક બાજુ ચંદન જેવી શીતળ સેજ હતી, બીજી બાજુ અધ:પતનની જ્વાળાઓ દેખાવા લાગી. જાણે પોતાની હાર થઈ હોય તેમ સુંવાળી સેજમાં પણ તેનું અંતર બળવા લાગ્યું. સેજમાં બેઠો થઈ લમણે હાથ દઈ વિચારવા લાગ્યો. મેં શું કર્યું? છેવટે કોશાએ મને પતનને માર્ગે દોર્યો. મારા કુળનું શું? મારા પિતાનું શું? એ સર્વને મેં ઝાંખપ લગાડી. વળી રાત્રિએ ગાળેલો વિલાસનો કેફ તેને સેજ છોડવા દેતો ન હતો. અંતરદાહથી બળતો પુનઃ સેજમાં આડો પડ્યો. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર તેના અંતરદાહને શાંત કરનારા કોશાના મીઠા ગીતનો ધ્વનિ તેના કર્ણપટલને ભેદી રહ્યો. પુનઃ તે મોહક નિદ્રામાં સરી પડ્યો. “કોયલડી ટહુકા કરે અંબ લહેકે રે લૂંબ યૂલિભદ્ર સુરતરુ સરિખો કોશા કણયર કબ આવો વહાલા ધૂલિભદ્ર.” સ્વરોની દિશામાં તેણે દૃષ્ટિ કરી, કોશા તેની સામે જ વાજિંત્ર લઈ બેઠી હતી, જાણે સ્વરદેવી બની ગીતનું પુનરાવર્તન કરતી હતી. કંઠની મધુરતા રેલાતી હતી. તેના સ્વરગુંજનમાં ભદ્ર ખોવાઈ ગયો. ( કોશાનું પ્રેમર્પણ કોશામાં સૌંદર્ય કરતાંય સવિશેષ ભદ્ર પ્રત્યેનું પ્રેમાર્પણ હતું. ભદ્રને જોતાં જ તે સ્વર્ગીય સુખને અનુભવતી. ભદ્રને રીઝવવો તે તેનો જીવનમંત્ર હતો. તેણે જોયું ભદ્ર કંઈક બેચેન છે, તેના કંઠમાધુર્યથી ભદ્રનો આત્મા પ્રસન્ન થઈ નાચી ઊઠ્યો. કોશા તો ગાતી જ રહી. ધૂલિભદ્ર સુરતરુ સરિખો ને કોશા કણવર કબ. આવો વહાલા યુલિભદ્ર.” ભદ્ર વળી વેદના ભૂલ્યો, પુનઃ વિલાસના રંગ મન પર છવાઈ ગયા. ભદ્ર-કો, વૃક્ષ-વેલી, આવી ઘણી ઉપમાઓ કોશાએ ગીતમાં ગાઈ. ભદ્ર: “પરંતુ તે સર્વ ઉપમા સામે ભદ્ર કોશા અનન્ય. આપણી જુગલ જોડી પાસે સર્વ તુચ્છ” તે કોશાના ગીત સાથે તેના ઊર્મિભર્યા શબ્દો સાથે તેના દેહસૌદર્યમાં છુપાવેલું અમૃતપાન કરી રહ્યો હતો. કોશાના સૌંદર્યનું રસપાન કરવા તેના ચરણે નમનારા ઘણા હતા. રથાધ્યક્ષ તો તરફડતો હતો. પણ કોશા કેવળ વાસના-વૈભવ નહોતી ઇચ્છતી પણ તેના કલારસમાં પૂર્તિ કરનાર, તેને જીવંત રાખનાર બધું જ ભદ્રમાં હતું. કેવળ સૌંદર્યલોલુપ એ માનવો પાસે વૈભવ વિશદ હતો. Page #64 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર ટ્યૂલિભદ્ર ૦ ૪૧ સામર્થ્યવાન હતા પણ કોશાને ભદ્ર જેવો ભવ્ય પુરુષ ખપતો હતો. પ્રભાતે સ્થૂલિભદ્ર કરેલો માનસિક શોક, અંતરદાહ ગાયબ થઈ ગયો. તે ઊભો થયો. કોશાના સૌંદર્યને અમૃતની જેમ પી રહ્યો. કોશા પણ સ્થૂલિભદ્રને વરી ચૂકી. જીવનમાં અપાર વૈભવ માન વગેરે હતાં, પણ તેને આવા પુરુષની આકાંક્ષા હતી. તે સ્થૂલિભદ્રથી પુરાઈ હતી. હવે તેને કોઈ પુરુષની જરૂર જ ન હતી. તેના સહવાસ આડે આ વિશ્વની સઘળી સંપત્તિ મળે તો પણ તુચ્છ હતી. મન વચન કાયા સૌને તેણે ભદ્રને અધીન કર્યા હતાં. તેમાં તેણે પરમ સંતોષ માણ્યો. ( કોશાનો પદગૌરવનો ત્યાગ છે ગાંધારના વિજય પછી સર્વના માનસન્માન માટે રાજસભા ભરાવાની હતી. સ્થૂલિભદ્ર અને કોશાને એમાં હાજર રહેવાનું હતું. કોશાએ એની યાદ આપી, અને યૂલિભદ્રનું મુખ નિસ્તેજ થઈ ગયું. હવે કયે મોઢે એ પિતાની સમક્ષ હાજર થાય? કે સંસારમાં ઊજળા મુખે હરેફરે? સમાજની સામે કેવી રીતે ઊભો રહે? કુશળ કોશા તેના મુખના ભાવ ઉપરથી તેની અંતર્ સ્થિતિ જાણી ગઈ. તેણે તરત જ કહ્યું: “પ્રિયે તમે અહીં જ રહો, સ્નાનાદિથી તૈયાર થાવ હું રાજસભામાંથી તરત જ આવું છું.' કોશા યુક્ત સજાવટ અને સાલસામાન સાથે રાજસભામાં પહોંચી. તેના કર્ણમધુર ગાનથી સભાનો પ્રારંભ થવાનો હતો. કોશાએ પૂરા દિલદિમાગથી મધુર સ્વર છેડ્યા. સભામાં સૌ મુગ્ધ થઈ સ્વરને માણી રહ્યા હતા. કોશાનું આખરી નૃત્ય પણ પૂર્ણ થયું. મહારાજાએ પ્રથમ મહામંત્રીને “સમરકેસરી'નું બિરુદ આપ્યું. પછીનો ક્રમ હતો લઘુમંત્રી યૂલિભદ્રનો, પણ સ્થૂલિભદ્ર ક્યાં ! તે ક્યાંય દેખાયો નહિ કે પછી માનસન્માનનો ક્રમ આગળ ચાલ્યો. ત્યારપછી મહારાજા નંદે સ્વયં કોશા પ્રત્યે અતિ આદરથી ઇચ્છિત માંગવાનું કહ્યું. કોશા ઊભી થઈ મહારાજને પ્રણામ કરી બોલી. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ૦ સંયમવર યૂલિભદ્રા “મહારાજ એક જ વર માંગું છું આપ આપશો ને ? “અવશ્ય.” જો આપ મને ઇચ્છિત આપો તો મને રાજગણિકાના પદગૌરવથી મુક્ત કરો.” “કેમ ? તને કંઈ મનદુઃખ થયું છે ?” “ના મહારાજા, આપની કૃપાથી મને કોઈ વાતની કમી નથી. રાજસેવા તો મારો કુળધર્મ છે.” કોશા તું આ રાજસભાની શોભા છું. છતાં તારા ઇચ્છિત પ્રમાણે તને રાજસેવાથી મુક્ત કરું છું.” રાજસભા વિસર્જન થઈ. સૌ સ્વસ્થાને ગયાં. મહામંત્રીના ચિત્તમાં સ્થૂલિભદ્ર ક્યાં એ મગધેશ્વરનો સ્વર ગુંજી રહ્યો હતો. વિચારમગ્ન દશામાં તેઓ પોતાના પ્રાસાદ તરફ જતાં મંત્રીશ્વરે માર્ગમાં જતી કોશાને પૂછ્યું : સ્થૂલિભદ્ર ક્યાં છે ?” મારી ચિત્રશાળામાં છે. તેમણે મને સ્વીકારી લીધી છે, મેં રાગણિકાનું પદ ત્યજી તેને સ્વીકારી લીધો છે.” કોશા ડરતાં ડરતાં શીઘ્રતાથી આટલું બોલી ગઈ. “કોશા તું જાણે છે તેં કેવું અપકૃત્ય કર્યું છે ?” મંત્રીના શબ્દોમાં આગ વરસતી હતી. “મંત્રીશ્વર નિરૂપાય હતી. અમારા પૂર્વજન્મના ઋણાનુબંધ જ એવા છે. આપ અમને બાળી શકશો પણ અલગ નહિ કરી શકો. એટલે તમારી ગરીબ પુત્રીને સ્વીકારવી, અમને બાળવા કે જિવાડવાં તમારી ઇચ્છાને આધીન છે.” આમ કહી કોશા નમીને ઊભી રહી તેના અંતરમાં પડેલી કોઈ ખાનદાની તેને ઉચ્ચ કુળવધૂ થવા, ઉચ્ચ માતૃપદ માટે ખેંચતી હતી એટલે અતિ નમ્રતાથી મગધસમ્રાટ સિવાય કોઈને નહિ ઝૂકેલી કોશા મહામંત્રી રાજને મૂકીને ઊભી રહી. Page #66 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર - ૪૩ પણ રે ! સમાજનાં બંધન, કુળના આદર્શને મંત્રીરાજ કેવી રીતે ગૌણ કરે ? મંત્રી રાજના નેત્રોમાં કોપ વરસતો હતો, તેઓએ શિબિકાને ત્વરાથી આગળ લેવા કહ્યું. કોશા પણ પોતાને આવાસે પહોંચી. રાજગણિકાના કાર્યનો ભાર ઊતર્યા પછી, કોશાને હળવાશ લાગતી હતી. પરંતુ મંત્રીરાજના કોપના ભારને કેમ સહેવો તેની મૂંઝવણ હતી. આમ કોશા અને ભદ્રનું પ્રેમસેવન પણ કુળની હીનતાને કારણે વિનયુક્ત હતું. મંત્રીરાજ પણ વ્યથિત હતા. જગતમાં જીવોના ઋણાનુબંધમાં કેવી વ્યથા હોય છે? નથી છોડાતું નથી રહેવાતું. સંસારના સંઘર્ષને સેવનારાઓની દશા દયાજનક હોય છે. ( મગધેશ્વરનો અજોડ રાજવૈભવ) ભારતવર્ષમાં મગધસમ્રાટ ધનનંદ મહામુત્સદ્દી, પરાક્રમી તરીકે અજોડ વ્યક્તિત્વ ધરાવતા હતા. જેવો વૈભવ હતો તેવું વીરત્વ હતું. તેમાં કલારસિકતા તેમનો પ્રાણ હતી. માનવલોકમાં અતિ સુખ પદ ચક્રવર્તી મનાય છે, તેવું મગધેશ્વર વિષે મનાતું. તેઓ ભારતવર્ષમાં એક છત્રી રાજ્ય ધરાવનાર હતા. મગધસમ્રાટના અતિ વિશાળ પ્રાસાદને ફરતા સાત કોટ હતા. પૂરો વિસ્તાર અતિ રમણીય હતો. દરેક કોટનો ચોવીસ કલાક સખત ચોકીપહેરો રહેતો. સેંકડો સશસ્ત્ર સૈનિકોથી રાજપ્રાસાદ રક્ષિત હતો. એ દરેક સૈનિકો મગધેશ્વર માટે શિર આપે તેવા વફાદાર અને પરાક્રમી હતા. તે સર્વના ઉપર મહાસેનાપતિ વિમલસેન હતા. આ રાજપ્રાસાદમાં વગર રજાએ ચકલું પણ ફરકવાની હિંમત કરતું નહિ, કેવળ મહાઅમાત્ય જેવા તદ્દન અંગત વિશ્વાસુ માનવોને અહીં પ્રવેશ મળતો. રાજપ્રાસાદ ઉત્તમકોટિના આરસમાંથી બનેલો હતો. તે ઉપરાંત તેમાં અવનવી શોભા ધરાવતા સુવર્ણની કલાકારીગરી તો દરેક દીવાલોને શોભાવતી હતી. મગધશ્વરનો હિરણ્યકોષ ભારતવર્ષમાં પ્રસિદ્ધ હતો. અતિ વિશાળ રાજપ્રાસાદમાં સેંકડો સૈનિકો, સેંકડો Page #67 -------------------------------------------------------------------------- ________________ જ • સંયમવીર સ્થૂલિભદ્ર દાસદાસીઓ, સેંકડો ચોકીદારોની ઉપસ્થિતિ છતાં વાતાવરણ શાંત અને શિસ્તબદ્ધ રહેતું. ક્યાંય શોક સંતાપ નહિ, મગધેશ્વરની સુખસમૃદ્ધિ સોળે કળાએ ખીલી હતી. મહાપ્રતિહાર વિમલસેન ખુલ્લી તલવારે મગધેશ્વરની બેઠક નજીક હાજર રહેતો. તેની વફાદારી શિરસાવંદ્ય હતી. આમ મગધેશ્વરનું રાજકીય જીવન ઝળકી રહ્યું હતું. અંતઃપુર પણ સંતોષજનક હતું. તેમાં પણ મહાઅમાત્ય શકટાલની એકેશ્વરી સમર્પણતા તે તેમના સમ્રાટપણામાં અતિ સહાયક હતી, તે તેઓ જાણતા હતા, તેથી તેઓ મહામંત્રી પ્રત્યે અતિ આદર ધરાવતા. મહામંત્રીના રાજકીય મંતવ્યોને તે વિશ્વાસપાત્ર માનતા. મગધના સામ્રાજ્યને સ્થિર કરવામાં મહામંત્રીની વિશેષતા હતી તે પણ જાણતા હતા. પાટલીપુત્રમાં કાવ્યરસની રેલી, મંદિરની ટોચે કળશ દીપે તેમ ગાંધાર રાજ્યની શૌર્યભરી જીત મેળવીને ત્યાંથી લાવેલા માનવંતા ત્રણ વિદ્વાનોથી રાજ્યસભા અતિ શોભાયમાન થઈ હતી. ત્રણેને યોગ્ય ઉત્તમ કાર્યોની જવાબદારી સોંપાઈ હતી. તેમાં પણ શ્રેષ્ઠ કવિ વરરુચિ તો નવાં નવાં કાવ્યો રચી મહારાજાની કાવ્યરસિકતાને સંતોષ આપતા. ઉદાર મગધેશ્વર તેમની વિદ્વતાની પૂરી કદર કરતા અને સોનામહોરોની વર્ષા થતી. આથી તેમની મહત્ત્વાકાંક્ષા વૃદ્ધિ પામતી. - તક્ષશિલાના ત્રણ મહાન વિદ્વાનો મગધ સામ્રાજ્યના આશ્રયે રહ્યા હતા. તેમાં ભગવાન પાણિનિ સર્વ વિષયોમાં નિપુણ છતાં વ્યાકરણશાસ્ત્રમાં તે અજોડ છે. તેઓ સ્વયં વ્યાકરણકાર હતા. સર્વ શાસ્ત્રોના નિચોડને તેઓ વ્યાકરણમાં આકાર આપતા હતા. મહદ્દઅંશે . અલિપ્ત રહેતા. ગાંધારમાં રાજ્યાશ્રય લીધા પછી પણ તેઓ પોતાના જ વિષયમાં લીન રહેતા. ન જ છૂટકે તેઓ રાજસભામાં આવતા વાદવિવાદમાં તો Page #68 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૪૫ ભાગ લેતા જ નહિ. વિષ્ણુગુપ્ત ચાણક્ય મહાકુશળ અને વિચક્ષણ છે. તેઓ શસ્ત્રવિદ્યા, શાસ્ત્રવિદ્યા અને અસ્ત્રકળામાં નિપુણ હતા. પરંતુ તેઓ ભારે સ્વમાની, તેઓ સ્વયં કોઈના સંપર્કમાં આવતા નહિ. અન્ય વિદ્યાર્થીઓ પણ તેમના સાનિધ્યથી દૂર રહેતા. રાજસભામાં તેમનું સ્થાન મહત્ત્વનું હતું. તેઓ સૌને શિસ્તબદ્ધ રાખી શકતા. મહાઅમાત્ય સાથે તેમની નિકટતા હતી. વરરુચિ મહાન વિદ્વાન હતા. સાથે સાથે શાસ્ત્રોના ટીકાકાર અને સફળ શિક્ષણકાર હતા. તેમાં પણ શીઘ્ર કવિત્વ એ તેમની સ્વયં સિદ્ધિ હતી. કાવ્યરચનામાં અજોડ તેવા જ કથાકાર હતા. બંને વિદ્વાનોથી વરરુચિ કંઈ જુદા જ તરવરતા. રાજ્યાશ્રય મેળવ્યા પછી મહારાજા નંદના તે પ્રિયપાત્ર હતા. ગુરુવર્ય પણ તેમને માન આપતા. તેમની સૌંદર્યવતી પુત્રી ઉપકોશા વરરુચિ પ્રત્યે સદ્દભાવ રાખતી તેમને મળવામાં આનંદ માનતી. વરરુચિ રોજ ગુરુવંદન માટે જતા, ઉપકોશાને મળતા, પરિણામે પરિચય વૃદ્ધિ પામ્યો હતો. ભારતવર્ષમાં મહારાજા ધનનંદની એકછત્રી આણ વર્તાતી હતી. મહાઅમાત્ય રાજ્યસીમાડા સંભાળતા હતા. આથી મગધેશ્વર રાજસભામાં કાવ્યસભાનું આયોજન કરી યુદ્ધના ભારને હળવો કરતા હતા. રાજા પ્રજા સૌ હવે કાવ્યકિલ્લોલમાં પ્રવૃત્ત હતાં. ( વિદ્વાન કવિ વરરુચિની અદભુત કાવ્યરચના ) નંદ મહારાજની ચક્રવર્તીપણે દૂર સુદૂર પ્રસિદ્ધિ હતી. શ્રેષ્ઠ કવિ વરરુચિની વિદ્વત્તાથી મગધની સાહિત્યસભા મહાન આકર્ષણનું સ્થાન બની હતી. નંદ રાજા હિરણ્યકોષ માટે જાણીતા હતા. તે મેળવવા કવિઓ સાક્ષરો દૂરથી દોડી આવતા હતા. પાટલીપુત્રમાં ઘરે ઘરે નાદબ્રહ્મની અને કાવ્યદેવીની ઉપાસના શરૂ થઈ હતી. વળી એ દિવસોમાં યુદ્ધના મોરચે વિરામ હતો. એટલે પાટલીપુત્રની શેરીઓ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૬ • સંયમવીર સ્થૂલિભદ્ર કાવ્ય, સાહિત્ય, સંગીત, નર્તન યોગ ક્રિયાઓ તથા શૃંગારરસોથી ગુંજતી હતી. એક માત્ર મહામંત્રી ચિંતિત હતા. વિચારતા હતા કે પ્રજાના પરાક્રમ અને વીરરસનું શું? આ સાહિત્યસભાનો પ્રાણ વરરુચિ હતો, તે ખૂબ મહત્ત્વાકાંક્ષી હતો. તે વિચારતો કે એક વખતના બ્રાહ્મણ કવિ શકટાલ મહામંત્રી થયા તો હું વિદ્વાન મહામંત્રી કેમ ન થઈ શકું? મહાપદવીધર બનવાની તેની મહત્ત્વાકાંક્ષાનો વિશેષ ઉદ્દેશ ગુરુપુત્રી ઉપકોશાને મેળવવાનું આકર્ષણ હતું. આજે તો શેરીએ શેરીએ પડહ વાગી રહ્યો હતો. સાહિત્યસભામાં વિદ્વાન વરરુચિ ૧૦૮ શ્લોકની નવરચના કરશે. મહારાજા શ્લોકે શ્લોકે સુવર્ણમુદ્રા અર્પણ કરશે. આજે સાહિત્યસભાની શોભા અપૂર્વ હતી. આ સભામાં મહામંત્રી તેમની પુત્રીઓ, રાજાઓ, શ્રેષ્ઠિઓ, દેશવિદેશથી આવેલી ગણિકાઓ હાજર હતાં. એક એક શ્લોકની નવરચનામાં વરરુચિની જિદ્દામાંથી ફૂલ ખરતાં, કે જાણે મોતીનો વરસાદ વરસતો તેની કલ્પના જ આશ્ચર્યજનક હતી. કાવ્યરસિક મહારાજ અતિ પ્રસન્ન હતા. એક શ્લોક રજૂ થતો અને એક સુવર્ણમુદ્રા અર્પણ થતી. વળી મહારાજે કહ્યું : હે વિદ્ધદવર જે જોઈએ તે માંગી લો.” વરરુચિ મહારાજને મસ્તક નમાવી ઊભા થઈ કંઈ કહેવા જતા હતા ત્યાં મહાઅમાત્ય શકટાલ ધીરેથી ઊભા થયા. સભાગૃહના મધ્યમાં આવી મહારાજને મસ્તક નમાવી બોલ્યા : દેવ કંઈક નિવેદન કરવાની આજ્ઞા આપો.” - વિદ્વતસભામાં મહામંત્રીનું નિવેદન સૌને લાગ્યું રંગમાં ભંગ કિન્તુ મંત્રીરાજ પળવાર થોભી જાઓ, મને વિદ્વતાની કદર કરવા દો. દુનિયાને જાણવા દો કે મહારાજા નંદ કાવ્ય, વિદ્યાદેવીનું Page #70 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૪૭ કેવું સન્માન કરે છે. જેવા રણવીર છે તેવા દાનવીર છે.” “મારા નાથ આ સન્માન અંગે જ મારું નિવેદન છે.” સભામાં ગણગણાટ શરૂ થયો. કાવ્યરસના પ્રવાહમાં મંત્રી રાજે ક્યાં આ પથરો ફેંક્યો. પરંતુ મંત્રીરાજની વિરુદ્ધ કહેવાનું મગધરાજ્યમાં કોઈ કલ્પના કરી શકતું નહિ. મગધશ્વર પણ મહામંત્રીનું સ્થાન સમજતા હતા. ભલે મહામંત્રીરાજ જે કહેવું હોય તે ટૂંકમાં કહો” મહારાજા, અપરાધની ક્ષમા ચાહું છું. મારું નમ્ર નિવેદન છે કે આ પંડિતવર્ય વરરુચિને કહો કે આ પ્રકાંડ વિદ્વાનોની સભા છે, તેમાં પુરાણાં સુભાષિત બંધ કરે, નવી કાવ્યરચના પ્રસ્તુત કરે. દાનસન્માન નવીન કાવ્યો માટે શોભે.” વરરુચિ અપમાનથી કાળઝાળ થઈ ગયો. “કોણ કહે છે મારાં સુભાષિતો પુરાણાં છે.” “હું કહું છું પંડિતવર, મેં આવાં કાવ્યો સાંભળેલાં છે.” સ્વસ્થ ચિત્તે મંત્રીરાજે જવાબ આપ્યો. વરરુચિનું જિગર ચિરાઈ ગયું. “પ્રમાણ આપો.” મહારાજે પણ કહ્યું “મંત્રીરાજ પ્રમાણ શું?” “મહારાજ પ્રમાણ વગરની વાત હું કરતાં શીખ્યો નથી. આ બધાં કાવ્યો હું નહિ પણ મારી પુત્રીઓ પણ જાણે છે.” વરરુચિને ભયંકર અપમાન લાગ્યું. “બોલાવો તમારી પુત્રીઓને, આનો નિર્ણય આ જ ઘડીએ થવો જોઈએ.” “સત્યાસત્યના નિર્ણય માટે હું અને તમે કોણ ? એ તો મગધરાજના સિંહાસનનું કામ છે.” ( શ્રેષ્ઠ કવિ વરરુચિની કાવ્યસભામાં હાર ? અંતઃપુરના સ્ત્રી-પરિવારમાં તેમની પુત્રીઓ બેઠી હતી. મહામંત્રીએ ખૂબ સ્નેહપૂર્વક કહ્યું: “ક્ષા બેટા સભાગૃહમાં આવો, જોજો કંઈ સંકોચ કરશો મા.” છે : : : : - કારતક Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર એક પછી એક યક્ષા અને તેની છ બહેનો મંદમંદ ગતિએ સભાગૃહમાં હાજર થઈ, તેમના નૂપુરઝંકારથી વાતાવરણમાં ઉત્તેજના આવી. જાણે સંગીત પુરવણી થઈ. સાતે બહેનો ભદ્રાસને ગોઠવાઈ ગઈ. વરચિ અતિ આવેશમાં આવી ક્લિષ્ટ, બ્લોકપંક્તિ ઉચ્ચારી. સભાગૃહમાં તેના શબ્દો ગુંજી ઊઠ્યા. વિદ્વાનો બોલી ઊઠ્યા સાવ નવતર પંક્તિઓ' વરુચિ અને સૌનો વિશ્વાસ હતો કે વિજ્યમાળા વરચિને વરશે. મહાઅમાત્યે યક્ષાને સંકેત કર્યો. અને યક્ષા હ્રસ્વદીર્ઘના ઉચ્ચારભંગરહિત સુસ્પષ્ટ આખી શ્લોકપંક્તિ શાંતિથી બોલી ગઈ. એ પછી બીજી, ત્રીજી એમ સાતે પુત્રીઓ જરા પણ ક્ષતિ વગર શ્લોકપંક્તિઓ બોલી ગઈ. સભા સ્તબ્ધ હતી. વચિ ક્ષોભ પામ્યો. મહારાજા વિસ્મિત હતા છતાં સત્યાસત્યનો નિર્ણય કરવા તેમણે કહ્યું : પંડિતવર્ય બીજી નવીન રચના સંભળાવો' આ વખતે વરરુચિએ ઉતાવળ ન કરી. ધીરજપૂર્વક પહેલાં કરતાં પણ ક્લિષ્ટ, ગૂઢાર્થવાળી પંક્તિ ઉચ્ચારી. પંડિતજનોને લાગ્યું કે હવે વિજય વરુચિનો છે. પરંતુ પહેલાંની જેમ જ શાંતચિત્તે પૂર્ણ શુદ્ધતાથી યક્ષાએ બ્લોકનો ઉચ્ચાર કર્યો. પછી બીજી ત્રીજીએ તો તેના અર્થ પણ કર્યાં. વળી ત્રીજી વારની તક, પરંતુ હા૨ ૫૨ હાર મળતાં. વરરુચિને મહાઅમાત્ય તેના વેરી લાગ્યા. તેમની સ્પર્ધામાં તો હતો, તેમાં વે૨ ઉમેરાયું. અંતરમાં રહેલી મહાઅમાત્યને દૂર કરવાની ઝંખના તીવ્ર બની. રાજસભામાં કાવ્યરસિકતાની લહેર જામી હતી. વળી મહારાજાને એ પણ જણાવ્યું હતું કે મગધના સમ્રાટ રણશૂર, તેવા દાનશૂર પણ છે. આવા જામેલા રંગમાં મહામંત્રીએ ભંગ પાડ્યો તેનું મહારાજને દુઃખ થયું. અને એમ પણ લાગ્યું, રાજસભામાં પોતે માનભંગ થયા Page #72 -------------------------------------------------------------------------- ________________ સંયમવી૨ સ્થૂલિભદ્ર ૦ ૪૯ હતા. આ કારણે તેમના મનમાં મહામંત્રી પ્રત્યે કંઈક અભાવ થયો. સભા શાંત થઈ, સૌ સાતે પુત્રીઓની પ્રશંસા કરતાં હતાં. કોઈ કહેતું પણ સ્થૂલિભદ્ર તો આ સૌને ટપી જાય. “સ્થૂલિભદ્ર.” શબ્દ મહાઅમાત્યને કાને પડ્યો, તેની સ્મૃતિમાં એક ડંખ પેદા થયો. સભામાં મળેલા પુત્રીઓના વિજય ૫૨ એ ડંખ ખેંચી ઊઠ્યો. મહાઅમાત્યના મુખ પર કોઈ અકળ વેદના હતી. રાજસભા શાંતિથી વીખરાઈ ગઈ. સૌ સ્વસ્થાને ગયાં. મહામંત્રી પોતાના પ્રાસાદે પહોંચ્યા. આજે મહામંત્રીને નિદ્રા નથી આવતી. મધરાત્રિએ પુત્રીઓના ખંડમાં જવાનું અયુક્ત કાર્ય તેમણે ક્યારેક કર્યું નથી, પરંતુ આજે તેમનું હૃદય ઘણા ભારથી દબાયેલું હતું. પુત્રીઓનો ખંડ સ્ત્રી સુલભ કળાઓથી સુશોભિત હતો. મહામંત્રી ખંડના ખૂણે બેઠેલી યક્ષાની પાસે જઈ ઊભા રહ્યા ધીમેથી બોલ્યા “ધ્યક્ષા બેટા !” 6 “કોણ પિતાજી ?”’ તે આશ્ચર્ય પામી. તેના અવાજથી છએ પુત્રીઓ પણ જાગી ઊઠી. આટલી જલ્દી જાગી ઊઠેલી પુત્રીઓને પિતા પૂછી બેઠા. “મધરાતે નિરાંતે ઊંઘ માણવા જેવી તમારી વય છે. છતાં આટલી જલ્દી જાગી ઊઠી, શું કંઈ ચિંતા છે ?' વળી યક્ષા તો જાગતી જ હતી. પિતા-પુત્રીનો સંવાદ પિતાજી તમારા જેવા સમર્થ શિરછત્ર છે, સ્નેહાળ ભાઈ છે પછી શી ચિંતા હોય ? પરંતુ ક્યારેક મોટાભાઈની યાદ અજંપો પેદા કરાવે છે. તેમાં પણ કાલના કાવ્યસભાના પ્રસંગે વિમાસણ પેદા કરી છે ! “શા માટે ?” મંત્રીરાજે વિરામાસને બેસતાં પૂછ્યું. પિતાજી કવિવર વરુચિ નવીન કાવ્યો માટે સાચા હતા. અમે આપની આજ્ઞાને વશ વર્તી ફક્ત અમારી સ્મૃતિની શક્તિના આધારે Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર શુદ્ધ ઉચ્ચાર કર્યા હતા, એ દંભ હતો એવું લાગવાથી મનમાં છૂપી વેદના થઈ આવે છે કે અમારી વિદ્યાનો આવો રાજકારણી મલિન ઉપયોગ થવાનો? તે પણ પિતાજીના સ્વહસ્તે ? સરસ્વતીમાને શાસ્ત્રને બદલે શસ્ત્ર બનાવવું ?” યક્ષા શાંત થઈ. યક્ષા તમારા જેવી નીતિસંપન્ન, સત્યનિષ્ઠા ધરાવતી પુત્રીઓના પિતા તરીકે મને ગૌરવ છે. તમે એમ ના માનશો કે તમારી વિદ્યાનો દુરુપયોગ કર્યો છે, પણ તેનો ઉપયોગ થયો છે. મગધને માટે સર્વસ્વ અર્પણ આપણા કુટુંબનું ભૂષણ છે. તે પ્રાણાંતે પણ જળવાશે.” પુત્રીઓ કાવ્યકળાના નિમિત્તે મગધની પ્રજા કે રાજા વિલાસી, વિદ્વેષી પ્રમાદી કે લાલચી ન બને તે જોવાની મારી ફરજ છે. નંદરાજ ચક્રવર્તી થયા છે પણ સાથે શત્રુઓ પણ મળ્યા છે. તેઓને સત્તા ગયાનું દર્દ છે. તક મળતાં તે સૌ મગધને નષ્ટભ્રષ્ટ કરવા તૈયાર થવાના. માટે મગધને કેવળ કવિઓ વિદ્વાનોની જરૂર નથી. તેની સાથે સંયમી જીવન ગાળનારા, વિલાસને ક્ષણભંગુર સમજનારા વીર યોદ્ધાની પણ જરૂર છે.” મગધના સ્વામીની રાજસભામાં ભલે કાવ્યધોધ વહેતો રહે, તેઓ સદા કાર્યરત હોવા જોઈએ. એટલે કળા અને પરાક્રમનો મેળ યથાસ્થાને હોવો જોઈએ. સંસ્કાર-સાહિત્યની જેટલી જરૂર છે તેટલી રાજ્યને પરાક્રમી વીરોની જરૂર છે. મેં જ એ વિદ્વાનોને, કાવ્યરસિકોને અહીં આપ્યા છે. પરંતુ એ શોખ હોય, કેફ કે નશા ખાતર નહિ.” યક્ષા હવે તારા હૃદયમાં શલ્ય નથી ને !” ” “ના પિતાજી, તમે યોગ્ય જ કર્યું છે.” ભક્ષા જેવાં સંતાનોનો શિરછત્ર જેમ પિતા છે તેમ પિતાનો વિસામો સંતાનો છે. મારી સંતતિનું મૃત્યુ મને જેટલું બેચેન ન બનાવે તેટલું તેનું અધ:પતન મને દુઃખદાયક લાગે છે. મારે નિવૃત્તિ લેવી છે પણ આ રાજસેવા, મગધના સ્વામીની સેવા લલચામણી છે. હું નિવૃત્ત થઈ ગુરુદેવના ચરણને સેવવા ચાહું છું. પણ મગધના સ્વામી પ્રત્યેની Page #74 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર ચૂલિભદ્ર • ૫૧ એકેશ્વરી ભક્તિ મને રોકે છે.” રે માનવી ! તારા મનની ઉચ્ચ ભાવનાઓ પણ આ સંસારની લીલા માત્ર છે. કારણ કે છેવટ સંસાર નિરંતર પરિવર્તનશીલ છે, તેમાં માનવીનું ધાર્યું પાર ઊતરવું તે દુર્લભ છે. થોડી વાર મૌન રહી તેઓ બોલ્યા. કોઈ વાર ભાવિની વિચિત્રતા પણ ભાસે છે. મારી આશાનો સ્તંભ સ્થૂલિભદ્ર તેની માતાની જેમ ગંભીર અને કંઈ ઉદાસીન હતો. મેં જ તેને કુશળ ગણિકા પાસે વિદ્યા શીખવા મોકલ્યો. આજે તેનું પરિણામ વિપરીત આવ્યું. તક્ષશિલાથી મહામનોરથ સેવીને ત્રણ વિદ્વાનોને હું જ લાવ્યો હવે તેના પ્રવાહને રોકવાનું મારે શિરે જ આવ્યું. મહારાજ કંઈ નારાજ થયા. આમ વિચારતાં લાગે છે કે સાધુ થયો હોત તો સારું થાત ! આ વેદનાઓ સહેવાનો વારો ન હોત પણ રાજ્ય પ્રત્યેની વફાદારી મને રોકે છે. ” મનમાં કંઈક મંથન ચાલતું હતું, ચિત્ત પર તે શબ્દો અંકિત થયા. કુમારે મને સ્વીકારી છે.” કોશાના આ શબ્દથી ચિંતિત થયેલા કંઈ આશા સાથે એક વાર મંત્રીરાજે યક્ષાને સ્થૂલિભદ્ર પાસે મોકલી હતી. તેની યાદ આવતાં પૂછ્યું. “તું ભદ્ર પાસે ગઈ હતી ને ?" “હા પિતાજી ગઈ હતી. કોશાના સંસ્કાર, આદરમાન તો અભુત છે. માતાપિતાના સારા નરસા કર્મોનું ફળ સંતાનોને ભોગવવું પડે છે તે નિહાળ્યું. જેવું સૌંદર્ય છે તેવું જ સ્નેહાર્દિ હૃદય છે.” મંત્રીએ એ વાતને ગૌણ કરી પૂછ્યું : ( યક્ષા કોશાના આંગણે ) “પણ તું ભદ્રને મળી ? એણે શું કહ્યું?” યક્ષા: “તેણે પ્રથમ મળવાની જ ના પાડી.” “શીલ સંપન્ન અને પરાક્રમી પિતાનો પુત્ર, સતી જેવી બહેનોના ભાઈ ધૂલિભદ્રનું ગાંધારમાં જ મૃત્યુ થઈ ગયું છે અહીં તો વાસનાના Page #75 -------------------------------------------------------------------------- ________________ પર સંયમવી૨ સ્થૂલિભદ્ર કીડા જેવા સ્થૂલિભદ્રનું પ્રેત છે. તે તેનું મુખ બતાવવાને પણ લાયક નથી. તે આવ્યો જ નહિ.” “આ સમાચાર લાવતી કોશા મારા પગમાં મસ્તક નમાવી આંસુ સારતી હતી, ને કોશા પર નફરત કરનારી હું રડું.” કોશા રડતી રડતી કહેતી હતી. યક્ષાદેવી” મને માફ કરો તમારા સ્પર્શને હું લાયક નથી. તમારા સૌની ચરણરજ છું. મેં મંત્રીરાજના ઘરે જ ચોરી કરી છે તેની સજા મૃત્યુદંડ જ હોય ? પણ અમારી પ્રીતિ તૂટે એના કરતાં મૃત્યુદંડમાં હું સુખ માનું છું. મારું સુંદર સ્વપ્ન તમે નાશ કરશો ? કદાચ એ સજા મળવાની હોય તો એટલા આશીર્વાદ આપો કે આ ભવે નહિ તો આવતા ભવે ભદ્ર મને મળે. તમારા જેવી સતીના આશીર્વાદ જરૂર ફળશે.’’ પિતાજી કોશાની મનઃસ્થિતિ પણ હૃદયદ્રાવક હતી. મારે અધર્મને પોષવો ન હતો છતાં હું કંઈ પણ બોલી ન શકી.’ “પણ સ્થૂલિભદ્રે શું કહ્યું ??' મહામંત્રી, આદર્શવાદી પુરુષ હતા પોતાના આદર્શમાં અણનમ હતા. તે સ્ત્રીઓની લાગણીવશતા જાણતા હતા. તેણે તો મુખ બતાવવાની જ ના પાડી પરંતુ કોશાની અનેક વિનંતીઓથી તે આવ્યો, નીચું જોઈને ઊભો રહ્યો. મેં બોલાવ્યો પણ મૌન રહ્યો. આથી હું તેની પાસે ગઈ. તેની પીઠ પર હાથ મૂકવા ગઈ. તે દૂર ખસી ગયો. “બહેન હું તારા પવિત્ર સ્પર્શને માટે નાલાયક છું. અમારા વિષયકષાયોથી દૂષિત આ અંગો વાસનાની ભઠ્ઠીમાં એક દિવસ નાશ પામશે, અગર ગંધાશે. પિતાએ સંસ્કાર આપ્યા છે તેથી જાણું છું કે આ પાપની સજા શું હશે ! પરંતુ બહેન તું આ સુંવાળા નરકાગારમાંથી જલ્દી ચાલી જા. પુનઃ અહીં આવવાનો પ્રયત્ન ન કરીશ.’ રે માનવ ! પૂરા વૈભવની, ઐશ્વર્યની મહેલાતને નરકાગાર કહે છે. હા ! કારણ કે એ સર્વ વૈભવ પાછળ શૃંગા૨૨સ છે, વાસનાનો Page #76 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૫૩ સંચાર છે. વિલાસનાં મોજાં ઊછળે છે. આવું સમજવા છતાં જીવ કેવો વામણો બને છે કે ત્યજી શકતો નથી. ભાવિ કહે છે કે ના પણ ભદ્ર એક દિવસ એ પરાક્રમ જરૂર કરશે. જેની ગાથા સંયમવીર તરીકે ચોર્યાશી ચોવીશી સુધી ગુંજતી રહેશે અને કોશાનું નામ તે સાથે ગૂંથાશે એક ઉચ્ચ શ્રાવિકા તરીકે. પિતાજી હું વિમાસણમાં પડી ગઈ. રોકાવું કે ભાગવું? એક બાજુ તેના એકરારથી સભાવ અને બીજી બાજુ તેના આચરણથી તિરસ્કાર ?' મેં કહ્યું : “એકવાર પિતાને મળી જા, શ્રીયક તો તારા વગર રડે છે. અને બહેનોના હૃદયમાં તારું રટણ છે. એક વાર મળી જા ભાઈ.” “બહેન, મારા અપવિત્ર મુખના દર્શન કરવા તું લઈ જઈને શું કરીશ? કોશા અને મારો પૂર્વનો કોઈ ઋણાનુબંધ છે, તે ક્યારેક તૂટશે ત્યાં સુધી મને અહીં જ જીવવા દો. પિતાજીને કહેજે તમારો ભદ્ર મરણ પામ્યો છે, તેનું પ્રેત ભલે કોશાના ભવનમાં પડ્યું રહે, સડતું રહે. બહેન જા હવે મળીશું નવા જન્મે, અને હું રડતી આંખે પાછી ફરી.” પિતાજી કોશા અને ભાઈને જોયા પછી તેઓ પાપી હોય તેમ મારું મન ના પાડે છે. એ કદાચ મારો ભદ્ર પ્રત્યેનો સ્નેહ હોય !” પિતાજીઃ “ભક્ષા આપણા નિષ્પાપવંશમાં આવા પાપની સંભાવના ન હોય” “છતાં પિતાજી કોશા ભદ્રની જોડી કોઈ અનોખી છે. પૂર્વના કોઈ નીચકુળના પાપ કોશાને નડ્યા. પૂર્વ પુર્વે ભાઈ ઉચ્ચ કુળ પામ્યો. જો આ ભેદ ન હોત તો તેઓ મગધરાજમાં પ્રતિષ્ઠા પામત. આવી સજા ન પામત. છતાં તેમનો નિર્મળ પ્રેમરૂપી સુવર્ણ એ સજાના તાપમાં શુદ્ધ બનશે. બહેનોના પુનઃ પ્રયત્ન છતાં સ્થૂલિભદ્રે તેમને મળવાનું ટાળ્યું.” યક્ષા, ભદ્રની આશા રાખવી વ્યર્થ છે. એટલે હવે શ્રીયકનાં Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪ • સંયમવીર સ્થૂલિભદ્ર લગ્ન કરી લઈએ.” “હા પિતાજી.” “કન્યાને તમારે પસંદ કરવાની છે.” “શ્રીયક અને અમે કન્યાને શોધશું અને લગ્નોત્સવ મોટો કરશું ને ?” “એ બધું તમારે કરવાનું છે. હું તો વૃદ્ધ થયો છું.” યક્ષા: “દિવ્યતાના તેજને વૃદ્ધાવસ્થા સ્પર્શતી નથી.” યક્ષા અને અન્ય બહેનોએ પિતા પ્રત્યે અત્યંત અહોભાવ વ્યક્ત કર્યો. મહામંત્રીના અંતરમાં અતિ આનંદ થયો. આવાં સંતાનોના પિતા હોવાનું પોતાનું અહોભાગ્ય માનતા. સંતાનોને આવા વિરલ વ્યક્તિત્વવાળા પિતા મળ્યાનું પરમભાગ્ય હતું. મહામંત્રી પુનઃ પુનઃ વિચારતા યક્ષા પુત્ર હોત તો પોતે આજે શ્રી ભદ્રબાહુના ચરણે બેસી ગયા હોત ! આમ મીઠા સંવાદ સાથે પિતાના મનમાં ઘડીભર સ્થૂલિભદ્ર પ્રત્યે સદ્ભાવ પ્રગટી ગયો, તેમ યક્ષા અને બહેનોને લાગ્યું. વાસ્તવમાં પિતાના મનમાં પણ પિતૃવાત્સલ્યથી સ્થૂલિભદ્રના કલ્યાણની ભાવના સ્પર્શી ગઈ હતી. સ્થૂલિભદ્રની યાદ આવતાં મહામંત્રીનું પિતૃહૃદય તેના ગુણ અને સામર્થ્યથી ભરાઈ જતું. કુળગૌરવ અને સમાજની શિસ્તની અગ્રિમતા આપતા પરંતુ તેમના ચિત્તમાં સ્થૂલિભદ્ર માટે કૂણી લાગણી હતી. વાસ્તવમાં સ્થૂલિભદ્રનું વ્યક્તિત્વ જ અનોખું હતું ને? - યક્ષાની મુલાકાત પછી ભદ્ર કંઈ અજંપો અનુભવતો હતો. કોશાની પ્રાપ્તિ પહેલાં અજંપો હતો, પ્રાપ્તિ પછી અજંપો ! તે કંઈક આકુળ રહેતો. વળી કોશાની અવનવી વિલાસની શૃંખલામાં ખોવાઈ જતો. ચતુર કોશા પોતાના પ્રાણપ્રિય પાત્રની આ આકુળતા જાણી સ્વયં દુઃખી થતી. આ સ્થિતિ ચાલુ રહે તો જીવન વિષમય બની જાય. ભદ્ર કરેલો ગૃહત્યાગ, ભાવિ મંત્રીપદનો ત્યાગ, સ્વજનોનો ત્યાગ, પિતાની Page #78 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર • પપ મહત્ત્વાકાંક્ષાને તરછોડી, લોકાપવાદ બધું જ વ્યર્થ જાય. પોતે કરેલા પદગૌરવનો ત્યાગ, જનતામાં હાંસીને પાત્ર ઠરે. કોશાએ ઘણા મનોમંથન પછી એક ઉપાય શોધી કાઢ્યો. ભદ્રને કોઈ કળા કૌશલ્યમાં જોડી દઉં તો તે હળવો બને. આથી તેણે અનેક આશ્ચર્યકારી રચનાઓથી ભરપૂર રંગશાળાનું નિર્માણ કરવાનું વિચારી લીધું. તેની ચિત્રશાળા તો અદ્દભુત હતી. ઉદ્યાનની ચારેબાજુ સુખદ વાતાવરણના ક્રીડાસ્થાનો, વનરાજી, દેશપરદેશનાં સુંદર પશુપક્ષીઓ ચારે દિશામાં મધુર કલરવ કરતાં. ગંગાના તટ પરનાં વિરામસ્થાનો, આ કંઈ ઓછું મનોહર ન હતું. ભૌતિક સુખોથી છલોછલ ભરેલું વાતાવરણ છતાં ભદ્રના મનમાં કોઈ ખૂણે રહેલો રંજ ક્યારેક વિષાદ પેદા કરતો. જોકે કોશાના સૌંદર્ય, નૃત્યકલા, પ્રેમાર્પણ, ભદ્ર પ્રત્યેની અત્યંત સેવા સમર્પણ ભદ્રને પુનઃ સ્વસ્થતા આપતી. છતાં કોશા ભદ્રમાં રજમાત્ર ઉદાસીનતા જોતી ત્યારે તેને ચિંતા સતાવતી હતી. આથી તેણે ભવ્યાતિભવ્ય રંગશાળાનું કાર્ય શરૂ કર્યું. દેશપરદેશથી સામગ્રી ખડકવામાં આવી. ભદ્રને મનગમતું એક કાર્ય મળ્યું. કોશાનું અંતર કહેતું : આ રીતે ભદ્ર પ્રસન્ન રહે છે અને રાતદિવસ સાથે જ કાર્યરત રહેવાથી બંને આનંદકિલ્લોલ કરતાં રંગશાળાનું નિર્માણ કરી રહ્યાં હતાં. બંનેમાં કળાકૌશલ્ય તો હતું. કોશા પોતે કળામાં વિશેષ નિપુણતા ધરાવતી હતી. ભદ્રના ચિત્રોમાં ક્ષતિ બતાવી ખીજવતી. એવી ગોષ્ઠિમાં પણ બંને પ્રેમથી ઝૂમી ઊઠતાં. કોશાને નૃત્યકળાની તૈયારી કરવાની હતી. તેમાં તે નિપુણ હતી. પરંતુ રંગશાળાના ઉદ્ઘાટન પ્રસંગે કંઈ અવનવું જ રજૂ કરવાનું હતું. રંગશાળાની અવનવી સામગ્રીમાં ધનરાશિ ખર્ચાઈ રહી હતી. કોષાધ્યક્ષે સૂચના આપી કે નવી આવક છે નહિ. પદગૌરવના ત્યાગ પછી રાજ્ય તરફથી મળતી ધનરાશિ અને રાજા-મહારાજાઓ તરફથી મળતી ભેટ સર્વે બંધ થયાં હતાં. Page #79 -------------------------------------------------------------------------- ________________ પ૬ • સંયમવીર સ્થૂલિભદ્ર કોશા મનમાં વિચારતી ભલે ધનરાશિ પૂર્ણ થાય, ભદ્ર કેવો પ્રસન્ન છે એ જ તો મારું ધન છે. રંગશાળાના નિર્માણમાં ભદ્ર કેવો આનંદમય છે, કેવી પ્રેમગોષ્ઠિમાં મસ્ત બને છે. મારું આ જ ધન છે. મારો ભદ્ર સુખી હું સુખી. રંગશાળાનો વિશાળ ખંડ આજુબાજુનાં સ્થાનો, દીવાલો સર્વ કલાથી દીપી ઊઠતાં હતાં. બંને કલાકારો અદ્વિતીય હતાં. રંગશાળા ભારતવર્ષમાં અદ્વિતીય બનવાની હતી. કારીગરો દ્વારા, દાસદાસીઓ દ્વારા રંગશાળાની અદ્ભુત કલાયુક્ત રચનાની વાતો કર્ણોપકર્ણ વહેતી થઈ હતી. પાટલીપુત્રની જનતા એ જોવા આતુર હતી. દેશવિદેશથી મહેમાનોનો સમૂહ ઊમટ્યો હતો. પાટલીપુત્રમાં ચારે દિશાએ રંગશાળાની કાલ્પનિક ચર્ચાઓ થતી હતી. ( ભદ્ર અને કોશાના હૃદયની વાતો સ્થૂલિભદ્રને પિતાના સંસ્મરણનો કોઈ અવકાશ ઊભો ન થાય તેમ કોશાએ પોતાના રૂપમાધુર્યની મોહકતામાં પૂરી દીધો હતો. રાતો અને દિવસો પસાર થાય છે. પિતાની આજ્ઞાને કારણે શ્રીયક અને બહેનો વારાફરતી બોલાવવા આવે છે પરંતુ સ્થૂલિભદ્ર શયનખંડમાંથી બહાર નીકળી મોં જ બતાવતો નથી. કોશાના મોહમાં તે સૌને વિસરી ગયો. ક્યાંક હૃદયમાં ડંખ હતો કે પોતે કુળને કલંક લગાડ્યું છે પણ કોશાના સમર્પણ પાસે તે પાછો કોશાધીન બની જતો. કોશા ચતુર હતી. તે સ્થૂલિભદ્રના અંતસ્તલને જાણતી હતી પરંતુ તેના શયનખંડની અને તેના સ્વયં શણગારની રચના એવી હતી કે કોઈ પણ પુરુષ સ્વેચ્છાએ આધીન થઈ જાય. તેમાં વળી ભદ્રની વીણાના સૂર સાથે કોશાનું નૃત્ય ભળતું ત્યારે બંને એકમેક બની જતાં. માનવજીવનની સ્નેહની સરવાણી ચારે બાજુથી ફૂટી નીકળતી. અતિશય દુઃખ જીવને સત્ય પ્રત્યે લઈ જવામાં સહાયક થાય Page #80 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૫૭ છે, તો કોઈ જીવોને અતિશય સુખ સત્ય પ્રત્યે લઈ જવામાં સહાયક બને. આવા અતિ સ્નેહ અને શૃંગારથી રસપૂર્ણ જીવનમાં કોશાને કોઈ વાર ભયનો સંચાર થતો કે આ સુખ પણ અસહ્ય લાગે છે તે ક્યાં સુધી ટકી જશે ! સ્થૂલિભદ્રમાં પડેલો ધર્મસંસ્કાર તેને પણ ક્યારેક મૂંઝવતો કે આ અતિ વિલાસને અંતે શું ? અધ્યાત્મનો સંસ્કા૨ જાગશે ત્યારે આ સર્વે વ્યર્થ થશે? છતાં પાછા બંને એ ભયના સંચારને ત્યજીને એકબીજામાં ખોવાઈ જતાં. કોશાએ એક વા૨ પૂછ્યું “ભદ્ર, શું આપણું અસ્તિત્વ એક જ છે તેવું અનુભવો છો ?’ ભદ્ર : “હા, અવશ્ય તને જોઉં છું ત્યારે સઘળું ભૂલી જાઉં છું. સુવર્ણ અને રૂપે જડેલું રંગભવન, મિષ્ટાન્નના રત્નજડિત થાળ, કુસુમમાળા વગેરે ભૂલી જાઉં છું. માતાપિતા, બહેનો, ભાઈ, મિત્રો, ભાવિ મંત્રીપણું સર્વ ભૂલી જાઉં છું. અરે ! તને જોઉં છું ત્યારે ધર્મનાં મૂલ્યાંકનો, નીતિમત્તા, સર્વે ભૂલી જાઉં છું. હું કોઈ લડાયક સેનાનાયક છું તે પણ ભૂલી જાઉં છું. અરે મારું દેહભાન પણ ભૂલી જાઉં છું. તને જોતાં તું જ મારા અણુઅણુમાં પ્રસરી ગયેલી જોઉં છું. વળી વિચારું છું આવી તન્મયતા વીતરાગની પ્રતિમા પ્રત્યે આવી જાય તો પ્રેમીને બદલે ધર્મી બનું, પરંતુ તારું રૂપ, તારો સ્નેહપાશ મને જકડી રાખે છે.’’ કોશા છેલ્લી વાત સાંભળીને મૂંઝાઈ ગઈ. તેણે ભદ્રના મોં પર હાથ દાબી દીધો અને બોલી “ભાવિનું કોઈ અજ્ઞાતબળ આપણને જુદાં કરી નહિ શકે. એ મારા અંતરની સમર્પણતાની પ્રેમજન્ય પ્રતીતિ છે.’’ આમ કોશા અને ભદ્રના સંબંધની કડીઓ રાત્રિદિવસના ભેદ વગર સુગઠિત બનતી જાય છે. રે ભાવિ ! શું આ બાર વરસની પ્રેમપ્રતીતિ પવનના એક ઝપાટે જ વીખરાઈ જશે ? એ જ તો સંસારની Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૮ • સંયમવીર યૂલિભદ્ર ગહનતા છે. રંગશાળાનું કાર્ય પૂર્ણ થવા આવ્યું હતું. ઉત્સવનો દિવસ નક્કી થયો હતો. ગહન વિચારણા કરવા છતાં અનેક પ્રકારની પ્રેમચેષ્ટ કરતાં કરતાં બંને પ્રસન્ન હતાં. - ભદ્ર વિચારતો હતો કે કોશા મારા ચિત્તને પ્રસન્ન રાખવા રંગશાળાનું નવનિર્માણ કરી, પોતાને પ્રાપ્ત સર્વ ધનરાશિ ખર્ચા રહી છે. પોતે તેમાં કશું યોગદાન આપી શક્યો નથી. વળી જેના સૌંદર્યને કારણે ભારતવર્ષના રાજા-મહારાજાઓ ચરણે ઝૂકવા, સંપર્ક કરવા આશા સેવે છે. મગધેશ્વરનો જેના પર પ્રેમ છે, શ્રેષ્ઠ પદગૌરવનો પણ જેણે ત્યાગ કર્યો છે એ નારીમાં હીણપણું જોવું ! ઉચ્ચકુળની નારીમાં પણ આવું સ્વાર્પણ હોવું દુર્લભ અસંભવ છે. ખરેખર કોશાના નારીત્વમાં સતીત્વ છુપાયેલું છે. આમ ભદ્રના અંતરમાં છૂપો રહેલો ડંખ દૂર થયો હતો. ભદ્ર કેવળ સૌંદર્યપિપાસુ ન હતો, કલાપ્રિય હતો તેમાં કોશાના અદ્વિતીય સ્વાર્પણથી તે પોતે નિશ્ચિત થયો હતો. આથી કોશા ખૂબ પ્રસન્ન હતી. ઉત્સવના દિવસોમાં કોશા અભુત નૃત્યકલા રજૂ કરવાનો અતિ શ્રમ લઈ રહી હતી. તેને ક્યારેક કંઈ અજંપ પેદા થતો. ભદ્રની દૃષ્ટિથી આ વાત છાની કેમ રહે? તેણે કોશાને પૂછ્યું “તને આ ઉત્સવમાં, રંગશાળાના નિર્માણમાં કંઈ અપૂર્ણતા લાગે છે? તારું મન આકુળ કેમ થાય છે ?” “ભદ્ર મને એક વાતની ક્ષતિ જણાય છે.” ભદ્રે તરત જ કોશાનો કોમળ હાથ પકડી પૂછ્યું “આ ઉત્તમ નિર્માણ પછી શું ક્ષતિ છે ?” નૃત્ય માટે ગમે તેટલો શ્રમ કરું પણ તેમાં વીણાના સ્વર ભળ્યા વગર તે અધૂરું જ રહેશે !” Page #82 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૫૯ ( ભદ્રે કહ્યું "વીણાના સ્વર અને નૃત્યનું ઐક્ય જળવાશે.) કોશા તને લાગે છે કે તું નૃત્ય કરશે અને વીણાના સ્વર તેમાં પ્રાણ નહિ પૂરે તો પછી આપણું ઐક્ય શાનું?” આ સાંભળી કોશા બે બાહુ વડે ઉત્સાહથી ભદ્રને વળગી પડી. તેના મુખમાંથી અતિ સંતોષથી ઉદ્દગાર નીકળ્યા “ભદ્ર' બોલવાની સાથે હૃદય નાચી ઊઠ્યું. છતાં તેણે પૂછ્યું પિતાના કુળગૌરવનું શું ?” - ભદ્ર : “એ તો પિતાના પોતાના જ પ્રભાવથી ઊજળું છે, તેથી આજ સુધી તેમની પ્રતિભા જેવી ને તેવી જ ટકી રહી છે.” પરંતુ આ ઉત્સવમાં મગધેશ્વર પોતે આવશે, દેશવિદેશના રાજા-મહારાજાઓ આવશે, નગરના મહાપદાધિકારીઓ આવશે. મહામંત્રી પણ કદાચ આવશે.” ભદ્ર: “કોશા ભલે બધા આપણી કલાનું અને આપણા જીવનનું મધુર ઐક્ય જુએ.” ખરેખર ભદ્ર લોકલજ્જા પણ ત્યજી દેશો?’ હવે સંકોચનું કંઈ કારણ નથી.” કોશાના હૃદયમાં ઊર્મિનો સાગર ઉછાળા મારતો હતો. કોશા કહેતી કે “વીણાના સ્વરથી નૃત્ય જીવંત બનશે.” ભદ્ર કહેતો કે “તારા નૃત્યથી વીણાના સ્વર જીવંત બનશે.” કોશાને લાગ્યું કે રંગશાળાનું પ્રયોજન સિદ્ધ થઈ ગયું. રંગશાળાનું કાર્ય પૂરું થયું હતું. સાત દિવસનો ઉત્સવ શરૂ થયો. દેશ-પરદેશના રાજા-મહારાજાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેની વ્યવસ્થા મગધેશ્વર પિતૃભાવે સ્વીકારી હતી. કોશાએ મહારાજાની બેઠક માટે અને ભેટ આપવા એક કલાત્મક સિંહાસન બનાવ્યું હતું. ઉત્સવના દિવસે સૌ યોગ્યસ્થાને ગોઠવાઈ જતાં ઉત્સવના પ્રથમ દિવસે ભદ્ર કોશાએ દેવપૂજન કર્યું અને જનતા માટે Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦ સંયમવીર ધૂલિભદ્ર રંગશાળા ખુલ્લી મુકાઈ. પ્રત્યેક દિવસે નવીન નૃત્યો રજૂ થતાં. સૌ કહેતાં અદ્ભુત અદ્દભુત. રંગશાળાની રચનાના કયા દશ્યને વધુ - પ્રશંસવું તે પણ સૌ માટે આશ્ચર્ય હતું. આજે આખરી દિવસ હતો. મહારાજા નંદ અને અન્ય માનવંતા મહેમાનો, શ્રેષ્ઠિઓ પધાર્યા હતા. રંગમંડપ સ્વર્ગની ઈન્દ્રસભાને ભુલાવે તેવો હતો. મગધેશ્વર નવીન કલાત્મક સિંહાસન પર બિરાજ્યા હતા. બાજુમાં મહારાશીની બેઠક હતી. અન્ય પદાધિકારીઓ યોગ્ય સ્થાને બિરાજ્યા હતા. જનતા યોગ્ય સ્થાને ગોઠવાઈ હતી. સમય થતાં ભેદી અને મધુર નાદ સાથે પડદો ઊંચકાયો. કોઈએ સ્વર્ગ તો જોયું ન હતું પરંતુ રંગશાળાના રંગમંચ પર સૌને સ્વર્ગીય શોભાનાં દર્શન થયાં. સ્વર્ગમાંથી અપ્સરા ઊતરી આવે તેમ એક દેવી નૃત્ય રજૂ થયું. વાદ્યોના મધુર નાદ સાથે યંત્રોની કરામતથી રંગમંચના દૃશ્યોનું થતું આશ્ચર્યકારી પરિવર્તન કોઈ શું જુએ અને શું ના જુએ. શું સાંભળે અને શું ના સાંભળે? એ નૃત્યમાં વીણાના સ્વર ભળ્યા ત્યારે સૌ પ્રગટ અપ્રગટ બોલી ઊઠ્યા: આ તો સ્થૂલિભદ્રની વીણાના સ્વર. એ સ્વર અને નૃત્ય એક જ છે કે જુદાં એ તો કલારસિકો જ જાણી શક્યા. સ્વર-નૃત્યનું ઐક્ય અદ્ભુત હતું. લોકો ભૂલી ગયા કે સ્થૂલિભદ્ર કુળને કલંક લગાડ્યું છે. સૌનાં મન પ્રસન્ન હતાં. આ પ્રમાણે સાતેકવાર અભિસારિકાનાં નૃત્ય થયાં. સૌને લાગ્યું કે દરેક અભિસારિકા – નૃત્યાંગના જુદી છે. પણ એવું ન હતું તે સાતે અભિનયમાં કોશાની જ સિદ્ધિઓ હતી. તેમાં પણ જ્યારે રંગમંચ પર પુષ્પ અને સોયોની કલાત્મક રચના વચ્ચે અભિસારિકાએ અજબનું નૃત્ય કર્યું ત્યારે સૌ પૂતળાની જેમ મંત્રમુગ્ધ થઈ ગયાં. જો નૃત્યમાં એક ક્ષણ માટે એક જ પગલું ચૂકે તો સોયોથી પગ વીંધાઈ જાય. દ્રુત ગતિએ ઊપડતી કુમળી પગલીઓની આ અદ્દભુત નૃત્યરચના પર સૌ વારી ગયાં. અદ્દભુત અદ્દભુત અદ્દભુત.” Page #84 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૬૧ છેવટે એક સ્વર્ગનો જાણે દેવ ઊતર્યો હોય તેમ યુવાન રંગમંચ પર આવ્યો. પુરુષાતન છતાં મધુર હાવભાવ સાથેનો તેનો પૂર્ણાહુતિ સૂચવતો અભિનય અદ્દભુત હતો. પૂર્ણાહુતિનો પ્રસંગ દર્શાવી તે દૈવી યુવાન અદશ્ય થયો. પડદો પડ્યો. મધુર સ્વરોના ગુંજનથી વાતાવરણમાં વિક્ષેપ ન પડ્યો. પુનઃ પડદો ઊંચકાયો, અભિસારિકાના વેશનું પરિવર્તન કરી રૂપસુંદરી રૂપકોશા પદગૌરવથી નિવૃત્ત થઈને પ્રથમવાર જ રંગમંચ પર આવી. મગધેશ્વરને નમીને ઊભી રહી. સૌના આશ્ચર્યમુગ્ધ નયનો તેના તરફ મંડાઈ ગયાં. કવિ વરરુચિ ઊભા થયા હર્ષભેર બોલ્યા હે મગધપતિ ! ભારતવર્ષમાં અદ્વિતીય એવી આ રંગશાળા, તેનું નિર્માણ કરનાર અને નૃત્યકલાને પ્રગટ કરનારની એવી જ કદર થવી જોઈએ. આજે કલારસિકતાનો સૂર્ય જ પ્રગટ થયો છે. તેમાં જૂનું નવું કશું વિચારવું અસ્થાને છે.” - વરરુચિના છેલ્લા ઉદ્દગારો પોતાના રાજસભામાં મહામંત્રી દ્વારા માનભંગ થયાના અનુસંધાનમાં હતા. જોકે મહામંત્રી રાજ્યના સીમાડાઓની પરિસ્થિતિ સંભાળવા ગયા હતા તેથી તેઓ ઉત્સવ જોવા કે આ સાંભળવા હાજર ન હતા અને કુટુંબીજનો પણ હાર ન હતાં. મગધેશ્વરે કહ્યું: “હે વિદૂતવર આપે કહ્યું તેમ જ થશે.” રંગશાળાની રચના અને આજનો સમારોહ ભારતવર્ષમાં પ્રથમ વાર જ ઊજવાયો હતો તેનું મગધેશ્વરને ગૌરવ તો હતું જ. આથી મહારાજા રંગશાળાની અદ્ભુત રચનાથી અને સમારોહથી અત્યંત પ્રસન્ન હતા. તેમણે કહ્યું. કોશા, વિનાસંકોચે મનવાંછિત પુરસ્કાર માંગી લે !” “મહારાજ આપની કૃપા સિવાય કંઈ મનોવાંછના નથી.” “કોશા, 2 કપાથી ન ચાલે. આ રંગશાળા માટે પુષ્કળ ધન Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર વપરાયું છે ને ?” મગધનું ધન મગધ માટે વપરાયું તે સાર્થક છે, મહારાજ !” કોશાના ઉત્તરથી પિતૃવાત્સલ્ય સમા અને દાનશૂર મહારાજની પ્રસન્નતા વૃદ્ધિ પામી. અને રંગશાળાનું તમામ ખર્ચ રાજ્યભંડારમાંથી મળશે તેમ જાહેરાત કરી તેઓ વિદાય થયા. સૌ વીખરાવા લાગ્યાં. પાટલીપુત્ર અને પૂરા મગધરાજ્યમાં કોશા પ્રશંસનીય બની ગઈ. વિદ્વાનો કવિઓ તેની પ્રશસ્તિઓ રચવા લાગ્યા. સમસ્ત રાજ્ય ધન્ય બની ગયું. વાતાવરણ પણ ધન્ય ધન્ય ધ્વનિથી ગાજી ઊઠ્યું. એવું લાગે કે કુળનું ઊંચનીચપણું કલ્પના હશે ! ઉત્સવ પૂરો થયો. છેલ્લી વિધિ પતાવીને કોશાએ વસ્ત્રો બદલતાં નિસાસો નાંખ્યો. બાજુમાં ઊભેલા ભદ્રથી તે છાનો ન રહ્યો. “કોશા આવું ભાગ્ય રાજવંશીને પ્રાપ્ત નથી થતું છતાં તું નિસાસો નાખે છે ?” “ભદ્ર, સમયના વહેણ જતાં આ રંગશાળાનો રંગ કદી ફિક્કો નહિ પડે ! પછી એને કોણ ચાહશે ? હું તો શું પણ રંગશાળા અમર બનશે ?” કોશા જ્યાં ભદ્રકોશાનું ઐક્ય હશે ત્યાં મૃત્યુ પણ અમર બનશે.” કોશા પ્રસન્ન થઈ ઊઠી. “ભદ્ર ભલે પથ્થરની ઇમારત નાશ પામે પણ તારા પ્રેમથી હું અમર બની ગઈ !” ઓ મારા ભદ્ર ! તેં હજી કોશાને ન ઓળખી. આ રંગશાળા રાજા-મહારાજાઓને રાજી કરવા માટે ન હતી. મારે કોઈ નવી કીર્તિ મેળવવી ન હતી. એ તો ફક્ત તારા માટે હતી. તારા મનને રીઝવવા માટે હતી.” ( ભદ્ર કોશાનું ઉત્તમ નારીત્વ ઓળખ્યું ધન્ય કોશા” ભદ્ર ગણિકાના હૃદયમાં રહેલા અજોડ નારીતત્ત્વ પ્રત્યે ઝૂકી ગયો. તેને પોતાના બાહુપાશમાં સમાવી લીધી. રાત ઘેરાતી હતી બંને સુખદ રાત્રીને માણી નિદ્રાધીન થયાં.” Page #86 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર ટ્યૂલિભદ્ર ૦ ૬૩ સર્વ પ્રકારે સફળતાને પ્રાપ્ત એવા રંગશાળાની અદ્દભુત યોજના અને રંગમંચ પરના કાર્યક્રમથી ભદ્ર-કોશા બંને ખૂબ પ્રસન્ન હતાં. તેમાં વળી કોશાની હૃદયની સમર્પણતાથી ભદ્રના હૃદયમાં પણ કોશા પ્રત્યે એક અદ્દભુત નારી તરીકે ઉચ્ચભાવ સ્થાયી થયો. આ પ્રસંગ પછી ભદ્ર-કોશા ખૂબ આનંદપૂર્વક જીવન ગાળવા લાગ્યાં. કોશાને તો લાગ્યું કે દુનિયાનો સઘળો દૈવી વૈભવ તેને મળી ગયો છે. સ્વર્ગ પણ તેને ઝાંખું લાગવા માંડ્યું. પણ રે કાળ! તારી ધરા પર આવા કેટલા ખેલ ખેલાયા અને વિલીન થયા? સંસારસુખની ટોચ બતાવ્યા પછી તું તેને ક્યારે નીચે ઉતારી દે છે ? હા પણ જેઓ એ ખેલને ઓળખી લે છે તેઓ જીવનના ઉચ્ચ તત્ત્વ માટે સઘળું ત્યજીને જીવનને સાર્થક કરી લે છે. ભદ્ર-કોશા માટે એમ જ નિર્માણ થયેલું છે. - ભદ્રના ચિત્તમાં કોશાના સંપર્કમાં પાપ છે તે વાત કોશાના એકેશ્વરી સમર્પણભાવથી ભૂંસાઈ ગઈ. કોશાના સંસ્કારની ઉત્તમતા તેને સ્પર્શી ગઈ. ભદ્ર અને કોશા જીવનમાં ભોગ ઉપભોગમાં મસ્ત રહેતાં. સાથે કાવ્યકલા અને નૃત્યકલાનું ઐક્ય પણ સાધી લેતાં. કોશાએ સેવેલા જીવનના મનોરથો જાણે સુખને આંબી જતા તેમ તેને લાગતું. હવે જીવનમાં ક્યાંય અજંપો કે સંતાપ ન હતાં. તેનો આવાસ અને ઉદ્યાન સુખનાં સાધનોથી ભરપૂર હતો. જળક્રીડાના સ્થાનો, રમણીય ઉદ્યાનો, પશુપંખીના મીઠા કલરવ, નાટક મંડળીઓ, નૃત્યકલાનાં સાધનો, સોનારૂપાનાં પાત્રો, હીરે મઢેલી ચોપાટબાજી જેવાં સાધનો, પૂરી ચિત્રશાળા શૃંગારસાધનોથી સજ્જ હતી. સાંસારિક સુખનાં સાધનોની કોઈ કમી ન હતી. યુવાની હતી હૃદયનું ઐક્ય હતું. કોશા માટે સ્વર્ગ ઊતરી આવ્યું હતું. - ભદ્ર અને કોશા એક કાયાની છાયારૂપ જીવતાં હતાં. ક્યારેક ભદ્ર તેની ભીતરમાં છુપાયેલા સંસ્કારના બળે ઉદાસીન બની જતો ત્યારે કહેતો કે : Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર કોશા ! મને અંતરથી કોઈ પરમ તત્ત્વજ્ઞાન પ્રત્યે જવાનો પ્રબળ ભાવ ઊઠે છે, પરંતુ તારું આકર્ષણ પાછો વાળે છે. વળી ક્યારેક લાગે છે કે આ આકર્ષણ જ મારા તત્ત્વજ્ઞાનનું નિમિત્ત બનશે ! તું જ મારા એ તત્ત્વજ્ઞાનનો ભાગ જ છે ! તારાથી જુદું હું મારું કોઈ અસ્તિત્વ જ વિચારી શકતો નથી. વળી લાગે છે દૈહિક સ્તરે તો આ અસ્તિત્વનું ઐક્ય શક્ય ન બને તો કોઈ ઉચ્ચ ભૂમિકાએ એ ઐક્ય શક્ય બનશે ? માનવીય પ્રેમમાં એ ઐક્ય શક્ય નહિ હોય ! ગુરુદેવ કહેતા : ધર્મ એ પ્રેમતત્ત્વથી પૂર્ણ છે પણ પ્રેમ ધર્મ નથી. ભદ્રના અંતઃસ્તલમાં આવા મંથનનું સિંચન થતું હતું. છતાં કોશાના પ્રેમ સાથે તે એકમેક હતો. શ્રીયકના લગ્ન લેવાયાં પણ શકટાલમંત્રીના પ્રાસાદમાં નાના પુત્ર શ્રીયકનાં લગ્ન માટે ખૂબ ધામધૂમથી અને ઝડપથી તૈયારી થઈ રહી હતી. મહામંત્રી સંતાનો સાથે લગ્નોત્સવની ચર્ચા કરતા. આમંત્રણોની યાદી તૈયાર થઈ રહી હતી. શકટાલમંત્રીને આ લગ્નોત્સવમાં મહારાજાનંદની પધરામણી કરવાનો અદમ્ય ઉત્સાહ હતો. મહારાજાનંદ લગ્નમાં પધારે ત્યારે તેમની બેઠક માટે એક રત્નજડિત વિશિષ્ટ સિંહાસન બનાવવાનું તથા અદ્ભુત શસ્ત્ર આપવાનું નક્કી કર્યું હતું. વળી તેમણે વિચાર્યું મહારાજા નંદનું એકછત્રી સામ્રાજ્ય સ્થપાયા પછી કાવ્ય, સાહિત્ય વગેરે ક્ષેત્રે ખૂબ પ્રગતિ થઈ રહી છે. મહારાજા ઘણો સમય એમાં જ વ્યતીત કરે છે, વળી પ્રજા પણ હમણાં તે ક્ષેત્રે દોરવાઈ છે. તેથી શસ્ત્રકળા વિસરાઈ જવાની દહેશત છે. તેમ થાય તો શત્રુરાજાઓ એ તકનો ગેરલાભ ઉઠાવે તેવી સંભાવના છે. આમ વિચારી તેમણે વિશ્વાસુ મિત્રો સાથે ચર્ચા-વિચારણા કરી અદ્ભુત શસ્ત્રોનું ઉત્પાદન કરી, તે લગ્નમાં આવેલા રાજાઓને ભેટ Page #88 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર ચૂલિભદ્ર ૦ ૬૫ આપવાં જેથી તેઓ જાણે કે મગધના સામ્રાજ્યમાં કેવળ કાવ્યરસિકતા જ નથી પરંતુ અભુત શસ્ત્રકળા પણ છે. | વિશ્વાસુ મિત્રોને પણ આ વાત રુચિ. આથી મહામંત્રીએ પોતાના પ્રાસાદના ગર્ભગૃહમાં જ તેને માટે આયોજન કરી દેશ-પરદેશથી કારીગરો બોલાવી ઝડપથી કામ શરૂ કર્યું. મહાઅમાત્ય દૂરંદેશી બુદ્ધિબળવાળા અને અનુભવી હતા. મહારાજા પ્રત્યેની એકેશ્વરી ભક્તિવાળા હતા. તેઓ જાણતા હતા કે મગધનું સામ્રાજ્ય એકછત્રી સ્થપાયું પણ સાથે શત્રુઓ પણ ઊભા થયા છે. તેઓ એકત્ર થઈ બળવો કરે તેવી શક્યતા છે. તેઓ સાથે આ પ્રસંગે મિત્રાચારીની તક લેવા તેમણે શત્રુઓને પણ લગ્નમાં આમંત્રણ આપ્યું. જેથી મગધ સામ્રાજ્યના સીમાડા નિર્ભય બને. મહાઅમાત્યને મહારાજા પ્રત્યે વિશ્વાસ હતો કે તેઓ મારા કાર્ય માટે હંમેશાં સંમત હોય છે. વળી અદ્દભુત શસ્ત્રો અને શત્રુઓની મૈત્રીભરી ઉપસ્થિતિ ગુપ્ત રાખી તેઓ મહારાજને આશ્ચર્ય પમાડવા ઇચ્છતા હતા પણ કહેવાય છે કે ભીંતને પણ કાન હોય છે. અને બે કાને પહોંચેલી વાતમાં કોઈ વાર મૂળ તથ્ય રૂપાંતર થઈ જાય છે. મહાઅમાત્ય રાજકારણીય માનસ ધરાવતા હતા છતાં ધર્મપરાયણ હતા. ભદ્રબાહુ સ્વામીના પરિચયે શ્રાવક ધર્મના હિમાયતી હતા. તેમણે કરેલું શસ્ત્રભેટનું આયોજન યક્ષા વિદુષી, ધર્મપરાયણ પુત્રીને આશ્ચર્યકારી જણાયું. લગ્નની અવનવી ચર્ચા સમયે યક્ષાએ પિતાજીને પૂછ્યું કે મહેમાનોને ભેટ આપવા હિંસક શસ્ત્રોનું આયોજન કરવું, તેનો હિંસક ઉપયોગ થાય તે શું યોગ્ય છે!” યક્ષા, તારો પ્રશ્ન બરાબર છે. શસ્ત્રના આયોજન પાછળ રાજ્યની રક્ષાનો હેતુ છે. મગધના સામ્રાજ્યનો વિસ્તાર તો થયો સાથે શત્રુઓ પણ પેદા થયા છે. વળી શાંતિના સમયમાં ચારે દિશામાં મગધની સાહિત્યસભાની ખ્યાતિ ખૂબ વૃદ્ધિ પામી છે. હાલ તો પ્રજા Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ૯ સંયમવીર સ્થૂલિભદ્ર પણ એ ક્ષેત્રે ઉદ્યમી થઈ છે. લગ્નમાં દેશવિદેશથી શત્રુ અને મિત્રો સો આવશે. તેઓ ઝીણી નજરે આ બધું જોશે. તેનો ગેરલાભ ઉઠાવીને બંડ કરવાની વૃત્તિ તેમને પેદા થાય. પરંતુ જ્યારે આવાં અભુત શસ્ત્રો જોશે ત્યારે તેમને એ પણ ખ્યાલ આવશે કે મગધનું રાજ્ય, રાજા અને પ્રજા શાસ્ત્રકળામાં અને શસ્ત્રકળામાં બંનેમાં નિપુણ છે. “હે પુત્રી ! માનવી માટીના સીમાડાનો મોહ ત્યજશે નહીં ત્યાં સુધી આવાં હિંસક આયોજન કરવાં પડશે. તેથી કોઈ વાર થઈ આવે છે કે હવે રાજકારણ ત્યજી દઉં. તારી માતાની શીખ પણ સ્મૃતિમાં આવે છે. પરંતુ સ્વામીભક્તિનું મારું આકર્ષણ પ્રબળ છે.” ' અરેરે ! મહામંત્રીને ભાવિના ભીતરની ક્યાં ખબર છે કે આ સદ્ભાવથી કરેલું આ આયોજન તમારો કાળ બનીને હાજર થશે. પિતાજીના મુખેથી ખુલાસો સાંભળી યક્ષા મૌન થઈ રહી. પિતાજીએ અચાનક પ્રશ્ન પૂછ્યો, યક્ષા શ્રીયકનાં લગ્નસમયે ઘણા યોગ્ય યુવાનો આવશે, ત્યારે તારા અને અન્ય બહેનોનાં પણ લગ્ન કરી લઈએ ને ! યક્ષા: “પિતાજી હું તો સંસારી જીવન ઇચ્છતી જ નથી પણ મારે તો સરસ્વતીની ઉપાસના કરવી છે. તમારી ઉપસ્થિતિમાં વિદ્યોપાસના કરીશું. પછી સાધ્વીજીવન અંગીકાર કરી ધર્મસંસ્કૃતિનો પ્રસાર કરીશ. મારી બહેનોની પણ આ જ ભાવના છે.” ( પિતા અને સંતાનોની ઉત્તમતા મહામંત્રી રક્ષાની દાક્ષિણ્યતા અને સંયમથી અતિ પ્રસન્ન હતા. તેમના મુખમાંથી પુનઃ ઉદ્ગારો સરી જતા “ક્ષા, બેટા જો તું પુત્ર હોત તો આ પરંપરાનું પદ તને સોંપી હું નિવૃત્ત થઈ શ્રી ભદ્રબાહુના શરણે બેસી જાત. સ્થૂલિભદ્ર જે ખોટ પૂરી ન કરી તે તું જરૂર કરત.” આમ પિતા રાજ્યની ફરજ, પ્રજાની સુખાકારી અને મગધેશ્વર પ્રત્યેની વફાદારીમાં ઊંચાઈએ જતા હતા. શ્રીયક પિતૃભક્તની Page #90 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર • ૬૭ ઊંચાઈએ હતો. પુત્રીઓ સંયમની ઊંચાઈએ હતી. મહામંત્રીના ચિત્તમાં ત્યાગની ભાવના છતાં ઊંડે ઊંડે મગધની પ્રજા પ્રત્યેનું વાત્સલ્ય અને મગધેશ્વરની ચાહના વળી રાજા અને પ્રજાનો પણ પોતા તરફનો અટલ વિશ્વાસ, તેમને અંતરમાં સંતોષ આપતાં હતાં. તેથી એ કૂણી લાગણીઓથી પોતે આ કારભાર ત્યજી શકતા ન હતા. તેઓ જાણતા ન હતા કે તેમની આ મનોભાવના કાળને ઝપાટે ચઢી નષ્ટ થઈ જશે. જોકે તે દ્વારા મહામંત્રી જીવનની ઉજ્વળતાને અક્ષય રાખીને વિદાય લેશે. આમ મહામંત્રીનું રાજા પ્રજા પર અનોખું પ્રભુત્વ હતું. રાજા પ્રજા માનતાં કે મગધ એટલે શકટાલ મહામંત્રી અને મહામંત્રી એટલે મગધ. બંને અભિન્ન છે એવો વિશ્વાસ સ્વયં મગધેશ્વર ધરાવતા હતા અને આવા અજોડ મહામંત્રીની સેવા માટે તેઓ નિશ્ચિત હતા. મહામંત્રી રાજ્યનો કોષ બચાવવા, વ્યવહારમાં વિવેકનું સ્થાન રાખવા અને કાવ્યકળા સાથે શૌર્યકળાને જીવંત રાખવા માટે સર્ચિત રહેતા. આથી જ્યારે રાજસભામાં વરરુચિની કાવ્યરચનાઓ અને મગધેશ્વરની પ્રસ્તુતિના અવનવા શ્લોકોની રેલી પ્રત્યે મગધેશ્વર ન્યોછાવર થઈને વરરુચિને મનવાંછિત માંગવાનું કહ્યું ત્યારે મહામંત્રીએ એ અવસરમાં પોતાના નિવેદનથી અવરોધ કર્યો હતો. ભલે મહામંત્રીની ભાવના રાજ્યહિતની હતી. પરંતુ કાવ્યરસમાં તરબોળ મગધેશ્વરને તે ક્ષણે મંત્રીનો આ ધર્મ અવરોધરૂપ લાગ્યો. તેઓ મનમાં દુઃખી થયા હતા. તેમાં તેમને પોતાનું અપમાન ભાસ્યું હતું. આથી મહામંત્રીને રોકવાના ઉદ્દગાર નીકળ્યા હતા. પરંતુ ક્યારેય મહામંત્રીનો શબ્દ પાછો ન ઠેલતા, તેથી કડવો ઘૂંટડો ગળી ગયા હતા. પરંતુ તે પ્રસંગ મનમાં કંઈક ડંખ મૂકતો ગયો. વરરુચિ રાજ્યસભામાં થયેલી માનહાનિને ભૂલી શકતો ન હતો. તેને પોતાની કાવ્યશક્તિમાં વિશ્વાસ હતો. તેને લાગ્યું હતું આમાં કંઈ માયાનો ભેદ છે પણ તે કળી શક્યો ન હતો કે આ કેવળ સ્મૃતિની Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર વિશેષતા હતી. એ પ્રસંગ પછી તેના મનમાં મહામંત્રી સાથે વેરના ઝેરનું બીજ રોપાઈ ગયું. તેમાં વળી ઉપકોશાને મેળવવાના કોડમાં મહામંત્રીની ઝંખના તીવ્ર બની હતી. તેના મનમાં વિશ્વાસ હતો કે બ્રાહ્મણકુળના શકટાલ મહામંત્રીપદે આવે તો પોતે પણ તે પદ પ્રાપ્ત કેમ ન કરે! - વરરુચિને મહામંત્રીનું સામર્થ્ય અને પૂરા ભારતવર્ષમાં તાજ વગરના રાજાનું કેવું સ્થાન હતું તે જાણતો ન હતો. ઉપકોશાએ તેને ચેતવણી આપી હતી કે તમારો આ મનોરથ ફળવાની શક્યતા નથી. મહામંત્રીનું વ્યક્તિત્વ જ એવું અદ્વિતીય છે કે તેને આંબી જવું એટલે આકાશને આંબવા જેવું દુઃસાહસ છે. પરંતુ મહામંત્રી પદ મેળવવાના મનોરથને સેવતો વરરુચિ એ ગાંભીર્ય કળી ન શક્યો. મહત્ત્વાકાંક્ષી વરરુચિ પોતાની મહામંત્રીપદની મહત્ત્વાકાંક્ષા પૂરી પાડવા કોણ સહાયક બને તે વિચારતો હતો. પોતે તો અન્ય દેશનો વતની હતો. આ દેશમાં તેને પોતાના સ્વજન જેવું કોઈ હતું નહિ. જોકે મગધેશ્વર સાથે કાવ્યકળાને કારણે નિકટતા થઈ હતી. વરરુચિને યાદ આવ્યું કે રથાધ્યક્ષ સાથે કોઈ વાર મળવાનું થાય છે. તે મગધેશ્વરનો અંગત સેવક છે. મહારાજા તેના પર વિશ્વાસ ધરાવે છે. આમ વિચારી તેણે રથાધ્યક્ષ સાથે મિત્રતા કેળવવાનો વિચાર કર્યો. જોકે ઉપકોશાએ વરરુચિને સમજાવ્યા હતા કે મહાઅમાત્યપદ મેળવવું અતિ કઠણ છે, મહાઅમાત્યની સ્પર્ધા એટલે સૂતેલા સર્પને છંછેડવો. છતાં મહાઅમાત્યની સ્પર્ધામાં તે ઊંડો ઊતરવા લાગ્યો. દૂરંદેશી મહાઅમાત્યથી આ વાત કંઈ છૂપી ન રહે. પરંતુ તે ઉદારદિલ હતા. પ્રારંભમાં તો મહાઅમાત્ય વરરુચિના ગુરુસ્થાને હતા. તેથી તેમણે વિચાર્યું કે શત્રુ કરતાં શિષ્યથી પરાજય પામવો કંઈ ખોટું નથી અને તેમને વરરુચિમાં કંઈ એવું અયોગ્ય ન જણાયું, તેથી તેમણે તે પ્રત્યે દુર્લક્ષ્ય સેવ્યું. મહામંત્રીથી આ રહસ્ય છૂપું ન હતું. કાવ્યસભાની ઘટના નાની Page #92 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર ૬૯ હતી, પરંતુ મગધપતિ ક્યારેય મારા પર અવિશ્વાસ ન ધરાવે, છતાં તેમણે ત્યારે ઉચ્ચાર્યું “મહામંત્રી હમણાં આ પ્રસંગે મને મારું કાર્ય કરી લેવા દો.” પછી વળી કહ્યું, “ટૂંકમાં પતાવો” આવો અવિશ્વાસ એ એક દુર્ઘટના જ હતી. ક્યારેક મહામંત્રી કહેતા, “બેટા, યક્ષા ભૂતકાળ તો ઊજળો હતો પણ વર્તમાનનું વાતાવરણ જોતાં ભાવિ કંઈ વિચિત્ર ભાસે છે. પિતૃભક્ત ઉદાસીન એવો સ્થૂલિભદ્ર મારી બધી આશાઓ છિન્નભિન્ન કરી કોશા ગણિકાને ત્યાં જ રહી ગયો. મગધેશ્વરે નાની ઘટનાને મોટું રૂપ આપ્યું. ત્રણ વિદ્વાનોને હું જ અહીં લાવ્યો અને મારે જ વરરુચિને રોકવા પડ્યા.” મંત્રીરાજના જીવનમાં આવી તો કેટલીયે રાતો અખંડ જાગવામાં જ ગઈ હતી. છતાં તે મહા ગંભીર અને અણનમ યોદ્ધાની જેમ સદા સ્વસ્થ રહેતા. ( વરરુચિ અને ઉપકોશાનું પુનઃમિલન ) રંગશાળાના ઉત્સવમાં રૂપકોશાનાં કળાકૌશલ્ય જોઈને વરચિમાં ઉપકોશાને પ્રાપ્ત કરવાની મહત્ત્વાકાંક્ષા તીવ્ર બની. એક દિવસે ગંગાતટ પર વરરુચિ સંધ્યાસ્નાન માટે ગયા હતા. ત્યાં ઉપકોશ. ભેટી ગઈ. બંનેના ચિત્તમાં અન્યોન્ય આકર્ષણ તો હતું. તે સમયે વરરુચિએ દૂરથી ગંગાના જળપ્રવાહમાં સોનાથી જડેલી ચમકતી નૌકા સરતી જોઈ. તેમાં સ્થૂલિભદ્ર અને રૂપકોશાને નિકટતાથી બેઠેલાં જોઈ તેણે કહ્યું “ઉપકોશા આપણે આવો નૌકાવિહાર કરવા ક્યારે ભાગ્યશાળી થઈશું?” તું તો જાણે છે કે સ્થૂલિભદ્રને મેળવવા રૂપકોશાએ ભારતવર્ષનું કલાલક્ષ્મીના પદગૌરવનો ત્યાગ કર્યો, રાજ્ય તરફથી મળતા ધન સન્માનનો ત્યાગ કર્યો.” વરરુચિ જાણતા હતા કે ઉપકોશાના મનમાં મહત્ત્વાકાંક્ષા છે કે Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ૦ સંયમવીર યૂલિભદ્ર પોતે શ્રેષ્ઠ પદગૌરવને પ્રાપ્ત કરે પછી ઉપકોશા તેને વરે. આથી તેણે રૂપકોશાના ત્યાગનો ઉપકોશાને સહેજે ધ્યાન દોરવા પ્રયત્ન કર્યો. ઉપકોશા : “હે વિદ્ધર્વર ! રૂપકોશાને સ્થૂલિભદ્ર જેવો ભવ્ય સમર્થ વિદ્વાન, કલારસિક જેવો અજોડ પુરુષ મળ્યો છે. આવો પુણ્યશાળી પુરુષ પ્રાપ્ત થવો દુર્લભ છે. રૂપકોશાનો ત્યાગ સાર્થક છે.” વરચિનાં નસકોરાં ફૂલી ગયાં “ઊંહ, સ્થૂલિભદ્રમાં શું એવી વિશેષતા છે! વળી કોશા તો છેવટે એક ગણિકા જ ને ?” તમે પાટલીપુત્ર રહ્યા, શાસ્ત્રો ભણ્યા પણ આવા રત્નોની પરખ ન આવડી. ભદ્ર-કોશાની જોડી અદ્વિતીય છે. ઇન્દ્ર-ઇન્દ્રાણી પણ ઝાંખાં પડે. શરદોત્સવમાં સ્વર અને નૃત્યનું જીવંત ઐક્ય તમે જોયું હતું. આવા અનુપમ સાથી મળવા દુર્લભ છે.” - વરરુચિને આ ચર્ચામાં રસ ન હતો. તેને તો ઉપકોશાના મનોભાવ જાણવા હતા. તેણે વાત ટૂંકાવી. તે જાણતા હતા કે ગુરુવર્યની મહાત્ત્વાકાંક્ષા એ છે કે ઉપકોશા મગધના કોઈ મોટા પદવીધરને વરે. કેવળ રાજ્યસભામાં કાવ્યરસિકતાથી મગધેશ્વર પ્રસન્ન રહે તે પૂરતું ન હતું. ઉપકોશાની વિદ્વત્તા અને રૂપ પર વરરુચિ આસક્ત હતો. ચર્ચા સમયે ઉપકોશા વરરુચિની નજીક આવી. વરરુચિને લાગ્યું જીવન સફળ થયું અને થશે. આથી તેણે પૂછ્યું “ઉપકોશા શ્રીયકનાં લગ્ન લેવાયાં. આપણાં લગ્ન ક્યારે લેવાશે ? ગુરુવર્ય શું કહે છે ?'' હમણાં લગ્નનો યોગ નથી. શ્રીયકનાં લગ્ન થશે ત્યારે લગ્ન થવા સંભવ છે પણ શ્રીયકના લગ્નપ્રસંગે મહામંત્રી મગધેશ્વરને સોનાનું અદ્ભુત સિંહાસન, અજાયબી ભરેલાં શસ્ત્રો ભેટ આપવાના છે, તમે શું આપવાના છો ?” વરરુચિઃ “શસ્ત્રોની ભેટ ? શા માટે ! શસ્ત્ર તો હિંસાનાં સાધન છે, હું કાવ્યરસથી ભરપૂર શાસ્ત્રોની ભેટ આપીશ.” ઉપકોશા: “પણ પિતાજી કહે છે મહાપદવીધરને મારી કન્યા Page #94 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૭૧ વરે. વરરુચિ ઉપકોશાને મેળવવા અધીર થઈ ગયો હતો. વળી તેના મનમાં સ્પર્ધાના ભાવ હતા કે તે ભાવિમાં મહામંત્રીપદ પ્રાપ્ત કરશે. તે ઉપકોશાની નજીક સર્યો અને ધીમેથી બોલ્યો. “ભવિષ્યમાં મગધનું મહામંત્રીપદ મને મળવાની શક્યતા છે. ગુરુવર્યની અને તારી મહાત્વાકાંક્ષા હું જરૂર પૂરી કરીશ. તારા જેવી સ્વરૂપવાન સરસ્વતી જેવી નારી મહામંત્રી જેવા પદવીધરને જ વરે તે હું જાણું છું.” ઉપકોશા થોડી દૂર સરી. તેણે કહ્યું, “હે વિદ્યામૂર્તિ ! તમારી આ મહત્ત્વાકાંક્ષા વાઘની બોડમાં મોં નાંખવા જેવી છે. એકેશ્વર્ય મંત્રીને દૂર કરવાની મગધેશ્વરની પણ તાકાત નથી. જો મહામંત્રી રાજ્યથી વિમુખ થાય તો મગધ માથે આફત સિવાય કંઈ બચશે નહિ. મહામંત્રીની શક્તિ અને વિલક્ષણતાને તમે જાણતા નથી, તેમની પાસે વા પણ વાતો લઈ જાય છે. અરે આ નદી- પીર તરંગો તેમની પાસે ગુપ્ત રહસ્ય પ્રગટ કરે તેવી મહામંત્રીની પ્રતિભા છે માટે આવી વિનાશકારી દૂરેચ્છા ત્યજી દો.” - વરરુચિ પુનઃ ઉપકોશાની નજીક ગયા. “તું જાણતી નથી મારી અને મગધેશ્વરની મૈત્રી ગાઢ છે. શ્રીયક ભલી-ભોળો છે. સ્થૂલિભદ્ર તો કોશાને વશ પડ્યો છે. મહામંત્રી વૃદ્ધાવસ્થા તરફ જઈ રહ્યા છે. મારે માટે મહામંત્રીપદ મેળવવું આસાન છે.” ઉપકોશા વરરુચિ કરતાં મગધના સામ્રાજ્યમાં શકટાલનું પ્રભુત્વ વિશેષ જાણતી હતી. નજીક સરેલા વરરુચિથી દૂર થઈ વાત ટૂંકાવી તે વિદાય થઈ. ( સુકેતુ રથાધ્યક્ષ અને વરરચિની મિત્રતા વરરુચિ ગંગાતટે સ્નાનાદિ પતાવી પોતાને આવાસે પહોંચ્યો, ત્યાં પાછળ જ સુકેતુ રથાધ્યક્ષ તેમની પાસે હાજર થયો. તેણે કહ્યું, “મગધપતિએ તમને યાદ કર્યા છે, આજે રાજસભામાં તમારી Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૨ • સંયમવીર સ્થૂલિભદ્ર કાવ્યકલાને પ્રગટ કરવાની છે. મગધપતિને તૈયાર થઈને આવતાં હજી સમય લાગશે. ત્યાં સુધી માર્ગમાં આવતા મારા આવાસે જઈએ. મારી આયુધશાળા પણ તમે જુઓ.” રથાધ્યક્ષને આજે સામ્રાજ્યના એક મહાન વિદ્વાનને મળવાનો અવસર મળ્યો હતો. તેના મનમાં થયું કે આ વિદ્વાનને પોતાની વિદ્યાની નિપુણતા જણાવું તે ઉમંગમાં તેણે પોતાની આયુધશાળા બતાવવા સાથે કેટલાંક ગુપ્ત રહસ્યો પણ પ્રગટ કર્યા. - “હે વિદ્વાન, તમે જાણતા નહિ હો કે મગધેશ્વરને માટે એક પાણીનો પ્યાલો તૈયાર કરવામાં અને તેમના ભોજનની વ્યવસ્થામાં કેટલો ખર્ચ થાય અને જોખમ ખેડવાં પડે છે, તેમના માથે સતત શત્રુનો ભય હોય, ક્યારે વિષ આપી દેવામાં આવે તે ખબર ન પડે. અંતઃપુરને પણ મારે સાચવવું પડે.” વરરુચિ તમારા જેવા પરાક્રમી યોદ્ધાને, સેંકડો રથોના ચાલકને આવા અંતાપુર અને ભોજન જેવાં તુચ્છ કાર્યો સોંપવામાં આવે છે ?” “હે કવિરાજ આ કાર્ય ઘણી કુશળતા અને પરાક્રમ માંગી લે છે. આ કંઈ કાવ્યસ્તુતિ નથી. રાજાના ભોજનની નિર્દોષતા સચવાય તે માટે કેટલાયે ઝેરી પદાર્થોનો અભ્યાસ કરવો પડે છે. મહામંત્રીના આદેશથી મેં એ ઔષધની વિદ્યાઓ પ્રાપ્ત કરી છે.” “તો તમારે પણ મોત હાથમાં લઈને ફરવું પડે છે.” “ના ના એમ તો મહાઅમાત્ય મહાકુશળ છે, અને કૂણા દિલના છે. એમનાં કાર્યો ખૂબ સાવચેતીભર્યા હોય છે. તેમનું વ્યક્તિત્વ ન્યારું છે અને પ્યારું પણ છે. તેમની કુશળતા પણ ગજબની છે. મહારાજાને ભોજન આરોગતા પહેલાં એવાં પંખીઓ રાખવામાં આવ્યાં છે કે તે પદાર્થો તેમની પાસે મૂકવાના, તે પદાર્થોમાં ઝેર હોય તો એ પંખીઓ દૂરથી જ ફફડી ઊઠે. વળી અમારા જેવા વિશ્વાસુ સેવકો તેમનું રક્ષણ કરે. મહામંત્રી તેમને માટે પ્રાણ પાથરે.” વરરુચિ આ સાંભળીને ધ્રુજી ઊઠ્યો. ઓહ ભલેને ચક્રવર્તી હોય, Page #96 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર શૂરવીર હોય, પણ ડગલે ને પગલે શંકા જ શંકા ! આ સર્વ હકીકત સાંભળી વચિ ક્ષણભર ચોંકી ઊઠ્યા. મહાઅમાત્ય થવાનું સોણલું સરી જતું લાગ્યું. મહાઅમાત્ય થવાનો મોહ ક્ષણભર ઊતરી ગયો. માન, ધન, ભોગસામગ્રી મળે પણ આવા ભય અને શંકા સાથે જીવવા કરતાં તક્ષશિલાનો વિદ્યાવ્યાસંગ ઉત્તમ છે. ૭૩ આવો વિચાર ચિત્તમાં સ્થાયી થાય તે પહેલાં વળી ઉપકોશા ઊપસી આવી. “પિતાએ કહ્યું છે કે મારી કન્યા રાજ્યના પદવીધરને વ૨શે” પુનઃ પોતે જ કહેલી ચાતુરી યાદ આવી. મહાઅમાત્ય થવાનું બતાવેલું સાહસ યાદ આવ્યું ને સ્વયં વિચારવા લાગ્યો કે આવી કાયરતાથી ઉપકોશા ન મળે, શૂરવીર થઈને કાર્ય પાર પાડવાનું છે. વળી થાધ્યક્ષે પોતાની વાતો ચલાવી. આજે તેને પોતાની મોટાઈનું શ્રવણ કરનાર મોટો વિદ્વાન મળ્યો હતો ને ? વરરુચિની વિચારમાળા તૂટી. “તમે તો શસ્ત્રવિદ્યા સાથે અનેક વિદ્યાઓ જાણો છો.'’ રથાધ્યક્ષ એકદમ ઉત્સાહમાં આવી ગયો. “અરે હજી તમે એક ગુપ્ત રહસ્ય તો જાણતા નથી, તમે જો તે ક્યારે પણ પ્રગટ ન કરો અને શપથ લો તો જણાવું.” વરચિ થાધ્યક્ષની આયુધશાળા, તેની વિષ પારખવાની વિદ્યાઓ જાણી પ્રભાવિત થયો હતો. વળી તેના મનમાં એક વાત ઘૂમરાતી હતી કે મહાઅમાત્યને દૂર કરવા અને તે પદ મેળવવા આ માણસ ઉપયોગી છે. એથી ગુપ્ત રહસ્ય જાણવા વચિએ જનોઈ પર હાથ મૂકી શપથ લીધા. રથાધ્યક્ષે ધીમા અવાજે વાત શરૂ કરી. “મેં વિષના પ્રયોગથી વિષકન્યા તૈયાર કરી છે, તેનું રૂપ અતિ મોહક હોય છે. તેને જોતાં જ પુરુષ છળીને કામાતુર બની જાય. તે વિવશ થઈ તેનો સ્પર્શ કરે તો તે મરણને શરણ થાય. તેના પ્રસ્વેદને સંઘે તોપણ મરણને શરણ થાય.” Page #97 -------------------------------------------------------------------------- ________________ જ • સંયમવીર સ્થૂલિભદ્ર વરરુચિ: “તમારે શા માટે વિષકન્યા બનાવવી પડે !” “રાજકારણમાં માંધાતા શત્રુનો નાશ કરવા વિષકન્યાનો ઉપયોગ કરવામાં આવે છે.” વરરુચિ ઘડીભર સ્તબ્ધ અને ભયભીત થઈ ગયો. પોતાની વિદ્યાનું અહં ઓગળી જતું લાગ્યું. મગધેશ્વરનો એક સેવક આટલી અજબની સિદ્ધિઓ ધરાવે છે. મને એ વિષકન્યા જોવા મળે ?” “હા રાજસભામાં મગધપતિની જમણી બાજુ એ વિષકન્યા સુમોહા બેસે છે. તેનું રૂપ કમનીય હોય છે. તેનાં નયનો પુરુષની વૃત્તિને ઉત્તેજિત કરે તેવાં છે.” “તમારી સિદ્ધિઓની વાતથી મને ખૂબ આશ્ચર્ય થાય છે. આ વિદેશમાં મને તમારા જેવા મિત્રની જરૂર હતી. જેવા પરાક્રમી છો તેવા જ સિદ્ધિઓના જ્ઞાતા છો.” અરે તમને ખબર નહિ હોય એક વાર આ સ્થૂલિભદ્ર અને હું સાથે જ શસ્ત્રવિદ્યા શીખતા. ધનુર્વિદ્યામાં અમારી સ્પર્ધા થતી. ત્યારપછી રૂપકોશાની શોભાયાત્રામાં મારી મનોકામના હતી કે મહામંત્રીને ખુશ કરી રૂપકોશા મેળવવી અને ગાંધારની જીત સમયે મહામંત્રીએ તેમાં સંમતિ આપી હતી. તેમાં પણ સ્થૂલિભદ્ર મારો હરીફ બન્યો. અને કોશા મારા જીવનથી સરી ગઈ. રાજ્યમાં માન-સન્માન છતાં મારું જીવન શૂન્ય ભાસે છે.” રથાધ્યક્ષની વાચાળતા ન કહેવાની વાતો પણ કહી જતી. વરરુચિ એ સર્વ વાતોનો પોતાના સ્વાર્થમાં ગોઠવવા મથામણ કરતો. ( વરરચિની જાળમાં ભોળો રથાધ્યક્ષ સપડાયો વરરુચિ : “રથાધ્યક્ષ તમે પરાક્રમી છો પણ ભોળા છો. એક નાના ગુનાની સજા કરનાર મહામંત્રી પોતાના જ પુત્રને ગણિકાને આધીન રહેવા છતાં કોઈ દંડ નહિ? ગણિકાને પણ રાજ્યને વફાદાર Page #98 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૭૫ રહેવાના શપથ છતાં તે પણ મુક્ત! તમારો અને કોશાનો યોગ થાય તો તમારું માહાસ્ય વધે. એમ વિચારી તેમણે આ ચાલબાજી રચી હશે એવું પણ બને.” વરરુચિના ભોળપણનો ઉપયોગ કરી વરરુચિએ એક અંગારો ચાંપી દીધો. વળી બોલ્યો “હે મિત્ર ! અમે મગધેશ્વરનો રાજ્યાશ્રય લીધો છે. તેનું લૂણ ખાધાનું ઋણ છે તેથી પ્રેમ ખાતર તમને આ વાત જણાવું છું.” રથાધ્યક્ષના મનમાં કોશાને મેળવવાના કોડ હતા તેથી આ વાત તેના અસંતુષ્ટ મનમાં આરપાર ઊતરી ગઈ. “હવે શું કરું ?” વરરુચિને લાગ્યું કે હવે તે બરાબર વિશ્વાસમાં આવ્યો છે. “તમારા મહારાજાને શત્રુમિત્રના ભેદ સમજાવો. આવું મોટું સામ્રાજ્ય કેવળ વિશ્વાસના વહાણે ન ચાલે. વળી ઉપકોશા કહેતી હતી કે મહામંત્રી અદ્દભુત શસ્ત્રોનું સર્જન કરી રહ્યા છે. ભલા તમારી પાસે શસ્ત્ર સરંજામ ક્યાં ઓછો છે ?” રથાધ્યક્ષને લાગ્યું કે ખરેખર વરરુચિ મગધેશ્વરના હિતમાં જ આ કહી રહ્યા છે. આમ રથાધ્યક્ષની અનેક પ્રકારની વાતો સાંભળતા તેઓ રાજસભામાં આવી પહોંચ્યા. રાજાજ્ઞા થતાં વરરુચિએ કાવ્યધારા વહેતી મૂકી. રાજાની પ્રશસ્તિ શ્લોકોના પૂરા નાદથી ગુંજવા લાગી. તે રાજસભામાં ચારે બાજુ નજર ફેરવતો હતો. રથાધ્યક્ષના કહ્યા પ્રમાણે તેણે સુમોહાને જોઈ. ક્ષણ વાર તો તે તેના સૌંદર્યમાં ખોવાઈ ગયો. વરરુચિ સ્થળના ભાને મહામહેનતે નજરને પાછી વાળી પુનઃ હળવા પ્રકારની ચમત્કારિક વાર્તાવિનોદ શરૂ કર્યો. રાજા પ્રજા મંત્રમુગ્ધ થઈને સાંભળતાં હતાં. રાત્રીના ત્રીજા પ્રહરનો તૂરીઘોષ થયો. રાજાએ ઊઠવાની તૈયારી કરી. વરરુચિએ મહારાજાને નમસ્કાર કર્યા. મહારાજા અતિ પ્રસન્નતાથી વરરુચિની Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર પ્રશંસા કરી તેઓ અંતઃપુર તરફ વિદાય થયા. વરરુચિ નિવાસસ્થાને પહોંચ્યો પરંતુ અનેક પ્રકારના વિકલ્પોના વહેણમાં તણાતો રહ્યો. રથાધ્યક્ષની સિદ્ધિઓ અને રાજસેવા, ઉપકોશાએ કરેલો ટોણો કે મહાપદ મેળવો પછી ઉપકોશાનો હાથ મળશે. રાજકાજના અટપટા પ્રસંગો. સુમોહા જેવી વિષકન્યાનું સર્જન અને તેનો પ્રાણઘાતક ઉપયોગ. ઓહ! આ રાજનાં સુખ સોહામણાં કે બિહામણાં ? મગધના જેવું ભવ્ય રાજ્ય અને તેમાં મોહા જેવી વિષકન્યા? સુમોહાનું સ્મરણ થતાં વળી સૌંદર્યપિપાસાથી તે ઘેરાઈ ગયો. પરંતુ તે વિષકન્યા છે તે સ્મરણ થતાં તેની ભયાનકતાથી વિચારવા લાગ્યો. કયાં તક્ષશિલાના તપોવનનું પવિત્ર શાંત જીવન ? અને ક્યાં આ અજંપો? શાને માટે! આમ વિચારતાં વળી ઉપકોશા સ્મરણમાં ઊપસી આવી. અને તેના મહાઅધિકાર પદની આકાંક્ષાએ તેની વિચારધારા સતેજ બની. મહાઅમાત્ય રાજ્યની ભયાનક ખટપટ, સ્થૂલિભદ્રનો ગૃહત્યાગ છતાં વીર પુરુષ તરીકે સ્વસ્થપણે જીવે છે. અસલમાં તે પણ બ્રાહ્મણ અને કવિ હતા છતાં આજે મગધસામ્રાજ્યના કણેકણમાં વ્યાપી ગયા છે. તો હું કેમ તે પદ પામીને શોભાવી ન શકું? આવાં મીઠાં સોણલાં સેવતો તે નિદ્રાધીન થયો. ( મગધેશ્વરના કર્ણપટ પર વ્યાપેલું ઝેર છે વરચિની મહારાજા સાથે મિત્રતા ગાઢ થઈ હતી. સમય પારખી વરચિએ પોતાની વિદ્વત્તાના પ્રસંગને મહાઆમાર્ચે ઝાંખો પાડ્યો તેમાં પણ રાજસભામાં એટલે પૂરા સામ્રાજ્યમાં તેનો પ્રસાર થયો તેમ વાત કરી, મહારાજાની સહાનુભૂતિ મેળવી લીધી હતી. કાવ્યરસિક રાજાને પણ એ પ્રસંગથી દુઃખ હતું. તેમાં વળી મહાઅમાત્ય તો સંધિના ભાવથી શત્રુરાજાઓને પણ શ્રીયકના લગ્નમાં Page #100 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૭૭ આમંત્રણ મોકલ્યું હતું. તેમાં વરરુચિએ શંકાસ્પદ ઉમેરો કરી રાજાને જાણે પોતે વધુ વફાદાર હોય તેમ રજૂઆત કરતો. આથી મહારાજા પણ વિચારમાં પડી ગયા. તેમાં વળી પોતાની ભાવિ પત્ની ઉપકોશા પાસેથી સાંભળેલી અદ્ભુત શસ્ત્રોની વાત પણ હળવેથી તેણે જણાવી દીધી. મહારાજા શંકા સહિત વિચારવા લાગ્યા કે મારું સામ્રાજ્ય પણ સૈન્ય શ્રીયકના હાથમાં. મારા ગુપ્તચરો અને મહત્ત્વના માણસો મહામાત્યની આજ્ઞામાં. તેમાં વળી શસ્ત્રાગારની રચના ? મહારાજાનું મન મહામંત્રી પ્રત્યે અવિશ્વાસથી ભરાઈ ગયું. આથી તેમને થયું કે સત્તાના મદમાં મહાઅમાત્ય વરરુચિને જાહેરમાં ઝાંખપ લગાડી હતી. તેમણે મને એકાંતમાં કહ્યું હોત તો હું યોગ્ય પગલાં લેત. તેમની વાત કદાચ સત્ય હોત તોપણ ભર્યા દરબારમાં વરરુચિ સાથે મારી પણ હાંસી થાય તેવું શા માટે કર્યું? - આમ અનેક શંકાઓથી મહારાજ ઘેરાઈ ગયા હતા ત્યાં રથાધ્યક્ષ અંદર આવવાની રજા માંગી. “મૂંઝાયેલા મહારાજાએ કહ્યું આવ ભાઈ આવ.” મહારાજા પાસે હાજર થઈને તેણે કહ્યું કે “મહારાણીએ કહેવડાવ્યું છે કે મહારાજા આજે નગરચર્યા જોવા જાતે નીકળે.” “કેમ ?' મહારાણીની દાસી આજે સમાચાર લાવી છે કે મહાઅમાત્યના ગર્ભગૃહમાં નવાં શસ્ત્રો તૈયાર થઈ રહ્યાં છે અને શ્રીયક નવું સૈન્ય તૈયાર કરી રહ્યા છે. વળી ઉપકોશા પણ કાંઈ આવા નવા શસ્ત્રાગારના સમાચાર કહેતી હતી. મહારાજાને પણ લાગ્યું કે પોતાની સત્તા જોખમમાં છે માટે તેમણે રાજસત્તાનો દોર પોતાના હાથમાં લેવો જોઈશે. રથાધ્યક્ષ તેમનો વિશ્વાસુ સેવક હતો. તેને સાથે લઈને રાત્રે તેઓ વેષ પરિવર્તન કરી નગરચર્યા માટે નીકળી પડ્યા. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર મગધેશ્વરે નગરચર્ચામાં શું જોયું ? રથાધ્યક્ષ તેમને મહામંત્રીના પ્રાસાદના ગર્ભગૃહ નજીક લઈ ગયો, ત્યાં હથિયાર બની રહ્યાં હતાં તેના અવાજો સંભળાયા. કોઈ જગાના આછા પ્રકાશમાં હથિયારો ઝળહળતાં હતાં. ત્યાંથી તેઓ આગળ વધ્યા. મંત્રીરાજ કારીગરોને સૂચના આપતા હતા. હથિયારોની જાતે ચકાસણી કરતા હતા. કોઈ જગાએ માણસો ભેગા થઈ ચર્ચા કરતા હતા કે મહારાજાની સત્તા હવે થોડા દિવસની છે. આમેય મહારાજા તો નામના જ છે. ખરા મહારાજા તો મહામંત્રી છે. મહારાજા તો કાવ્યો સાંભળે છે અને મજા કરે છે, તેમને ખબર નથી કે હવે તેમના દિવસો ભરાઈ ગયા છે. વરરૂચિએ કુશળતાથી આ વાતો વહેતી કરી હતી. થોડેક આગળ વધ્યા ત્યાં ચર્ચા સાંભળી કે શ્રીયકના લગ્નનું નિમિત્ત છે. મહામંત્રી શસ્ત્રો દ્વારા અને સૈન્ય દ્વારા રાજાને જેલ ભેગા કરી શ્રીયકને મગધનું સામ્રાજ્ય અપાવશે. મહામંત્રી મહા કુશળ અને પરાક્રમી છે અને મહારાજા તેમના હાથમાં રમે છે. આ સાંભળીને મહારાજા અત્યંત કોપાયમાન થયા. તેમણે થાધ્યક્ષને કહ્યું “હવે મહામંત્રીના દિવસો ભરાઈ ગયા છે. હવે કાલે જ હવે તેનો નિકાલ થશે, એટલું જ નહિ સાપ તો મરશે સાથે, સાપના કણાનો પણ નાશ કરવામાં આવશે.’’ મહારાજા નંદ અને થાધ્યક્ષ નગરચર્ચા જોઈ છૂટા પડ્યા. મહારાજા રાત્રે ઊંઘી શક્યા નહિ. મહામંત્રી હજી તો આ વિગતથી અજાણ હતા. તેઓ સવારે મહારાજાના રાજમહેલે લગ્ન વિષેની અગત્યની ચર્ચા માટે ગયા પણ મહારાજાએ તેમને મળવાનું ટાળ્યું. તેઓ થોડી વાર રોકાયા પરંતુ મહારાજાએ પુનઃ મળવાનું ટાળ્યું. મહામંત્રી માટે પૂરા મંત્રીકાળની આ આશ્ચર્યકારક અને દુ:ખજનક ઘટના હતી. મગધેશ્વર હંમેશાં વડીલ Page #102 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર ચૂલિભદ્ર ૦૭૯ જેવી આમન્યા રાખતા તે આજે મળવાનું ટાળે ! મહાઅમાત્ય સચિંતા પોતાના પ્રાસાદે પાછા વળ્યા. મહારાજની રાતની નગરચર્ચા વખતે તેમની પાછળ એક પડછાયો આડોઅવળો ઘૂમીને ફરતો હતો. તે હતો મહામંત્રીનો વફાદાર સેવક અને ગુપ્તચર જીવક, તેણે આ વાતો સાંભળી અને મૂંઝાયેલો તે મંત્રીપ્રાસાદમાં પહોંચી ગયો. રાજમહેલથી પાછા ફરેલા મહામંત્રીને તેણે સર્વ વાતથી વાકેફ કર્યા. મહામંત્રી મહારાજાએ મળવાનું ટાળ્યું હતું તેનું કારણ સમજી ગયા. મગધપતિએ નગરચર્ચા જોયા પછી વિશ્વાસુ સૈનિકો દ્વારા રાતોરાત નગરમાં આદેશ અપાયો હતો કે મહારાજાની આણ સિવાય અન્યની આણ સ્વીકારનાર વધને યોગ ઠરશે. સૈન્યને સજ્જ રહેવા આદેશ અપાયો હતો. પોતાના રાજમહેલની રક્ષા માટે વિમલસેનને કડક સૂચના અપાઈ હતી. કાલે સવારે જ રાજસભા ભરાય ત્યારે કેવા પ્રકારે મહામંત્રી અને તેમના પરિવાર તથા સેવકોને જેલ ભેગા કરવા તેની ગુપ્ત મંત્રણા માટે રાજદેવડીએ, રથાધ્યક્ષ, અરે વરરુચિ પણ રાજાના વિશ્વસનીય માણસ હતા, સૌ ભેગા થયા હતા. ( મહામંત્રીએ નગરચર્યામાં સાંભળેલું છે જીવને આપેલા સમાચાર પછી મહામંત્રી પોતે વેશપરિવર્તન કરી નગરચર્ચાએ નીકળ્યા. ક્યાંક ચર્ચા સાંભળી કે મહામંત્રીએ શ્રીયકના લગ્ન નિમિત્તે શત્રુરાજાઓને બોલાવ્યા છે. નવો શસ્ત્ર સરંજામ તૈયાર કરી મહારાજા નંદની સત્તાનો દોર શ્રીયકને સોંપશે. આમે સામ્રાજ્યમાં મહારાજા કરતા મહામંત્રીનો જ પ્રભાવ વધુ છે. હવે મહારાજાની સત્તાના દિવસો ભરાઈ ગયા છે. ત્યાં વળી બીજાએ કહ્યું કે છેલ્લા સમાચાર તો એવા છે કે મહારાજા નંદ ચેતી ગયા છે, મહામંત્રીનું કાવતરું ખુલ્લું થઈ ગયું છે. તેમણે સત્તાનો દોર અને સૈન્ય પોતાના હસ્તક લઈ લીધાં છે. વળી કોઈ કાવ્યપ્રેમી કહે એ સારું થયું. મહામંત્રીએ શસ્ત્રવિદ્યાના Page #103 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર નામે વરરુચિના સારસ્વત સૂત્રોને ગૌણ કરી દીધા. પેટનો દીકરો ગણિકાને ત્યાં પડ્યો રહે તેને કોઈ દંડ નહિ અને વરરુચિનું ભર સભામાં અપમાન ! આવા મંત્રીને ગરદન મારવો જોઈએ. એમના પાપકર્મનું ફળ હવે મળી જવાનું છે. બ્રાહ્મણની સારસ્વત કળાનું અપમાન કરી બિચારા પરદેશી બ્રાહ્મણને નીચો પાડ્યો. વાસ્તવમાં આવી વાતો વહેતી મુકવાની ચતુરાઈ વરરુચિની હતી. આ વાતનો તાગ મેળવવા મહામંત્રી વૃદ્ધ ગુપ્તચરનો વેશ ધારણ કરી રાજદેવડીએ પહોંચ્યા. રાજદેવડીએ ગુપ્તચરને કોઈ પણ સમયે પ્રવેશવાનો પરવાનો હતો. પરંતુ આજે મંત્રણાગૃહમાં મહત્ત્વની મંત્રણા ચાલતી હતી તેથી પ્રવેશ બંધ હતો. તેઓએ મંત્રી મુદ્રા બતાવી છતાં પ્રતિહારે કહ્યું, “આજે પ્રવેશનો સખત પ્રતિબંધ છે.” “તો હું રથાધ્યક્ષને મળી આવું મારે જરૂરી કામ છે.” પ્રતિહાર: “રથાધ્યક્ષ પણ આ મંત્રણામાં બેઠા છે.” “તો હું વરરુચિને મળી આવું?” તે પણ અહીંયાં જ હાજર છે.” “તો પછી મારો અગત્યનો સંદેશો છે તો અંતઃપુરમાં મહારાણીને મળી આવું?” “અરે ભાઈ મહારાણી પણ આ મંત્રણામાં બેઠાં છે.” મહામંત્રીની એકેશ્વરી ભક્તિને સખત ચોટ પહોંચી. મહામંત્રી વગર આજ સુધી કોઈ મંત્રણાઓ સંભવિત ન હતી. મહારાજાએ ભરસભામાં “કિન્તુ જલ્દી પતાવો” કહીને કરેલું મહામંત્રી પ્રત્યેના કંઈ પણ અણગમાનું બીજ આજે મોટા વૃક્ષમાં પરિણમ્યું હતું. રાજમહેલમાં સદા માટે રાજા નંદને મળવાનો મહામંત્રીનો પરવાનો પણ આજે ટળ્યો હતો. મંત્રણા મહામંત્રી વગર ! મહામંત્રીને સર્વ તાગ મળી ગયો. જીવકના શબ્દો સાકાર થયા. તેણે સ્વયં સાંભળેલું કે “સાપ Page #104 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૮૧ મરશે અને સાપના કણાને પણ મારવામાં આવશે.’’ મહામંત્રી પોતાના પ્રસાદે પાછા ફર્યાં. નગરના કોટકાંગરાને આર્તભાવે અંતિમ સલામ કરી. પૂરા માર્ગને એક સંતાનની જેમ જોતા અંતિમ સ્નેહનું અમીપાન કરાવતા હતા ! નગરના કણેકણને આપેલું વાત્સલ્ય હૃદયને ભીંજવતું હતું. છતાં વીરત્વ હતું એટલે સ્વસ્થ થઈ સ્વપ્રાસાદે પાછા આવ્યા, ત્યાં જીવક મળ્યો. “જા સ્થૂલિભદ્રને બોલાવી લાવ.” મહામંત્રીના હૃદયમાંથી સ્થૂલિભદ્ર ભૂંસાયો ન હતો. કર્તવ્યમૂર્તિ હોવાથી પોતાનો આદર્શ પાળ્યો હતો. છતાં તેનું આત્મકલ્યાણ હંમેશાં ઇચ્છતા. જીવક તરત જ પાછો ફર્યો. જીવકે કહ્યું, “સ્થૂલિભદ્ર નહિ આવે.” તેમણે કહ્યું છે કે તે આ જન્મે પવિત્ર પિતાને મળવાને પાત્ર નથી. નવે અવતારે પવિત્ર થઈ મળવાની ભાવના છે. પિતાજીને મારા આદર સહ પ્રણામ કહેજે. તેમની ક્ષમાયાચના કરું છું.” મહામંત્રી ખરેખર ભડવીર પુરુષ છે. છતાં સ્થૂલિભદ્રના જીવનની ભવ્યતાનો તેમને ખ્યાલ હતો તેથી તો તેમની તેના પ્રત્યેની અપેક્ષા મોટી હતી. એ શબ્દો સાંભળીને વાત્સલ્યભાવનો સંચાર થયો છતાં સ્વસ્થતાથી જીવકને કહ્યું, મહામંત્રીની સંતાનો સાથે અંતિમ રાત્રિ “જીવક, યક્ષા, શ્રીયક સૌને બોલાવી લાવ. તું પણ અહીં જ રહેજે.’’ જીવક મહામંત્રીનો અત્યંત વિશ્વાસુ સેવક હતો. મહામંત્રીનું આજનું વલણ તેને મૂંઝવતું હતું. યક્ષા, શ્રીયક સૌ આવીને પિતાજી સામે વિનયપૂર્વક યોગ્ય સ્થાને ગોઠવાઈ ગયાં. મહામંત્રી બોલ્યા “તમે જાણો છો કે તમારો પિતા મગધપતિનો એકેશ્વર્ય છે, મહારાજા એક જ તેમના સ્વામી છે. પરંતુ નિયતિનું ચક્ર Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ૦ સંયમવીર ચૂલિભદ્ર બદલાઈ ગયું છે. આજે મગધ સામ્રાજ્યના મોટા શત્રુ તરીકે તમારા પિતાની, આ મહામંત્રીની ગણના થઈ રહી છે. નગરના ચોરે ચૌટે આનો પ્રચાર થઈ રહ્યો છે. મહારાજા પણ આ જ શંકા સેવે છે. આ જીવક તેનો પ્રત્યક્ષ સાક્ષી છે. “જીવકે માથું નમાવી તે વાતની પૂર્તિ કરી.” શ્રીયક એકદમ ઊભો થઈ ગયો. “મગધના તમે શત્રુ? એકેશ્વર્ય મહામંત્રી ! આ બોલનારનું માથું ધડથી જુદું કરી દઉં.” બેટા એ તો મારાથી પણ થઈ શકે. આપણા વંશજોની રાજ્યની વફાદારી જગપ્રસિદ્ધ છે. મગધ અને મગધપતિ માટે માથું ઉતારી લે તેના કરતાં ઉતારી દેવાની વફાદારી વિશેષ છે. “શ્રીયક તને ખબર છે કે તારાં લગ્ન નિમિત્તે રાજામહારાજાઓને ભેટ આપવા નવીન શસ્ત્રોનું આયોજન કર્યું છે. વળી શત્રુરાજાઓ પણ મિત્ર બને તેવી શુભભાવનાથી આ લગ્નનું નિમિત્ત લઈને તેમને આમંત્રણ આપ્યું છે. તે અંગે વિઘ્નસંતોષીઓએ મહારાજાને તેનું વિપરીત અર્થઘટન કરી ભ્રમ પેદા કર્યો છે. મહારાજા તેમની જાળમાં ફસાયા છે. વળી શંકાશીલ મહારાજા નગરચર્ચાએ નીકળ્યા. તેમણે શસ્ત્રસર્જન કરતું ગર્ભગૃહ જોયું અને લોકચર્ચા સાંભળી. જે વિબસંતોષીઓએ પ્રસારિત કરી હતી. આથી તેમણે મારો અને કુટુંબનો નાશ કરવા સત્તા હાથમાં લીધી છે. જીવકે આ કાનોકાન સાંભળ્યું છે અર્થાતુ હવે રાજા કે પ્રજાને આ મહામંત્રી ખપતા નથી.” “શ્રીયક: તો પછી પિતાજી, મહામંત્રીને એ રાજા કે પ્રજા પણ ખપતાં નથી. ઝેર ક્યાં સુધી અને કેટલું પીવું ! એકેશ્વરી ભક્તિનો આ અંજામ છે ?” “બેટા લોકમાનસ અને મહારાજામાં વ્યાપેલું આ ઝેર ભોગ માંગે છે. મગધની ધરા ભોગથી શાંત થશે.” શ્રીયક: “તો પછી એ ધરતી આપણે ત્યજી, ચાલો ભદ્રબાહુ Page #106 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૮૩ સ્વામીના ચરણે બેસીએ, ન ઝેર ન વેર.” યક્ષા કહે: “પિતાજી એમ જ કરીએ.” હે વત્સો, તમારા પિતાને એવી કાયરતા ન શોભે. વળી બીજો સ્વામી કે બીજી પ્રજા પણ ન હોય. મગધના લોકમાનસ પર ઝેરના ડાઘ ઊંડા ગયા છે તે મારા લોહીથી ધોવાશે. સાધુ થયા પછી પણ એ ડાઘ તો ઊભા રહેશે.” શ્રીયક: “બીજો કોઈ ઉપાય !” મને પ્રારંભમાં થોડોક ક્ષોભ થયો હતો. મહારાજાને મળવા રાજમહેલે ગયો, પરંતુ શંકા અને રોષથી ઘેરાયેલા મહારાજે મુલાકાત જ ન આપી અને રાતોરાત તેમણે આ નિર્ણય લીધો છે. મારે વેળાસર નિવૃત્ત થયું હતું, સ્થૂલિભદ્ર કુળપરંપરાનું પદ સંભાળે તેવી આશા હતી. તું પણ સંભાળે તેવો છે પરંતુ નિયતિમાં કંઈ જુદું જ લખાયું છે. હવે કોઈ અન્ય ઉપાયથી સમાધાન નહિ થાય. શ્રીયક, મહારાજાને હાથે મરું તો મહારાજાને કલંક લાગે, મારે મારા સ્વામીને માથે કલંક નથી આપવું અને કુટુંબનો વિનાશ પણ જોવો નથી. “સ્થૂલિભદ્ર મારા હૃદય પર ઘા કર્યો છે, પરંતુ તારે તો મહા પરાક્રમ કરવા પિતૃઆજ્ઞા ધારણ કરવાની છે. મને ખાતરી આપ કે ભર રાજસભામાં જ્યારે હું મહારાજાને શીશ નમાવું ત્યારે તલવારના એક જ ઘાએ મારા ધડ પરથી માથું જુદું પાડી મહારાજાને ચરણે ધરી દેવાનું છે.” શ્રીયક બે હાથે માથું પકડી રડી પડ્યો “ઓહ પિતાજી બીજો ઉપાય બતાવો.” બેટા ઉપાય હોત તો તારા પિતા જરૂર સ્વીકારી લેત. મહારાજા કંઈ અપકૃત્ય કરી બેસે તે પહેલાં જ તારે આ કાર્ય કરવાનું છે. મંત્રીપદની સમર્પણભાવનાને ઊજળી કરવાની છે. બેટા શૂરવીર થઈને તૈયાર રહેજે. છતાં તને પિતૃહત્યાનો દોષ નહિ લાગવા Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૪ સંયમવી૨ સ્થૂલિભદ્ર દઉં. તું તલવાર ઉપાડીશ તે પહેલાં મેં મારા મુખમાં તાલપૂટ વિષ મૂકી દીધું હશે. એટલે તું નિશ્ચિંત થઈ કર્તવ્યપરાયણ રહેજે.” બ્યક્ષા બેટા સ્થૂલિભદ્રને મારા આશીર્વાદ કહેજે” આમ કહેતાં પિતૃહૃદય ગદ્ગદ થઈ ગયું. સ્થૂલિભદ્ર માટે હજી પણ તેમના હૃદયનો એક ખૂણો ભીનો જ રહ્યો. સૌની આંખો પણ સજળ બની ગઈ. શ્રીયક, સમય આવે રાજકારણ ત્યજી દેજો અને તમે સૌ ધર્મનું શ૨ણ લેજો. મારા મૃત્યુને મગધની ધરાનો મહોત્સવ માનજો. મારી કર્તવ્યપરાયણાની કોઈ ખામી નથી પણ નિયતિને સ્વીકારવી રહી.’ સંતાનોના હૃદયમાં પિતૃતિયોગનું દુઃખ હતું. મહામંત્રી સ્વસ્થ હતા. સૌને પાસે બોલાવી તેમનાં મસ્તક સૂંઘ્યાં અને આશિષ આપ્યા. ભાઈબહેન સૌનાં હૈયાં ભારે હતાં. કોણ કોને સાંત્વન આપે. કાલની પ્રભાતનું ભાવિ સૌને મૂંઝવી રહ્યું હતું. રાત્રિ પૂરી થવા આવી હતી. ભારે હૈયે સૌ છૂટાં પડ્યાં. મહામંત્રીએ આવી તો કેટલીયે રાત્રિઓ વ્યતીત કરી હતી. આજની રાતનો તેમને એ સંતોષ હતો કે તેમની ભક્તિ તેમના ભોગે વધુ જ્વળ બનશે. કુટુંબ વિનાશથી બચી જશે. ત્યારે સ્થૂલિભદ્ર ક્યાં હતો ? તે રાત્રે મંત્રી પ્રાસાદમાં મંત્રીના આત્મવિસર્જનની ઘેરી વાતોથી સૌના હૈયામાં આગ જલતી હતી. બીજી બાજુ ભદ્ર-કોશા બાગમાં મહાલતાં હતાં. તેમના દિવસો ઉત્તરો ઉત્તર વિલાસરસથી માધુર્યપૂર્ણ થતા હતા. દિવસ ઊગતો આથમતો, રાત્રિ પડતી, પુનઃ સોનાવğ પ્રભાત થતું, કોશા નિતનિત નવા રંગરાગ રેલાવતી. વિલાસનો જાણે સાગર ઊમટ્યો હતો છતાં બંને જાણે અતૃપ્ત રહેતાં. બંને ભરયૌવનવંતા તેમાં ચારે બાજુ પથરાયેલા શૃંગારના કામદેવને ચળાવે તેવાં સાધનો હતાં. ભદ્ર ક્યારેક મૂંઝાતો. આ વિલાસની કોઈ તૃપ્તિ હશે કે નહિ ? છતાં કંઈ પણ છોડાતુંયે નહોતું. દરેક પળે તેની આસપાસ અવનવા Page #108 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર ચૂલિભદ્ર ૦ ૮૫ ભોગવિલાસનાં સાધનોનો પાશ વીંટાતો હતો. ભદ્રના જીવનને કોશાએ સ્વાધીન કર્યું હતું. એક પળ પણ તે ભદ્રને છૂટો મૂકતી નહિ. યૌવનમાં પ્રથમ કઠિન રીતે પાળેલા સંયમને હવે કોઈ મર્યાદાની જરૂર ન હતી. કોશા ભદ્રના સહવાસે બહારની દુનિયાને ભૂલી ગઈ હતી. અરે રંગશાળાના પછીનાં કાર્યો પણ ગૌણ થયાં હતાં, બસ ભદ્ર, ભદ્ર. અને ભદ્ર કોશાના પ્રેમપાશમાં પિતા, પિતાના આદર્શો, ભાઈ-બહેનના હેત સર્વ વિસરી ગયો હતો. કોશાના નૃત્ય સાથે વીણાના સ્વરને ગુંજતા કરતાં તે ક્યારેય થાકતો નહિ અને કોશા નૃત્ય કરતાં ક્યારે પણ થાકતી નહિ. ક્યારેક શ્રમિત થતા ત્યારે રાત્રિના વિકાસમાં તે શ્રમ ભાગી જતો. કોશા વિચક્ષણ હતી, ભદ્રમાં પુરાણા વૈરાગ્યનો છૂપો પડેલો કોઈ અંશ જાગ્રત ન થાય તે માટે ઉદ્યાનમાં ચિત્રશાળામાં રોજ નવું જ સર્જન એ કરાવતી. ભદ્ર તેમાં ખોવાઈ જતો. તેમાં પણ તેનાં નયનબાણ, મધુરવાણી, અંગમરોડ એવાં આકર્ષક હતાં કે ભદ્ર ક્યારેક તે આખા દેહને ઊંચકીને આલિંગન આપતો. કોશા ત્યારે સ્વર્ગીય સુખ અનુભવતી. જળક્રીડા, નૌકાવિહારની મસ્તી, કોઈ પળ એવી ન હતી બંને વિલાસ કે વિલાસના સાધનોથી મુક્ત હોય. અહીં મહામંત્રીના પ્રાસાદમાં થતી ચિંતાજનિત ચર્ચાઓનો કે પિતાએ સેવેલી આશાઓનો સંચાર પ્રવેશ પામે તેમ હતો. અરે રંગશાળાના કાર્યકર્મો પણ બંધ થયા હતા. એક ગુંજન ચાલતું “કોશા કોશા” “ભદ્ર ભદ્ર' તેમાં મહામંત્રીના આત્મવિસર્જનના કરુણ અંજામના અંશને હમણાં પ્રવેશવાનો કોઈ મોકો જ નહોતો. મંત્રીપ્રાસાદમાં પાછલી રાતે કોઈ ઊંઘી ન શક્યું. સૌનાં હૃદય હળવાં હતાં કે ભારે? કર્મની ગતિ અકળ છે. મહામંત્રી અને પૂચ કુટુંબની ભાગ્યરેખા પલટાઈ ગઈ હતી. પિતાનો નિર્ણય અડગ હતો. તે સિવાય અન્ય ઉપાય પણ ન હતો. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ૦ સંયમવીર ચૂલિભદ્ર મહામંત્રીનું આત્મવિસર્જન બીજે દિવસે રાજસભા ભરાઈ હતી. જ્યાં રોજની ગૌરવશીલ સભા અને આજની દાવાનળ સમી સભા ! રાજા નંદની આંખોમાં પણ ખુસ હતું. પ્રજા માટે મહારાજા અને મહાઅમાત્ય બંને સ્વામી જેવા હતા. આ બે વચ્ચે કંઈ યુદ્ધ મંડાય તો કોનો પક્ષ લેવો? મહારાજાની આજ્ઞા હતી કે મહાઅમાત્યને જેલ ભેગા કરી તેમના વિશ્વાસુ સેવકો, સ્વજનો, પુત્ર, પુત્રીઓ સૌને કેદ કરવા. એ રીતે ચારે બાજુ સૈન્ય ગોઠવાયું હતું. રાજસભામાં સૌ સચિંત હતા. થોડી વાર પછી મહાઅમાત્ય પધાર્યા. રોજની જેમ નિખાલસ અને પૂર્ણ સ્વસ્થતાથી આવતા સ્વામીભક્ત મંત્રીરાજની મુખમુદ્રા નિહાળી રાસભા નમી પડી. સૌના મનમાં થયું આ મંત્રી વિશ્વાસઘાતી ન હોય ! મંત્રીરાજે પોતાના આસન નજીક પહોંચી રાજસભા પ્રત્યે વેધક પણ સ્નેહભરી નજર નાખી. સૌનાં મસ્તક નીચા નમી ગયાં. પછી મંત્રીરાજે નંદરાજા પ્રત્યે નજર કરી, તેઓએ નજર ફેરવી લીધી. મંત્રીરાજે મહારાજાનું અભિવાદન કરવા પોતાનું મસ્તક નીચું નમાવ્યું. મહારાજા સૈનિકોને કંઈ આજ્ઞા આપે તે પહેલાં હવામાં એક નગ્ન તલવાર તોળાઈ અને ક્ષણ વારમાં મહાઅમાત્યનું માથું ધડ પરથી જુદું થઈ ગયું. આખી સભામાં મંત્રી રાજના લોહીનો છંટકાવ જાણે સૌને પવિત્ર કરવા રેલાઈ ગયો. ખૂન ખૂન ! પકડો, કોણ છે ખૂની? અરે આ તો મંત્રીપુત્ર શ્રીયક ! અને ખૂન પિતાનું ? પિતાના લોહીથી ખરડાયેલી તલવાર તેના હાથમાં હતી. શ્રીયકે પિતૃઆજ્ઞા પાળવા શૂરવીરતા દાખવી હતી, લોહી નીગળતી તલવારે નમ્રતાથી મહારાજાને માથું નમાવીને ઊભો રહ્યો. હૃદયમાં દુઃખનો દાવાનળ જલતો હતો. મહામંત્રીની ગૌરવવંતી કાયા જમીન પર ઢળી પડી હતી. તેમના Page #110 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૮૭ મસ્તક-મુખ પર સ્વામીભક્તિની એ જ ચમક હતી. નંદરાજ પાગલની જેમ ચીસ પાડી ઊઠ્યા. શ્રીયક તેં આ શું કર્યું ?” “મહારાજ કર્તવ્યનું પાલન કર્યું !” “તે પિતૃહત્યાથી ? મહાઅમાત્યના ખૂનથી ?” મહારાજા અત્યંત આક્રોશમાં બોલતા હતા. શ્રીયક: મહારાજા, અમારી કુળપરંપરાનો સેવાધર્મ છે કે મગધના શત્રુનું આ પૃથ્વી પર અસ્તિત્વ ન હોય. સાપ તો મરાયા હવે સાપના બચ્ચાં હાજર છે. આજ્ઞા આપો કોઈ શૂરા સામંતને હું અને મારી સાતે બહેનો હાજર છીએ. અમારા બલિ દ્વારા મગધ રાજ્યના હચમચી ગયેલા પાયાને સ્થિર કરો. પિતાજી ધન્ય બની ગયા અમને પણ તક આપો. પિતૃઆજ્ઞાનું પાલન અને મહારાજાના શંકાનિવારણ માટે પિતાનું બલિદાન દેવાયું છે.” આ સાંભળી નંદરાજાનું લોહી થીજી ગયું. સાથે સત્ય વસ્તુનું ભાન થયું. તેઓ કંપતા અવાજે બોલ્યા. એકેશ્વરી મહામંત્રી ગુમાવ્યા શ્રીયક તારો રાજા યુદ્ધમાં ક્યારે પણ ક્ષોભ પામ્યો નથી એટલો આજે હતાશ બન્યો છે. આવું મહામૂલું બલિદાન શા માટે આપ્યું? તેમનાં નયન સજળ હતાં. “મારો એકેશ્વર મહામંત્રી હું મારી જ ભૂલથી ખોઈ બેઠો” સભામાં ગુંજન થયું. “અમારા એકેશ્વર મહામંત્રી.” પણ હવે રાજાપ્રજાની બાજી હાથથી સરી ગઈ હતી. મહારાજ પિતાજી ભગવાન મહાવીરના શ્રમણોપાસક હતા. તેઓ માનતા કે વેરથી વેર શમતું નથી. મગધની ધરા ભોગ માંગે છે. તેમણે તેનું પ્રાયશ્ચિત્ત કર્યું. તેમનો છેલ્લો સંદેશ છે: “ભગવાન મહાવીરની ભૂમિને નિર્વેરથી સિંચજો.” શ્રેયકનાં ચક્ષુ આંસુથી ભરેલાં Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર હતાં. હૃદય રડતું હતું. પ્રજા દ્રવી ગઈ હતી. સૌ હતપ્રભ હતા. મહારાજાનાં નયનોમાં આંસુ ઝરતાં હતાં ! પુનઃ “શ્રી એકેશ્વર મંત્રી ખોયો. ભયંકર ભૂલ થઈ.” આખી સભા રડી રહી હતી. મહારાજા બીજું શું કરી શકે ? ઊભા થયા. મંત્રીરાજનું લોહી નીગળતું મસ્તક હાથમાં લીધું અને સિંહાસન પર સ્થાપ્યું. મંત્રીરાજને હવે શું લેવાદેવા હતી ? જીવતા હતા ત્યારે પણ સિંહાસનથી નિર્લેપ હતા. “શ્રીયક મહાઅમાત્યને શોભે તેવી અંત્યેષ્ટિક્રિયાનું આયોજન કરો અને આ મંત્રીમુદ્રાનો સ્વીકાર કરો. પિતાએ અધૂરા મૂકેલા તારા લગ્ન તારો પિતા બનીને હું કરીશ. એ રીતે હું પ્રાયશ્ચિત્ત કરીશ.' મંત્રીમુદ્રા માટે સ્થૂલિભદ્રને આમંત્રણ શ્રીયકે નમ્રતાથી કહ્યું : “મંત્રીપદને યોગ્ય મારા મોટાભાઈ સ્થૂલિભદ્ર છે. રાજદૂતને મોકલી મગધસુંદરી કોશાના આવાસેથી બોલાવી લો. 99 મહારાજાએ રથાધ્યક્ષને આજ્ઞા કરી. તે નમન કરી કોશાના આવાસે પહોંચ્યો. ભદ્ર-કોશા ચોપાટ ખેલતાં હતાં. બરાબર રંગ જામ્યો હતો. કોશા જીતતી હતી. ભદ્ર હારતો હતો. છતાં બંને ખૂબ આનંદમાં હતાં. તે જ સમયે ૨થાધ્યક્ષ હાજર થયો. કોશાએ કોપિત નયને તેની સામે જોયું. આજ્ઞા વગર પ્રવેશ ? રથાધ્યક્ષ ઊંચા શ્વાસે બોલી ગયો, “સ્થૂલિભદ્ર, મહારાજા નંદ તમને યાદ કરે છે.’’ “આટલે વર્ષે મને શા માટે યાદ કરે છે ?’ બે અગત્યનાં કામ છે : એક તો મગધના મહાઅમાત્યની, આપના પિતાજીની અંત્યેષ્ટિક્રિયામાં હાજર રહેવા અને મંત્રીમુદ્રાનો સ્વીકાર કરવા.” Page #112 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૮૯ “શું પિતાજી અવસાન પામ્યા?” “ના તેમની હત્યા કરવામાં આવી છે.” “હત્યા કોણે કરી ?” “શ્રીયકના હાથે “અરે જળમાંથી અગ્નિ પેદા થાય પણ શ્રીયક આ કાર્ય ન કરે. મને છેતરીને લઈ જવાની આ વાત છે.” સ્થૂલિભદ્ર ઉગ્ર થઈ ગયા. “આપ જાતે આવીને જુઓ.” ભદ્રના હૃદયમાં પિતાનું સ્થાન એવું પવિત્રપણે અંકાયેલું હતું કે જ્યારથી તેણે કોશાને સ્વીકારી ત્યારથી પોતાને પાપી માની, પિતાના પવિત્ર નામનું ઉચ્ચારણ પણ કર્યું ન હતું. એટલે ક્ષોભ પામીને પ્રથમ તો હતાશાથી કોશાનો કોમળ હસ્ત પકડી લીધો. પછી તરત જ હાથ છોડી ઊભો થઈ ગયો. કોશા હું જાઉં છું.” સ્વતઃ બોલ્યો : “શ્રીયકે કોઈ અદમ્ય કારણસર પિતાની હત્યા કરી હશે પણ મેં તો તેમને જીવનભર સંતાપ આપ્યો. આ ધરતી મારા પાપનો ભાર ઝીલી શકશે ?” કોશા પણ કિંકર્તવ્યમૂઢ થઈ મૌન રહી. ભદ્ર પળવારના વિલંબ વગર ચાલી નીકળ્યો. કોશા સજળ નેત્રો વડે તેને જોઈ રહી. મનમાં આશંકાઓનો ધોધ ઊમટ્યો. હવે શું? બારબાર વર્ષનું સ્નેહનું ઐક્ય આમ એક જ ઝપાટે તૂટી જશે! કોશા મનોમન સાંત્વના લેતી કે રંગશાળાના નિર્માણ પછી ભદ્ર જીવનસાથી તરીકે સ્થિર હતો. પાપ તાપ-સંતાપને કોશાના સમર્પણની શીતળતામાં સમાવી દીધા હતા. કેવું સ્વર્ગીય સુખ તે આમ એક નિમેષ માત્રમાં ઝૂંટવાઈ જશે? ના, ના તે તો હવે મહામંત્રીપદ લઈને પુનઃ પધારશે, પછી સુખમાં શું ખામી રહેશે? રથાધ્યક્ષે માર્ગમાં રાજખટપટની બધી જ વિગત જણાવી. તેઓ રાજદરબારે પહોંચ્યા. સ્થૂલિભદ્ર સ્મશાનયાત્રામાં નીચું મુખ રાખી જોડાયો. અંત્યેષ્ટિક્રિયા કરાઈ તે યંત્રવત જોઈ રહ્યો. Page #113 -------------------------------------------------------------------------- ________________ સંયમવી૨ સ્થૂલિભદ્ર લોક સહસ્ર મુખે બોલતું હતું અરેરે ક્યાં મહાઅમાત્ય અને ક્યાં મંત્રીનો વડો પુત્ર ! ભદ્રને જાણે વીંછીના ડંખ શ૨ી૨ને લાગતા હોય તેમ સાંભળતો હતો. પિતાના પાર્થિવદેહને ચંદનકાષ્ઠમાં જલતો જોતો પૂતળાવત સ્થૂલિભદ્ર રડી પણ ન શક્યો. એ શબને સ્પર્શ કરવા જેવી મારામાં યોગ્યતા નથી તેમ વિચારતો હતો. અંત્યેષ્ટિક્રિયા સમાપ્ત થઈ. સૌ વિદાય થયા, મહારાજા સ્થૂલિભદ્રના મુખની વેદના કળી ગયા, તેમણે તેને આશ્વાસન આપ્યું. ‘‘સ્થૂલિભદ્ર તારા જ પિતા મરણ નથી પામ્યા પૂરી મગધનગરીની પ્રજાના પિતા મરણ પામ્યા છે. હવે આ મંત્રીમુદ્રા શોભાવો અને રાજ્યની તથા પ્રજાની ખોટ પૂરી કરો.” મહારાજા મને થોડી વાર એકાંત આપો.” “પરંતુ જલ્દી પાછા વળજો.’’ સ્નેહીજનોને મળ્યા વગર ભદ્ર અશોકવાટિકામાં ગયો, સૌને લાગ્યું કે અરે આ તો પાછો ભાગ્યો કોશાના આવાસે. કોઈ ધિક્કારતા હતા, કોઈ દયા ખાતા હતા. સ્થૂલિભદ્રનું મહાભિનિષ્ક્રમણ તે અશોકવાટિકામાં પહોંચ્યો, એ ઘણું રમણીય સ્થળ હતું. ભદ્ર અહીં કોશા સાથે ઘણી વાર આવતો, કાવ્યરચનાઓ કરતો. આજે તે અતિ દુઃખથી ભરેલા દૈન્ય પ્રસંગે આવ્યો હતો. પશ્ચાત્તાપની ભઠ્ઠીમાં તે બળી રહ્યો હતો. અંત૨માંથી પોકાર આવતો હતો. “તારો જન્મ વ્યર્થ ગયો. ત્યાગમૂર્તિ પિતાની આશાઓને ભસ્મ કરી હત્યાનું નિમિત્ત બન્યો. હવે આ પાપ ક્યાં જઈને ધોઈશ ? શું આત્મહત્યા કરું ?” ક્ષણેક નાભિમાં પડેલા સંયમના સંસ્કારનો પ્રતિધ્વનિ સંભળાયો અને બુઝાઈ ગયો. આત્મહત્યા કરું, પછી ન કોશાનું આકર્ષણ. ન Page #114 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૯૧ રાજાનો આદેશ ન પ્રજાનો લોકાપવાદ બસ શાંતિ જ શાંતિ. પુનઃ અંતરધ્વનિ ઊઠ્યો, ભદ્ર આવી કાયરતા ! આત્મહત્યાથી કલંક ધોવાઈ જશે ? વળી તારા સંચિત કર્મ નાશ પામશે? તે તો આત્મહત્યા સાથે બેવડાશે, તને છોડશે નહિ. અને આત્મહત્યાના વિચારમાં તેણે કાયરતા જોઈ. તારી પાસે વિદ્યા છે, જીવન સુધારી લે. વાસનાને ભસ્મ કરી લે. નિર્મળતાનું સામર્થ્ય પેદા કર. જાણે સ્વર્ગસ્થ પિતા તેને પ્રેરક સંદેશો આપી રહ્યા હતા. “જાગ, બેટા જાગ. હજી સમય છે. જીવન સુધારી લે. મારા આશીર્વાદ છે.” જીવક આવું જ કહેતો હતો તેવું તેને અંતરમાં ઊઠ્યું. પિતાનો અપરોક્ષ ધ્વનિ તેના હૃદયમાં ઊતરી ગયો. નમેલું શીશ તેણે ઊંચું કર્યું. હૃદયમાં દબાઈ ગયેલો ધ્વનિ પ્રગટ થયો અહિંસા, સંયમ, તપ. સ્થૂલિભદ્ર ઊભો થયો. અંગ પર મુલાયમ વસ્ત્રો તેને ખેંચવા લાગ્યાં અને અલંકારો મણના બોજા જેવા લાગ્યા. તે ભાર ઉતારી ફક્ત એક સાદું લજ્જાવત્ર કમરે વીંટી દીધું અને દઢ નિર્ણય સાથે અશોકવાટિકામાંથી બહાર નીકળી રાજસભામાં પહોંચ્યો. આજની રાજસભા પણ પાપનું પ્રાયશ્ચિત્ત કરી રહી હતી. મહારાજા હિતશત્રુઓને યોગ્ય દંડ આપી રહ્યા હતા. વરરુચિ તો ભાગી જ ગયો હતો. રથાધ્યક્ષ અક્ષમ્ય ક્ષતિ માટે રાજાના ચરણે પડી જીવતદાન માંગતો હતો. તે સમયે ભદ્ર એક બાજુએ ઊભો રહ્યો. સૌ આશ્ચર્યથી જોઈ રહ્યા, મંત્રી મુદ્રા લેનારને શું વસ્ત્ર અલંકાર ત્યજી કિંઈ નવો વેશ લેવાનો હશે? મહારાજાએ સાશ્ચર્ય ભદ્રને જોયો. અતિ વાત્સલ્યભાવે પૂછ્યું. ભદ્ર વિચારી લીધુંને ! “હા મહારાજ ! પૂરો વિચાર કરી લીધો. પિતાજીની અધૂરી સાધના હું પૂરી કરવા પ્રયત્ન કરીશ. તે માટે દઢનિશ્ચયી છું. આશીર્વાદ આપો.” ધન્ય ભદ્ર, આજે મગધને પુનઃ સમર્થ પિતાનો પુત્ર મંત્રીપદે Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર “ધન્ય ભદ્ર, આજે મગધને પુનઃ સમર્થ પિતાનો પુત્ર મંત્રીપદે મળશે.” “હે પ્રજાજનો ખૂબ ઉત્સવ મનાવો.” ભદ્ર બોલી ઊઠ્યો. મહારાજા મારો આશય બરાબર સમજો. મંત્રીપદની સાધના તો મંત્રીશ્વરે પૂરી કરી છે, મારું તેવું સામર્થ્ય નથી. તેઓ મારી રાહ જોતા હતા કે હું તેમનો ભાર ઉઠાવું અને તેઓ ભદ્રબાહુજી પાસે સંયમની આરાધના કરી આત્મકલ્યાણ કરે પણ મારા પાપે તેમની તે ભાવના અધૂરી રહીમારે તે પૂરી કરવી છે, મારે એ પાપનું પ્રાયશ્ચિત્ત કરવું છે. મને રજા આપો હું જાઉં છું.” “ક્યાં જાય છે ભદ્ર? કંઈ સમજાતું નથી.” “મહારાજા, વનમાં સંભૂતિ મુનિના શરણમાં જવા મને આશીર્વાદ આપો. મારાં પાપોને સાધનાની ભઠ્ઠીમાં બાળવા રજા આપો. હું સૌની ક્ષમા માંગું છું. મારાં પાપોની સૌ સહાનુભૂતિ દાખવજો.” “તેણે રાજસભા તરફ એક દૃષ્ટિ કરી લીધી. સ્થૂલિભદ્ર ભાઈ તથા બહેન તરફ જોયું. સૌ રડતાં હતાં. “ભાઈ ચાલો ઘરે ચાલો. સર્વ સમૃદ્ધિ તમારી છે. પિતાનું સ્થાન લઈ અમને સંભાળી લો.” કોમળ પુષ્પ જેવી કોશાના કેદમાંથી છૂટેલાને આજે આ સ્નેહની કેદ રોકી શકે તેમ ન હતી. “બહેનો, ભાઈ શ્રીયક મને માફ કરો. તમે સૌ નખશિખ પવિત્ર છો. હું નખશિખ અપવિત્ર. એનો મેળ ન થાય.” યક્ષા : “ભાઈ તારું હૃદય પ્રાયશ્ચિત્તથી પવિત્ર થયું છે. પાપની મૃતિને હવે તારે ભૂલી જવાની છે. શ્રીયકના લગ્નોત્સવમાં મોટાભાઈ તરીકે તું ફરજ બજાવતો જા.” “બહેન ! તમે મારા સન્માર્ગમાં સહાયક થાવ. સંસારના રંગરાગ મને હવે ડંખે છે. મને તેમાંથી મુક્ત થવા દો.” “સંસાર મારે માટે મભૂમિનું અરણ્ય છે. વનની વાટે સંયમ Page #116 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર ધૂલિભદ્ર • ૯૩ મારે માટે પાપના પ્રક્ષાલનનું અમોઘ સાધન બનશે. ભોગવેલા વિલાસો ને વિકારો વિસ્તૃત બનશે, રાખ બની જશે. તમે સૌ મને સંયમ માટે શુભાશિષ આપો. તમારા સર્વેની ક્ષમા માંગું છું. મહારાજા, ભાઈ, પવિત્ર બહેનો, સૌ સ્વજનો મારા જેવા પાપી પ્રત્યે સહાનુભૂતિ રાખજો.” સ્થૂલિભદ્ર થોડી વાર મૌન રહ્યા. આખરે એક નિસાસો નાખી બોલ્યા. “હે શ્રીયક હવે અંધારા ઉલેચાઈ ગયાં છે. ભૌતિકવિલાસની ભૂંગળો ભાંગી ગઈ. ધર્મનાં દ્વાર ખૂલી ગયાં છે. હવે સૌને છેલ્લી સલામ. મને સત્ય લાધ્યું છે. હું શાશ્વત પંથનો પથિક, પિતાએ આપેલા સંસ્કારો તેમના બલિદાનથી જાગી ગયા છે. હવે હું આ જગતમાં કોઈનો ભાઈ નથી. રાજમંત્રી નથી. અરે! કોશાના રંગભવનનો વિલાસી પ્રેમી નથી. વળી વિષયભોગમાં રમનારો કીડો નથી. હવે હું સત્યધર્મનો ચાહક છું. હવે આચાર્ય સંભૂતિ મુનિ મારું શરણ હો.” અને સડસડાટ તે વનની વાટે ચાલી નીકળ્યો. યક્ષા: “શ્રીયક, ભાઈ પિતા જેવા કર્મવીર હતા તેવો ભાઈ ધર્મવીર થઈને કુળને દીપાવશે. એના બધાં જ પાપ ધોવાઈ ગયાં છે. તેનાં પગલાંની ચરણરજ પવિત્ર થઈ છે. આજ સુધી આપણને ભાઈના કારણે શરમ ઊપજતી હતી પણ લાગે છે ભાઈને હવે પાપ સ્પર્શી નહિ શકે. ધન્ય છે તેને.” - સ્થૂલિભદ્રને જતો નિહાળીને ભાઈબહેનો અહોભાવથી નમી રહ્યાં. રડતાં સ્વજનો નેહભર્યો સદ્દભાવ, રાજાનો આવકાર, પ્રજાના સન્માન, સૌને મૂકી ભદ્ર ચાલ્યો. ચાલ્યા જતાં સ્થૂલિભદ્રને અને તેનાં પગલાંને સૌ પૂજ્યભાવથી જોઈ રહ્યાં. સંસાર પણ ખેલ ખલકના નાટક જેવો છે. મંત્રીરાજની અંત્યેષ્ટિક્રિયા સમાપ્ત થઈ. ભદ્ર સન્માર્ગે વિદાય થયો. મહારાજાએ રાજ્યની શાંતિનાં કાર્યો સમેટ્યાં, કેટલાક દંડને પાત્ર થયા. વરરુચિ તો ભાગી Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ૦ સંયમવી૨ સ્થૂલિભદ્ર જ ગયો હતો. રથાધ્યક્ષે કરેલી અક્ષમ્ય ક્ષતિ માટે નમીને જીવતદાન માંગી પુનઃ લીધું. ભૂતકાળની તેની સેવા અને પરાક્રમોને કારણે તેને જીવતદાન મળ્યું. રાજસભામાં કેટલાક અભિનય ભજવાઈ ગયા. મહારાજે આજ્ઞા કરી. “શ્રીયકને મંત્રીમુદ્રા પહેરાવો અને તેનો સાત દિવસ પછી લગ્નોત્સવ શરૂ કરો, તેમના પિતાનું સ્થાન અમે લઈશું.” આમ સર્વ કાર્યો નિયતિ પ્રમાણે પૂર્ણ થયાં. એકલો જાને રે 66 સ્થૂલિભદ્રે પાટલીપુત્ર નગરની સીમા છોડી જંગલની વાટ પકડી. ખુલ્લે પગે અર્ધખુલ્લા દેહે કાંટા કાંકરાના માર્ગો વીંધી આગળ ચાલ્યો. પણ ક્યાં જવું ? કાંઈક મૂંઝાયો. તેને રાજવૈભવો અને ઊંચનીચના ભેદરહિત સ્થળે જવું હતું. જ્યાં મોહમાયાનો ઘેરાવો ન હોય એવા ની૨વ સ્થાનને તે ઝંખતો આગળ વધ્યો. કુદરતનું સૌંદર્ય ઘડીભર મીઠું લાગતું હતું પણ તેને તો આ બધું ત્યજી દેવું હતું. તેનો હાથ પકડનાર ગુરુની તેને જરૂર હતી. અચાનક તેને યાદ આવ્યું કે પિતાજી સાથે મહાયોગી ભદ્રબાહુ અને સંભૂતિ મુનિ પાસે તે જતો હતો. ભદ્રબાહુ તો એકાંતવાસમાં હતા. પરંતુ આ પ્રદેશના ઉદ્યાનમાં શ્રી સંભૂતિવિજ્ય મુનિરાજ બિરાજતા હતા. તેને થયું કે મારું મનદુઃખ મુનિરાજ દૂર કરી શકશે ? સાધુત્વમાં સઘળાં પાપો નાશ કરવાની અને સંસારથી બચાવવાની શક્તિ છે. પિતાજી એ માર્ગે જવાના હતા. હું તે જ માર્ગે જઉં ? આમ વિચારી તેણે તે ઉદ્યાન તરફ પગ ઉપાડ્યા. પિતાજી સંયમના માર્ગે જવાના ભાવ કરતા હતા તેમાં મેં જ અંતરાય કર્યો. હવે એ માર્ગે જઈને મારું આંશિક કર્તવ્ય બજાવી શકીશ. સંયમ એટલે સાધુત્વ. પ્રારંભમાં કષ્ટદાયક પણ પરિણામે અમૃત. આમ વિચારી તે આગળ વધતો હતો. Page #118 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૯૫ ઓહ ! કેટલાય વર્ષોથી સેવેલો કોમળતાયુક્ત દેહ આજે તવાઈ રહ્યો હતો. પગે ચીરા પડ્યા હતા. આજે તો તે રણસંગ્રામના યોદ્ધાની જેમ ત્યાગમાર્ગે જઈ રહ્યો હતો, એટલે કાયાની માયા વિસરાઈ ગઈ હતી. મનમાં લગની હતી. સંભૂતિમુનિના ચરણના સેવનની. શ્રી ભદ્રબાહુના ગુરુબંધુશ્રી સંભૂતિમુનિ હજારો સાધુસાધ્વીગણના આચાર્યપદે હતા. જૈન સંઘો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે ક્ષુદ્ર સૌને માટે તે સન્માનનીય હતા. શ્રી ભદ્રબાહુ ચ૨મ શ્રુતકેવળી ચૌદ પૂર્વના પરમ જ્ઞાતા હતા. ૫૨મ સિદ્ધિઓના એ ધારક હતા. મહાસંયમી હતા. મહાપ્રાણ સાધનામાં રહેલા તે યોગીને કાતિલ ઠંડી કે મેઘવર્ષાં સ્પર્શી ન શકતી. ક્ષુધા, તૃષા જેવા દૈહિક પિરબળો તેમના દાસ હતા. તેમનાં વચનો મંત્રસમાન સામર્થ્યવાળાં હતાં. અસ્થિગ્રામના ઉપદ્રવ સમયે જેમણે ઉવસગ્ગહ૨ સ્તોત્રની રચના કરી ઉપદ્રવનું નિવારણ કર્યું હતું. એકાંતમાં ધ્યાનસ્થ રહેવા છતાં તેમના સંયમની પવિત્રતાથી જરૂર પડે સંઘના ઉપદ્રવનું નિવારણ કરતા. પ્રાસાદમાં પધારતા સાધુજનોના બોધને યાદ કરતો તથા પિતા પાસે સાંભળેલા આ સ્મરણોને યાદ કરતો સ્થૂલિભદ્ર મને મુનિરાજ તા૨શે તેવા ભાવ સાથે મુનિરાજ પાસે પહોંચ્યો. વિનયપૂર્વક વંદન કરી બેઠો. મહાન ગુરુદેવ સંભૂતિ મુનિના ચરણે પાપનો એકરાર ધર્મલાભ' “ધર્મલાભ”નું શ્રવણ થતાં જ સ્થૂલિભદ્રને ખૂબ શાંતિ મળી. “ગુરુદેવ હું સામાન્ય પાપી નથી. મારાં પાપો સામે હિમગિરિ નાનો છે. આ દેહ ગણિકાના સંગથી અપવિત્ર થયેલો છે. મારા મસ્તક પર મહામંત્રી શકટાલ પિતાના બલિદાનનું ભયંકર કલંક છે. મારું શ્રેષ્ઠ નાગકુળ તેને મેં લજવ્યું છે. શું આવા અધમ પાપોથી હું મુક્ત થઈ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર શકીશ !” ગુરુદેવ : “સ્થૂલિભદ્ર તારો જીવનવૃતાંત મેં જાણ્યો. તારા પિતાનો મને પરિચય છે. તારા શબ્દોમાં હ્રદયને પાવન કરવાની જ્વાલા પ્રગટી છે. તું કાંચન જેવો પવિત્ર થઈ શકે છે. માટીયુક્ત કાંચનને અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે છે. તેમ તારા સાચા પશ્ચાત્તાપરૂપી અગ્નિથી તારાં પાપો નાશ પામશે અને તું વિશુદ્ધ થઈ જશે.” “મારા અંતરમાં પડેલા સૂક્ષ્મ વિકારોનો નાશ થશે ?”’ ગુરુદેવ : તું સાંસારિક ભ્રમણાનો ત્યાગ કરી નિર્દોષ બની જા. તે ભ્રમણાઓ પ્રત્યે ઉપેક્ષા કર. ઇન્દ્રિય વિષયનો વિજેતા થઈ સંયમવી૨ તરીકે નવો જન્મ ધારણ કરી લે. સાધુત્વથી સઘળાં પાપોનો નાશ થશે.’’ “અન્યોન્ય ત્યાગ પર નભતા સંસારમાં ગૃહસ્થોનો સ્વજનોનો પ્રેમ તો જરૂરી છે તેં તે તત્ત્વને યથાર્થપણે ન સ્વીકાર્યું તેથી દુ:ખી થયો છું.” સંભૂતિ મુનિને શરણે જઈને તેણે પુનઃ અંતરવ્યથા વ્યક્ત કરી, સ્થૂલિભદ્ર પશ્ચાત્તાપથી સળગી રહ્યો હતો. આત્મા જાગ્રત થયો હતો. પુનઃ બોલ્યો “ગુરુદેવ હું મહાપાપી છું. મારો ઉદ્ધાર કરો. મહાઆમાત્ય શકટાલનો પુત્ર, મારું કુળ ઉત્તમ પણ કાર્યો અધમ છે. ગણિકાના સહવાસથી આ દેહ પણ અતિ અપવિત્ર છે'' ભદ્રની આંખોમાં આંસુની ધારા હતી. “વત્સ વધુ કહેવાની જરૂર નથી. તારું હાર્દિક પ્રાયશ્ચિત્ત જ તારા પાપને ધોઈ નાંખશે, સુવર્ણને અગ્નિસ્પર્શ થયો છે તે જરૂ૨ શુદ્ધ થશે.’’ ગુરુદેવ, શું મારા દેહના અણુઅણુએ વ્યાપેલી વાસના નાશ પામશે ? મારા આત્માને શાંતિ મળશે ? પિતાના બલિદાનનું કલંક લઈને આવ્યો છું. આ રીતે ઋણને લજવ્યું છે.” “તું તારા ભૂતકાળને ભૂલી જા. સાધુત્વમાં એવું સામર્થ્ય છે કે તે જન્મોજન્મની વાસનાને ભસ્મ કરી શકે છે.” Page #120 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર ટ્યૂલિભદ્ર ૦ ૯૭ ( ગુરુદેવનો બોધ : સંભૂતિ મુનિ: માતાપિતાનું ઋણ અગાધ છે, સાથે સમગ્ર વિશ્વનું તારા પર અનેકગણું ઋણ છે. જ્યાં જ્યાં જન્મ્યો ત્યાં તને તે તે સંબંધી સ્વજનોએ કેટલી સહાય કરી હશે? આ સિવાય આ જગતના જીવમાત્રને ઉપકારી પાણી, પૃથ્વી, અગ્નિ, વાયુ વનસ્પતિ વગેરેના જીવોનો પણ કેટલો ઉપકાર છે! તને પગ મૂકવાની જગ્યા આપનાર પૃથ્વીકાયના જીવો, તૃષા લાગે ત્યારે જળકાયના જીવો, ભૂખ લાગે ત્યારે વનસ્પતિ તથા અગ્નિકાયના જીવો, અરે શ્વાસ લે ત્યારે વાયુકાયના જીવો અને આ વસ્ત્રો, પાત્રો, વિષયોના સાધનોમાં કેવળ અનેક જીવોનું ઋણ ચઢ્યા જ કરે છે. તે આજ સુધી કોઈનું ઋણ ચૂકવ્યું છે ?” સ્થૂલિભદ્ર પશ્ચાત્તાપના અંતરદાહથી બળી રહ્યો હતો. આંખોમાંથી નિરાધારતાનાં અશ્રુ વહી રહ્યાં હતાં. “ગુરુદેવ આ સર્વેનું અને માતાપિતાનું ઋણ કેવી રીતે વાળી શકીશ? કોઈ ઉપાય બતાવો”. સંભૂતિ મુનિ: “હે સ્થૂલિભદ્ર ! સમગ્ર વિશ્વનું કે માતાપિતાનું ઋણ ચૂકવવાનો શીઘ માર્ગ સંસારત્યાગ – અણગારથી છે. સ્વના સુખનો ત્યાગ કરી સર્વના હિતનો વિચાર કર. તે સાધુ થવાથી જ શક્ય છે. જેમાં સમગ્ર જીવોની રક્ષા થઈ શકે છે.” અપૂર્વ સાધના સ્થૂલિભદ્ર મુનિના ચરણમાં ઝૂકી પડ્યો, શરણ સ્વીકાર્યું. ગુરુના ચરણ સ્વીકારીને દીક્ષા ગ્રહણ કરી. પેલી ભાવના જાણે સાકાર થઈ; કે “કોશાના પ્રેમીને બદલે વીતરાગના ધર્મનો ધર્મી બનું.” અંધકારમાંથી સત્યના પ્રકાશમાં સ્થૂલિભદ્રનો પ્રવેશ થયો. તે સુવર્ણથાળના મિાનને બદલે મૂઠીભર સૂકાં ધાન ખાઈને, સંગેમરમરના સ્નાનકુંડમાં કોમળાંગી કોશા સાથે જળક્રીડા મૂકી Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૮ • સંયમવીર સ્થૂલિભદ્ર વૈશાખના ધોમ ધખતા તડકે બેસી કાયોત્સર્ગ કરે છે. સુંવાળી સેજ અને કોશાનો સંગ ત્યજી એક ખૂણામાં રાત્રિ વિતાવે છે. જે કોશા તેની કોમળ કાયાને સાચવવા પંખો વીંઝતી હતી તે કાયા પર બેસી મચ્છર, ડાંસ લોહી પીએ છે, જરીયાનાના વસ્ત્રોને બદલે જીર્ણશીર્ણ વસ્ત્રો ધારણ કર્યા છે. આમ પૂર્વજીવનની મલિનતાને, વિલાસી જીવનની વાસનાના સંસ્કારને તપશ્ચર્યાના અગ્નિમાં હોમી દઈ પવિત્રતામાં તેણે પ્રવેશ કર્યો. મુનિ સ્થૂલિભદ્ર આવી કઠોર સાધુચર્યામાં શાંતિ અને અનેરો આનંદ અનુભવ્યો. ચિત્તપ્રસન્નતાની અખંડધારામાં જીવન હળવું બન્યું. આથી હર્ષ-વિષાદ, રાગ-દ્વેષ, જીવન-મરણ જેવા કંદોથી મુક્ત થતા ગયા. ગુરુદેવની નિશ્રામાં અવિરતપણે સાધના કરતા, ક્યારેક ક્ષતિ થતી ત્યારે ગુરુદેવ વાત્સલ્યપૂર્વક જગાડી દેતા. આમ સાધના વડે મન, વચન, કાયા પર પૂરો સંયમ પ્રાપ્ત કર્યો. હવે તેમને આ જગતના કોઈ પ્રલોભનો ચળાવી નહિ શકે. ગુરુ શિષ્ય બંનેને તેવો વિશ્વાસ પેદા થયો. મુનિ સ્થૂલિભદ્ર ગુરુચરણમાં સાધુવેશ ધારણ કરી ગુરુદેવને સમગ્રપણે સમર્પિત થઈ ગયા હતા. પાપના પ્રક્ષાલન માટે સૌ પ્રથમ વડીલ સાધુજનોની વૈયાવચ્ચ વિનય સહિત કરવા લાગ્યા. તપ દ્વારા ઈન્દ્રિય, દેહ અને વાસનાનું દમન કરવા લાગ્યા અને જ્ઞાનની આરાધનામાં અપ્રમત્તપણે ગૂંથાઈ ગયા. તેમની સાધના અપૂર્વ કોટિની હતી. કોશાના આવાસના યૂલિભદ્ર અને આજના યૂલિભદ્ર ઓળખવા શક્ય ન હતા. તેમને પ્રિય-અપ્રિય સુકોમળ અને શુષ્ક બધું સમાન હતું. ભૂતકાળ તો ગુરુકૃપાએ એવો ભૂંસાઈ ગયો કે વાસનાનું એક છિદ્ર ન ટક્યું. ક્યાંક ક્ષણકાર્ય સ્મૃતિ ઝબકતી ત્યારે સજાગ થઈ તેને મનપ્રદેશથી દૂર ફેંકી દેતા. Page #122 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર ૯૯ ગુરુદેવ કહેતા, વત્સ કામનું ઔષધ કામ અર્થાત્ વૈયાવચ્ચ, તપ, સ્વાધ્યાય, ધ્યાન વગેરે છે. ભદ્રને નવજીવન પામ્યાનો આત્મિક આનંદ હતો. ગુનિશ્રામાં સમર્પણથી અને ધર્મબળે તેનામાં એવી શક્તિ પ્રગટ થઈ હતી કે ભોગના ભોગ થવાને બદલે ભોગ તેમના તપતેજનો બલિ થઈ ગયો હતો. વળી તેમની જ્ઞાનપ્રતિભા પણ ઉજમાળ હતી. આથી ગુરુદેવ તેમને ભાવિ ઉત્તરાધિકારીને યોગ્ય જ્ઞાનદાન કરતા. ( મુનિઓની અપૂર્વ સાધના છતાં – માનવમન વિચિત્ર છે. સાધુતામાં પણ દોષને જાણે, છતાં દૂર કરવામાં છેતરે છે. ભદ્રમુનિની પ્રગતિ સ્પર્ધારહિત સહજ અને નિર્દોષ હતી. પરંતુ અન્ય મુનિઓને તેજોદ્વેષ થતો. આને કારણે ત્રણ શિષ્યો જેમને પોતાના સામર્થ્યનો ભ્રમ હતો, તેઓ ગુરુદેવ પાસે આવ્યા. તેમણે વિચાર્યું કે ગુરુદેવ વિલાસી જીવન જીવેલા નવા સાધુને ઘણું મહત્ત્વ આપે છે. તેમને આપણે આપણી સાધનાની શક્તિનો ખ્યાલ આપવો જરૂરી છે. પ્રથમ શિષ્યઃ ગુરુદેવ દક્ષિણ દિશામાં એક નરમાંસ ભક્ષી વાઘની ગુફા છે. તે ગુફાકારે ચાતુર્માસ કરી મારે વેર સામે નિર્વેરની શક્તિ પારખવી છે.” ગુરુદેવઃ “તથાસ્તુ.” બીજા તેજોદ્વેષી મુનિએ આજ્ઞા માંગી કે “થોડે દૂર જંગલમાં ભયંકર દૃષ્ટિવિષ સર્પ છે. તેના એક ફુત્કાર માત્રથી પ્રાણ નાશ પામે છે. ત્યાં હું ઉપવાસી રહી ચાતુર્માસ ગાળવા ઈચ્છું . અહિંસા ભાવથી હિંસક ભાવને પરાસ્ત કરીશ.” ગુરુદેવ: “તથાસ્તુ” ત્રીજો શિષ્ય : “હું કૂવાના કાંઠે બેસી ચાતુર્માસમાં કાયોત્સર્ગ આરાધના કરવા ઇચ્છું છું. આપ આજ્ઞા આપો.” ગુરુદેવ: “તથાસ્તુ” Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧) • સંયમવીર સ્થૂલિભદ્ર આ મુનિઓ માનતા હતા કે ક્યાં અહીંના બાળ બ્રહ્મચારી સાધુઓ અને ક્યાં વિલાસી જીવનવાળો નવો મુનિ ! તેની સાધુતાનો રંગ પતંગ જેવો હોય. વળી આપણે આપણું સામર્થ્ય ગુરુદેવને બતાવવું જોઈએ અને નવા સાધુને પણ આપણી લબ્ધિશક્તિનો ખ્યાલ આવે. ગુરુદેવ જ્ઞાની હતા તેઓ જાણતા હતા કે આ મુનિઓના મન નિર્દોષ નથી. સાધના પરિપક્વ થતાં પહેલાં તેઓ આ સાહસ કરે છે. સાધુની શક્તિનું પ્રદર્શન ન હોય. કેવળ આત્મવિકાસની શુદ્ધિ તેમની સાધના હોય. જેવું ભવિતવ્ય એમ જાણીને ગુરુદેવે આશિષ આપ્યા. “તમે કરેલા સંકલ્પ પ્રમાણે જાઓ અને આત્મશુદ્ધિની વૃદ્ધિ કરો.” સાધના તો ઉત્કૃષ્ટ થશે. પરંતુ આત્મવિશુદ્ધ અગત્યની છે તેમ ગુરુદેવના કહેવાનો મર્મ હતો. સ્થૂલિભદ્ર ત્યાં જ બેઠા હતા. મૌન હતા. ગુરુદેવ: “કેમ ભદ્રમુનિ તમારો શો વિચાર છે ?” ( ગુરુઆજ્ઞાને આધીન ગુરુદેવ આપની આજ્ઞા અને કૃપા હોય તો પાટલીપુત્ર કોશાની ચિત્રશાળા છે, જ્યાં હું બાર વરસ વિલાસમાં રહ્યો હતો, ત્યાં તમામ જાતના રસથી યુક્ત આહાર લેતા, વળી તપ સ્વાધ્યાયની ઉચ્ચ આરાધના કરવા ચાતુર્માસ ગાળવા ઇચ્છું છું. તે સાથે કોશાને ધર્મમાર્ગે વાળવાની ભાવના રાખું છું.” “તથાસ્તુ.” ગુરુદેવને સ્થૂલિભદ્ર મુનિની નિર્મળતામાં વિશ્વાસ હતો. એક શુભ દિવસે ચારે મુનિરાજ સૌ સૌના સ્થળે જવા રવાના થયા. પેલા ત્રણના ચિત્તમાં તેજોદ્વેષની મલિનતા હતી. તેમની સાધના દુષ્કર અને અપૂર્વ હતી. પણ તેમાં આવો સૂક્ષ્મ ડાઘ લાગી ગયો. ભદ્રમુનિ કેવળ ગુરુદેવની કૃપાને જ ધારણ કરી પાટલીપુત્ર જઈ Page #124 -------------------------------------------------------------------------- ________________ સંયમવી૨ સ્થૂલિભદ્ર – ૧૦૧ રહ્યા હતા. એ જ પ્યારી પિતૃભૂમિ સાથે જન્મોનો ઋણાનુબંધ હતો. કોશા જેવી સૌંદર્યમૂર્તિના કામણગારા દેહનો સહવાસ, તેનો શૃંગારિક આવાસ. આવા મોહગ્રસિત સ્થાન તરફ મુનિ નિશ્ચલભાવે જઈ રહ્યા હતા. મોહરાજા અહીં નબળો પડ્યો. મુનિની સ્મૃતિમાં અંશમાત્ર સ્કૂલના ન હતી. તેમના હૃદયમાં ઉત્તમ ભાવો ભર્યા હતા. કોશાને વાસનાના વિષથી મુક્ત કરી અમૃત આપવું. તેના દાસદાસીઓને પણ પુણ્યવંતુ જીવન આપી અધમમાર્ગેથી પાછા વાળવા. આમ સ્વ-પર ઉપકારી સાધનાના ઉત્તમ ભાવોમાં મુનિ આત્મિક આનંદ માણી રહ્યા હતા. ગુરુદેવ પ્રત્યેના બહુમાન અને શ્રદ્ધા વડે, તેમની જ કૃપા વડે પોતે સંયમમાં દૃઢ રહેશે તેવો ભાવ રાખી અડગ શ્રદ્ધાથી પાટલીપુત્ર તરફ ડગલાં ભરતા હતા. કોશાનો વિરહાગ્નિ ભદ્રના ગયા પછી વિરહવેદનામાં જલતી કોશાના કંઠમાંથી સંગીત સુકાઈ ગયું હતું. શૃંગારવિહોણી એ રૂપસુંદરીના શણગારો પણ નિરુપયોગી થઈ પડ્યા હતા. કદી એ વિરહનાં ગીતો ગાતી ત્યારે માનવીને તો શું પણ ઝાડપાનને રડવાનું મન થતું. રાતોની રાતો જાગરણમાં વીતતી. દાસીઓ સખીઓ સૌ ચિંતા કરતાં કહેતાં : હવે આરામ કરો. પણ તેનો આરામ લૂંટવાઈ ગયો હતો. કળાકૌશલ્યમાં નિપુણ કોશાનું બધું જ હીર વિરહમાં ચૂંટાઈ ગયું હતું. ભદ્ર આવશે એવી આશામાં ક્યારેક સુંદર કમનીય વેશપરિધાન કરીને, નૃત્યની તૈયારી કરી ઉમંગભેર રાહ જોતી. અંતે નિરાશ થઈ, સઘળો શણગાર ત્યજી વિરહવ્યથાથી મૂર્છિત થઈ જતી. તેનો અંતરનો જખમ ઘણો ઊંડો હતો. પરિચારિકાઓ પણ તેની વ્યથા જોઈ દ્રવી જતી. દાસીઓ નવા રાજકુમારોને આમંત્રણ આપતી પણ કોશા કોઈના સામે નજર માંડતી ન હતી. તેને કામના હતી એક ભદ્રની. બાકી Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ૦ સંયમવર સ્થૂલિભદ્ર સર્વ પ્રત્યે તે વિરક્ત હતી. શ્રીયક આવીને આશ્વાસન આપી ગયા પરંતુ કોશાનો વિયોગ કારમો હતો. ચિત્રશાળા અને રંગભવનમાં ધૂળ ચઢી હતી. તેને માટે એ સર્વ વસ્તુઓ અને જગાઓ સ્મશાનવત હતાં. હવે એક જ ગુંજન ભદ્ર, ભદ્ર. દાસીઓ કહેતી ભદ્ર હવે અણગાર બન્યા છે તે ક્યારે પણ નહિ આવે. આથી કોશા મુનિને આહારાદિ દાન આપવા લાગી. કેમ જાણે મુનિ બનેલા ભદ્રને એની ભાવના પહોંચે, અને તેના દ્વારે આવે ! તે દાસીઓને કહેતી કે “આવાસનો આકાશદીપ જલતો રાખજો, આપણે સૌ જાગતા રહીશું કારણ કે ભદ્ર આવે ને અંધકાર જોઈને કે ઉચિત સ્વાગત વગર પાછા ફરી ન જાય. તે આવશે, જરૂર આવશે” એમ રાતોની રાતો તે બારીએથી વાટ જોતી બેસી રહેતી. એક દિવસ તે ગવાક્ષમાં ઊભી હતી તેણે દૂરથી કુમારને મુનિવેશમાં આવતા જોયા, શરીરનું સૌષ્ઠવ જોઈ તરત જ ઓળખી ગઈ, ઊભી થઈ દોડવા લાગી. દાસીઓને સૂચના આપી : “જાઓ ચિત્રશાળા શણગારો, વિરામસ્થાન સજાવો, રસવતી રસોઈ તૈયાર કરો. મારા શણગાર હાજર કરો. ભદ્ર આવી રહ્યા છે.” અરે રે દેવીને ગાંડપણ વળગ્યું લાગે છે.” પરંતુ દાસીઓએ જ્યારે દૂરદૂર નજર કરી ત્યારે એક અણગાર ભવન તરફ ચાલ્યો આવતો હતો. એ જ સ્થૂલિભદ્ર. પણ, અરે તેણે કેવો વેશ પહેર્યો છે? કેવો કૃશ કાય થઈ ગયો છે! છતાં કંઈ તેનું મુખ છાનું રહે? સૌએ ઓળખી લીધા કે એ જ ભદ્ર છે. એ જ ગૌરવશીલ પણ ગંભીર પગલે ચાલી આવતા સૌએ ભદ્રને ઓળખ્યા. પુનઃ કોશાના આંગણે મુનિ સ્થૂલિભદ્રને દૂરથી ચિત્રશાળા તરફ આવતા જોઈ કોશા દોડી. ભદ્ર મુનિવેશમાં હતા. તેમના મુનિપણાની પવિત્રતાથી કોશા સ્વયં પોતાના ભાવાવેશને રોકી રહી, ચિત્રશાળાના પ્રવેશદ્વારમાં Page #126 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૧૦૩ ધર્મલાભ' કહી ઊભેલા મુનિના ચરણમાં પડી પ્રણામ કર્યા. મુનિના મુખ પર સંયમશીલનું તેજ હતું. ચિત્ત પૂર્ણ સ્વસ્થ હતું. પણ કોશા અત્યંત ઉમંગમાં અને પ્રેમના આવેગમાં હતી. મુનિનો ધર્મ હતો પ્રવેશની સંમતિ જોઈએ. મુનિને સ્થિર ઊભેલા જોઈ કોશા હાથ જોડીને બોલી: “પધારો.” પધારો કહેતાંની સાથે કોશા ભદ્રને ભેટવા આવેગમાં આગળ વધી, સ્થૂલિભદ્ર હાથ ઊંચો કરી ત્યાં જ અટકાવીને બોલ્યા. “કોશા ચાતુર્માસની સ્થિરતા માટે આવ્યો છું. ચિત્રશાળામાં જગા મળશે ?” કોશા આ સાંભળી ક્ષોભ પામી ગઈ. “અરે મારા નાથ આ તન, મન, ધન, પરિજન, ચિત્રશાળા આપનાં જ છે. તમારે પૂછવાનું હોય? આવો પધારો.” “કોશા મારે ફક્ત ચિત્રશાળામાં થોડી જગા જોઈએ” એમ કહી સ્થૂલિભદ્ર ચિત્રશાળા તરફ વળ્યા. સ્થળ તો જાણીતું હતું. મુનિ થઈને આવ્યા હતા ને ! કોશાએ દોર્યા તેમ તેમની પાછળ જઈ ચિત્રશાળાના એક ખૂણામાં પોતાનું આસન પાથરી સ્થાન લીધું અને પોતાની પ્રમાર્જના વગેરેની ક્રિયામાં લાગી ગયા. કોશાના શુષ્ક જીવનમાં આજે પ્રાણ પુરાયા હતા. ચિત્રશાળામાં આજે આત્મા સંચર્યો હતો. અરે! ભદ્ર કેવો કૃશકાય થઈને વનવગડાનાં દુઃખ વેઠીને આવ્યો છે ? પોતે જાતે ભોજનગૃહમાં ગઈ. ભદ્રને ભાવતાં ભોજન બનાવવામાં એકતાર બની ગઈ, મનમાં ગુંજન હતું. ભદ્રને આ ભાવશે, આ ગમશે. પૂર્ણ રસવતી આહાર સામગ્રી તૈયાર કરી નવા શૃંગાર ધારણ કરી, સમય થતાં સોનારૂપાના પાત્રોમાં ષડુરસ ભોજનની સામગ્રી સાથે તે સ્થૂલિભદ્ર સમક્ષ હાજર થઈ. ભોજનની સોડમથી વાતાવરણ મહેકી ઊઠ્યું. મુનિરાજે પોતાના ગણતરીનાં પાત્રોમાં ભિક્ષા ગ્રહણ કરી. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સંયમવીર સ્થૂલિભદ્ર મુખવાસનું સેવન કર્યું. પુન મુનિ પોતાના આસન પર બેસી ગયા. એ બધું ઘણું ઝડપથી થયું, એ જોઈ કોશા વિચારી રહી કે ભદ્ર વનવગડામાં રહીને કેવો શુષ્ક બની ગયો છે. ભોજન લીધું પણ કંઈ ઉમંગ જ નહિ ? તેણે વિચાર્યું કે પુનઃ મારી કળા, પ્રેમ અને સેવા વડે ભદ્રની ચેતના જાગશે. કોશાએ પૂછ્યું: “ભદ્ર તમે અધૂરી રમત મૂકીને ગયા પછી શું શું કર્યું?” પિતાના આત્મ વિસર્જન અને મુનિ જીવનની કઠોર તપજપની વાતો સાંભળી કોશાના હૃદયમાં વેદના થઈ તે સાંભળતી જાય અને રડતી જાય. અરેરે ! હું તો આ રંગભવન સુખમાં રહી અને મારા પ્રાણપ્રિય ભદ્રે આવાં દુઃખ સહ્યાં. મુનિરાજે પોતાની જીવનચર્યા ધીર અને ગંભીર ભાવે કહી હતી. તેમના ચિત્તમાં સ્વસ્થતા હતી. સાધના કષ્ટદાયક ન હતી તેવો તેમના અવાજમાં રણકો હતો. વાણીમાં વૈરાગ્ય વહેતો હતો. પણ કોશા એ ભાષાથી અજ્ઞાત હતી. ' અરેરે મુનિએ આવાં કષ્ટ વેઠ્યાં? કંઈ નહિ હવે મારાં નૃત્ય જોશે. મારા દેહનું સૌંદર્ય જોશે, મારા પ્રેમના પ્રવાહમાં પુનઃ જરૂર તણાતો આવશે. અને સુખ પામશે. કોશાને ક્યાં ખબર હતી ભદ્રને કોશાની ચિત્રશાળા સંસારના ભોગવિલાસ જે શાંતિ આપી શક્યા ન હતા તેનાથી નિરાળી શાંતિ મુનિએ સંયમ દ્વારા મેળવી છે. તેમાં કોઈ દુઃખ કષ્ટ હતાં જ નહિ. આમ મધ્યાહ્ન વાતચીતમાં પૂરો થયો. મુનિએ કહ્યું કોશા નવકારમંત્ર અને ધર્મશરણથી સર્વ કષ્ટ અને દુઃખ દૂર થાય છે. માટે તું નવકાર મંત્રનો સ્વીકાર કર. ના ભદ્ર મારે તો તમને નૃત્યકળા દ્વારા રીઝવવા છે. તમે મને સમય આપો.” Page #128 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર • ૧૦૫ “ભલે હું તારી ઈચ્છા કે કલાનો પ્રતિકાર કરતો નથી. તું નૃત્ય કરશે તે જોઈશ. ભોજન આપશે તે ગ્રહણ કરીશ.” તે રાત્રે ચિત્રશાળાને અદ્ભુત રીતે પુનઃ સજાવવામાં આવી હતી. રાત્રિ થતાં કોશાએ સોળ શણગાર સજ્યા, અન્ય વાદકોના સ્વર સાથે કોશાએ અવનવા અંગમરોડ સાથે નૃત્ય શરૂ કર્યું. નૃત્યમાં તેની દરેક અંગભંગી એવી હતી કે યોગી પણ ચલિત થાય. સંસારમાં સ્ત્રી કેટલી મોહક હોય તેનું દર્શન તેના દરેક નૃત્યના નુપૂરઝંકાર સાથે ખીલતું હતું. તે સાથે તેના સૂરીલા કંઠમાંથી સ્વર નીકળ્યા. આશા-નિરાશ કર્યો અમને પ્રીતમજી એ ન ઘટે તમને, રસીલા સાથે રમશું, નાટક રંગ રસે કરશું. દાવ લહી દિલડું હરશું. પ્રીતમજી એ ન ઘટે તમને. આમ પોતાના પ્રીતમને રીઝવવા કેટલુંયે ગાયું. ચારે બાજુ સંસારવાસનાને ઉત્તેજિત કરે તેવું વાતાવરણ, કોશાના દિલમાંથી ઊઠતા પ્રીતમ પ્રત્યેનો પ્યાર. થોડી વાર થાય કોશા સ્થિર દૃષ્ટિ કરી મુનિરાજને નીરખી લેતી. પરંતુ મુનિરાજ ધીરગંભીર અને દઢતાથી બેઠા હતા. તેમના મુખ પર દિવ્યતાનું તેજ હતું. અવિકારીપણે તે કોશાના નૃત્યને જોતા હતા. કોશાને થયું મુનિરાજ હજી રીક્યા નથી. તેથી વિશેષ હાવભાવ કરીને નૃત્ય સંગીતને વધુ વેગ આપ્યો. છતાં તેણે જોયું મુનિના નયનોમાં એ જ અવિકાર હતો. તે તો આ સઘળા વાતાવરણથી પર થઈ ગયા હતા. દેહને તો હાડચામનું માળખું જોતા હતા. રાત પૂરી થવા આવી હતી. તેણે અંતિમ સ્વર છોડ્યા. “મોહન મહાલો મહેર કરી, દરિદ્રતા દેખી દુઃખભરી, બારેમાસ વિલાસ કરશું, નાટક રંગ રસે કરચું, પ્રીતમજી આમ ન ઘટે તમને.” ગીત પૂરું થયું. કોશા ખૂબ પ્રમિત થઈ હતી. થાકીને તે મુનિના ચરણમાં ઢળી પડી. બંનેને એકાંત આપી દાસીઓ, વાદકો વિદાય થયા. દીપકો પણ બૂઝવા લાગ્યા. નૃત્યના ધમધમાટ પછી વાતાવરણ અતિ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સંયમવીર ચૂલિભદ્ર શાંત બની ગયું. ત્યારે ધીર ગંભીર સ્વરે યૂલિભદ્ર બોલ્યા: “કોશા શાંત થા. મનની એક શુદ્ર વાસનાને પોષવા વ્યર્થ શ્રમ શા માટે કરે છે ? તારું સૌંદર્ય કોડીના મૂલનું નથી. તારા આત્મસૌંદર્યને જો.” ભદ્ર અને વૈરાગ્યની વાતો નથી જોઈતી. મારી સ્ત્રીની વિરહવેદના તમે જાણતા નથી. મને તો મારો રસિક મારા દેહના કામ જ્વરને શાંત કરે તેવો પેલો ભદ્ર જોઈએ. આત્માની કાલ્પનિક સુખની વાતોથી મારી વિરહની આગ શમે તેમ નથી.” “કોશા તારી આગ શમાવવા જ આવ્યો છું. તને સુખશાંતિ આપીને જઈશ.” ખરેખર તમે મને સ્વીકારશો. મારા પ્રેમનો પ્રેમથી જવાબ આપશો? પણ મને સંયમની વાતો ન કરશો.” “કોશા હવે આજે તું સ્વસ્થ થઈને આરામ કર.” કોશાએ એ રાત્રે સજાવેલી પુષ્પશધ્યા શૂન્ય પડી રહી. પોતે પણ ચિત્રશાળાના એક ખૂણે નિદ્રાધીન થઈ. ધન્ય મુનિ તમારા અધિકારીપણાના રોમરોમને. પુનઃ કોશા આશાભરી રોજેરોજ નૃત્ય કરતી. મુનિરાજ સમાધિરસમાં ડૂબકી મારતા, નયનોમાં નિર્મળતાનું તેજ ઝગમગતું ત્યારે કોશા પોતાના નયનોમાં તે તેજ ઝીલી શકતી નહિ. મનમાં થતું ભદ્રને બાહુપાશમાં જકડી લઉં પણ તેવું સાહસ મુનિની દઢતા પાસે તે કરી શકતી નહિ. કોશા ભોજનમાં પણ કામોત્તેજક રસાયણો ભેળવતી તોપણ સાગરસમાં મુનિને દરેક પ્રકારો સંયમમાં સ્થિર કરવામાં જ સહાયક થતા. દિવસ પછી રાત્રિ અને રાત્રિ પછી દિવસ પસાર થતા. ચાતુર્માસ પૂરા થવાના ગણતરીના દિવસો બાકી હતા. કોશાના મનમાં હજી કામવાસના શમી ન હતી. પુનઃ એક રાત્રે તેણે પૂરા વિશ્વાસથી નૃત્યની તૈયારી કરી, જે નૃત્ય જાણે મદનની સેના હોય Page #130 -------------------------------------------------------------------------- ________________ સંયમવી૨ સ્થૂલિભદ્ર ૭ ૧૦૭ તેવું મોહક હતું. વસ્ત્રપરિધાન છતાં બધાં જ અંગો પ્રત્યક્ષ થતાં જણાતાં. દાસદાસીઓ, વાદકો પણ ચકિત થઈ ગયાં. પરંતુ મુનિરાજ એ જ નિશ્ચળતાથી બેઠા હતા. જાણે પાષાણની મૂર્તિ ? મદનની મોટી સેના ત્યાં હારી ગઈ. નૃત્યને અંતે કોશા વિરહી અપ્સરાની જેમ જમીન ૫૨ ઢળી પડી. દાસીઓ, વાદકોને લાગ્યું કે હવે છેવટે મુનિ કરુણાથી પણ તેનો સ્પર્શ ક૨શે. અને પછી તો પોતે જ આ સ્વર્ગીય સુખને સ્વીકારી લેશે. એટલે બંનેને એકાંતમાં છોડી તેઓ વિદાય થયાં. કોશા બેઠી થઈ, આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. શું મુનિ આવા કઠોર હશે ? ત્યાં તેના કાને મીઠો અવાજ આવ્યો. “રૂપસુંદરી કોશા” કોશા આનંદમાં આવી ગઈ. “ભદ્ર તમે મને બોલાવી, તમે મને સ્વીકારી છે. તમે મને સંસારી પ્રેમથી સ્વીકારશો ?” “કોશા તારા પર મારો પ્રેમ છે તેટલે તો આવ્યો છું પણ એ પ્રેમ દેહ પ્રત્યે નથી, તારા આત્મા પ્રત્યે છે.” “ભદ્ર તમે આ તત્ત્વની વાતો છોડી દો. મારી સાથે પ્રેમની ભાષામાં વાત કરો.” કોશા દેહના પ્રેમમાં કેવળ વિકાર છે. આત્માના પ્રેમમાં ૫૨મ શાંતિ છે. વિષયકષાયના કાદવમાંથી તને બહાર કાઢવા આવ્યો છું.” થોડી વાર શાંત પડેલી પણ પુનઃ કોશા ઉત્તેજનામાં આવી ગઈ તે વિચારતી હતી, શું નારીનો પિરચય પાપ છે ? આવું મંથન કરતી કોશાએ પૂછયું : “ભદ્ર ! પહેલા તમે પિતાના આદર્શને આગળ કરી મારા પિરચયમાં પાપ જોતા હતા. આજે મુનિવેશમાં રહીને પણ શું નારીને પાપ રૂપ માનો છો ? નારીને નરકનું દ્વાર કહો છો ? શું પુરુષમાં કોઈ પાપવૃત્તિ જ નથી. અરે વિશ્વની વિકાસ યોજનામાં નારીએ કોઈ બળ નથી પૂર્યું ? માટે આ ત્યાગની વાત જવા દો આપણે જે રીતે પ્રેમથી ઐક્ય સાધ્યું હતું તેને યાદ કરો અને આ વેશની અને સંયમની Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સંયમવી૨ સ્થૂલિભદ્ર વાત જવા દો.’’ સ્થૂલિભદ્ર મુનિ : ‘‘હે કોશા ! નારી મારે મન પાપ નથી. કેટલીય સતીઓ પ્રાતઃ સ્મરણીય છે, નારીમાં પણ સત્યની શક્તિ પડેલી છે. હું તારામાં એ શક્તિ જોઈ રહ્યો છું, જે પ્રગટ થતાં પુરુષો પણ તારા પ્રત્યે સૌંદર્યપિપાસાને બદલે અહોભાવથી જોશે. તારામાં પાપ ન હતું. મેં તને વિલાસનું સાધન માન્યું હતું આજે મને તારા આત્માનું સૌંદર્ય દેખાય છે, તેથી તું મારે માટે પૂજ્ય છું. તું મુક્ત બને તે માટે હું તારે દ્વારે આવ્યો છું. પ્રેમને સાચો પુરવાર કરવો છે. મને જે આત્મશાંતિ મળી તે તને પણ મળે. તે માટે તને મારે નવકારનું મંત્રદાન કરવું છે. તારાં નૃત્યો હું જોઈશ પણ હવે તે દરેક નૃત્ય પહેલાં તારે મંત્રોચ્ચાર કરવો પડશે.” ભદ્રમુનિ અત્યંત કરુણાસભર બોલ્યા, “કોશા, જાગ્રત થા’' શા માટે વ્યર્થ પરિશ્રમ કરે છે ? આ જીવનની એક ક્ષણિક પ્યાસને બૂઝવવા પૂરું જીવન વેડફી રહી છું.” ભદ્રના ચરણોમાં પડેલી કોશા હૈયાફાટ રુદન કરતી હતી. ‘ભદ્ર મારો તારા સંગ વગર જીવ જાય છે અને તને તપત્યાગના ઢોંગ સૂઝે છે.’’ મુનિ શાંત અને સ્થિર હતા. તેઓ કોશાના રૂપ લાવણ્યથી ૫૨ હતા. તેઓ પુનઃ બોલ્યા : “રૂપરાણી કોશા” અતિ વાત્સલ્યમય એ સ્વરો સાંભળી કોશા સ્વસ્થતાથી બેઠી થઈ. “શું તમે ખરેખર મને સ્નેહથી સ્વીકારો છો ?' “હા, ફક્ત દેહથી નહિ, પણ તારા આત્માને હું સ્વીકારું છું. કોશા તારા દેહ કરતાં તારા આત્મામાં અપાર સૌંદર્ય છે, તેના ૫૨ મારો સ્નેહ વ૨સી જ રહ્યો છે. તને તે સૌંદર્યનું ભાન કરાવવા આવ્યો છું.' ના પણ મને તો પ્રેમઘેલો ભદ્ર જોઈએ.’’ Page #132 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર ચૂલિભદ્ર • ૧૦૯ કોશા શું તારામાં આત્મા જ નથી ? તું માત્ર પુરુષોના ભોગનું રમકડું છે? તારે કોઈ ધર્મ નથી ?” કોશાનું સ્વમાન જાગી ઊડ્યું ? હું રમકડું ? તેણે પૂછ્યું “તમે હજી મારા મનની વેદના સમજી શક્યા નથી!” ભદ્ર: “કોશા ખરેખર તો આપણે વેદનાને જાણતા જ નથી. જે વેદના પાછળ મોહના બંધન હોય તે સાચી વેદના નથી જે વેદના પાછળ મુક્તિની ભાવના હોય તે સાચી વેદના છે. તેથી તને લાગે છે કે હું તારી વેદનાને સમજી શકતો નથી.” “ભદ્ર તમે આવી દલીલો કરી મને સમાધાન નહિ આપી શકો. મારે તો પેલો કલાપ્રેમી ભદ્ર જોઈએ છે. શા માટે રસહીન જીવન ગાળવું તમે જ કહેતા હતા નરનારીનું ઐક્ય અને કલા-કવિતા તો જગતનું સત્ત્વ છે. આજે તમે નારીસંગમાં પાપ જુઓ છો. શું તમે સંસારમાં રહીને ધર્મ કરી ન શકો તેવા નબળા છો!” કોશા “સંસારમાં રહીને ગૃહસ્થ ભક્તિ, સાધુસેવા દયા, શુભ અનુષ્ઠાનો કરી શકે પણ તે મર્યાદિત છે મુક્તિનું કારણ તે બની ન શકે. જન્મમરણથી મુક્ત થવા સંસાર ત્યાગી સર્વત્યાગી થવું પડે. કોશા! મેં વિલાસ માણ્યો, તેનું પરિણામ જાણ્યું. પવિત્ર પિતાનું મૃત્યુ જોયું અને મને સમજાયું કે જગત એક ભ્રમજાળ છે. સર્વ સંગ પરિત્યાગ પછી પણ મનને જીતવું દુષ્કર છે. તો સંસારના ભોગવિલાસમાં તો તે શક્ય નથી. માટે તું એક વાર મંત્રદાનનો સ્વીકાર કર." કોશા હવે કંઈક સ્વસ્થ થઈ હતી તોપણ હજી કોશાના મનમાં રહેલી ભદ્રના સંગની મનોકામના શાંત થઈ ન હતી. કોશાએ મંત્રદાન લીધું. રોજે નૃત્ય કરતાં પહેલાં મંત્રોચ્ચાર કરતી, પરંતુ ચિત્તના ખૂણામાં ભદ્ર સાથે સુખભોગની વૃત્તિ પડી હતી. ભદ્રમુનિના આગમનને ચારે માસ તો પૂરા થવા આવ્યા હતા છતાં કોશાના દેહમાં કોઈ વાર વિષયનું વાવાઝોડું ઊછળતું ત્યારે તે કામાતૂર બની જતી ભદ્રમુનિ પાસે પહોંચી Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ - સંયમવીર યૂલિભદ્ર જતી. વિવશ બની જતી. “ભદ્ર ભદ્ર મારો સ્વીકાર કરો.” પરંતુ સંયમવીર, વજ મનવાળા મુનિ પાસે ગુરુકૃપાનું બળ હતું. નવકારમંત્રનું કવચ ધારણ કર્યું હતું. કોશાની કામવાસનાની આગ તેમના શાંત સમાધિરસમાં બુઝાઈ જતી. કોના આકુળ મનને શાંત કરવા મુનિ નવકાર મંત્રની ધૂન શરૂ કરતા, કોશાને અજાણે પણ તેમાં શાંતિ મળતી તેથી તે પણ તેમાં જોડાઈ જતી. તેનું ચિત્ત શાંત થતું ત્યારે મુનિ કરુણાસભર ચિત્ત તેને નેમ રાજુલની કથા કહેતા. પતિપત્નીના અપૂર્વ – અજોડ આદર્શનું તેમાં વર્ણન કરતા. રોચક અને પ્રેરક કથા સાંભળતા કોશા ત્યાં બાળકની જેમ નિદ્રાધીન થઈ જતી. પરિચારિકાઓ તેને તેના શયનગૃહમાં મૂકી દેતી. ક્યારેક હૃદયદ્રાવક આક્રંદ કરતી ત્યારે મુનિ તેને વાત્સલ્યભાવે બળ પ્રેરતા. “કોશા શાંત થા જીવન પરમાર્થ પંથ માટે છે.” ધન્ય ધન્ય મુનિ તમારા મનોબળ અને સંયમને. ચાતુર્માસના ગણતરીના દિવસો બાકી હતા. એક પ્રભાતે કોશા જાગી, અજ્ઞાતભાવે પણ તેનામાં નવી ફુરણા થઈ. શૃંગારથી ભરેલો શયનગૃહ પણ તેને આધ્યાત્મિક માર્ગના હેતુરૂપ જણાયો. જ્યાં જ્યાં તેની નજર ગઈ ત્યાં ત્યાં તેને લાગ્યું કે ઓહ આત્મશાંતિ પાસે આ સર્વે તુચ્છ છે. ખૂબ સ્વસ્થતાથી શય્યાનો ત્યાગ કરી તે સાદાં વસ્ત્રો સજીને નવા મંદિરગૃહમાં ગઈ. મંદિરના ગર્ભદ્વાર પાસે મુનિ પ્રભુભક્તિમાં લીન થઈને બેઠા હતા. તેના સ્પંદનોથી પૂરું મંદિરનું વાતાવરણ શાંતિમય હતું. આજે તેણે ભદ્રને નવા જ સ્વરૂપે જોયા. ત્યાગ વૈરાગ્ય અને સંયમની નિર્મળતાથી તેમનું મુખકમળ અતિ પ્રસન્ન હતું. તે પવિત્ર પ્રતિભા કોશાને સ્પર્શી ગઈ. પ્રથમ તેણે વીતરાગ પ્રતિમાનાં ભાવપૂર્વક દર્શન કર્યાં. જોકે તેનું હૃદય ભરાઈ જવાથી આંખોમાંથી અશ્રુની ધારા વહી રહી હતી. તે Page #134 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર – ૧૧૧ તેના હૃદયને પાવન કરતી હતી. મનની વાસનાઓનો અંત આવ્યો હતો. મુનિના અથાગ પ્રયત્ન અને કરુણાસભર બોધને કા૨ણે કોશામાં આધ્યાત્મિક સંચાર થયો હતો. સ્થૂલિભદ્રમુનિ ધ્યાનમાંથી ઊઠ્યા, કોશાને શાંત ચિત્તે બેઠેલી જોઈ પ્રસન્ન થયા. બંનેની દૃષ્ટિ મળી. મુનિની દૃષ્ટિમાં નિર્મળતા હતી અને કોશાની દૃષ્ટિમાં અહોભાવ હતો. ધન્ય મુનિ તમે સંયમના બળે તર્યાં અને કોશાને તારી. મુનિ બોલ્યા, “ચાલ કોશા તું કહે તો હવે ઉપવનમાં કે ચિત્રશાળામાં બેસીએ.' સર્વત્ર એ જ સાધનો હતાં પણ કોશાને હવે તેમાં કંઈ લાલસા, આકર્ષણ કે પ્રયોજન ન હતાં. સ્થૂલિભદ્રે કોશા સાથે સંસારના ભોગવેલા વિલાસના પાપને નષ્ટ કરી કોશાને પણ ઉગારી. અને સાચા સુખનું ભાન કરાવી સન્માર્ગે દોરી. ચાતુર્માસનો કાલે છેલ્લો દિવસ છે. મુનિ પ્રાતઃ કાળે વિદાય થશે. મુનિ તો જેવા નિર્લેપભાવે આવ્યા હતા તેવા જ વિદાય થશે. કોશા માટે પુનઃ વિરહની પળો આવી. હા પણ તેમાં ઘણું અંતર હતું. વિરહ કા૨મો લાગશે પણ પહેલાંના વિરહમાં જે શૂનકાર હતો તેને બદલે કોશાને ધર્મ ભાવનાથી ભરેલું એક સાધન મળી ગયું હતું. જેમાં ભાવિ જીવનની ઉજ્વળતા હતી. ભદ્રે કહ્યું : “કોશા તને આપેલું વચન પૂર્ણ થયું.” “આપણને કોઈ શક્તિ જુદાં કરી નહિ શકે, તે સમયે સંસારભાવ હતો આજે સંયમભાવ છે, જેનું ઐક્ય પવિત્ર છે.' કોઈના દેહ એક થઈ શકતા નથી પરંતુ આત્મા જ્યારે પૂર્ણતા પામે છે ત્યારે ત્યાં આત્માનું ઐક્ય અર્થાત્ સમાનતા પ્રગટે છે. વળી વાસ્તવિકતા એ છે કે સ્થૂલિભદ્રનું નામ ગવાશે ત્યારે રૂપકોશાનું નામ સુશ્રાવિકા તરીકે જળવાશે. કોશા જીતી હોત તો જગતને એનું આશ્ચર્ય ન હોત. પરંતુ સંયમવીર સ્થૂલિભદ્રની જીત એ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સંયમવી૨ સ્થૂલિભદ્ર ખરેખર આશ્ચર્ય છે, અદ્ભુત છે, દુષ્કર છે. મુનિરાજની વાત્સલ્યભરી કરુણાએ કોશાનો આત્મા જાગી ગયો. તે ભદ્ર મુનિના ચરણમાં નમી પડી. ઓ ગુરુદેવ, મેં પાપાત્માએ તમારા જેવા ન૨૨ત્નને વિષયમાં ખરડી નાખ્યું. માથાના વાળ જેટલાં માાં પાપ કેમ નાશ પામશે ? શું હું ધર્મમાર્ગ પાળી શકીશ ? કોશા શાંત થા, તારી આવરિત શક્તિ જાગ્રત થઈ છે. તું સાચી શ્રાવિકા થવાને યોગ્ય છે. તારાં પાપો પ્રાયશ્ચિત્તથી ધોવાઈ ગયાં છે. તારો આત્મા પાવકપંથે પ્રયાણ કરવા સમર્થ છે. કોશા ઊભી થઈ, બહાર ગઈ. થોડી વારમાં સાદાં વસ્ત્રો સહિત આડંબર કે અલંકારરહિત પાછી ફરી. ખૂબ સ્વસ્થ અને પ્રસન્ન હતી. પ્રણામ કરીને મુનિરાજના ચરણોમાં બેઠી. એ સાંજ તેના જીવનમાં અપૂર્વ હતી. મુનિરાજ પાસે બા૨ વ્રત ધારણ કર્યાં. એકાંતે એકલા જીવવાની સામગ્રી મળી ગઈ. જીવન ધન્ય બની ગયું. પ્રભાત થતાં દાસદાસીઓને બોલાવી લીધાં. મુનિરાજે સૌને બોધ આપ્યો. કોશાના એ જ આવાસમાં આજે છૂપો પણ ધર્મઉત્સવ મનાઈ ગયો. કોશાને હવે શાસ્ત્ર અદ્યયન, તપ, સંયમ એના સાથી હતા. વફાદાર દાસદાસીઓને પણ પોતાની સ્વામિનીને આ રીતે આનંદથી જીવે તેમાં સુખ હતું. સ્થૂલિભદ્રની વિદાય વેળા આવી. કોશામાં હવે વિરહની વ્યથા ન હતી પણ ભક્તિનો સાત્ત્વિક આનંદ હતો. વિદાય થતા મુનિરાજને કોશા દૂર સુધી નિહાળી રહી. આવાસમાં પાછી ફરી, વળી ક્ષણ વાર તેનું કોમળ હૈયુ રડી ઊઠ્યું. પ્રાસાદનો પ્રાણ જાણે મુનિ હતા પણ ચાલ્યો ગયો. છતાં કોશા પાસે હવે આત્મિક બળ હતું. તે સ્વસ્થ થઈ ગઈ. સ્થૂલિભદ્ર ગુપ્તપણે આવ્યા, કાર્યસિદ્ધિ થઈ ચાતુર્માસ પૂર્ણ થતાં એ જ ગુપ્તપણે વિદાય થયા. પાટલીપુત્રમાં પણ એક ઉત્સવ થઈ ગયો. સ્વર્ગસ્થ મંત્રીરાજની સાતે પુત્રીઓ સંસારનો ત્યાગ કરી દીક્ષિત થઈ. સંયમની આશાવાળા સમર્થ પિતાના સમર્થ સંતાનો સંયમને માર્ગ વળ્યાં. Page #136 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર ટ્યૂલિભદ્ર ૧૩ શ્રી સંભૂતિ મુનિના ચારે શિષ્યો ચાતુર્માસની આરાધના કરી પાછા ફર્યા. સૌએ પોતપોતાનું નિવેદન કર્યું. વ્યાધ્ર ગુફાવાસીની અહિંસાભાવની આરાધના ઉત્તમ હતી. દૃષ્ટિવિષ સર્પના રાફડા પરના મુનિએ પણ સર્પ સાથે મૈત્રી કેળવી ઉત્તમ સાધના કરી. કૂવા કાંઠે મુનિનું કાયોત્સર્ગનું ચાતુર્માસ પણ આશ્ચર્યકારી હતું. સૌનું નિવેદન સાંભળી ગુરુદેવે સૌને ધન્યવાદ આપ્યા કે તમારું કાર્ય દુષ્કર છે. સ્થૂલિભદ્ર ટૂંકમાં નિવેદન કર્યું. સંસારજીવન ઈચ્છતી કોશાએ મંત્રદાન અને બોધ વડે પરમ શ્રાવિકા ધર્મ અંગીકાર કર્યો છે. તેની શૃંગારિક રચનાઓ, નૃત્યો, અને આહારાદિમાં આપની કૃપાએ પહાડની જેમ અડગ રહી, કોશાને પણ ત્યાગમાર્ગે વાળી છે. તેના અનુચરો પણ ધર્મ પામ્યા છે. ધન્ય, ધન્ય, કઠિન કઠિન, દુષ્કર અતિ દુષ્કર.” ગુરુદેવના આટલા શબ્દો સાંભળતાં ત્રણે તેજોષી મુનિઓ આઘાત પામ્યા. વાઘની બોડમાં વસવું, દૃષ્ટિવિષ સર્પ સાથે વસવું, કૂવા કાંઠે ધ્યાનમગ્ન રહેવું, દુષ્કર મહા દુષ્કર કે રંગરાગ ભર્યા કોશાને ત્યાં આમોદપ્રમોદભર્યું ચાતુર્માસ કરવું દુષ્કર? ગુરુદેવ એ સૌના મનોભાવ જાણી ગયા. સૌને સમજાવ્યા, જ્યાં સ્વયં બાર વર્ષ ભોગવિલાસ કર્યો છે તેવા અનુકૂળ વાતાવરણમાં, શૃંગારિક, કામોત્તેજક વાતાવરણમાં યોગી પણ ટકી શકતા નથી, ત્યાં પૂરા ચાતુર્માસમાં ભદ્ર મુનિના એક રોમ માત્રમાં પણ વિકાર પેદા થયો નથી તેથી તેમનું કાર્ય અતિ દુષ્કર કહ્યું છે. તેઓ ખરેખર સંયમવીર છે. બે મુનિઓને તો સમાધાન થયું પણ વ્યાઘે ગુફાવાસી ઈર્ષાથી મુક્ત થઈ ન શક્યા. માનવભક્ષી વાઘનો જેને ડર ન લાગ્યો તેને એક પામર ગણિકા શું ચલિત કરશે ? વાઘે જન્મજાત હિંસકભાવ ત્યજી દીધો તેવી મારી અહિંસાભાવની સાધના અને સંયમબળ આગળ કોશાને ત્યાં રંગરાગમાં રહી સાધના કરવી દુષ્કર નથી. પુનઃ ચાતુર્માસ માટે આમ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ • સંયમવીર સ્થૂલિભદ્ર વિકલ્પ ઊઠ્યો. ( વ્યાવ્ર ગુફાવાસી સંયમની કસોટી ) પુનઃ ચાતુર્માસના દિવસો આવ્યા. વાઘ ગુફાવાસી મુનિની ભંડારેલી ઈર્ષા જાગી. ગુરુદેવ પાસે કોશાની ચિત્રશાળાએ ચાતુર્માસ કરવાની રજા માંગી. ગુરુદેવ : “સુખેથી સિધાવો પરંતુ મનમાં શલ્ય ન રાખશો. વળી કામવિજય દુષ્કર છે. મેરુપર્વત જેવી અચળતા જોઈએ. રજમાત્ર ચલાયમાન થતાં પૂર્વના આરાધેલા તપ, ત્યાગ, વૈરાગ્ય નિષ્ફળ જશે.” મુનિરાજ અહંના કોચલામાં કેદ હતા. ગુરુદેવની શીખને કંઈ મહત્ત્વ ન આપતા શીઘ્રતાએ પહોંચ્યા પાટલીપુત્ર. કોશા શ્રાવિકા ધર્મ ઉત્તમ રીતે નિભાવી રહી હતી. ભદ્ર મુનિ પ્રત્યે તેનો પ્રશસ્ત રાગ છે, તેથી રોજ રાહ જુએ છે કે મુનિ તેના ધર્મમાર્ગને વધુ ઉજ્વળ બનાવવા પુનઃ આવશે. આથી ક્યારેક ઝરૂખામાં ઊભી રાહ જોતી. એક દિવસ મુનિ તો આવ્યા પણ તે બીજા હતા. કોશાએ વિચાર્યું કે મુનિ ભલે પધાર્યા. સેવાનો લાભ મળશે. મુનિ ચિત્રશાળામાં આવી પહોંચ્યા. મુનિએ ચિત્રશાળામાં રહેવાની રજા માંગી. પરંતુ એ શબ્દોમાં નિર્દોષતા ન હતી. પાપાત્માને જીતવા આવ્યો છું તેવું અહં હતું. કોશા : “મુનિરાજ, ચિત્રશાળામાં સુખેથી પધારો અમે સૌ સેવામાં હાજર છીએ.” | મુનિરાજ હજી ગર્વમાં હતા. કોશા સામે નજર માંડતા ન હતા. જાણે કે કેવા સંયમના ધારક છે તેવું જણાવવું હતું ને ? વળી કહ્યું કે ષટરસાહાર ભોજનની જોગવાઈ ખપશે.” કોશા: “મુનિરાજ આ પ્રાસાદ અને સર્વ સામગ્રી તમારા ચરણોની સેવા માટે જ છે.' મુનિરાજ: “વળી મને તમને પાપકૃત્યોથી ઉગારવાની ભાવના Page #138 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર ટ્યૂલિભદ્ર ૦ ૧૧૫ છે. જાણે પોપટની પઢેલી ભાષા હોય તેમ બોલી ગયા. ચતુર કોશા ઘણું સમજી ગઈ. કોશાનો વેશ સાદો હતો પણ સૌંદર્ય તો એમાંય ડોકિયાં કરતું હતું. મુનિરાજે ચિત્રશાળામાં સ્થાન લીધું. ચારે બાજુ નજર નાંખી. અદ્દભુત.” ત્યાં તો કોશા રસથી મઘમઘતા ભોજનના થાળ લઈને આવી, તેના સૌંદર્યને દેહરચના જ એવી હતી કે તે ચાલતી તો નૃત્ય લાગતું. બોલતી તો મધુર સંગીત રણઝણતું. તેની આંખોમાં નિર્દોષતા હતી પરંતુ બાહ્ય સૌંદર્ય કેમ છુપાવવું ? તેનું હૃદય તો ભક્તિ સભર હતું. પણ નિર્બળ માનવીને કામના દર્શન થતા કોશાએ પાત્રમાં ભિક્ષા આપવા માંડી. મુનિની નજર તેના સૌંદર્ય તરફ સ્થિર થવા લાગી. વળી અહંના અણસારે વૃત્તિને ગોપવી લેતા. એક ક્ષુદ્ર વેશ્યા મને તપસ્વીને શું કરશે? ભિક્ષા આપી કોશા ચાલી ગઈ. તેમની સામે નૃત્ય તો કરવાનું ન હતું. એ તો હવે પુરાણી કહાણી હતી. રાત્રિએ મુનિરાજને સ્વપ્નમાં કોશા ઊપસી આવતી. વળી સાવધ થઈ બેસી જાપ ધ્યાન કરતાં થોડા દિવસ આમ પસાર થયા. પરંતુ મુનિને નિદ્રામાં કોશાના સ્વપ્ન સતાવવા લાગ્યાં. કોશા મુનિની સેવા કરતી પરંતુ તેના હૃદયમાં પવિત્રતાનો સ્પર્શ હતો. વિકારે ભક્તિનું રૂપ લીધું હતું, તેથી સ્વસ્થ હતી. મુનિના સ્વખે મુનિને અતિ વિહ્વળ બનાવ્યા. એક રાત્રિએ ભાનભૂલી તેમણે કોશાના શયનગૃહમાં પ્રવેશ કર્યો. કોશા સાધક હતી તે નિદ્રામાં પણ જાગ્રત હતી. આંખ ખૂલી કામાતૂર મુનિને જોયા. સફાળી બેઠી થઈ. મુનિને તેમની અધમતાનું ભાન કરાવ્યું. ગુરુદેવનું સ્મરણ કરાવ્યું. ગુરુદેવનું નામ સાંભળી મુનિ પાછા વળ્યા પણ કામદેવે પૂરો કબજો જમાવ્યો હતો. પુનઃ બીજી રાત્રિએ એ દશા. કોશા જાગતી જ હતી. મુનિએ તો બકવાસ શરૂ કર્યો. મારી પ્રાણદેવી, સૌંદર્યમૂર્તિ મારી કામતૃષાને Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ૦ સંયમવીર ચૂલિભદ્ર છિપાવ. તને મળવામાં મને મારી તપશ્ચર્યા ફળી લાગે છે. મુનિએ પૂરી તપશ્ચર્યાની હૂંડી જ વટાવી દીધી. મુનિરાજ હું કોણ છું? જાણો છો? કોશાએ મુનિને સમજાવવા પ્રયત્ન કર્યો. મારાં દર્શનની કિંમત ખબર છે? મારો દેહ મીઠી વાતોથી પ્રાપ્ત થતો નથી, ઘણું દ્રવ્ય ચૂકવવું પડે છે.” પણ મુનિ પાસે ધન ક્યાંથી હોય?” તો પછી મારા દેહના સુખની આશા ન રાખશો.” “તું કહે તે રીતે ધન લાવું. મારામાં શક્તિ છે.” જાઓ નેપાળના રાજા નવીન સાધુને રત્નકંબલ આપે છે તે લઈ આવો પછી કોશાને મળો.” મુનિરાજે તરત જ નેપાળ તરફ પ્રયાણ કર્યું પગપાળા કેટલા કષ્ટ પહોંચ્યા. વાસનાએ ખોટું વીરત્વ પેદા કર્યું હતું. રાજાને રીઝવી રત્નકંબલ લઈ પાછા એ જ કષ્ટ વેઠીને પાટલીપુત્રની ચિત્રશાળામાં પહોંચ્યા. કોશાના ખંડમાં ધસી ગયા. કેમ જાણે કોશા તેમને પ્રેમથી સ્વીકારશે! કામવાસનાની પરવશતાએ મુનિને પણ વિવેકથી ભ્રષ્ટ કર્યા. કોશાએ મુનિરાજને જોયા “આવી ગયા ! તપ સંયમ કરતાંય ઘણું કષ્ટ વેઠ્યું હશે ?” કોશા તારે માટે એ કંઈ કષ્ટ ન હતું. અને મુનિરાજે તેની નજીક જવા પ્રયત્ન કર્યો.” જરા થોભો મને સ્નાનાદિ કરી લેવા દો.” કોશા સ્નાન કરી એક વસ્ત્ર વીંટાળી હાજર થઈ. મુનિ તેના સૌંદર્યને જોઈને ભાન ભૂલ્યા, તેને ભેટવા ઊભા થઈ ગયા. કોશા : “લાવો રત્નકંબલ.” રત્નકંબલ હાથમાં લઈ તેનાથી ભીના વાળ લૂક્યા પગ લૂક્યા, મોં નાક સાફ કરી પાસે એક ખાળમાં ફેંકી દીધી. “અરે કોશા શું કરે છે? કેટલા પરિશ્રમે રત્નકંબલ લાવ્યો છું.” Page #140 -------------------------------------------------------------------------- ________________ સંયમવી૨ સ્થૂલિભદ્ર – ૧૧૭ મુનિ તો ક્ષોભ પામી ગયા. મુનિરાજ આ ક્ષુદ્ર રત્નકંબલનો શોચ ન કરો. તમારા રત્નત્રયરૂપી જીવનનો વિચાર કરો. તે ગુમાવ્યા પછી અનંત જન્મે પણ પ્રાપ્ત નહિ થાય. “કોશા મને બોધની જરૂ૨ નથી. મને તારા દેહની જરૂર છે.” “મુનિરાજ કોશાને રત્નકંબલની જરૂ૨ નથી. તમને સંયમમાં યુક્ત થવા સમય આપ્યો હતો. વ્યાઘ્રગુફામાં નિર્ભય રહેવું સહેલું છે. પણ વાસનાને જીતવી સહેલી નથી. છતાં તેને જીતનારો એવો એક નરરત્ન છે.” ‘કોણ ?” ‘સ્થૂલિભદ્ર.’ કોશા એ ખોટી મહત્તા છે. વર્ષો વાસનામાં જીવનાર ચાર માસ સંયમ પાળે તેમાં શું વિશેષતા છે !” મુનિરાજ એ સ્થૂલિભદ્રની પવિત્રતાથી આજે કોશા પણ નિર્મળ બની છે. મુનિરાજ હજુ તમારા આત્માએ પાપનું સેવન નથી કર્યું. રત્નકંબલ ભલે ખાળે પડ્યું તમારું રત્નત્રય સાચવી લો. સ્થૂલિભદ્ર તો ઇન્દ્રિયોના વિષયોથી ૫૨ છે. હજી સમય છે પાછા સંયમને માર્ગે ચઢી જાવ. એ સંયમવીરની સ્પર્ધા ત્યજી ગુરુની નિશ્રામાં પાવન થાવ. મુનિરાજ કોશાની પવિત્ર વાણીથી બોધ પામ્યા. પાછા વળ્યા. ગુરુદેવ પાસે ક્ષમા માંગી પ્રાયશ્ચિત્ત વડે પાવન થયા. “ગુરુદેવ ! ખરેખર સ્થૂલિભદ્રે અતિ દુષ્કર કાર્ય સિદ્ધ કર્યું છે. આપ કોશાને પણ આશીર્વાદ આપો મને તેણે પાપથી બચાવ્યો છે. ખરેખર ભદ્રમુનિએ કામ ૫૨ વિજય પ્રાપ્ત કર્યો અને કોશાને ધર્મ માર્ગે વાળી છે. સ્થૂલિભદ્રમુનિ મહાસંયમવીર છે.' તેઓ ભદ્રમુનિને પોતાનું માન ત્યજીને નમી પડ્યા. શ્રીયકને માથે ધર્મસંકટ શ્રીયક મહામંત્રી હતા. પિતાની જેમ શક્ય તેટલું નંદરાજાને Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮૭ સંયમવી૨ સ્થૂલિભદ્ર વફાદાર હતા. ચંદ્રગુપ્ત, વિષ્ણુગુપ્તની મદદથી નંદરાજાનો નાશ કરવા રાજ્ય મેળવવા અવારનવાર પાટલીપુત્ર પર હુમલા કરતો. એક વાર તો ચંદ્રગુપ્ત ગુપ્તવેશે નંદરાજાની રાજપુત્રી સુરૂપાના પરિચયમાં આવ્યો. સુરૂપા તેના ૫૨ મોહિત થઈ હતી. તેને શંકા હતી કે સામાન્ય સૈન્ય અને સામગ્રી દ્વારા ચંદ્રગુપ્ત નંદરાજા અને શ્રીયક જેવા રણયોદ્ધાઓ સાથે ટકશે કે કેમ ? એકવાર સુરૂપા શ્રીયક મહામંત્રીને મળી. તેણે કહ્યું “ગુપ્તવેશે થોડા વખત માટે મહારાજાની સેવામાં રહી જનાર ચંદ્રગુપ્ત હતા તે તમે જાણો છો ને ! પછી સંકોચ સહ બોલી કે હું તેની સાથે સ્નેહથી બંધાયેલી છું. યુદ્ધે ચડેલા એ રાજકુમાર ભવિષ્યમાં તમારી સામે આવી જાય તો તેનું રક્ષણ કરજો.’’ શ્રીયક તો પરંપરાથી ચાલી આવેલા મંત્રીપદથી મગધેશ્વરને વફાદાર રહેવામાં જ પોતાની ઇતિશ્રી માનતા હતા. મગધના વેરી તરીકે પોતાના જ પિતાની ગણના થઈ ત્યારે તેમણે આત્મવિસર્જન કર્યું. તો પછી મારાથી વેરીને જીવતો કેમ મુકાય ? “હે રાજકુમારી એ શક્ય નથી.’” મહામંત્રી, તમારા પિતાના સમયમાં ચંદ્રગુપ્તના વંશજોને બચાવનાર તમારા જ પિતા હતાને ! પિતાના સામર્થ્યની વાત સાંભળી શ્રીયકના મનમાં છૂપી વેદના ઊઠી. “મારા પિતા વિષ અને અમૃત પચાવી શકતા હતા. વળી તેમનું સામર્થ્ય એવું હતું કે નંદરાજા સામે, મગધ સામ્રાજ્ય સામે કોઈ ચેડાં કરી શકતું ન હતું. છતાં તમે ચિંતા ન કરશો ચંદ્રગુપ્ત સાથે વિષ્ણુગુપ્ત છે તેની તાકાત જ તેની રક્ષા કરશે.” “સુરૂપા અત્યંત નમ્ર થઈને બોલી છતાં સમય આવે તમે પણ એની રક્ષા કરજો મારા સ્નેહ પાત્રને જાળવજો.'’ તેના દયાર્દ્ર સ્વરથી લાગણીપ્રધાન શ્રીયક બોલ્યા : Page #142 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર • ૧૧૯ વારુ એક બહેન તરીકે મારા કર્તવ્યના પાલનની પળને જતી કરીને તમને વચન આપું છું નિશ્ચિત રહેજો.” ભોળા દિલના શ્રીયક વળી તેમને કોઈ દિવસ આવા પ્રણયના પ્રસંગોનો અનુભવ નહિ. વિચારમાં પડ્યા કે આ સંસારના રંગમંચ પર આવા કેટલા ખેલ ખેલાતા હશે અને જીવો શું મેળવતા હશે? ચંદ્રગુપ્ત અને વિષ્ણુગુપ્ત પાટલીપુત્ર પર હુમલો કર્યો. પરંતુ નંદરાજાના સૈન્ય આગળ ટકી ન શક્યા. ભાગવું પડ્યું. તેમને જીવતા પકડવા મહારાજ મોખરે થયા ત્યાં તો મહામંત્રી શ્રીયક તેમની સામે આવી બોલ્યો, “મહારાજ એ ભાગેડુને પકડવા આપને જવું પડે તે શોભાસ્પદ નથી. આમ નગરીની રક્ષા કરો, હું બંનેને પકડી હાજર કરું છું.” શ્રીયકે આમ કહીને પવનવેગી ઘોડાને દોડાવ્યો. ચંદ્રગુપ્ત અને વિષ્ણુગુપ્તના ઘોડાઓ થાકેલા હતા. શ્રીયક ઘડીકવારમાં તેમની નજીક પહોંચ્યો અને બૂમ મારી: ઘોડા થોભાવો” વિષ્ણુગુપ્ત શ્રીયકનો અવાજ પારખી ગયો. “કોણ શ્રીયક” શ્રીયક નામ સાંભળી ચંદ્રગુપ્ત તલવાર કાઢી. શ્રીયક પર ગા કરવા તલવાર ઝીંકી, શ્રીયક પણ કુશળ હતા, ઢાલના રક્ષણથી બચી ગયા. તે બોલ્યો : “ચંદ્રગુપ્ત તારે તલવાર ચલાવવી હોય તો ચલાવ હું વચનબદ્ધ છું એટલે તારા પર ઘા નહિ કરું, પણ ઢાલ ઘરી રાખીશ.” વિષ્ણુગુપ્ત બોલ્યા, “ચંદ્રગુપ્ત તલવાર મ્યાન કર. આતો શ્રીયક છે તેમને નમસ્કાર કર. તેમના હાથે મોત પણ મીઠું છે.” “મગધપતિના શત્રુને જીવતો જવા દેનાર શ્રીયક સ્વામીદ્રોહી છે.” વિષ્ણુગુપ્ત: “તને જીવતો રાખવા તેના પિતાએ બલિદાન આપ્યું છે.” શ્રીયક વચ્ચે બોલ્યો “તમે અહીંથી ભાગી જાઓ. તમે બચવા પામ્યા છો. તેનો ઉપકાર સુરૂપાનો છે.” Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર આમ કહી શ્રીયકે પોતાના ઘોડાને આડે માર્ગે વાળી લીધો જાણે કોઈનો ભેટો થયો નથી. મહારાજા નંદના રાજ્યમાં અનેક ખટપટો ઊભી થઈ હતી. ચંદ્રગુપ્તે લશ્કર તૈયાર કરી લંડ ઉઠાવ્યું હતું. એક વાર શ્રીયક જેવા મહામંત્રી અને રથાધ્યક્ષ જેવા યોદ્ધાઓથી તે તાત્કાલિક શમી ગયું હતું. તેના બદલામાં મહારાજાએ દરેકને ઇચ્છિત માંગવા કહ્યું. શ્રીયકે પિતાના આત્મવિસર્જન પછી મંત્રીમુદ્રા ગ્રહણ કરી હતી. છતાં પિતાના આખરી વચનો તેના કર્ણપટ પર ગુંજતાં હતાં. “બેટા રાજકારણ જ્વાળામુખી છે. તેમાં પડવા જેવું નથી. સમય આવે ધર્મનું શરણ લેજો.’ યુદ્ધના વિરામ પછી મહારાજાએ જ્યારે ઇચ્છિત માંગવાનું કહ્યું ત્યારે શ્રીયકે નિવૃત્તિ માંગી. કારણ કે તે રાજખટપટ અને કાવાદાવાથી દૂર થવા માંગતો હતો. મહારાજા વચનબદ્ધ હતા, વળી તેમણે ભલા શ્રીયકને સ્થાને વળી કોઈ યોગ્ય મહામંત્રી મળશે તેવી આશાએ તેની મુક્તિનો સ્વીકાર કર્યો. આ પ્રસંગ બન્યા પછી શ્રીયકના મનમાં એક રંજ રહી ગયો. મગધેશ્વરના શત્રુને જીવતો ન મૂકવાની પિતાની પ્રતિજ્ઞાનું સામર્થ્ય ક્યાં ? અને મારે માથે આવેલું આ ધર્મસંકટ ક્યાં ? આમ તેના ચિત્તમાં હવે મંત્રીપદ નગણ્ય બની ગયું. જો નંદરાજા આ વાત જાણે તો પુનઃ મહામંત્રી શકટાલના આત્મવિસર્જનનું પુનરાવર્તન જ થાય, આથી મહારાજની પાસેથી મુક્તિ માંગી હતી. કારણ કે પિતાની જેમ તેનામાં અમૃત અને વિષને જીરવવાની તાકાત ન હતી. આથી મુક્તિ માંગીને પિતાના વચનને યાદ કર્યાં. રાજની ખટપટ મૂકીને ધર્મમાર્ગે ચાલ્યા જો. બહેનો તો દીક્ષિત થઈ જ હતી. શ્રીયકે પોતાના પરિવારની યોગ્ય વ્યવસ્થા કરી દીક્ષા ગ્રહણ કરી. જીવનમાં રણમેદાને જીવેલા શ્રીયકમાં વ્રત ાપ કે કઠોર જીવનની Page #144 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર • ૧૨૧ ક્ષમતા ઓછી હતી. તેમાં વળી દુષ્કાળ જેવા કારમા દિવસોમાં યોગ્ય અન્નપાણીના અભાવે શરીર શિથિલ થઈ ગયું. તેમાં પર્વાધિરાજ પર્યુષણમાં પોતાની શક્તિ પ્રમાણે ફક્ત પોરસીનું પચ્ચખાણ લીધું હતું. પોરસી સુધી બળ ટક્યું, એમ કરતાં બપોરટાણું થયું. કક્ષાએ કહ્યું હવે કંઈ બહુ સમય કાઢવાનો નથી, રાત્રિ તો આરામથી પસાર થઈ જશે. શ્રીયકને પણ લાગ્યું કે આત્મશક્તિ તો છે વળી દેહનું મમત્વ ઘટે જીવન ધન્ય બની જશે. શ્રીયકે ઉપવાસના પ્રત્યાખ્યાન લીધા, પરંતુ રાત્રિ થતાં તો ક્ષુધાતૃષાથી દેહમાં અસહ્ય પીડા ઊપડી. પરંતુ પ્રત્યાખ્યાન તોડવા તે કાયરતા છે. વળી કર્મ બંધાશે તેના કરતાં ભલે દેહ છૂટી જાય. વળી ભાવના કરવા લાગ્યા કે આત્મા તો મરતો નથી. દેહ તો ગમે ત્યારે પડવાનો છે. મનોમન સૌની ક્ષમા યાચી અનશન વ્રત સ્વીકારી દેહભાવ ત્યજી આત્માના અમરપદનું ધ્યાન કરી સમાધિમરણ વડે સ્વર્ગલોકમાં પહોંચી ગયા. યક્ષાને અત્યંત ખેદ થયો કે મારા કહેવાથી ભાઈ મુનિએ ઉપવાસ કર્યો અને દેહ છૂટી ગયો. પરંતુ તેમના તપોબળથી શાસનદેવી પ્રગટ થયાં. તેમને મહા વિદેહમાં લઈ ગયાં. ત્યાં પ્રભુમુખે સાંભળ્યું કે ભરતક્ષેત્રની આ આર્યા નિર્દોષ છે” પ્રભુદેશના સાંભળી સંતુષ્ટ થયા. સાથે ચાર અધ્યયનની ભેટ લાવ્યા. ( કોશાની સામે આવતી સમસ્યાઓ કોશાને જન્મ નીચકુળ મળ્યું હતું. મુનિએ તેને શ્રાવિકા ધર્મ આપી કુળના ભેદને ટાળ્યું હતું. પણ સમાજનાં બંધારણો જલ્દી બદલાતાં નથી. કોશાને હવે આની કંઈ પીડા ન હતી. મુનિએ આપેલો ધર્મ, પ્રભુ પ્રત્યેની ભક્તિ દ્વારા સ્વયં નિર્દોષ જીવન જીવતી હતી. તેને એમાં કોઈના દોષ જોવાનો સમય ન હતો, વૃત્તિ ન હતી. ભલે લોકો Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ • સંયમવીર સ્થૂલિભદ્ર દોષ જુએ. શ્રાવિકા કોશા એમાં પણ પોતાનું શ્રેય જોતી. કોશાને હજી પણ ગણિકા માનનારાઓ, જો કોશા રંગશાળામાં નૃત્યારંભ આદરે તો પાટલીપુત્રની જનતા તે જોવા તૈયાર હતી. અરે આજે પણ તેના રૂપરંગને જોવાવાળાની, રાજા-મહારાજાની ખોટ ન હતી. પરંતુ તે સૌને આ શ્રાવિકાના વ્રત પસંદ ન હતા. એક વાર તેના સૌંદર્ય અને નૃત્યકલા પર પ્રસ્તુતિના કાવ્યો રચનારાને ગણિકા પસંદ હતી. પણ ગુણિકા પસંદ ન હતી. છતાં યૂલિભદ્રની અનઉપસ્થિતિમાં કામી પુરુષો તેનો લાભ ઉઠાવવા પ્રયત્ન કરતા. કોશા પરિચારિકા દ્વારા સૌને બહારથી જ વિદાય કરી દેતી. હવે રથાધ્યક્ષનો વારો હતો. મહામંત્રીના આત્મવિસર્જન પછીની રાજ્યની અવ્યવસ્થા તેને ખૂંચતી હતી. વળી હવે તે પણ યુદ્ધથી કંટાળ્યો હતો. તેમાં સ્થૂલિભદ્રના ગયા પછી પુનઃ કોશાને પોતાની હૃદયરાણી બનાવવાના કોડ જાગ્યા. પ્રસંગોપાત તેણે મહારાજા પાસે કંઈક સંકોચ સહ કોશાની માંગણી કરી. મહામંત્રી પછી નંદરાજાનું ગૌરવ કંઈ ઘટ્યું હતું કે શું? તેમણે એ પણ વિચાર ન કર્યો કે કોશાએ તો રાજ્યસેવાથી મુક્તિ માંગેલી છે. રાજ્યની કોઈ સગવડ સામગ્રી પણ તેણે સ્વીકારી નથી. તેના પર હવે આજ્ઞાપત્ર લખી આપવાનો શું હક્ક છે? છતાં તેમણે કોશાને રથાધ્યક્ષને આધીન થવાની આજ્ઞાપત્ર લખી આપ્યો, અને કહ્યું : મારા વીરયોદ્ધાનું મનોવાંછિત પૂર્ણ કરવાની મારી ફરજ છે. વળી કોશાનાં ભાગ્ય ખૂલી ગયાં. સ્થૂલિભદ્ર પછી તેને આવો વીર પરાક્રમી પુરુષ મળ્યો.” અરે આ નંદરાજાની બુદ્ધિ શું ભ્રષ્ટ થઈ હશે ? અરે પણ તેમને આ રાજ્યની અંધાધૂંધીમાં શું ખબર હોય કે સ્થૂલિભદ્ર ક્યારે આવ્યા? શું કરી ગયા! કોશાએ શું સ્વીકાર્યું છે? Page #146 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર • ૧૨૩ [ રથાધ્યક્ષની કોશા મેળવવાની કામના ) રથાધ્યક્ષ પણ એ હકીકતોથી અજ્ઞાત હતો. તેના ચિત્તમાં વર્ષોથી પડેલી વાસના પુનઃ જાગી હતી. સ્થૂલિભદ્ર ગયો. એક ગણિકાને બીજું શું જોઈએ? વળી પોતે સ્થૂલિભદ્ર કરતાં ક્યાંય ઊતરતો ન હતો તેવો તેને ગર્વ હતો. આજ્ઞાપત્ર લઈને હોંશભર્યો તે શીઘ્રતાએ કોશાના આવાસે પહોંચ્યો. તે કામવાસનાથી પ્રસાયેલો જોઈ પણ ન શક્યો કે આ ચિત્રશાળામાં શું પરિવર્તન થયું છે? તેણે કોશાના હાથમાં આજ્ઞાપત્ર આપ્યો, તે વાંચી પ્રથમ તો તે મનોમન ધ્રૂજી ઊઠી. રાજાનો આજ્ઞાપત્ર અને કામી, તેમાં વળી પરાક્રમી યોદ્ધો, શું કરી બેસે? પરંતુ તેણે તરત જ મુનિ સ્થૂલિભદ્રનું સ્મરણ કર્યું. તેના સ્મરણ માત્રથી તેનામાં હિંમત આવી ગઈ. વાસ્તવમાં સંસારના સુખવિલાસમાં પણ તેનો ભદ્ર પ્રત્યેનો પ્રેમ સતીધર્મ જેવો હતો. એક જ પુરુષ. આજે તો તે શ્રાવિકાના વ્રતમાં હતી એટલે એ સતીધર્મમાં વળી સંયમ ભળ્યો હતો. તે તરત જ સ્વસ્થ થઈ ગઈ. રથાધ્યક્ષના મનમાં મનોરથ હતો. કોશા રૂપચણીને હૃદયરાણી બનાવી શસ્ત્રવિદ્યા વગેરેનો ત્યાગ કરી શાંત જીવન જીવવું. બસ કોશા સાથે સંસારસુખની મનોકામના પૂરી કરવી. તેણે એ પણ ન વિચાર્યું કે પોતે હવે વૃદ્ધાવસ્થાની નજીક જતો હતો. વળી યૂલિભદ્ર સાથે ધનુર્વિદ્યાની સ્પર્ધામાં ક્યારેક જીતી જતો પણ તે સિવાય તે લૂખોલસ હતો. તેની પાસે શાસ્ત્રાભ્યાસ કે કાવ્યકલા તો હતી જ નહિ. કામવાસનાથી ભરેલો તે કોશા પાસે ઉપસ્થિત થયો. તે કંઈ વીણાના મધુર સ્વર તો રેલાવી શકે તેમ ન હતો. તેથી તેણે કોશાને કહ્યું બહાર ઉદ્યાનમાં ચાલ તને મારી કળા બતાવું. કોશા સ્વસ્થ હતી તેણે વિચાર્યું કે રથાધ્યક્ષ કંઈ બળ વાપરીને ઉતાવળું પગલું ભરે તે Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર પહેલાં તેની પાસે સમજપૂર્વક કામ લેવું પડશે. રથાધ્યક્ષ ઉદ્યાનમાં જઈને બોલ્યો. “હે રૂપસુંદરી મારી મનોમૂર્તિ હું તને મારી કળા બતાવું.” એમ કહી તેણે એક તીર છોડ્યું. તે દૂરના વૃક્ષના આમ્રફળને વીંધીને દૂર નીકળી ગયું. “આ તો મારી સામાન્ય કળા છે. તું કહે તો મારું તીર આગ પેટાવી શકે, તીર દ્વારા વિષ પણ વરસાવી શકું. તું જેમ રીઝે તેમ કરવા હું તત્પર છું.” કોશા : “મને એવી હિંસક વાતોમાં રસ નથી.” “છતાં તું જો તો ખરી કે મારી પાસે કેવું બળ છે.” એમ કહી તેણે દૂરના આમ્રવૃક્ષ પર તીર છોડ્યું. તે તીર આમ્રવૃક્ષની પાકી લૂબ લઈને પાછું ફર્યું. રથાધ્યક્ષે તે લૂબ ખૂબ સ્નેહભાવ દર્શાવી કોશાના ચરણોમાં ધરી દીધી. કોશા : “તમારી કળા અદ્ભુત છે પણ તેનાથી અદ્દભુત કળા તમારે જોવી છે ?” આમ તો કોશાએ સ્થૂલિભદ્રના ગયા પછી અને શ્રાવિકાવ્રત લીધા પછી નૃત્યગાન ત્યજી દીધાં હતાં પણ રથાધ્યક્ષ વ્રતની ભાષા સમજે તેવી શક્યતા ન હતી. તે નૃત્યની ભાષા સમજશે તેમ માની તેણે દાસીને બોલાવી. દાસીએ આજ્ઞા પ્રમાણે એક સરસવના ગોળ દાણાનો ઢગલો કર્યો તેના પર મોટી લાંબી સોય મૂકી. સરસવ પર પુષ્પોનો ઢગલો કરી ઢાંકી દીધા ફક્ત અગ્રભાગે સોય જ દેખાય તેવી વ્યવસ્થા કરી. કોશાની ઉંમર કંઈક થઈ હતી. વળી શ્રાવિકાવ્રતને કારણે સાદાં વસ્ત્રો પરિધાન કર્યા હતાં. છતાં મૂળમાં જે સૌંદર્ય હતું તે કંઈ છાનું ન રહે. રથાધ્યક્ષ તો મનમાં પોતાની મનોમૂર્તિને મેળવવાની આતુરતા. સેવતો હતો. તે આ સર્વે જોતો હતો. ત્યાં તો કોશા તાલબધ્ધ રીતે પુષ્પો પર નૃત્ય કરવા લાગી, અંતે સોય પર અંગૂઠો ગોઠવી નૃત્ય કર્યું. જે નૃત્યમાં તેના હાવભાવમાં સાત્વિકતા હતી. અને મન પવિત્ર Page #148 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૧૨૫ હતું. આ નૃત્ય કરતાં ન સરસવનો દાણો સરક્યો. ન પુષ્પની પાંખડી દુભાઈ. કે ન તો સોયથી પગ વીંધાયો. અને છેલ્લે મનોમન ભદ્રને પ્રણામનો અભિનય કરી કોશા સહજ રીતે જેમ પુષ્પ પર ચઢી હતી તેમ ઊતરી ગઈ. રથાધ્યક્ષ એ જોઈ અતિ પ્રભાવિત થયો. ધન્ય કોશા અદ્ભુત વળી દુષ્કર” તેને લાગ્યું કે આ અદ્ભુત નૃત્ય પાસે તેની કળામાં કંઈ સુંદરતા નથી. આથી એકદમ ભાવાવેશમાં આવી બોલ્યો “કોશા માંગ જે માંગવું તે માંગ.” “હે રણવીર, તમારી કે મારી આ કલાઓ કંઈ દુષ્કર નથી. દુષ્કર તો છે કામવાસનાને જીતવી.’ કામવાસના શું દુષ્કર છે. તારું મારું મિલન એમાં શું દુષ્કર છે.’’ “હા દુષ્કર છે, જો એ એમ ન હોય તો રણવીર જેવો પરાક્રમી પુરુષ અન્યનું ત્યજેલું ખાય ખરો, વળી એક ગણિકાને પોતાના માન પ્રતિષ્ઠા મૂકી વરદાનમાં માંગવા જેવી ક્ષુદ્રતા કરે ખરો ? ગણિકાના અપવિત્ર દેહને ઇચ્છે ખરે !” રથાધ્યક્ષના મનમાં હજી વાસના જલતી હતી ‘કોશા તું અપવિત્ર ગણિકા નથી. તું સ્વર્ગીય અપ્સરા કરતાં વિશેષ છું. તારા માટે દેહ જતો કરવો પડે તોપણ તેનું મને કંઈ મૂલ્ય નથી.” “ઓહ આ કામવાસનાની ભીંસ ભયંકર છે. હે રણવીર ! તીરથી કદાચ તમે પાતાળમાં છેદ પાડી શકો, દૈવી નૃત્યની કલાથી સ્ત્રી પ્રાપ્ત કરી શકે તેમાં કંઈ આશ્ચર્ય જેવું નથી પરંતુ કામને જીતવો દુષ્કર છે.' “હે રથાધ્યક્ષ સૌંદર્યવાન સ્ત્રીની સામે સંયમશીલ રહેવું દુષ્ક૨ છે. તેમાં પણ જ્યાં બાર બાર વરસ કેવળ ભોગવિલાસ સેવ્યા હોય. સુંદ૨ ૨સભર્યાં ભોજન આરોગ્યાં હોય, શૃંગારથી ભરપૂર ચિત્રશાળામાં વસવું. અને કામવાસનાને ઇચ્છતી પોતાની ભૂતકાળની રૂપરાણીનાં Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સંયમવીર સ્થૂલિભદ્ર નૃત્યો જોવાં છતાં જેની દૃષ્ટિમાં કે એક રોમમાં વિકાર પેદા થયો નથી તેવો પવિત્ર પુરુષ એક જ જોયો! રથાધ્યક્ષનું આત્મ પરિવર્તન રથાધ્યક્ષને માટે આ ભાષા નવી હતી. જેના સ્મરણમાત્રથી જીવ કામાતુર થઈ જતો, ત્યારે આ તો કહે છે કે ભોગવિલાસના વરસોના પરિચય પછી પણ તે જ સ્થાને સંયમ સાધી શક્યો, તેવો પુરુષ હોઈ શકે ? “માનુની એ પુરુષનું પવિત્ર નામ શું છે, તેને મારા કોટિશ પ્રણામ છે.” તે બીજો કોઈ નહિ તમારો જ બાળમિત્ર સ્થૂલિભદ્ર. હવે વિચારો કે કોશા ગણિકા છે કે તમારી મિત્રવધૂ છે !” રથાધ્યક્ષ ઘડીભર ક્ષોભ પામી ગયો. તેની દૃષ્ટિમાં કંઈક પરિવર્તન જોઈ કોશા બોલી : માનવી શસ્ત્રકળા વડે જીવોની હત્યા કરી શ્રેષ્ઠ ગણાતો હોત તો વાઘ સિંહમાં ક્યાં પરાક્રમ ઓછું હોય છે ! માનવની ખરી વીરતા સંયમમાં છે. શસ્ત્રવિદ્યાએ માનવને પશુ બનાવ્યો છે. ધર્મવિદ્યા પશુને માણસ બનાવે અને માણસને દેવ બનાવે.” આમેય કોશાની વાણીમાં મધુરતા હતી. તેમાં સંયમને કારણે નિખાલસતા અને નમ્રતા ભળી. કોશાના સ્વસ્થતાભર્યા અને ખુમારીભર્યા મીઠા વાકચાતુર્યથી યોદ્ધાનું જોર નરમ પડ્યું. પુરુષ છતાં આંખો સજળ બની. વળી તેણે ક્યારે આવી શાંતિ અનુભવી ન હતી. માનસિક રીતે કામવાસનાથી પીડાતો, બાહ્ય રીતે રાજ્યની ખટપટમાં ધંધવાતો, મૃત્યુના ખેલ ખેલતો, કોશાની કરુણાસભર વાણીથી પસ્તાવા લાગ્યો. જીવનમાં કરેલાં પાપો નજર સમક્ષ તરવરવા લાગ્યાં. “કોશા તને મેળવવાના લોભમાં વરરુચિનો હાથો બન્યો. જેના પરિણામે પવિત્ર Page #150 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર ચૂલિભદ્ર • ૧૨૭ અને ઉપકારી મહામંત્રીનું આત્મવિસર્જન થયું. ઓહ હું આવો પાપી, હવે ક્યાં જઈ શાંતિ મેળવું?” હે કોશા ખરેખર તું મારી ગુરુ છે. તારો સંયમભાવ પણ પ્રશંસનીય છે.” હે રથાધ્યક્ષ તમારા જીવને શાંતિ મળી તે માટે મુનિ સ્થૂલિભદ્રનો આભાર માનો. તેમણે આપણા જેવા કેટલાયને ધર્મમાર્ગ બતાવ્યો છે.” “ચાલો આપણે હમણાં જ તેમનાં દર્શન કરી પવિત્ર થઈએ. પણ કોશા તે મારા જેવા પાપીની સામે જોશે! મને ધર્મમાર્ગે લઈ જવા યોગ્ય ગણશે ?” અરે તે મુનિ તો પાપ અને પાપીથી પર છે. તેમને ઊંચનીચના પણ ભેદ નથી. ખરેખર તેઓ મહામાનવ અને સંયમવીર છે.” બંને એક જ રથમાં બેસી મુનિના દર્શને નીકળ્યા. હવે બંનેના ભાવો ઉત્તમ હતા, એટલે એક રથમાં બેઠા છતાં પવિત્રતાનો સ્પર્શ અનુભવતાં હતાં. ન કોઈ ક્ષોભ, ન કોઈ મોહ, ન કોઈ ભય. બંનેનાં હૈયાં નિર્દોષ આનંદથી ભરેલાં હતાં. તેઓ મુનિ પાસે પહોંચ્યાં. મુનિનાં દર્શન કરી રથાધ્યક્ષ પાવન થયો. બળવાન તો હતો. તેણે સ્થૂલિભદ્ર પાસે દીક્ષિત થઈ જીવન ધન્ય બનાવ્યું. વીર યોદ્ધો હતો. હવે અંતરના લેશો અને સંસ્કારોની સામે યુદ્ધે ચઢ્યો. અને જીત મેળવી દીક્ષિત થઈ જીવન સાર્થક કર્યું. ધર્મ પામેલી કોશાને પણ ધન્ય છે. મહામંત્રી શકટાલના મૃત્યુ પછી પાટલીપુત્રમાં ઘણી ઘટનાઓ ઘટી ગઈ. નંદરાજાના મગધની પડતી દોડતી હતી ત્યાં બાર વર્ષના દુકાળે તો માનવને હણો બનાવ્યો. એ તપોભૂમિમાંથી સાધુજનો અન્યત્ર વિહાર કરી ગયા. કેટલાકે અનશન લીધા. ભગવાન મહાવીરનો બોધ મુખપાઠે પરંપરાએ સચવાયો હતો. દુષ્કાળને કારણે એ સ્મરણશક્તિ પર આઘાત પહોંચ્યો. સંભૂતિ મુનિ કાળધર્મ પામ્યા Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ • સંયમવીર સ્થૂલિભદ્ર હતા. ભદ્રબાહુ મહાપ્રાણ ધ્યાનની સાધનામાં લાગ્યા હતા. સાધુસંઘ શ્રી સ્થૂલિભદ્રને સોંપ્યો હતો. ( સ્થૂલિભદ્રની નિશ્રામાં પૂર્વનું અધ્યયન કાળના વહેણ સાથે મગધ સામ્રાજ્યમાં ઘણું ઘણું પલટાઈ ગયું. મહામંત્રી શકટાલ ગયા. સ્થૂલિભદ્ર સંયમ લીધો. શ્રીયકે પણ તે જ માર્ગ ગ્રહણ કર્યો સામ્રાજ્યમાં અંધાધૂધી તો હતી. તેમાં પાટલીપુત્રમાં બાર બાર વર્ષના ભયંકર દુકાળે માનવને હતાશ કર્યો. ધર્મક્ષેત્રે મુશીબતો ઉભી થઈ. માનવ પાસે અન ન હોય તો તે સાધુજનોને કંઈ રીતે નિભાવે ? આચાર્ય ભદ્રબાહુસ્વામીની આજ્ઞાથી કેટલાક સાધુ સમુદાય સજળ પ્રદેશમાં જતો રહ્યો. જે ગામો, ઘરો વન, ઉપવનો સાધુજનોથી ભરપૂર હતા ત્યાં હવે સાધુના દર્શન દુર્લભ થયા. માત્ર થોડા સાધસમુદાયે પ્રભુના ચરણથી પાવન થયેલી ભૂમિને જ પસંદ કરી અનશન લીધું. જૈન સંઘના અગ્રેસરો ચિંતિત હતા. વળી યોગ્ય ખોરાકને અભાવે જ્ઞાન પણ વિસ્મરણ થતું ચાલ્યું. નવા શાસ્ત્રો - સૂત્રો શીખવાનો ઉમંગ ન રહ્યો. જિનવાણી લુપ્ત થાય તો જીવો ધર્મ કેવી રીતે પામે? આથી સંઘોની દૃષ્ટિ સ્થૂલિભદ્ર પ્રત્યે હતી. સંઘના ભાવિક અગ્રેસરોએ સ્થૂલિભદ્રને શ્રુતજ્ઞાનના ઉદ્ધાર માટે વિનંતિ કરી. સાધુજનોના આહારાદિની યોગ્ય વ્યવસ્થાની જવાબદારી લીધી. અને પ્રભુવાણીને જીવંત રાખવા ભગીરથ પ્રયત્ન કર્યો. સ્થૂલિભદ્ર પ્રસન્ન થયા. મારે માટે જિનવાણીના રક્ષણનો મહાપુણ્યયોગ છે તેમ માની તેમણે બાર અંગોની વાચનાનો જ્ઞાનોત્સવ શરૂ કર્યો. તેમાં યક્ષા, શ્રીય રથાધ્યક્ષ વિગેરે ભળ્યા. દેશ વિદેશથી પણ સાધુજનો આવવા લાગ્યા. એમાં કોશા ક્ષાવિકા તરીકે અતિ ઉત્સાહથી સેવાકાર્યમાં ગુંથાઈ ગઈ. પવિત્ર અંગસૂત્રોની વાંચનાનો Page #152 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૧૨૯ શુભારંભ થયો. પ્રભુ મહાવીરે ઉપદેશેલાં અને ગણધરોએ ગૂંથેલાં બાર અંગોમાંથી પ્રથમ વારાંગનો ઉદ્ધાર શરૂ કર્યો. જૈન સાધુઓએ કેવી રીતે વર્તવું તે માટે આચાર, ગોચરી, સ્વાધ્યાય, શય્યા, ઉપધિ, = (સાધુઓના ઉપકરણ) ભક્તપાન, તપ વગેરેનું દિગ્દર્શન કરાવ્યું. - જે એક જાણે છે, તે બધું જાણે છે, અને જે સર્વ જાણે છે, એ એક જાણે છે.' – પ્રભુ વીરના આ નાના છતાં મહાન સૂત્રનો વિશદ અર્થ વિચારીને તો સહુ ચકિત થઈ ગયા. એક વસ્તુને તેના સર્વરૂપ, સર્વપર્યાય, સર્વ વિવક્ષા સાથે જાણકાર સર્વ વસ્તુને જાણે છે. આચારાંગ સૂત્ર તેના સ્કંધ અને અધ્યયન સાથે રૂઢ થઈ ગયું. સુત્રવૃ5 તારની વાચના શરૂ થઈ, જેને જે યાદ હતું તે સહુ સ્મૃતિને આધારે ટાંકવા લાગ્યા. આ ગ્રંથનું મૂળ વક્તવ્ય એ હતું કે અહિંસા ધર્મ જેના મૂળમાં છે, એ જ શ્રેષ્ઠ ધર્મ છે. આ ધર્મ અને તેના આચારો તેમ જ તે અંગે જ્ઞાન, વિનય આદિગુણોની ચર્ચા કરવામાં આવી. સાથે સાથે પ્રભુમહાવીરના સમયમાં પ્રવર્તતા અન્ય ૩૬૩ મતોની નિયમાવલિની તુલનાકરી. આ ૩૬૩માં પણ ૧૮૦ ક્રિયાવાદી હતા. ૮૪ આક્રિયાવાદી હતાં, ૬૭ અજ્ઞાનવાદી અને ૩ર વિનયવાદી હતા. સારાંશમાં એમ જણાવવામાં આવ્યું, કે મત બધા તિરસ્કારવા યોગ્ય છે, અને વિનય એ પ્રધાન ભૂષણ છે. દેહ તે અન્ય અને હું તે અન્ય - એવી ભાવના આમાંથી કેળવાય છે. સ્કંધ અને અધ્યયનપૂર્વક આ બીજું અંગ સમાપ્ત થયું. શ્રુતજ્ઞાનની આ ઉપાસનાએ પાટલીપુત્રનો ચહેરો ફેરવી નાખ્યો હતો. આવી તક ફરી ફરીને મળવી દુર્લભ હતી. ખંડ ખંડ થયેલ અંગને સંગ્રહતાં દિવસો ચાલ્યા જતા; પણ કુશળ સાધુઓ તરત તેને વ્યવસ્થિત કરી દેતા. - ત્રીજું અંગ થાન શરૂ થયું. જીવ અને અજીવનું આમાં વર્ણન કરવામાં આવ્યું હતું. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાળ અને આકાશ આ દ્રવ્યોમાં જીવ સિવાય બધાં દ્રવ્યો અજીવ છે. જીવો પણ ત્રણ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ • સંયમવીર ચૂલિભદ્ર પ્રકારના છે : સ્થાવર, સકલેન્દ્રિય ને વિકસેન્દ્રિય, કર્મબંધનવાળા જીવો સંસારી કહેવાય છે; કર્મબંધનથી વિમુક્ત સિદ્ધ કહેવાય છે. આમાં વિરોધી ધર્મો (સાત નિલવ)નું ખંડન ને સ્વધર્મનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ અંગે આ રીતે સમાપ્ત થયું. ચોથું અંગ તે સમવાયા. આ અંગમાં કોટાનકોટિ જીવોના ને નજીવોના ભેદો ને તેમના ગુણપર્યાયોની મીમાંસા રજૂ કરવામાં આવી હતી. કારણ અને કાર્યની સાપેક્ષતા જણાવી છે. પાંચમું અંગ વ્યાધ્યાપ્રજ્ઞપ્તિ શરૂ થયું. એક એક અંગ સંગૃહીત કરતાં દિવસોના દિવસ વ્યવતીત થઈ જતા, પણ કોઈને ઉતાવળ નહોતી. સ્થૂલિભદ્રની વિદ્વત્તા ને વિચક્ષણતા નિહાળી સર્વસાધુઓ અને સંઘના મુખથી ધન્ય ધન્યના સ્વરો સ્વયં નીકળી પડતા. વ્યવ્યાપ્રજ્ઞપ્તિ એટલે ગૌતમસ્વામી આદિ શિષ્યોએ પ્રભુ મહાવીરને પૂછેલા પદાર્થોના ભગવાન મહાવીરે સ્વયં કરેલા ખુલાસાઓનો સંગ્રહ. આ જ પદાર્થોનું નિરૂપણ સુધર્માસ્વામીએ જબૂસ્વામીને કહેલું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, સંબંધી તેમ જ શેય પદાર્થોની વ્યવસ્થા જીવ આદિ વિષેના ૩૬૦૦૦ પ્રશ્નોનો આમાં સમાવેશ થયો હતો. આજીવકો ને પાર્થાપત્યો વગેરેનાં વર્ણનો પણ આમાં હતાં. ગણધરો, શિષ્યો અને વિરોધીઓનાં વર્ણનો પણ આમાં હતાં. હિંદની તત્કાલીન સોળ જાતિઓનું વર્ણન પણ તેમાં હતું. પણ આ પછી જે અંગો આવ્યાં તે સામાન્ય જનતાને પણ અત્યંત રસિક લાગવા માંડ્યાં. પ્રભુએ ઉદાહરણરૂપ ધર્મતત્ત્વપ્રધાન કથાઓ કહેલી તેનો સંગ્રહ તે જ્ઞાતાધર્મકથા. એમાં સસલાને બચાવવા મરનાર હાથીની કથા, મોરનાં ઈંડાંની કથા, નંદીકલની કથા, મેઘકુમારની કથા, માકર્દીની કથા, દ્રૌપદીની વગેરે વગેરે ધર્મબોધ આપનારી ને રસિક કથાઓનો સંગ્રહ સાંભળી સહુ અત્યંત પ્રસન થયા. જાણે સહુના અનુભવની બીના અને છતાં તેમાં કેટલું ગૂઢ રહસ્ય Page #154 -------------------------------------------------------------------------- ________________ સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૧૩૧ સમાયેલું હતું ! આમાં ૭૨ કલા ને ૧૮ દેશી ભાષાઓની ચર્ચા આવી. હવે રસિક અંગો આવી રહ્યાં હતાં. સાતમું અંગ ૩પાસશા આવ્યું, જેઓ સાધુઓ નથી બની શકતાં છતાં સંયમપ્રધાન ધર્મના ઉપાસક બનવાનું પસંદ કરે છે, તેઓનાં જીવન ચર્ચતું આ અંગ અનેક મગધવાસીઓને પ્રિય બન્યું. ભગવાન મહાવીરના આનંદાદિ દશ ઉપાસક શ્રાવકોનાં આમાં ચિરત્ર હતાં. આ ચિરત્રો સાંભળી સહુને આ તરણતારણહારની કરુણા પ્રત્યે અત્યંત ભક્તિ જાગી. આઠમું અંગ સંત તવશાળ. આમાં કર્મનો અને તેના નિમિત્તરૂપ સંસારનો ત્યાગ કરી જેમણે સંસારનો અંત કર્યો છે, એવા તીર્થંકરોનાં પુણ્યચરિત્રો ગૂંથાયેલા હતાં. આ પછી નવમું અંગ ‘અનુત્તરોપપતિષ્ઠ વાં’ સંગ્રહાયું. આમાં અનુત્તર નામના સ્વર્ગમાં રહેનાર અને પછી એક જ ભવે મોક્ષપ્રાપ્તિ ક૨ના૨ જીવોનાં વર્ણન છે. દસમું પ્રશ્નવ્યારા દશાંશ આમાં જે દ્વાર કર્મો આવે છે તે અને જેથી કર્મો આવતાં બંધ થાય છે, તેનું વર્ણન હતું. અગિયારમું અંગ તે વિષાસૂત્ર આ કાળે દેખાતાં કર્મળોનું કારણ વગેરેની આમાં દૃષ્ટાંત સાથે ચર્ચા કરવામાં આવેલી છે. આમ ધીરે ધીરે શ્રી સ્થૂલિભદ્રની નિશ્રામાં અગિયાર અંગો સંગૃહીત કરવામાં આવ્યાં. આ અંગો અર્ધમાગધી ભાષામાં હતાં. પણ હવે છેલ્લું સંસ્કૃતભાષાનું અંગ દૃષ્ટિવાવ બાકી રહ્યું. આ અંગ એક મહાન અંગ હતું. એમાં સર્વ પદાર્થોની ગંભી૨ પ્રરૂપણા કરવામાં આવી હતી. એના પાંચ વિભાગો રચવામાં આવ્યા હતા. અને તેમાં પૂર્વ નામના વિભાગના ચૌદ પૂર્વે હતાં. એ ચૌદ પૂર્વેમાં અનેક ચમત્કારિક વસ્તુઓ હતી, અનેક વિદ્યાઓ, શક્તિઓ અને સામર્થ્યનો તેમાં સંચય હતો, પણ તે જાણવા માટે પણ અધિકાર મેળવવો પડતો. સામાન્ય સાધુને એ પૂર્વે સંભળાવવામાં પણ ન આવતાં. અગિયા૨ અંગની વાચના અર્ધ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર • સંયમવીર સ્થૂલિભદ્ર માગધીમાં થઈ. પરંતુ બારમું અંગ જે સંસ્કૃતમાં હતું તે બાકી રહ્યું તેના જ્ઞાતા ભદ્રબાહુ સ્વામી હતા. પરંતુ તેઓ દૂર નેપાળમાં એકાંત સાધનામાં હતા. સંઘે તેમને વાંચના માટે વિનંતી કરી. તેઓ સાધનાનો ક્રમ ત્યજી આવી શકે તેમ ન હતા. કારણ કે આ ધ્યાનની સિદ્ધિ થતાં સર્વ પૂર્વના સૂત્રાર્થનું એક મુહૂર્તમાં પ્રગટ કરવાની ગણના થઈ શકે. આખરે સંઘની આજ્ઞા માન્ય કરી તેમણે શિષ્યોને નેપાળ મોકલવા જણાવ્યું. સ્થૂલિભદ્ર અને પાંચસો શિષ્ય વિહાર કરી અનેક કષ્ટો સહી નેપાળ પહોંચ્યા. ભદ્રબાહુ સ્વામીને ચરણે પડ્યા. તેમના ધર્મલાભના આશિષથી સર્વ સાધુઓ કષ્ટ ભૂલી ગયા. બીજે દિવસે દષ્ટિવાદનું અધ્યયન શરૂ થયું. મહાયોગીની વાંચના રહસ્યપૂર્ણ અને ઘેર્યપૂર્ણ. શિષ્યોનું સામર્થ્ય હીણું. તેઓ ટકી ન શક્યા. નેપાળના આજુબાજુના પ્રદેશોમાં પ્રયાણ કરી ગયા. આખરે એક સ્થૂલિભદ્ર શેષ રહ્યા. તેઓ ખૂબ ધીરજથી અધ્યયન કરતા હતા. ગુરુદેવની ધ્યાનસાધના પૂર્ણ થવાથી તેઓ વધુ વાચના આપતા હતા. સ્થૂલિભદ્રે દશપૂર્વનું જ્ઞાન મેળવી લીધું. છતાં ગુરુદેવ કહેતા મુનિ હજી તો આ જ્ઞાન સાગરના બિંદુ જેટલું છે. મગધમાં પુનઃ શાંતિ પથરાતી હતી. દુષ્કાળના કપરા દિવસો પછી સમય સુધરતો હતો. તેવા સમાચાર મળવાથી ભદ્રબાહુ સ્વામીએ સ્થૂલિભદ્ર સાથે પાટલીપુત્ર તરફ પ્રયાણ કર્યું. પાટલીપુત્રના નગરની બહારના ઉદ્યાનમાં આજે મહોત્સવ શરૂ થયો હતો. જ્ઞાનના એક માત્ર આધાર શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુ પધાર્યા હતા. સાથે મુનિ સ્થૂલિભદ્ર હતા. મગધની પ્રજા તેમના દર્શન માટે આતુર હતી. મુનિ યૂલિભદ્રની સૌમ્યમૂર્તિ, સાધુવેશ જોઈને સૌનાં મસ્તક ઝૂકી જતાં. તેઓ વિશેષ સાધના માટે ગુરુઆજ્ઞાને આધીન ગુફામાં વાસ કરતા હતા. વળી પૂ. ભદ્રબાહુ પાસે દશ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેથી ઘણી લબ્ધિઓના સ્વામી હતા. Page #156 -------------------------------------------------------------------------- ________________ ગી સંયમવીર ચૂલિભદ્ર • ૧૩૩ સતીઓ વંદનાર્થે સાધ્વી યક્ષા અન્ય બહેનો સહિત ઉદ્યાનમાં આવી ભદ્રબાહુને વંદન કર્યા. “ગુરુદેવ સ્થૂલિભદ્ર મુનિ ક્યાં છે ?” અહીં નજીકના જીર્ણ દેવકુળમાં (ગુફા) છે.” યક્ષા અન્ય સાધ્વીઓ સાથે ત્યાં ગઈ પણ આ શું દેવકુળમાંથી સિંહગર્જના સંભળાવા લાગી. દેવકુળની નજીક જઈને જોયું તો ત્યાં એક વિકરાળ સિંહ ગર્જતો બેઠો હતો, જોકે સામે ધસી ન આવ્યો. સાધ્વીઓ ચિંતિત થઈ પાછી ફરી સિંહ ભાઈનો ભક્ષ કરી ગયો હશે? ગુરુદેવને આ બિના જણાવી. ગુરુદેવે જ્ઞાન દ્વારા કહ્યું કે “એ સિહ નથી તમારો જ ભાઈ પુરુષસિંહ છે.” સાધ્વીઓ પાછી ફરી ત્યાં જઈ જોયું તો સ્થૂલિભદ્ર બંધુ મુનિ સ્વસ્થપણે બેઠા હતા. સાધ્વીજનોએ વંદન કર્યા. શાસ્ત્રીય જ્ઞાનગોષ્ઠિ કરી, તેઓ વિદાય થયા. આ કામવિજેતા મુનિ ક્યાં ભૂલ્યા ? રોજના વાચનાના સમયે મુનિ ગુરુદેવ પાસે પહોંચ્યા. ગુરુદેવે કહ્યું: હવે તમે વાચનાને યોગ્ય નથી.” એ સાંભળીને ભદ્ર મુનિ સ્તબ્ધ થઈ ગયા, શું અપરાધ થયો ! મુનિએ ખૂબ વિચાર્યું પણ કંઈ દોષ જણાયો નહિ. એટલે ગુરુચરણમાં પડીને કહ્યું: “મારો દોષ જણાવો, ક્ષમા કરો અને પ્રાયશ્ચિત્ત આપો.” મુનિ, તમને તમારો અપરાધ જણાતો નથી, તમે ગુફામાં સિંહ બનીને સાધ્વીબહેનોને ચમત્કાર બતાવી પ્રભાવિત કરવા પ્રયત્ન કર્યો હતો! મુનિ ચમત્કારનો આશ્રય ન લે, આત્મિક સિદ્ધિ સિવાય મંત્રનો અન્ય ઉપયોગ કરે તો સાધુ જાદુગર થઈ પામર બની જાય.” Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪ • સંયમવીર સ્થૂલિભદ્ર ગુરુદેવ એક વાર ક્ષમા કરો પુનઃ અપરાધ નહિ કરું.” ગુરુદેવે ગંભીરભાવે કહ્યું: “મહામુનિ તમારા પર મને વિશ્વાસ છે, પણ કાળ પડતો આવે છે એટલે એ જ્ઞાન હવે ગુપ્ત જ રહેશે.” સ્થૂલિભદ્રને થયું મારી એક ભૂલ ખાતર મહત્ત્વનું જ્ઞાન નષ્ટ થશે, ગુરુનું વચન ફરે તેમ ન હતું. આથી તેમણે શ્રીસંઘ પાસે પોતાની ભૂલ રજૂ કરી બધી હકીકત જણાવી. શ્રી સંઘે ગુરુદેવને ભદ્રમુનિને બાકીનું અધ્યયન કરાવવા વિનંતી કરી. ( કાળજ્ઞ ભદ્રબાહુ સ્વામી સંઘ પ્રત્યે ભક્તિભાવ રાખી ભદ્રબાહુ સ્વામીએ પોતાના નિર્ણયનું સાચું કારણ જણાવ્યું કે “વિષમ કાળ આવી રહ્યો છે. મહામુનિ જેવા પણ ચમત્કારમાં પડ્યા તો ભાવિ સાધુઓ ચમત્કારમાં પડશે, આ વિદ્યાઓ ઐહિક સુખ કે મહત્તામાં વપરાશ માટે મારો નિર્ણય યોગ્ય છે.” - યૂલિભદ્રના હૃદયમાં અપાર વેદના હતી. આથી શ્રી સંઘે પુનઃ વિનંતી કરી. સંઘની આજ્ઞાને ધારણ કરી તેમણે સ્થૂલિભદ્રને બાકીના ચાર પૂર્વોની માત્ર સૂત્ર વાંચના આપી, અર્થ રહસ્ય ગુપ્ત રાખ્યાં. સ્થૂલિભદ્ર અંતિમ ચૌદ પૂર્વધર થયા. ત્યારપછી ભદ્રબાહુસ્વામી એકાંતમાં ગયા. સ્થૂલિભદ્રને યુગપ્રધાનપદે નિયુક્ત કર્યા. શાસ્ત્રકથન છે ૮૪ ચોવીસી સુધી કામવિજેતા સંયમવીર સ્થૂલિભદ્રનું નામ મંગળકારી મનાશે. મંગલે ભગવાન વીરો મંગલ ગૌતમ પ્રભુ, મંગલે સ્થૂલિભદ્રાધા, જૈન ધર્મોસ્તુ મંગલ. ססס Page #158 -------------------------------------------------------------------------- ________________ XXXXXXXXXXX KYYY pa Kasino Cat o ne Priscate & Personal use only