________________
૬ • સંયમવીર સ્થૂલિભદ્ર પોતાના એકાંતપ્રિય સ્વભાવને કારણે જિનચૈત્યમાં સમય ગાળતો, પ્રભુભજનમાં કાવ્યરસથી લીન થઈ જતો. ( રૂપરાણી રૂપકોશાના દિલમાં સ્થૂલિભદ્ર વસી ગયો
સ્થૂલિભદ્રની આ કથામાં રૂપકોશા મહત્ત્વનું અંગ અને પાત્ર છે. રૂપકોશારહિત આ કથા અહીં જ પૂર્ણ થાત કે વિરાગી યૂલિભદ્ર સંસારત્યાગ કર્યો, મુક્તિ સાધ્ય કરી, અને કથા સમાપ્ત.
મહામંત્રી શકટાલના ભવ્યાતિભવ્ય પ્રાસાદથી, ગંગાના સામા તીરે રૂપકોશાનો ભવ્ય આવાસ હતો.
રાત્રિનો બીજો પ્રહર શરૂ થયો હતો. ગંગાના પટ પર અતિશોભાયમાન એક નૌકા સરતી હતી. તેમાં રૂપકોશા કેટલીક પરિચારિકાઓ સાથે નૌકાવિહારે નીકળી હતી. સૌંદર્યવાન રૂપકોશા નૌકાના મુલાયમ વિરામસ્થાન પર આરૂઢ થઈ આકાશ સામે મીટ માંડીને સૂતી હતી. એવામાં તેના કર્ણપટ પર અતિ મધુર વિણાના સ્વરોનો ગુંજારવ ગુંજ્યો. તે સહસા બેઠી થઈ ગઈ.
તેણે પરિચારિકાને પૂછ્યું: આવો અતિ મધુર સ્વર ક્યાંથી આવે છે ?”
પરિચારિકા ચિત્રાએ કહ્યું: આપણે મહામંત્રી શકટાલના પ્રાસાદ પાસેથી જઈ રહ્યાં છીએ, આ સ્વરગુંજન એ પ્રાસાદમાંથી આવે છે.”
રૂપકોશા: ઓહ! મહામંત્રી રાજકીય ક્ષેત્રની જેમ કવિતામાં પણ નિપુણ છે!”
“ના.” “તો શું તેમની પુત્રી વીણાવાદનમાં નિપુણ છે”
“ના, દેવી, મહામંત્રીના જ્યેષ્ઠ પુત્ર સ્થૂલિભદ્ર વીણાવાદનમાં અજોડ છે.”
ચિત્રા જરા સંકોચ સાથે બોલી “ઉદ્દાલક મારા પ્રિય છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org