________________
» • સંયમવીર સ્થૂલિભદ્ર સાથે નંદરાજને મિત્રો અને શત્રુ બંને સાથે વેર બંધાયાં છે.”
બેટા, રાજવહીવટ તો સોહામણો, છતાં જ્વાળામુખીનો ભરોસો કેટલો ? છતાં આ રાજસેવાને આપણા પૂર્વજોએ જીવનધર્મ માન્યો છે. મેં પણ સ્વામીભક્તિ સ્વીકારી છે.”
“સ્થૂલિભદ્ર, શ્રીયક તારા પિતા રાજપદના લોભી ન હતા. જુવાનીમાં કવિ અને રસિક જીવ હતા. કેટલીય રાજકુંવરીઓ માટે લાડીલા હતા.”
મંત્રીરાજ ઘડીભર તે યુવાનીના સ્વપ્નમાં ખોવાઈ ગયા. પછી તરત જ જાગ્રત થઈ કહે “પરંતુ ચાલી આવતા કુળધર્મને મુખ્ય કરી આ મંત્રી મુદ્રા સ્વીકારી. નંદરાજાની યશોગાથા વિસ્તાર પામી. નંદરાજાના શાસનને ટકાવવા આ મંત્રીમુદ્રા સ્વીકાર્યા પછી મારે માટે નંદરાજા એકેશ્વર્ય છે. એટલે કે રાજા કે પ્રજા પર આફત આવે તો ભોગ આપવાનો પ્રથમ ધર્મ મંત્રીનો છે માટે ગમે ત્યારે કુલપરંપરાની આ ભક્તિ ભૂલશો મા. તે સમયે જાનની કે સંસારની માયાની પરવા ન કરતા.”
સ્થૂલિભદ્ર, એ સમયના ગણતંત્રમાં રૂપસુંદરી રૂપકોશાના પૂર્વજોનું પણ સ્થાન હતું. તે સમયે રૂપસુંદરીઓ રાજ્યની મિલકત ગણાતી. તે અનેક કળાઓ શીખતી, આજીવન કુમારી રહેતી. રૂપકોશાની માતા એક એવી રમણી હતી. વૈશાલીની જીતમાં તેને તેના પતિ સાથે પાટલીપુત્ર લાવવામાં આવી હતી. તેઓની રાજસેવા પણ પ્રશંસનીય હતી.
ધર્મપરાયણ સંયમમૂર્તિ પિતાના મુખે કી શાનું નામ સાંભળતાં ભાવિની પરમ સાધુતા છુપાયેલી છે તેવા સ્થૂલિભદ્રને એક ક્ષણ માટે રોમાંચ થયો. કોશાનું રૂપમાધુર્ય નજર સામે તરવર્યું. પરંતુ પુનઃ પિતાની સંયમશીલ મુખમુદ્રા જોતાં જ સ્વસ્થ થયો. તે પછી મહામંત્રીએ પૂર્વજોના પરાક્રમની યશગાથા કહી. રાત પૂરી થવા આવી હતી. પિતા ભૂતકાળમાં સરી તન્મય થઈ અખ્ખલિતપણે પુત્રોને મંત્રી મુદ્રાનું માહાસ્ય સમજાવતા હતા. પુત્રો પણ સજાગપણે રસપૂર્વક સાંભળી રહ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org