________________
૪૦ સંયમવીર ચૂલિભદ્ર મને રસ નથી. હું આત્મીય સુખની ઝંખના રાખું છું.”
પિતાએ તેને વિદ્વાનો પાસે શાસ્ત્રાભ્યાસ, ષટદર્શનનો અભ્યાસ કરાવ્યો હતો. વીણાવાદનમાં તે અપૂર્વ નિપુણતા ધરાવતો. તેમજ શસ્ત્રકળામાં શૂરવીર હતો. છતાં તેના ચિત્તમાં સહજ રીતે જ અધ્યાત્મરસ વૃદ્ધિ પામતો હતો.
મિત્રોમાં પ્રિય હતો. મિત્રો પણ સમજાવતા કે ભરયૌવનવયમાં આત્મમુક્તિના રસ્તે ભાગે) જવું અને સંસારની મોહિનીનો ત્યાગ કરવો કઠણ છે. અપરિપક્વ દશામાં ભરેલું ઉતાવળું પગલું ભાવિમાં પાછા પડવા જેવું થવાનો સંભવ છે. માટે એક વાર તું સંસારનો પુરુષાર્થ કરી લે પછી સમય આવે સંસાર ત્યાગ કરી આત્મમુક્તિનો પુરુષાર્થ
કરજે.
વળી મિત્રો કહેતા કેટલાયે મહાપુરુષોએ સંસારની ફરજ બજાવી સમય ઓળખી ત્યાગ કર્યો હતો. તારા પિતાની તારા માટે કેવી મોટી આશા છે કે તું કુળ પરંપરાનું મહામંત્રીપદ ભાવિમાં શોભાવે ! અમે પણ તારી ભાવિની કલ્પના કરીએ છીએ કે તારા જેવો સમર્થ, પિતાથી સવાયો મહામંત્રી મગધની પ્રજાને પ્રાપ્ત થાય !
સ્થૂલિભદ્ર આ વાતો સાંભળતો અને જાણતો હતો કે પિતાની મહત્ત્વાકાંક્ષા કેટલી મોટી છે અને ભાઈબહેનનો પ્રેમ કેવો ગાઢ છે ! છતાં તેનું અંતર કહેતું આ બાહ્ય સુખોની પાછળ દુઃખ છુપાયેલું છે.
આથી તે મિત્રોને કહેતો “તમે મારા સાચા મિત્રો હો તો મારા આત્મીયસુખની ઇચ્છા રાખો પણ તેમાં બાધક ન થશો.”
રે ભાવિ ! તારી યોજના ગજબની છે. ભર યૌવનવય છતાં સ્થૂલિભદ્રમાં જગત પ્રત્યેની ઉદાસીનતા કોશાના પ્રેમ અગ્નિથી મીણબત્તી જેમ ઓગળી જશે! આવા વૈરાગીને પણ ઊંધે પાટે ચઢાવી ગૃહ, પિતા, બહેનો, ભાઈઓ સર્વ સ્વજનો છોડાવી દીધા. તે પણ સ્ત્રીમોહની જેલમાં પૂરીને ! હે ભાવિ ! તેં વૈરાગીનો સ્વાંગ જ પલટી નાંખ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org