________________
તેમના ચરણનું પક્ષાલન કર્યું, કે જેથી પેલાં પાપો ભસ્મીભૂત થતાં ગયાં. સંભૂતિમુનિનો હાથ મસ્તકે મુકાયો ત્યારે તેણે પરમશાંતિ અનુભવી.
“ગુરુદેવ! મારાં પાપો કેમ નાશ પામશે ?” “વત્સ, સાધુત્વમાં એ સામર્થ્ય છે. ભૂતકાળને વિસ્તૃત કર અને સંયમનું આરાધન કર.”
સ્થૂલિભદ્રમાં ગુરુદેવના વાત્સલ્ય ચમત્કાર સર્વો, સ્થૂલિભદ્ર કામી મટીને નિષ્કામી થયા. અભુત રીતે સંયમના ધારક થયા. સમાધિરસના પાનમાં વિષને અમૃત માની જે પીધું હતું તે વમાઈ ગયું.
પુનઃ કોશાને આંગણે પહોંચ્યા. કલ્પાતીત કામવિજેતા થઈ કોશાને પણ ધર્મ પમાડડ્યો. એ જ સૌંદર્યમૂર્તિ એ જ વન – ઉપવનો એ જ શૃંગારરસ ભરપૂર ચિત્રશાળા, એ જ કામોત્તેજક ખાનપાન. યોગીઓ છળી ઊઠે તેવા સંયોગો, છતાં મુનિના એક રોમમાં વિકાર નહિ તેમની પરમ અવિકારી દશાનાં સ્પંદનોએ કોશાના રોમેરોમના ભોગવિલાસના વિકારોને બાળીને ભસ્મ કરી દીધા. સ્થૂલિભદ્ર મુનિ પાસે કામની મદન સેના લઈને ઊતરેલી કોશાએ સેના સહિત હાર પામી એવો મુનિનો દઢ સંયમ હતો.
પવિત્રતાના પુંજ સમા સ્થૂલિભદ્ર ચોર્યાસી ચોવીસી સુધી પવિત્રતમ પ્રાતઃ સ્મરણિય રહેશે.
આ કથાલેખનમાં સંયમવીર યૂલિભદ્ર પ્રત્યેનો મારો અહોભાવ જ મુખ્ય કારણ છે. અન્ય ગ્રંથોમાંથી કરેલું અધ્યયન, નવલકથાથી તથા વ્યાખ્યાનમાં વિવિધરૂપે શ્રવણમાં આવેલી આ કથા એવી અદ્ભુત છે કે એ કક્ષાએ ગહનતા પ્રગટ કરવાનું મારું શું ગજું? છતાં સદ્દભાવથી કથા આલેખી છે. તમે વાંચજો, વંચાવજો, વિચારજો અને સંયમને આરાધજો તેવી શુભભાવના સાથે. આ કથા લેખનમાં ક્ષતિ હોય તો વડીલો, વિદ્વાનો સુધારજો અને ક્ષમા આપજો.
સુનંદાબહેન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org