________________
૨ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર સ્થાન ધરાવતું હતું. ઊંચનીચના ભેદરહિત પ્રભુ મહાવીરનો પંથ મહામહિમાવંત હતો.
ધર્મચક્ર તીર્થંકરના સમયમાં પ્રવર્તે છે પણ કાળચક્ર તો નિરંતર પ્રવર્તે છે. સમ્રાટ શ્રેણિકની રાજગૃહી અને પૂરા સામ્રાજ્યમાં સમયના વહેણ બદલાતા અનુક્રમે નંદવંશનો જન્મ થયો. તેમાં નવમા ધનનંદ રાજા થયા. તેમણે મગધના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. મગધદેશની રાજધાની પાટલીપુત્ર અસ્તિત્વમાં આવી. ધનનંદ રાજાના મહામંત્રી તરીકે શકટાલ અત્યંત વફાદાર અને સમર્થ પુરુષ હતા.
મહામંત્રી શકટાલ જન્મે બ્રાહ્મણ કુળના હતા. તેમનાં પત્ની જૈનધર્મથી સંસ્કારયુક્ત હતાં. દંપતીનાં દિલ ઉદાર હતાં, આથી અન્યોન્ય પૂરક થઈ તેઓ આદર્શ જીવન જીવતાં હતાં. મહામંત્રીપદને સ્વીકાર્યા પહેલાં તેમને સ્થૂલિભદ્ર નામે પુત્રનો જન્મ થયો હતો. ત્યાર પછી યક્ષા, યક્ષદિના, ભૂયા ભૂયદિના, સણા, વેણા, રેણા સાત પુત્રીઓનો જન્મ થયો હતો. ત્યારબાદ શ્રીયક નામે નાનો પુત્ર જન્મ્યો હતો. નવ સંતાનોને જન્મ આપી માતાએ ચિરવિદાય લીધી હતી. તે પહેલાં તેઓ મહામંત્રીપદે નિયુક્ત થયા હતા. ( સ્થૂલિભદ્રના જન્મની વિશેષતા
પતિપત્ની જેવાં ધર્મસંસ્કારી હતાં. તેવા સંસ્કારોનું સિંચન તેમણે બાળકોમાં કર્યું હતું. આથી સંતાનો માતાપિતાની જેમ સંસ્કારસંપન. ધર્મપરાયણ, સંયમ અને શીલનાં આરાધક હતાં. પત્નીના મરણ પછી બાળકોના ઉછેરની અને મહામંત્રી તરીકે રાજકારભારની જવાબદારી આવી પડી. પરંતુ કુશળ, મેધાવી કર્તવ્યપરાયણ મહામંત્રી બંને જવાબદારીઓ વહન કરતા હતા.
માતાપિતાની જેમ સંતાનો પુણ્યશાળી હતાં. તેમાં સવિશેષ સ્થૂલિભદ્રનો જન્મ કોઈ ધન્ય પળે અને સુનક્ષત્રમાં થયો હોય તેવું જણાતું હતું. કોઈ રૂપસુંદરીને બ્રહ્માએ નવરાશે ઘડી હોય તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org