________________
સંયમવીર ચૂલિભદ્ર ૦ ૩૩ સ્થૂલિભદ્રના મુખને ઢાંકી દીધો. - ભદ્ર, હું તમારી વિદાય લેવા આવી છું. “કોણ કોશા ? આ સાંભળતાં જ જાણે સાપ હાથમાં પકડ્યો હોય અને જે ત્વરાથી છોડી દે તેમ ભદ્ર કોશાને વેગથી નીચે ફેંકી. કોશાએ જાતને સંભાળી લીધી અને ઊભી રહી.
ગાંધાર સૈનિકના વેશમાં સજ્જ કોશાનું સૌંદર્ય અજબ રીતે નિખરતું હતું. યોગી પણ ભાન ભૂલે તેવી એ ક્ષણ હતી.
ક્ષણમાત્રના મૌન પછી બંને નિખાલસતાથી હસી પડ્યાં.
સૈનિકને પરાસ્ત કરવાની પેરવી કરનાર યોદ્ધો મીણબત્તીની જેમ ઓગળી ગયો.
ઓહ કોશા! મનોમૂર્તિ મારી સ્વપ્નસુંદરી ?” રૂપના આકર્ષણમાં ખેંચાયેલા આકુળ સ્થૂલિભદ્રને વળી પિતાજીના શબ્દો ઘૂમરાયા.
કોશાનો સમાગમ પાપ છે.” વિહ્વળતાથી તેની આંખો બંધ થઈ ગઈ.
કોશા તું પરદેશ જાય છે ? વિદાય લેવા આવી છું? જા ઓ સુંદરી તને વિદાય આપું છું અને ઇચ્છું કે પુનઃ તું મારી નજરે ન પડે, તારે કારણે મારા જીવનમાં કેટલું તોફાન જાગ્યું છે !
કુમાર, મારા પ્રત્યે આટલો તિરસ્કાર શા માટે ? બાળપણથી આપણે સાથે રમ્યાં છીએ, કળાઓ ખીલવી છે. એકબીજાની ગોદમાં બેઠાં છીએ. તો પછી અત્યારે કોશામાં શું કોઈ વિષ તમને સ્પર્શે છે ? બંધ આંખે ઊભેલા સ્થૂલિભદ્રને કોશાએ આર્તભાવે ખભે હાથ મૂકી હલાવ્યો.”
કોશા આપણે ભેગાં થવું શક્ય નથી. પિતાજી કહે છે આ પ્રેમ એ પાપ છે.”
તો પછી માતૃપ્રેમ, દેશપ્રેમ, ધર્મપ્રેમ પણ પાપ છે? જો તેમાં પાપ ન હોય તો સ્ત્રી-પુરુષના પ્રેમ પાપ શાથી? જે દિવસે કોશાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org