________________
૩૪ ૦ સંયમવીર ચૂલિભદ્ર અને ભદ્રો જેવાં તત્ત્વો નહિ હોય ત્યારે દુનિયા ભૂતાવળ હશે.”
“કોશા તું ગમે તેમ કહે પિતૃઆજ્ઞા એ મારે માટે પરમ ધર્મ છે. તેથી આપણે કોઈ કાળે ભેગાં નહિ થઈ શકીએ.”
ભદ્ર ! તું માનજે કે કોશાનો પ્રેમ અચલ છે. તેને કોઈ હીણા કુળના કારણો ડગાવી નહિ શકે. ભલે જગત મને ગણિકાની પુત્રી કહે પણ આ સામ્રાજ્યના પાયામાં અમારા સૌંદર્યમાં શીલના આદર્શની કુરબાની રહેલી છે કોશાની વાણીમાં અડગતા હતી. તે મહામંત્રીના મંતવ્યને સ્વીકારવા તૈયાર ન હતી.
“કુમાર તમારી કોશા ગુપ્તરાર બની ગાંધાર જાય છે. જીતની આશા ભરી છે. જીવતાં હોઈશું તો મળીશું. અથવા આવતા ભવે મળીશું. આપણા સાચા પ્રેમના મિલનને કોઈ રોકી નહિ શકે. કોશાએ જવાની તૈયારી કરી.”
સ્થૂલિભદ્ર વિદ્વાન, પડદર્શનનો અભ્યાસી, વીરયોદ્ધો, આજે એક કુમળી કન્યાના તર્ક પાસે તેનું આ બધું જ જ્ઞાન, અભિમાન સરી ગયું.
“કુમાર તમારો ઘણો સમય લીધો, હવે વિદાય માંગું છું. આશીર્વાદ આપશો ને ?”
સ્થૂલિભદ્રનું મન કોશાના મંતવ્યોથી, વચનોથી પ્રભાવિત થઈ ગયું હતું.
કોશા ખરેખર ભદ્ર અને કોશા જેવાં તત્ત્વો – જીવો હજી આ સંસારમાં રહેવા યોગ્ય છે. નહિ તો સંસાર પણ શુષ્ક બનશે.”
હા કુમાર એ તત્ત્વોનો કોઈ નાશ નહિ કરી શકે.” કોશા ખંડની બહાર નીકળી ઘોડા પર સ્વાર થઈ રાજમાર્ગે ચઢી ગઈ.
સ્થૂલિભદ્ર તેને જતી જોઈ રહ્યો. કેવું જીવંત સૌંદર્ય, માધુર્ય, અજબ કોશા. મારી સ્વપ્નમૂર્તિ.
ખરેખર પિતાજીની નજર કેટલી દૂરંદેશી અને વિલક્ષણ હતી ! સ્થૂલિભદ્ર નિત્યક્રમ માટે પાછો ફર્યો ત્યાં સામે જ પિતાજીને ઊભેલા જોયા. મહામંત્રીના મનમાં એક સંકલ્પ પડ્યો હતો, કુળપરંપરાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org