________________
સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૨૯ માતાએ તારી પાછળ ઘણી શક્તિ ખર્ચે લાડકોડ સાથે ઘણી કળાઓ શીખવી હતી.” મંત્રીરાજ ભૂતકાળમાં સરી પડ્યા. પોતાની યુવાનીમાં માણેલા કવિત્વના માધુર્યમાં ડૂબકી મારી કહે, “બેટા યૂલિભદ્ર, તારા જેવો અભિનય અને ઘણાં કાવ્યો મેં યુવાનીમાં રચ્યાં હતાં.” - એક વાર આઠમા નંદરાજાના બૃહસ્પતિ મિત્રે મને પાનો ચઢાવ્યો કે આ કાવ્યનાં ભૂંગળાં ફેંકી દે. ચાલ આપણે કલિંગદેશનો વિજય પ્રાપ્ત કરી ત્યાંથી મહાચમત્કારી જિનમૂર્તિને લાવીને પાટલીપુત્રની શોભામાં વૃદ્ધિ કરીએ. કલિંગદેશની જિનમૂર્તિ અભુત અને ચમત્કારિક મનાતી.
અદ્ભુત જિનમૂર્તિનું નામ સાંભળી મારું પરાક્રમ જાગી ઊઠ્યું. મેં મંત્રીપદનો સ્વીકાર કર્યો અને તીરકામઠાં બાંધી ઘોડે ચઢ્યો. તે સમયે જિનધર્મને વરેલી તારી ગુણિયલ માતાએ વિદાયવેળાએ કહેલું :
મંત્રી બન્યા તો મંત્રીપદ શોભાવજો. પણ શ્રાવકધર્મને વિસરશો નહિ. શ્રાવકનું કામ સંહારનું નહિ સર્જનનું છે.”
કલિંગદેશનો વિજય પ્રાપ્ત કરી અદ્ભુત જિનમૂર્તિ લઈ પાછા ફર્યા ત્યારે પ્રજાએ અમારો અનેરો સત્કાર કર્યો અને જિન પ્રતિમાના. દર્શન કરી સૌ ધન્યતા અનુભવી રહ્યા.
નિવાસે પહોંચ્યો. તારી માતાએ સ્નેહભર્યો આવકાર આપ્યો. સાથે એના શાણપણની શી વાત કહું! તેણે કહ્યું “સ્વામી ! કલિંગના રાજા અને પ્રજા સંસ્કૃતિના બળે સિંચાયેલી છે. તેમની ભાવના આ અપમાન સાંખી નહિ શકે.” કાલે દર્શન કર્યા પછી આ સ્મૃતિ તાજી થઈ.
ત્યાર પછી એક પછી એક દેશ જીતી મગધના સામ્રાજ્યને વિસ્તૃત કર્યું.
આજે મગધના સામ્રાજ્યને કોઈ આંબી શકે તેમ નથી પણ એકસરખા દિવસ કોઈના જતા નથી. કાળના વંટોળને કોણ રોકી શકે ! કેટલાય સમ્રાટો મંત્રીઓ તેમાં હોમાયા. મગધના સામ્રાજ્યની આણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org