________________
સંયમવીર સ્થૂલિભદ્ર ૦૩૫ આવતું મહામંત્રીપદ સ્થૂલિભદ્ર શોભાવે. આથી તેઓ સહજ બોલી ઊઠ્યા.
સ્થૂલિભદ્ર, દષ્ટિરાગ, સ્નેહરાગ પાપ છે.” પિતાજીના શબ્દો કાને પડતાં જ સ્થૂલિભદ્ર વળી પાછો સંતાપમાં અટવાઈ ગયો. હૈયું વલોવાઈ ગયું. ઘડીભર કોશાના સૌંદર્યને માણેલું સુખ સરી પડ્યું. પિતાએ આપેલા સંસ્કારો સામે મોટો પડકાર હતો. બીજી બાજુ સમર્પિત કોશાના સૌંદર્યનું આકર્ષણ યોગીને ચલાયમાન કરે તેવું હતું. એથી કોશાને કહેતો હતો ‘તું પુનઃ નજરે ન પડે તેવું ઇચ્છું છું. તારું નામ મારા કાને ન પડે એવી પરભોમમાં પહોંચી જા !”
પણ કોશા બહુ સાહસિક નીકળી. સ્થૂલિભદ્રને મનાવી લીધો. પુનઃ પિતાજીની શીખનું સ્મરણ. સ્થૂલિભદ્રની મૂંઝવણ ખરેખર હૃદયદ્રાવક હતી. પિતાજી આદર્શને માટે પ્રાણ પાથરતા હતા. કોશા હીણ કુળના કલંકને નિવારવા માંગતી હતી. બંને વચ્ચે સ્થૂલિભદ્ર ઝોલાં ખાતો હતો. તે કાળે રાજનર્તકીઓનું રાજ્યમાં સ્થાન ઊંચું મનાતું. તોપણ ઉચ્ચકુળમાં કુળવધૂ તરીકે સ્વીકાર ન થતો. રાજામહારાજાઓ તેમનો પરિચય ઝંખતા પણ કોઈ પોતાના રાજકુમારને રાજનીર્તિકા સાથે પરણાવતા નહિ. એવું હીણ કુળનું કલંક રાજર્તિકાને માથે રહેતું. મહામંત્રી એ સમાજના બંધારણમાં ચુસ્ત હતા.
કોશા ગાંધાર પહોંચી. યુદ્ધની યોગ્ય બાતમી મળતા નંદમહારાજા મહાઅમાત્ય, સ્થૂલિભદ્ર સૌ ગાંધાર પહોંચ્યા. ત્યાં રણસંગ્રામ ખેલાયો. એ કાળે આ રીતે યુદ્ધો દ્વારા રાજવિસ્તાર થતો, સાથે રાજાઓની અન્ય અભિલાષાઓ પોષાતી. ( ગાંધાર રાજ્યની જીત સાથે શું બન્યું
ગાંધારની જીત મેળવી સૌ પાછા ફર્યા. સાથે પાટનગર તક્ષશિલાના વિદ્વાન ત્રણ રત્નોને માનભેર લઈ આવ્યા હતા.
વ્યાકરણકાર પાણિનિ, વિદ્વાન વરરુચિ અને વિષ્ણુગુપ્ત ચાણક્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org