________________
સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૫૯ ( ભદ્રે કહ્યું "વીણાના સ્વર અને નૃત્યનું ઐક્ય જળવાશે.)
કોશા તને લાગે છે કે તું નૃત્ય કરશે અને વીણાના સ્વર તેમાં પ્રાણ નહિ પૂરે તો પછી આપણું ઐક્ય શાનું?”
આ સાંભળી કોશા બે બાહુ વડે ઉત્સાહથી ભદ્રને વળગી પડી. તેના મુખમાંથી અતિ સંતોષથી ઉદ્દગાર નીકળ્યા “ભદ્ર' બોલવાની સાથે હૃદય નાચી ઊઠ્યું.
છતાં તેણે પૂછ્યું પિતાના કુળગૌરવનું શું ?” - ભદ્ર : “એ તો પિતાના પોતાના જ પ્રભાવથી ઊજળું છે, તેથી આજ સુધી તેમની પ્રતિભા જેવી ને તેવી જ ટકી રહી છે.”
પરંતુ આ ઉત્સવમાં મગધેશ્વર પોતે આવશે, દેશવિદેશના રાજા-મહારાજાઓ આવશે, નગરના મહાપદાધિકારીઓ આવશે. મહામંત્રી પણ કદાચ આવશે.”
ભદ્ર: “કોશા ભલે બધા આપણી કલાનું અને આપણા જીવનનું મધુર ઐક્ય જુએ.”
ખરેખર ભદ્ર લોકલજ્જા પણ ત્યજી દેશો?’ હવે સંકોચનું કંઈ કારણ નથી.”
કોશાના હૃદયમાં ઊર્મિનો સાગર ઉછાળા મારતો હતો. કોશા કહેતી કે “વીણાના સ્વરથી નૃત્ય જીવંત બનશે.”
ભદ્ર કહેતો કે “તારા નૃત્યથી વીણાના સ્વર જીવંત બનશે.” કોશાને લાગ્યું કે રંગશાળાનું પ્રયોજન સિદ્ધ થઈ ગયું.
રંગશાળાનું કાર્ય પૂરું થયું હતું. સાત દિવસનો ઉત્સવ શરૂ થયો. દેશ-પરદેશના રાજા-મહારાજાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેની વ્યવસ્થા મગધેશ્વર પિતૃભાવે સ્વીકારી હતી.
કોશાએ મહારાજાની બેઠક માટે અને ભેટ આપવા એક કલાત્મક સિંહાસન બનાવ્યું હતું. ઉત્સવના દિવસે સૌ યોગ્યસ્થાને ગોઠવાઈ જતાં ઉત્સવના પ્રથમ દિવસે ભદ્ર કોશાએ દેવપૂજન કર્યું અને જનતા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org