________________
સંયમવીર ચૂલિભદ્ર - ૩ સ્થૂલિભદ્ર વિષે હશે તેવું જણાતું. તેના લલાટની રેખાઓ જોઈ જ્યોતિષીઓ આશ્ચર્ય પામતા એવી ભવ્યતા તેનાં ચરણ સેવતી.
જન્મ મગધ સામ્રાજ્યના મહામંત્રીનો પુત્ર, ભાવિનો મહામંત્રી, તેમાં વળી પૌરૂષીય સૌંદર્ય, દેહનું પ્રમાણ સૌષ્ઠવ, મુખકાંતિ અને શરીરનો વર્ણ સુવર્ણકળશની જેમ ઝળકતો. યુવાનીમાં પ્રવેશ થયો હતો તેથી સઘળું સૌંદર્ય અજબ રીતે ખીલ્યું હતું. સ્થૂલિભદ્ર શાસ્ત્રાભ્યાસ, શસ્ત્રવિદ્યા, કાવ્ય, સંગીત જેવી કળાઓની અપૂર્વ નિપુણતા ધરાવતો હતો.
સ્થૂલિભદ્ર જ્યારે રાજમાર્ગે પસાર થતો ત્યારે સ્ત્રીઓ તેના સૌંદર્ય પર વારી જતી, ઓવારણાં લેતી. પુરુષો પણ પ્રભાવિત થઈ તેના પ્રત્યે અહોભાવ સેવતા, અને સહજપણે સૌ ઝૂકી જતાં. તેમાં વળી કાવ્યકલા અને વીણાવાદનમાં સ્થૂલિભદ્ર અજોડ હતો. તેની વિદ્વત્તા એમાં પૂર્તિ કરતી.
મનુષ્ય જીવનની સઘળી ગુણસંપન્નતા તેને વરી હતી. છતાં તેમાં એક ગૂઢતા હતી. સ્થૂલિભદ્ર એકાંતપ્રિય હતો. ક્યારેક નૌકાવિહાર કરતો ત્યારે કલાકો સુધી તેની વીણાના સ્વરો અવકાશમાં ગુંજતા રહેતા, પોતે તેમાં લીન બની પાર્થિવ જગતને ભૂલી જતો. - સ્થૂલિભદ્રના જન્મસમયે શકટાલને મહામંત્રી પદે જવાબદારી ન હોવાથી, વળી પોતે કવિહૃદય અને ધર્મપરાયણ હતા તેથી સ્થૂલિભદ્રને શિક્ષણ આપવામાં ઘણો સમય ગાળતા સ્થૂલિભદ્ર પણ પુણ્યવંતો હતો. એટલે પિતાની કાવ્યકલા તેને રુચતી હતી. માતા જૈનધર્માવલંબી હતાં, તેથી સ્થૂલિભદ્રને જૈનધર્મનું વૈરાગ્યમય સંસ્કાર સિંચન થયું હતું. પરિણામે તે સહજ રીતે જ અધ્યાત્મરુચિ પ્રત્યે રસ ધરાવતો હતો.
જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ સ્થૂલિભદ્ર ક્યારેક ઉદાસીનતામાં સરી જતો. તેનું લક્ષ્ય ગૂઢ રીતે મુક્તિની અભિલાષા તરફ ઝૂકતું હતું. યૌવનવયમાં જ્યારે પિતા તેને લગ્ન માટે પૂછતા ત્યારે તે કહેતો કે “મને તો લગ્ન બંધન લાગે છે. સાંસારિક સુખમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org