________________
સંયમવીર સ્થૂલિભદ્ર - ૫ ભાવિ કહે છે થોભો, ભવિતવ્યતા મિથ્યા થતી નથી. વૈરાગના સંસ્કારોનું બી પાપના ડંખથી કે પુણ્યના કિરણથી જીવંત રહેશે અને મહારાગી, મહાવૈરાગી બની જશે.
છતાં યૂલિભદ્રના જીવનમાં કવિતા અને વીણાવાદના બે આત્મસાત હતાં. તે ક્યારેક પ્રાસાદના જિનમંદિરમાં કલાકો સુધી વીણાવાદન દ્વારા ભક્તિમાં લીન થઈ જતો. ઘણુંખરું એકાંતપ્રિય હતો. આ વીણાવાદનના સૂર જ એને ભાવિમાં પલટો થવામાં નિશાન બનવાના છે તે એ જાણતો ન હતો. મહામંત્રીનો ભવ્યાતિભવ્ય પ્રાસાદ
ગંગાના તટ પર મહામંત્રી શકટાલનો ભવ્યાતિભવ્ય પ્રાસાદ આવેલો હતો. યદ્યપિ આ પ્રાસાદ પૂર્વજોના સમયથી મગધમાં મંત્રીપ્રાસાદ તરીકે પ્રસિદ્ધ હતો. અતિ વિશાળ આ પ્રાસાદમાં પુત્ર, પુત્રીઓ, સ્વજન, મિત્રો, મહાપદાધિકાર ધરાવતા અતિથિઓની ઉત્તમ સુવિધાઓથી સુશોભિત ખંડ ઉપખંડ આવેલા હતા. દરેક ખંડોની રચના મનોહર હતી.
દરેક ખંડોમાં સુવર્ણ અને રજતની દીપિકાઓ શોભતી હતી. તેમાં પુરાતા તૈલી પદાર્થમાં વિશેષ ચૂર્ણ મેળવેલું જેથી દીપકો ઝગમગી ઊતા હતા. સવારે સાંજે ખાસ પ્રકારના ધૂપની સૌરભ ફેલાતી જે આરોગ્યવર્ધક અને મધુર સુગંધયુક્ત હતી.
પ્રાસાદની દીવાલો આકર્ષક અને સૌમ્ય ચિત્રોથી શોભતી હતી. પૂરો પ્રાસાદ ભવ્ય અને સુશોભિત હતો. વિવિધ સામગ્રીઓથી ભરપૂર હતો. સૈનિકોથી રક્ષિત હતો.
વિશેષમાં વંશજોના વખતથી એક જિનચૈત્ય પણ હતું. તેમાં બિરાજમાન વીતરાગ ભગવાન મહાવીરની ભવ્ય પ્રતિમાજી હતા. રાત્રિના સમયે જિનચૈત્ય સુવર્ણ અને હીરાજડિત દીપકોથી ઝગમગી ઊઠતું. રોજ રાત્રે સૌ પરિવાર ભાવથી આરતી કરતાં. સ્થૂલિભદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org