________________
૭૨ • સંયમવીર સ્થૂલિભદ્ર કાવ્યકલાને પ્રગટ કરવાની છે. મગધપતિને તૈયાર થઈને આવતાં હજી સમય લાગશે. ત્યાં સુધી માર્ગમાં આવતા મારા આવાસે જઈએ. મારી આયુધશાળા પણ તમે જુઓ.”
રથાધ્યક્ષને આજે સામ્રાજ્યના એક મહાન વિદ્વાનને મળવાનો અવસર મળ્યો હતો. તેના મનમાં થયું કે આ વિદ્વાનને પોતાની વિદ્યાની નિપુણતા જણાવું તે ઉમંગમાં તેણે પોતાની આયુધશાળા બતાવવા સાથે કેટલાંક ગુપ્ત રહસ્યો પણ પ્રગટ કર્યા. - “હે વિદ્વાન, તમે જાણતા નહિ હો કે મગધેશ્વરને માટે એક પાણીનો પ્યાલો તૈયાર કરવામાં અને તેમના ભોજનની વ્યવસ્થામાં કેટલો ખર્ચ થાય અને જોખમ ખેડવાં પડે છે, તેમના માથે સતત શત્રુનો ભય હોય, ક્યારે વિષ આપી દેવામાં આવે તે ખબર ન પડે. અંતઃપુરને પણ મારે સાચવવું પડે.”
વરરુચિ તમારા જેવા પરાક્રમી યોદ્ધાને, સેંકડો રથોના ચાલકને આવા અંતાપુર અને ભોજન જેવાં તુચ્છ કાર્યો સોંપવામાં આવે છે ?”
“હે કવિરાજ આ કાર્ય ઘણી કુશળતા અને પરાક્રમ માંગી લે છે. આ કંઈ કાવ્યસ્તુતિ નથી. રાજાના ભોજનની નિર્દોષતા સચવાય તે માટે કેટલાયે ઝેરી પદાર્થોનો અભ્યાસ કરવો પડે છે. મહામંત્રીના આદેશથી મેં એ ઔષધની વિદ્યાઓ પ્રાપ્ત કરી છે.”
“તો તમારે પણ મોત હાથમાં લઈને ફરવું પડે છે.”
“ના ના એમ તો મહાઅમાત્ય મહાકુશળ છે, અને કૂણા દિલના છે. એમનાં કાર્યો ખૂબ સાવચેતીભર્યા હોય છે. તેમનું વ્યક્તિત્વ ન્યારું છે અને પ્યારું પણ છે. તેમની કુશળતા પણ ગજબની છે. મહારાજાને ભોજન આરોગતા પહેલાં એવાં પંખીઓ રાખવામાં આવ્યાં છે કે તે પદાર્થો તેમની પાસે મૂકવાના, તે પદાર્થોમાં ઝેર હોય તો એ પંખીઓ દૂરથી જ ફફડી ઊઠે. વળી અમારા જેવા વિશ્વાસુ સેવકો તેમનું રક્ષણ કરે. મહામંત્રી તેમને માટે પ્રાણ પાથરે.”
વરરુચિ આ સાંભળીને ધ્રુજી ઊઠ્યો. ઓહ ભલેને ચક્રવર્તી હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org